ઈન્સ્ટાગ્રામ રૂદિયામાં સાજન મળવા આવો રૂદિયામાં,બાલમ ફરવા આવો રૂદિયામાં.યુગોથી ચારો નાખી બેઠી,યાદો ચરવા આવો રૂદિયામાં.વરષો જૂના સંબંધો કાજે,માળો કરવા આવો રૂદિયામાં.ખાલી રાખયું છે પિંજર નાજુક,શ્વાસો ભરવા આવો રૂદિયામાં. *** નશીલી આંખ નશીલી આંખ માં સ્વપ્ન ઉગ્યું છે,હદય ના બાગમાં સ્વપ્ન ઉગ્યું છે.ઉચે ઉડતાં પક્ષી ની કોમળ,ફફડતી પાંખમાં સ્વપ્ન ઉગ્યું છે.હદયમાં બીજ રોપાયું છે ઊડું,તડપતી યાદમાં સ્વપ્ન ઉગ્યું છે.ધમણ માફક ઉચે નીચે થતાં તે,થથરતા શ્વાસમાં સ્વપ્ન ઉગ્યું છે.ગુલાબી ફૂલ જેવા નાજુકી ને,લરજતા હોઠમાં સ્વપ્ન ઉગ્યું છે. *** કાફિયા કાફિયાને ચાયણી મારો,રાગિણીને ચાયણી મારો.નજર બંદી તોડવા માટે,ચારિણીને ચાયણી મારો.ચાર ભીતોને કહો ઘર તો,માલિકીને ચાયણી મારો.રાહ જોઇને યુગો વીત્યાં,તારિખીને ચાયણી મારો.દરિયો થઇ ને જો