નસીબ - પ્રકરણ - 12

(268)
  • 10.7k
  • 7
  • 5.3k

સુસ્મિતાની આંખોમાં પાણી ઉભરાઈ આવ્યા. હળવે રહીને તેણે પ્રેમનો જખમ કેટલો ઊંડો છે એ જોવા ટુવાલ હટાવ્યો... પ્રેમની ગૌર છાતીમાં ચોકડીનું નિશાન થયું હતું. જખમ બહુ ઊંડો નહોતો છતાં તેમાંથી ઘણું લોહી નીકળીને ટુવાલમાં ચુસાઈ ગયું હતું. અને એટલેજ પ્રેમને બેહોશીની અસર થવા લાગી હતી. ઘાવ લગભગ ચાર-પાંચ સેન્ટીમીટર ઊંડો થયો હતો પરંતુ એ જીવલેણ તો નહોતો જ. સુસ્મિતાએ ફરીવાર એ ટુવાલ તેની છાતી ઉપર દબાવ્યો અને ભારે હેતથી તેના માથાના વાળમાં હાથ પસવારવા લાગી. તે ડોક્ટર આવે ત્યાં સુધી કઇ કરી શકે તેમ નહોતી તેની વ્યગ્રતા ચરમસીમા પર હતી. પ્રેમને ઘણા પ્રશ્નો પૂછવા માંગતી હતી પરંતુ તે જાણતી હતી કે પ્રેમ આ હાલતમાં કોઈ જવાબ આપી શકશે નહી.