નસીબ - પ્રકરણ - 7

(290)
  • 12k
  • 12
  • 5.4k

સુસ્મિતા હજુ જમના જ નાહિને બહાર આવી હતી. તેના ભીના સુવાળા કેશમાંથી પાણીની બુંદો સરકીને તેની સીધી ટટ્ટાર પીઠ પર રેલાઈ રહી હતી તેને કારણે તેણે પહેરેલું ઓપન ગળાનું વ્હાઈટ ટી- શર્ટ ભીનું થઈને તેની પીઠ સાથે ચીપકી ગયું હતું. વ્હાઈટ ટી-શર્ટ સાથે તેણે એકદમ ડાર્ક બ્લ્યુ કલરનું જીન્સ પસંદ કર્યું હતું. જીન્સ, ટી-શર્ટમાં તે હતી તેના કરતા પણ વધુ ઉંચી અને ખુબસુરત દેખાતી હતી. ટી-શર્ટને તેણે બખૂબીથી પેન્ટમાં ઇન કર્યું હતું. ટી-શર્ટનું લાયકા કાપડ થોડું ખેંચાઈને તેના પાતળા દેહ પર ચપોચપ ફીટ થઇ ગયું હતું જેના કારણે તેના ઉરોજોનો ઉભાર વધુ ઉન્નત, વધુ ધ્યાનાકર્ષક બન્યો હતો. તેના ભરાવદાર ઉરોજો, પાતળી કમર, સીધી ટટ્ટાર પીઠના સંયોજને તેને એક અલૌકિક રૂપ બક્ષતું હતું.