તમે તમારા બાળકોને જ્ઞાન આપી શકો છો, અનુભવ આપી શકો છો, પરંતુ ડહાપણ ક્યારેય આપી નથી શકતા. એ ડહાપણ તો એ જ્યારે દુનિયાના ડફણા ખાય છે ત્યારે જ આવે છે. કોઈ પણ કામ નાનું કે મોટું હોતું નથી. કામને નાનું કે મોટું કામ કરનારની પોતાની ભાવના અને તે જોનારની નજર, અભિપ્રાય કે અભિગમ બનાવે છે. મનપસંદ નોકરી શોધવા નીકળ્યા હતા, મનપસંદ કામ શોધવા નિકળ્યા હતા, એ તો મળ્યા નહિ અને જે નોકરી મળી તે મનને કરવી પસંદ નથી તો ગમે તે કામ કરવામાં, કામ કરવાનો આનંદ નથી. આપણામાંથી ૯૯ લોકોની જિંદગી આવી જ છે. કારણ