મંદિર યા મસ્જીદ કી ક્યા ઝરૂરત હૈ, ઉસકા હસતા ચહેરા હી મેરી બંદગી હૈ. એના ગાલ પરનુ તલ, નજર ના લાગે એના માટેના કાજળનુ કામ કરે છે. છતા એ કાજળ લગાવે છે. ભલે કાજળ આછુ આછુ છે. એ પ્રીયતમા ની પાછળ ઘણા પાગલ થઈ ગયા. પણ બધામાં કાજળ જીતી ગયુ. પોતે કાળુ હોવા છતા એની આંખો ને ચુમવાનો મોકો..!! આ કાજળ ભાગ્યશાળી છે. પાછુ ગાલ પરનુ તલ કંઈ નિર્દાેષ નથી. એ તલે તો કેટલાંયના Ìદય ને દોડાવ્યા છે, મારી આંખો એની સાક્ષી છે. એના ખુલ્લા સીલ્કી વાળમાં ખબર નહિ કઈ શક્તિ છે. એક તરફ વાળ ઉડે અને બીજી તરફ બધાના સપનાઓના આકાશમાં ઉડે.