જ્યાં અહંકાર ઓગળી ગયો ત્યાં પ્રેમ થઈ ગયો

(163)
  • 474
  • 0
  • 79.7k

પ્રિય વાચક મિત્રો,આ મારી પેહલી નાની કોશિશ છે,લાગણીઓને શબ્દોમાં ગોઠવવાની.આ વાર્તા પ્રેમની છે,અહંકારની છે, અને એ લાગણીની છે,જે ધીમે ધીમે હૃદય સુધી પોંહચે છે.રેવા એક મધ્યમ વર્ગની સંસ્કારી છોકરી હતી,સાદગી એનો શણગાર અને સ્વાભિમાન એનું શસ્ત્ર,મોટા લોકો સામે નમવું એને આવડતું પણ ખોટા લોકો સામે ઝુકવુ એ ક્યારે પણ શીખી ના હતી.એ માતા પિતાની લાડકી હતી મમ્મી પપ્પા અને નાની બહેન આ નાનકડું પરિવાર જ એનું આખું વિશ્વ હતું જીવનમાં કાંઈ મોટુ કરવું હતું રેવા ને પણ સાથે સાથે પરિવારના સપનાઓ પણ સાચા કરવા હતા.બીજી બાજુ હતો અભય,મુંબઈનો મોટો બિઝિનેસમેન,એટિટ્યૂડમા કડક, સ્વભાવમા સ્ટ્રિક્ટ,પણ સંસ્કારમા કોઈ કમી નહી,એ ઓછું બોલતો પણ

1

જ્યાં અહંકાર ઓગળી ગયો ત્યાં પ્રેમ થઈ ગયો - ભાગ 1

પ્રિય વાચક મિત્રો,આ મારી પેહલી નાની કોશિશ છે,લાગણીઓને શબ્દોમાં ગોઠવવાની.આ વાર્તા પ્રેમની છે,અહંકારની છે, અને એ લાગણીની છે,જે ધીમે હૃદય સુધી પોંહચે છે.રેવા એક મધ્યમ વર્ગની સંસ્કારી છોકરી હતી,સાદગી એનો શણગાર અને સ્વાભિમાન એનું શસ્ત્ર,મોટા લોકો સામે નમવું એને આવડતું પણ ખોટા લોકો સામે ઝુકવુ એ ક્યારે પણ શીખી ના હતી.એ માતા પિતાની લાડકી હતી મમ્મી પપ્પા અને નાની બહેન આ નાનકડું પરિવાર જ એનું આખું વિશ્વ હતું જીવનમાં કાંઈ મોટુ કરવું હતું રેવા ને પણ સાથે સાથે પરિવારના સપનાઓ પણ સાચા કરવા હતા.બીજી બાજુ હતો અભય,મુંબઈનો મોટો બિઝિનેસમેન,એટિટ્યૂડમા કડક, સ્વભાવમા સ્ટ્રિક્ટ,પણ સંસ્કારમા કોઈ કમી નહી,એ ઓછું બોલતો પણ ...વધુ વાંચો

2

જ્યાં અહંકાર ઓગળી ગયો ત્યાં પ્રેમ થઈ ગયો - ભાગ 2

બીજા દિવસે...રેવા મુંબઈની નામાંકિત" મેહતા ઇન્ડસ્ટ્રી"પાસે ઉભી હતી.હૃદયના ધબકારા ઝડપ થી ધબકતા હતા. આજે એની જિંદગીનો મોટો દિવસ હતો.આસપાસ ઉમેદવારો ઇન્ટરવ્યૂ માટે આવ્યા હતા.કોઈના ચેહરા પર ડર તો કોઈના ચેહરા પર આત્મવિશ્વાસ. રેવા એ પોતાની આંખ બંધ કરી અને માતાજીને યાદ કર્યા. "માતાજી આજે મારી લાજ રાખજો" અને એજ ક્ષણે એને અંદરથી શક્તિ મળી.ધીમે ધીમે બધાના રાઉન્ડ પુરા થયાં. છેલ્લો રાઉન્ડ રેવાનો હતો.હૃદય ધબકતું હતું, પણ અવાજ સ્થિર હતો પણ રેવાએ પુરા આત્મવિશ્વાસ સાથે ઇન્ટરવ્યૂ આપ્યો.ઇન્ટરવ્યૂ પછી એને બહાર રાહ જોવા માટે કહેવામાં આવ્યું.રેવા બહાર બેસી હતી.ત્યારે અચાનક ધનંજયભાઈ મિટિંગ રૂમમાંથી બહાર આવ્યા.એમની નજર રેવા પર પડી.ત્યારે એક ક્ષણ ...વધુ વાંચો

