સત્યના પ્રયોગો - ભાગ-4 - 12

  • 4.4k
  • 1
  • 1.1k

આ પ્રકરણમાં ગાંધીજીના અંગ્રેજો સાથેના કેટલાક વધુ અનુભવોનું વર્ણન કરવામાં આવ્યું છે. જોહાનિસબર્ગમાં ગાંધીજીએ બે હિન્દી મહેતાને ટાઇપિંગ શીખવ્યું, પણ અંગ્રેજી જ્ઞાન કાચું હોવાને લીધે તેમનું ટાઇપિંગ કદી સારૂ ન થઇ શક્યું. ગાંધીજીના સારા ટાઇપિસ્ટ શોધવા હતા પરંતુ કોઇ અંગ્રેજ કાળાના હાથ નીચે કામ કરવા તૈયાર નહીં થાય તેવું તેમને લાગ્યું. છેવટે મિસ ડિક નામે એક સ્કોચ લેડી મળી જેને ગાંધીજીના હાથ નીચે કામ કરવામાં કોઇ વાંધો નહોતો. તેનું કામ ઉત્તમ હતું. ગાંધીજીએ તેને સાથી પસંદ કરવામાં મદદ કરી અને કન્યાદાન પણ આપ્યું હતું. ગાંધીજીને શોર્ટહેન્ડ રાઇટરની જરૂર હતી તેથી મિ.શ્લેશિન નામની 17 વર્ષની છોકરીને નોકરીએ રાખી. તે પગાર માટે નહીં પરંતુ ગાંધીજીના આદર્શો ગમતા હોવાથી તેમની સાથે કામ કરવા આવી હતી. આ છોકરી દિવસ-રાતનો ભેદ જોયા વિના કામ હોય ત્યાં એકલી ચાલી જતી. જ્યારે ગાંધીજી જેલમાં હતા ત્યારે પણ તે એકલી લડતને સંભાળી રહી હતી. લાખોનો હિસાબ, ઇન્ડિયન ઓપિનિયન પણ તેના હાથમાં હતું છતાં તે થાકતી નહોતી.