માંદગીમાંદગીપાત્રો: તુષાર (એક કિશોર)        1.લલિતભાઈ :  પિતા.        2.કલા બહેન  :   માતા        3.ઝમકુ        :   કામવાળી        4.પ્રવિણા      :   બહેન        5.ડોક્ટર.(પડદો બંધ છે ત્યાં પ્રવક્તાનો અવાજ)“મહેરબાનો!  એમ કહેવાય છે કે શરીર હોય તો રાજ ન આવે પણ રોગ જરૂર આવે. તમે સહુ માંદા પડો જ છો, પણ આ નાટક એમ પુરવાર કરવા માગે છે - શાંતિ રાખજો. જોજો, શરીરનું ટેમ્પ્રેચરવધી જાય નહીં કે બ્લડપ્રેશર ઊંચું જાય નહીં.એમ કહેવા માગે છે કે આપણે બધા કાયમના  માંદા જ છીએ. માનસિક માંદા. તમે અને હું, બધા જ. કઈ રીતે?એની જવાબ આપે છે નાટક - માંદગી.

1

આવો ભજવીએ - 1

નાટક 1. માંદગીમાંદગીપાત્રો: તુષાર (એક કિશોર)1.લલિતભાઈ : પિતા.2.કલા બહેન : માતા3.ઝમકુ : કામવાળી4.પ્રવિણા : બહેન5.ડોક્ટર.(પડદો બંધ છે ત્યાં પ્રવક્તાનો અવાજ)“મહેરબાનો! એમ કહેવાય છે કે શરીર હોય તો રાજ ન આવે પણ રોગ જરૂર આવે. તમે સહુ માંદા પડો જ છો, પણ આ નાટક એમ પુરવાર કરવા માગે છે - શાંતિ રાખજો. જોજો, શરીરનું ટેમ્પ્રેચરવધી જાય નહીં કે બ્લડપ્રેશર ઊંચું જાય નહીં.એમ કહેવા માગે છે કે આપણે બધા કાયમના માંદા જ છીએ. માનસિક માંદા. તમે અને હું, બધા જ. કઈ રીતે?એની જવાબ આપે છે નાટક - માંદગી.(પડદો ખુલે છે. સહુથી પહેલાં સ્ટેજ પર ...વધુ વાંચો

2

આવો ભજવીએ - 2

નોટ કીયા જાય મી લોર્ડપાત્રો: ઇન્દ્રઅનુચરમંગળનારદઅલ્પાના પિતાઅલ્પેશની માતાઅલ્પાઅલ્પેશનાડીદેવી(પડદો ખુલતા કોર્ટનું દ્રશ્ય. ન્યાયાધીશની ખુરશી પર બિરાજમાન ઝળહળતા મુગટધારી ઇન્દ્ર. બાજુમાં ઊંચો, ભરાવદાર, ડરામણો અનુચર ઉભો છે.)(આરોપીના પિંજરામાં વિશાળ દેહષ્ટિ ધરાવતો લાલ ખેસધારી મંગળ. તેજસ્વી ગૌર વર્ણ. ભરાવદાર શરીર. મુછો આમળ્યા કરે છે. કોર્ટ ચાલુ છે.)ઇન્દ્ર : ઓર્ડર ઓર્ડર. કોર્ટ ચાલુ છે. તો શ્રી. મંગળ, આપને આપની ઉપરના સામૂહિક લગ્ન વિચ્છેદો કરાવ્યા કરવાના આરોપ અંગે શું કહેવું છે?મંગળ : મી લોર્ડ, સ્વર્ગ-પૃથ્વીના અધિક્ષક, મારી પર આરોપ છે કે મેં અલ્પેશ-અલ્પાનાં લગ્ન વિચ્છેદ કરાવ્યાં છે. હુ મંગળ આ આરોપનું ખંડન કરું છું .ઇન્દ્ર : તો શું આપની સામે આરોપ છે કે તમે ...વધુ વાંચો

