હું ઓફીસ થી પરત આવું એટલે મારે તો બસ એક ડ્રાઈવર ની નોકરી માં ફરી લાગી જવાનું,સતત પાંચ દિવસ સુધી ખરીદી ચાલી,અને પાંચ દિવસ માં રોજ સાંજે સાડા છ વાગ્યે નીકળીએ અને રાત્રે દસ વાગી જાય, આમ અડધી ખરીદી તો નિકાહ ની પણ થઇ ગઈ,આમ ને આમ સગાઇ ની તારીખ નજીક આવી ગઈ ખબર જ ના પડી, સગાઇ ની આગલી રાત્રે અમે ચર્ચા કરી રહ્યા હતા,સમીરા તેની ખરીદી ની બેગ અલગ કરી ને ઘરે જવા ની તૈયારી કરી રહી હતી,મેં કહ્યું., ”સમીરા,રૂકસાના ખરીદી માં હજુ કઈ રહી નથી જતું ને પછી છેલ્લી ઘડીએ નો કહેતા કે આ રહી ગયું ને પેલું રહી ગયું “ મુમતાઝ વચ્ચે જ બોલી, “ભાઈ સાચું કહું તો મારા માટે કંઇજ નથી લેવાયું, એક જોડી કપડા સીવાય,” “તો ....તારી ક્યાં સગાઇ છે ,, અને તારે હજુ શું લેવાનું બાકી છે ” અસલમ એ પૂછ્યું., “જ્વેલરી માં બધું સમીરા અને રૂકસાના નું જ લેવાયું, મારો તો કોઈ ને વિચાર જ સુધા ન આવ્યો” મુમતાઝ એ કહ્યું.. “જો આવી ખરીદી નો લાભ લેવો હોયતો ભાગીને કે કોર્ટ મેરેજ ના કરાય “ અસલમ એ હસતા હસતા કહ્યું. “તે હું ક્યાં એકલી ભાગી હતી તું પણ સાથે જ હતો ને ” મુમતાઝ એ કહ્યું,” “હા તો હું ક્યાં ફરિયાદ કરું છું મેં પણ જે લીસ્ટ માં મારા બે જોડી કપડા લેવાના હતા તે જ લીધા,” અસલમ એ કહ્યું,