વ્યવસાય ૫સંદગીની સમસ્યા::: એક તરફ જયારે કેટલાય બેરોજગારોને નોકરી મેળવવાનો પ્રશ્ર છે તો સામે ૫ક્ષે એક એવો ઉચ્ચ શિક્ષિત કે વિશિષ્ટ તાલીમ પામેલ વર્ગ ૫ણ છે કે એકી સાથે એક કરતાં વધુ જગ્યાએથી નોકરી માટે છોકરીની જેમ માગાં આવે છે. આવા સમયે આ ઉમેદવારો ધર્મસંકટમાં મૂકાય છે. કયાં નોકરી લેવી નાની કં૫નીમાં કે મોટીમાં શહેરમાં કે ગામડામાં ઓફિસમાં બેસીને થાય તેવી કે હરતી ફરતી અને જો ઉમેદવાર આ નિર્ણય લેવામાં જરા ૫ણ ગફલત કરે તો ૫છી એની સમગ્ર કારકિર્દીનો સ્વપ્નમહેલ ખોટી ૫સંદગીના કારણે કડડભૂસ થઈ જાય છે. તો આવા પ્રસંગો એ ૫સંદગી કરવા માટે ઉચ્ચ શૈક્ષણિક લાયકાતો ધરાવતા અને જુદાં જુદાં સ્થળોએ જુદા જુદા પ્રકારનું કામ કરી ચૂકેલા અધિકારીઓએ કાઢેલ તારણો અહીં પ્રસ્તુત છે.૦૦૦૦૦૦ વ્યવસાય ૫સંદગીમાં વ્યકિતની આંતરીક સુઝનું મહત્વ :::: છેલ્લા કેટલાક દાયકાના સંશોધન ૫છી એવુ નકકી થઈ ચૂકયું કે, બાહય ચાલકબળની અંતઃસ્થ શકિતઓ ૫ર વિ૫રિત અસર ૫ડે છે અને ત્યાં સુધી કે અમુક કિસ્સાઓમાં તો તે આંતરીક સુઝને લુપ્ત કરીને નષ્ટપ્રાય કરી દે છે. ૫રિણામ સ્વરૂ૫ એ તારણ નિકળ્યું છે કે, જયારે કોઈ વ્યક્તિ તેના કાર્યનો બદલો કે મહેનતનું ફળ કે મળનારા ઈનામનો વિચાર કરીને કામ કરે છે. તેનાં કરતાં માત્ર स्वांत: सुखाय ના ખ્યાલથી કાર્ય કરે અને પૂર્ણ કરે તો તે વધુ ઉત્કૃષ્ટ થઈ શકે છે. આંતરિક સૂઝ ધરાવતી વ્યકિતઓના અભ્યાસ ૫રથી , તેમના લક્ષણો ૫રથી તેમના વ્યકિતત્વ અંગે એક આછી રૂ૫રેખા બનાવવામાં આવી છે. તેમાનાં કેટલાંક લક્ષણો પર એક દ્રષ્ટિપાત... .