3

આવો ભજવીએ - 3

ચાય કાફી હૈ(પડદો ખુલતાં નળિયાં વાળો ગામડાનો ચા નો સ્ટોલ દેખાય છે. લઘરવઘર ચાવાળો ચૂલા ઉપર હેન્ડલ ફેરવી ચા રહ્યો છે. એલ્યુમિનિયમની કીટલી અને એલ્યુમિનિયમના બે ચા ખાંડના ડબ્બા દેખાય છે. બહાર કાથીવાળો ખાટલો પાથર્યો છે. જૂના ચા ના કપરકાબી એક અભેરાઈ પર દેખાય છે.રાતનો સમય. એક સરદારજી ટ્રક ડ્રાઇવર ધ્રૂજતો ધ્રૂજતો પ્રવેશે છે અને ખાટલે બેસે છે.)ચા વાળો : બૌ ધ્રુજો સો ભાઈ! બેહો બેહો.સરદાર : બેઠા હી હું. યે સગડે પે હાથ ગરમ કરું?ચાવાળો : હા, આ રાઇતના ટાઢે ઠઠરતા લોકો માટે તો આ તાપણું રાઈખું છે. એઇ ને ચૂલે આ ઉકળે ગરમાગરમ ચા. પેટમાં પડી નોય ...વધુ વાંચો

4

આવો ભજવીએ - 4

લુંટી લે(પડદો ખુલતાં સારી રીતે સજાવાયેલું દિવાનખાનું. જમણે તૈયાર થયેલું એક મધ્યવયી યુગલ કોઈની પ્રતીક્ષામાં આમ થી તેમ ફર્યે છે. પુરુષ રિસ્ટવોચમાં જોયા કરે છે. ફોન રણકે. પુરુષ ફોન પર વાત કરે છે. બેલ વાગે. સ્ત્રી દરવાજો ખોલવા જાય છે. અંદર મધ્યમાં બેકસ્ટેજમાં દરવાજામાંથી એક સુંદર યુવતી ડોકાય. તે દરવાજા તરફ જુએ અને અંદર જતી રહે. સ્ત્રી દરવાજો ખોલતાં જ નમસ્તે મુદ્રામાં હાથ જોડે. પુરુષ ટટ્ટાર થઈ હાથ જોડે.)દીનાબેન (યજમાન સ્ત્રી) : આવો આવો નિશિથિભાઈ, ચમેલીબેન.(એક અન્ય મધ્યવયી યુગલ દાખલ થાય, બંને દેખાવમાં પ્રભાવશાળી લાગે છે. તેમની પાછળ એક યુવાન અંદર આવે. નમસ્તે કરે.)આવો ક્ષિતિજકુમાર(સહુ બેસે.)ચમેલીબેન (આગંતુક સ્ત્રી) : ...વધુ વાંચો

5

આવો ભજવીએ - 5

પતંગિયાંના દેશમાં(નોંધ: આ નાટકમાં બેકસ્ટેજ પર પ્રવેશને અનુરૂપ દ્રશ્યો માટે લેપટોપ કે કોમ્પ્યુટર દ્વારા સ્લાઈડ બતાવવી જરૂરી છે. એ હવે ઘણા વખતથી ઉપયોગમાં છે.)(પડદો ઉપડતાં એક નિર્જન, મોટાં ગાઢ વૃક્ષોથી છવાયેલા રસ્તા પર હતાશ થઈ ગયેલો, આમથી તેમ લથડીયાં ખાતો યુવાન હોવા છતાં ઝુકીને ચાલતો યુવક દેખાય છે.)યુવક : (એક નિઃસાસો નાખતાં) હું ક્યાં જાઉ છું? ક્યાં જવું છે? બસ એમ ને એમ રસ્તો લઈ જાય ત્યાં. ક્યાં તેની પણ મને ખબર નથી.હું, એક કુશળ નૃત્યકાર, નૃત્ય રચનાર કલાકાર આજે ચારે તરફ નિરાશાઓથી ઘેરાયેલો, ગમગીન થઈ ચાલ્યે રાખું છું. બસ, ચાલ્યે જ રાખું છું. ક્યાં એ ખબર નથી.નસીબ ભલે ...વધુ વાંચો

