વાર- તહેવારના બાળગીતો

(73)
  • 12.7k
  • 11
  • 3.3k

આજે માતૃભારતી એપના માધ્યમથી મારો પ્રથમ બાળગીત સંગ્રહ પ્રગટ થઇ રહ્યો છે ત્યારે હું એવી હર્ષની લાગણી અનુભવી રહ્યો છું જેમને ત્યાં વર્ષોના વ્હાણા વાયા પછી બાળકની પ્રાપ્તિ થતી હોય છે. માતૃભારતીનો હું ખૂબ આભારી છું કે મારા બાળગીતોને વિરાટ વિશ્વ સમક્ષ મૂકવાની તક આપી છે. લગભગ ૧૯૯૨ થી હું બાળગીતો લખી રહ્યો છું.આ બાળગીત સંગ્રહમાં મેં વાર-તહેવારની રચનાઓનો સમાવેશ કર્યો છે. હોળી, ધૂળેટી, દિવાળી, ગણેશ ઉત્સવ વગેરે પર્વોને ધ્યાનમાં રાખીને ખાસ કરીને જંગલનાં પ્રાણીઓને સાંકળી ગીતોને મનોરંજક બનાવ્યા છે. સાથે ચોમાસુ, ઉનાળો ઋતુઓ માટે લખેલા ગીતો મૂક્યા છે. મને આશા છે કે બાળકો સાથે મોટેરાં પણ તેને પસંદ કરશે. એટલું જ નહીં પોતાના અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકોને હેત અને ઉલ્લાસથી વાંચી પણ સંભળાવશે. અને એનો સહિયારો આનંદ માણશે.