વેર વિરાસત - 17

(62)
  • 6.5k
  • 2
  • 2.5k

વેર વિરાસત - 17 માધવીના મનનો અખત્યાર બેતુકી કલ્પનાએ લઇ લીધો હતો. એક શક્યતા તો એ પણ નકારી ન શકાય કે રાજા જે પ્રભાત મહેરાનો જમાઈ થઈ, પ્રભાત ફિલ્મ્સનો માલિક બની બેઠો હતો હવે વર્ષાેથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આર સેતુમાધવન તરીકે ભારેખમ નામ થઈને જામી પડયો હતો.રિયાને તો હજી વધુ ઘણી બધી વિગતો કહેવી હતી જે કાસ્ટિંગ ડિરેક્ટર મહેરે જણાવી હતી પણ માધવીના ચહેરા પરના હાવભાવ જોઇને એ થોડી સહેમી ગઈ હતી.માયાના આપઘાતના પ્રયાસના એક જ ખબરે માધવીની આંખો ખોલી નાખી હોય તેમ એ પોતાની જાતને ગુનાહિત મહેસૂસ કરી રહી.એને લાગ્યું કે એ જમીન પર પટકાઈ પડશે ને ત્યાં તો પાછળ આવીને ઉભા રહી ગયેલા નાનીએ એને ખભાથી ઝાલી સોફા પર બેસાડી દીધી.