6

આવો ભજવીએ - 6

આવ નવે ઘેરલાલિયો: શહેરી સોસાયટીનો પ્રામાણિક, નીતિવાન કૂતરોધોળી: ગામડાં કે શેરીની ગામઠી ભાષા બોલતી કુતરી જેને લાલિયો ગમે છે એની નીતિઓ નહીં.(આ નાટીકા શ્રાવ્ય વધુ છે. રેડિયો નાટકમાં લઈ શકાય. એ સિવાય મહોરું પહેરી કૂતરા-કુતરીનો વેશ કરી શકાય. વાંચીકમ પણ થઈ શકે.)ઉચ્ચ વર્ગની શહેરી સોસાયટીની શેરીનું દૃશ્ય. ચાર પાંચ ભવ્ય કાર એક લાઈનમાં ઉભી છે. લાલિયો કૂતરો અને ધોળી કુતરી કૂદતાં કૂદતાં શેરીમાં દાખલ થાય છે.લાલિયો (પૂંછડી પટપટાવતો) : આવતી રહે મારી વાલુડી?’ ગરર...ધોળી : (ગાતાં ગાતાં) ના ના નહિ આવું… એ છાપરે નહિ આવું… કુદવાનો મને થાક લાગે..લાલિયો : લે તું તો ગરબાયે ગાવા માંડી? હવે આવતી રે. ...વધુ વાંચો

7

આવો ભજવીએ - 7

ફેન્સી ડ્રેસપાત્રો-નમન : ફેન્સીડ્રેસમાં ભાગ લેતો કિશોરનિર્ઝરી : નમનની મમ્મીનિકુંજ : નમનના પપ્પાહરજી : વેલ્ડીંગ કારીગરભેજાવાલા : મધ્યવયસ્ક પારસી. ઇતિહાસ મ્યુઝિયમ'ના ક્યુરેટરડો. વૈદ્ય : ડોક્ટરજમાદાર જાલમસિંહ: પોલીસ જમાદારમિઠુસિંઘ : શીખ કયુરેટર, સંસ્કાર મ્યુઝિયમ.(પડદો ખુલતાં ઉચ્ચ મધ્યમ વર્ગનું દિવાનખાનું. સુંદર સોફા, ટીપોય, દીવાલ પર સુશોભિત ચિત્રો. નમન, એક કિશોર કુદકા મારતો દાખલ થાય છે, હાથમાંની બેગનો સોફા પર ઘા કરી ફેંકે છે.)નમન : (પગ લંબાવી બેસતાં) મમ્મી, ઓ મમ્મી.. અરે નાસ્તો આપ જલ્દી. થોડા પૈસા પણ આપ. મારે ફેન્સી ડ્રેસ હરીફાઈ માટે બખ્તર લેવા જવું છે.(અંદરથી મમ્મી, નિર્ઝરી આવે. સપ્રમાણ સુંદર કાયા, આશરે 35 વર્ષ જેવી ઉમર પણ સલવાર ...વધુ વાંચો

8

આવો ભજવીએ - 8

ખૂની વકીલનું ખૂનપાત્રો: ન્યાયમૂર્તિમિસિસ પલક દવે: આરોપી સ્ત્રી અને વકીલમિ. બારોટ: પબ્લિક પ્રોસિક્યુટરરણધીર: પોલીસ ઇન્સ્પેક્ટરબેલીફનીરજ: સાક્ષીમીરાં :સાક્ષી(કોર્ટરૂમનું દ્રશ્ય. કેઇસ છે. કઠેડામાં પલક દવે, યુવાન, આકર્ષક વ્યક્તિત્વ ધરાવતી મધ્યવયી સ્ત્રી.નજીક પોલીસ અને કોર્ટનો પટાવાળો છે.નામદાર ન્યાયમૂર્તિશ્રી આસને બેસે છે. કોર્ટ ચિક્કાર ભરેલી છે.)ન્યાયમૂર્તિ: કોર્ટ ચાલુ થાય છે. આજનો કેઇસ સ્ટેટ વર્સીસ મિસિસ પલક દવે. સોગંદ લેવરાવવામાં આવે.(પલક ગીતા પર હાથ મૂકી સોગંદ લે છે.)પ્રોસિક્યુટર બારોટ : (ઉભા થઇ ન્યાયમૂર્તિને પ્રણામ કરે છે. તેમની સામે જોતાં)મી લોર્ડ, આપ નામદાર શ્રીની કોર્ટમાં બહુચર્ચિત, ખ્યાતનામ વકીલ દીનેશ દવેના ખૂન કેસની શરૂઆત કરીએ. આરોપી આપની અદાલત સમક્ષ છે જ. દીવા જેવી સ્પષ્ટ વાત છે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો