નસીબ - પ્રકરણ - 5

(293)
  • 12k
  • 13
  • 6.3k

તેને એટલું તો સમજણમાં આવી જ ગયું હતું કે તે જ્યાં સુધી વીતેલા વર્ષોનું સરવૈયું નહીં કાઢે ત્યાં સુધી તે આગળની જિંદગી શાંતિથી જીવી શકશે નહીં. તેને એ પણ સમજાયું હતું કે નિરાંતની, શાંતિની તેને જરૂર હતી. એ અહીં બ્લ્યૂ હેવન તેને સાંપડશે. અહીં આ લોકો માટે તે અજાણ્યો હતો અને પ્રેમ કે જેણે તેને કિડનેપરના હાથમાંથી છોડાવ્યો હતો પોતાનો ભૂતકાળ નહોતો જાણતો એટલે જ અજયે ચૂપ રહેવાનું નક્કી કર્યું. એકવાર તે આ સ્થિતિની સમીક્ષા કરી લે ત્યારબાદ જ તે બહાર પડવા માંગતો હતો અને પછી જે લોકોએ તેને ડ્રગ્સ અને જાલીનોટોના કેસમાં ફસાવ્યો હતો અને જે લોકોએ તેની પ્રિયતમા તુલસીનું મોત નીપજાવ્યું હતું એ લોકોને શોધીને તે તેમને નશ્યત કરવા માંગતો હતો.