ટેબલ પર પડેલું જૂનું એલાર્મ ઘડિયાળ સવારે બરાબર સાડા પાંચ વાગ્યે ટકોરો મારે તે પહેલાં જ રમણલાલની આંખો ખૂલી ગઈ. આ તેમની ચાલીસ વર્ષ જૂની આદત હતી. શરીરને સમયના એવા ચોકઠામાં ઢાળી દીધું હતું કે એલાર્મને પણ ક્યારેય વગાડવાનો મોકો નહોતો મળ્યો. પણ આજે આંખો ખૂલતાં જ કંઈક અલગ હતું. છાતી પર એક અજીબ વજન હતું. રોજ સવારે પથારીમાંથી ઊઠતી વખતે મગજમાં જે એક કાંટો ચાલતો હતો કે—‘મોડું થઈ જશે, સાડા સાતની લોકલ પકડવાની છે, ફાઈલો બાકી છે’—તે કાંટો આજે શાંત હતો.ગઈકાલે ઓફિસમાં છેલ્લો દિવસ હતો. હાથમાં નાળિયેર, સાલ અને સિલ્વર પ્લેટેડ મોમેન્ટો આપીને સ્ટાફના લોકોએ તાળીઓ પાડી હતી. રમણલાલે હંમેશની જેમ પોતાની ગંભીર અને મજબૂત સ્માઈલ આપીને બધાનો આભાર માન્યો હતો. આખી જિંદગી હેડ ક્લાર્ક તરીકે વટથી નોકરી કરનાર રમણલાલ ક્યારેય કોઈની સામે ઢીલા નહોતા પડ્યા.
અબોલા - 1
"જે દીવાલો આખું ઘર સાચવીને ઊભી હોય છે ને સાહેબ... એ જ દીવાલો અંદરથી સૌથી વધુ એકલી હોય છે."#અબોલાવાર્તા તિરાડ અને દીવાલટેબલ પર પડેલું જૂનું એલાર્મ ઘડિયાળ સવારે બરાબર સાડા પાંચ વાગ્યે ટકોરો મારે તે પહેલાં જ રમણલાલની આંખો ખૂલી ગઈ. આ તેમની ચાલીસ વર્ષ જૂની આદત હતી. શરીરને સમયના એવા ચોકઠામાં ઢાળી દીધું હતું કે એલાર્મને પણ ક્યારેય વગાડવાનો મોકો નહોતો મળ્યો. પણ આજે આંખો ખૂલતાં જ કંઈક અલગ હતું. છાતી પર એક અજીબ વજન હતું. રોજ સવારે પથારીમાંથી ઊઠતી વખતે મગજમાં જે એક કાંટો ચાલતો હતો કે—‘મોડું થઈ જશે, સાડા સાતની લોકલ પકડવાની છે, ફાઈલો બાકી છે’—તે ...વધુ વાંચો