3

જ્યાં અહંકાર ઓગળી ગયો ત્યાં પ્રેમ થઈ ગયો - ભાગ 3

સવારથી જ રેવાના મનમાં ગભરાહટ અને થોડો ડર હતો.આજે ઓફિસનો પેહલો દિવસ હતો.રેવાની આ સ્થિતી એના વર્તન પરથી ધીરજભાઈ ગયા.એ પ્રેમથી રેવાના માથે હાથ મૂકી બોલ્યા,"બેટા આજે તારી ઓફિસનો પેહલો દિવસ છે અને મને ખબર છે કે તુ થોડી ગભરાયેલી છે પણ બેટા બધુ સારુ જ થશે માતાજી પર વિશ્વાસ રાખ."અને કામ જેવું પણ હોય જો પૂરી મહેનત અને લગનથી કરીશ તો તને આગળ વધતા કોઈ રોકી નહીં શકે.જીવનના દરેક પડકારનો નિર્ભયતાથી સામનો કર પછી બધું આપોઆપ સરસ થઈ જશે."રવાને પપ્પાની વાતોમાંથી હિંમત મળી.રેવા હસીને બોલી,"હાં પપ્પા હું પૂરી મહેનત અને ઇમાનદારીથી કામ કરીશ અને તમારુ નામ રોશન કરીશ."ધીરજભાઈ ...વધુ વાંચો

4

જ્યાં અહંકાર ઓગળી ગયો ત્યાં પ્રેમ થઈ ગયો - ભાગ 4

અભયના કેબિનમાંથી બહાર નીકળી.દરવાજો બંધ થતા જ રેવાએ એક લાંબો શ્વાસ લીધો.એ ધીમેથી બોલી,“હે ભગવાન… આ હિટલર મારો બોસ પોતાને જ સમજાવતા મનમાં બોલી“ચાલ રેવા… બોસ કેવા પણ હોય,તું અહીં કામ કરવા માટે આવી છે.”રેવા પોતાના ડેસ્ક તરફ ગઈ.એણે ખુરશી સરકાવી,બેગ બાજુમાં મૂકી અને કમ્પ્યુટર ચાલુ કર્યું.ટેબલ પર પડેલી મિસ્ટર જુન જુનવાલાની ફાઇલ એણે ધ્યાનથી ખોલી.એક એક પેજ શાંતિથી વાંચતા વાંચતાએ નોંધો બનાવવા લાગી,મહત્વના મુદ્દા હાઇલાઇટ કર્યા,તારીખો મેચ કરી અને પેન્ડિંગ વર્ક સમજવા લાગી. થોડી જ વારમાં રેવા પૂરી રીતે કામમાં તલ્લીન થઈ ગઈ.મનમાં એક જ સંકલ્પ,“આ કામ હું પરફેક્ટ કરીશ.”આ રીતે રેવાની ઓફિસની પહેલી પરીક્ષા શાંત પણ દૃઢ ...વધુ વાંચો

5

જ્યાં અહંકાર ઓગળી ગયો ત્યાં પ્રેમ થઈ ગયો - ભાગ 5

સાંજ પડી ગઈ હતી રેવા ઓફિસમાંથી થાકી ને ઘરે આવી.ઘરનો દરવાજો ખોલતા જ એણે જોયું. હોલમાં એના મોટા મમ્મી મોટા પાપા બેઠા હતા.રેવા એ સ્મિત સાથે કહ્યું,“જય શ્રી કૃષ્ણા, મોટામમ્મી… મોટાપપ્પા”મોટામમ્મીએ ઠંડા સ્વરે જવાબ આપ્યો,“હા… જય શ્રી કૃષ્ણાથોડી ક્ષણ પછી મોટા મમ્મી એ પૂછ્યું,“ક્યાં ગઈ હતી?”રેવા એ શાંતિથી જવાબ આપ્યો,“ઓફિસ ગઈ હતી.”એ શબ્દ સાંભળતા જમોટા મમ્મી એ મોઢું મચકોડ્યું.“ઓફિસ?શા માટે ઓફિસ?”નેહા તરત ટોંટ માં બોલી,“મોટા મમ્મી, ઓફિસ માં તો કામ કરવા જ જાય ને!”રેવાએ નેહાને આંખોથી ઇશારો કર્યો,“ચુપ રહે.”પછી રેવા ધીમા પણ સ્પષ્ટ અવાજમાં બોલી“મોટા મમ્મી, મે એસ અ જુનિયર HR ઓફિસ જોઈન કર્યું છે.”આ સાંભળતા જ મોટા મમ્મી ...વધુ વાંચો

