સત્યના પ્રયોગો - ભાગ-4 - 5

  • 4.6k
  • 3
  • 1.1k

સત્યના પ્રયોગોના આ ભાગમાં મહાત્મા ગાંધી 1893ની સાલમાં ખ્રિસ્તી મિત્રો સાથેનો તેમનો અનુભવ વર્ણવે છે. આ દરમિયાન તેમની સહનશીલતાના દર્શન થાય છે. ગાંધીજી સ્નાન કરતી ગીતા શ્લોકો દિવાલ પર ચોંટાડતા અને જરૂર પ્રમાણે ગોખી નાંખતા. આમ કરીને તેમણે ગીતાના 13 અધ્યાય મોઢે કરી લીધા હતા. તેમના ખ્રિસ્તી મિત્રો તેમને બાઇબલનો સંદેશ સંભળાવવા, સમજાવવા અને સ્વીકારવા માટે આગ્રહ કરતા હતા. છતા પણ તેઓ આપણા પ્રાચીન ગ્રંથ અને દરેક પ્રશ્નોનો જવાબ આપતી ગીતાને વળગી રહ્યા હતા. આ બાબત દર્શાવે છે નિરીક્ષણ કરવું જોઇએ પરંતુ આપણા ઉદ્દેશો, મંતવ્ય, ધારણાઓ તેમજ આપણી સમજની બહાર ન જવું જોઇએ. તેઓ કહે છે કે ‘ટ્રસ્ટીની પાસે કરોડો હોય છતા તેમાંથી એક પાઇ પોતાની નથી તેમ મુમુક્ષુએ વર્તવું જોઇએ તેમ હું ગીતામાંથી શીખ્યો છું. અપરિગ્રહી થવામાં, સમભાવી થવામાં હેતુનુ, હૃદયનું પરિવર્તન થવું આવશ્યક છે એમ મને દીવા જેવું દેખાયું.’ ગાંધીજીએ પિતા સમાન ભાઇને લખ્યું કે મારી પાસે જે બચ્યું તે હવે સમાજના ભલા માટે ખર્ચાશે.