વિષ વેરણી ભાગ. ૮

(48)
  • 4.7k
  • 2
  • 1.8k

મેં કાર સ્ટાર્ટ કરી અને જવા દીધી સમીરા ને રસ્તા માં બધી હકીકત જણાવી, અમે ઘેર પહોંચ્યા જ હતા અને અમને સામે એમ્બ્યુલન્સ આવી અમે ઘેર પહોંચ્યા તો ગંગામાંસી એ જણાવ્યું કે હમણાજ અબુ ને હોસ્પિટલ માં લઇ ગયા, હું અને સમીરા તુરંત જ હોસ્પિટલ પહોંચ્યા, અબુ ને આઈ સી યુ માં રાખ્યા હતા, સમીરા અમી અને રૂકસાના બહાર બેઠા હતા ત્યાં ગઈ અને હું સીધો ડોક્ટર ની ચેમ્બર માં ચાલ્યો ગયો, ડોક્ટર બીજા દર્દી ને સમજાવતા મને બેસવા ઇશારો કર્યો, હું બેસી ગયો,બીજા દર્દી ના જતા જ ડોક્ટર સાહેબ એ મારી સામે જોઈ ને કહ્યું,” મિસ્ટર સલીમ તમારા અબુ ને આ બીજો હુમલો છે”