સંધ્યા ધીમે ધીમે ઢળી રહી હતી. આકાશના અંતિમ કિરણો જાણે દિવસને વિદાય આપી રહ્યા હતા, પરંતુ રાધામાના હૃદયમાં શાંતિનો એક પણ કિરણ નહોતો. તુલસીક્યારા પાસે દીપ પ્રગટાવવાનો સમય થઈ ગયો હતો. હાથમાં દીપ હતો, વાટ પણ તૈયાર હતી, છતાં રાધામાનું ચિત્ત એક ક્ષણ માટે પણ સ્થિર થતું ન હતું. વારેવારે તેઓ દ્વાર સુધી જઈ નગરના માર્ગ તરફ જોતા અને ખાલી માર્ગ જોઈને ફરી પાછા ફરી આવતા. શ્રેષ્ઠીઓના રથો એક પછી એક નગરમાં પ્રવેશી રહ્યા હતા. કોઈ રથ પસાર થતો ત્યારે રાધામાનું હૃદય આશાથી ધબકી ઊઠતું—‘કદાચ આ રથમાં મારો કર્ણ હશે...’
વૃશાલી (કર્ણ ની અર્ધાંગિની) - પ્રકરણ 1
સંધ્યા ધીમે ધીમે ઢળી રહી હતી. આકાશના અંતિમ કિરણો જાણે દિવસને વિદાય આપી રહ્યા હતા, પરંતુ રાધામાના હૃદયમાં શાંતિનો પણ કિરણ નહોતો.તુલસીક્યારા પાસે દીપ પ્રગટાવવાનો સમય થઈ ગયો હતો. હાથમાં દીપ હતો, વાટ પણ તૈયાર હતી, છતાં રાધામાનું ચિત્ત એક ક્ષણ માટે પણ સ્થિર થતું ન હતું. વારેવારે તેઓ દ્વાર સુધી જઈ નગરના માર્ગ તરફ જોતા અને ખાલી માર્ગ જોઈને ફરી પાછા ફરી આવતા.શ્રેષ્ઠીઓના રથો એક પછી એક નગરમાં પ્રવેશી રહ્યા હતા. કોઈ રથ પસાર થતો ત્યારે રાધામાનું હૃદય આશાથી ધબકી ઊઠતું—‘કદાચ આ રથમાં મારો કર્ણ હશે...’પરંતુ દરેક વખતે આશા અધૂરી રહી જતી.કર્ણ હજી આવ્યો નહોતો.થોડા દિવસ પૂર્વે કર્ણ ...વધુ વાંચો
વૃશાલી (કર્ણ ની અર્ધાંગિની) - પ્રકરણ 2
વૃશાલી પ્રકરણ – ૨રાધેયનું હૃદયમંથનકર્ણને અંગરાજનું પદ પ્રાપ્ત થયાને હજી થોડા જ દિવસો વિત્યા હતા. કર્ણ એ એના માટે બનાવવો શરૂ કરી દીધો હતો...એની કાર્ય શૈલી થી બધે એનો જયજય કાર થઈ રહ્યો હતો......પરંતુ રાધામાતાના હૃદયમાં હવે પુત્રના વિવાહની ચિંતા જાગી ઊઠી હતી.અંગરાજ બન્યા પછી કર્ણ માટે અનેક યોગ્ય કન્યાઓનાં પ્રસ્તાવ આવવા લાગ્યાં હતાં. વિવિધ કુળોમાંથી સુશીલ, સંસ્કારી અને યોગ્ય કન્યાઓના સંબંધો પ્રસ્તાવિત થવા લાગ્યા હતા.પરંતુ રાધામાતા અને અધિરથ તો વર્ષોથી એક વાત નિહાળી રહ્યાં હતાં—વૃશાલી કર્ણના હૃદયમાં ઊંડે સુધી વસેલી હતી.બાળપણથી જ બંનેની મૈત્રીને તેમણે પોતાની આંખો સમક્ષ વિકસતી જોઈ હતી. સમયના પ્રવાહ સાથે એ નિર્દોષ સખ્યભાવ ...વધુ વાંચો
વૃશાલી (કર્ણ ની અર્ધાંગિની) - પ્રકરણ 3
વૃશાલી વિદાય થઈ પછી કર્ણ પણ પોતાના ગૃહ તરફ આગળ વધ્યો.પરંતુ તેના પગલાં ગૃહ તરફ જતા હતા અને તેનું હજી પણ એ જ જળસ્થળ પાસે અટવાયેલું હતું.વૃશાલીની આંસુભરી આંખો વારંવાર તેની આંખો સામે આવી રહી હતી.“હું મારા રાધેય ને મનથી વરી ચૂકી છું...”તેના કાનમાં જાણે એ જ શબ્દો વારંવાર ગુંજી રહ્યા હતા.કર્ણના મનમાં વિચાર નું તોફાન ચાલતું હતું“હું આટલો ક્રોધિત કેમ થઈ ગયો હતો? ...,....,વૃશાલીને તો આ વાતની જાણ જ નહોતી. મેં તો તેના પર નિરર્થક ક્રોધ કર્યો... હું તેને કેટલું કઠોર બોલી ગયો.”પરંતુ બીજા જ ક્ષણે તેના અંતરમાં એક બીજો જ પ્રશ્ન ઊઠ્યો.......“વૃશાલીને કોઈ બીજા પુરુષ સાથે જોવાની ...વધુ વાંચો