6

જ્યાં અહંકાર ઓગળી ગયો ત્યાં પ્રેમ થઈ ગયો - ભાગ 6

બીજા દિવસે રેવા સમયસર ઓફિસ પહોંચી ગઈ હતી.ડેસ્ક પર બેસી ને એ પોતાની ફાઇલ્સ ગોઠવી રહી હતી. એટલામાં પીયુંન સર તમને કેબિનમાં બોલાવે છે.”રેવાના ધબકાર થોડા વધ્યા. એ ઊભી થઈ, ફાઇલ સીધી કરી અભયના કેબિન તરફ ગઈ .કેબિનમાં અભય પોતાના લેપટોપમાં વ્યસ્ત હતો.રેવા : “May I come in, sir?”અભય: “Yes.”એણે માથું પણ ઉંચું ના કર્યું.થોડા સેકન્ડ શાંતિ… પછી અભય બોલ્યો,“મિસ રેવા, કાલે તમને મિસ્ટર જુન જુનવાલાની પેન્ડિંગ ફાઇલ કમ્પલીટ કરવાની હતી. હજી સુધી કોઈ અપડેટ નથી.”રેવા થોડું સ્થિર રહીને બોલી,“સર, એ તો મેં કાલે જ કમ્પલીટ કરી દીધી હતી અને કાવ્યા મેમને મેલ પણ કરી દીધો હતો.”અભયે તરત જ ...વધુ વાંચો

7

જ્યાં અહંકાર ઓગળી ગયો ત્યાં પ્રેમ થઈ ગયો - ભાગ 7

સાંજનો સમય હતો.ઓફિસના ગેટ નીચે રેવા રિક્ષાની રાહ જોઈને ઊભી હતી.હાથમાં બેગ… અને ચહેરા પર દિવસભરનો હળવો થાક.થોડીવારમાં પાછળથી અવાજ આવ્યો.રેવાએ વળી ને જોયું તો રોનક બાઈક લઈને એની સામે આવીને ઉભો રહ્યો. હેલ્મેટ ઉતારીને હસતાં બોલ્યો,“ચાલ મેડમ… બેસી જા. તને ઘરે ડ્રોપ કરી દઉં.”રેવા તરત જ માથું ના માં હલાવી બોલી,“ના ના… રહેવા દે. હું રિક્ષામાં જતી રહીશ.”રોનક આંખ ઉંચી કરીને મજાકમાં બોલ્યો,“ઓહ… હા યાદ આવી ગયું!તું તો કોઈ પાસે લિફ્ટ લેતી નથી ને.”રેવા હળવેથી સ્મિત કરી બોલી,“હા… અને આજે પણ નહીં લઉં.તું જા, હું હમણાં રિક્ષા પકડીને જતી રહીશ.”રોનક હસીને બોલ્યો,“ઓકે મેડમ… જેમ તમારો હુકમ.” પછી મજાકિયા ...વધુ વાંચો

8

જ્યાં અહંકાર ઓગળી ગયો ત્યાં પ્રેમ થઈ ગયો - ભાગ 8

“સવારનો શાંત અને તાજગી ભર્યો સમય હતો…”મેહતા નિવાસના બગીચામાં હળવો પવન વહેતો હતો અને પક્ષીઓના કિલકારીઓથી આખું વાતાવરણ જીવંત રહ્યું હતું.દાદાજી બગીચામાં ખુરશી પર બેસીને ચશ્મા આંખ પર ચઢાવી સમાચારપત્ર વાંચી રહ્યા હતા એમની બાજુ માં જ ધનંજયભાઈ ચા નાસ્તો કરી રહ્યા હતા અનેજોગિંગ ટ્રેક પર અભય જોગિંગ કરી રહ્યો હતો.ધનંજયભાઈએ ચાનો ઘૂંટડો લઈને દાદાજી તરફ જોયું.બાપુજી આજની શું ખાસ ખબર?”દાદાજીએ અખબારમાંથી નજર ઉઠાવી અને શાંત સ્વરે બોલ્યા,“કાંઈ ખાસ નથી બેટા… રોજની જેમ રાજકારણ,અકસ્માત અને મોંઘવારી.”ધનંજયભાઈ હળવેથી હસ્યા.“કંઈ ખાસ નથી… છતાં બાપુજી, તમે રોજ એક કલાક અખબાર વાંચો છો!”દાદાજી એ પણ સ્મિત કર્યું.“હવે આ ઉમરે બીજું શું કામ?થોડું ધર્મ-ધ્યાન, ...વધુ વાંચો

9

જ્યાં અહંકાર ઓગળી ગયો ત્યાં પ્રેમ થઈ ગયો - ભાગ 9

અભય પોતાના કેબિનમાં બેસીને લેપટોપમાં કામ કરી રહ્યો હતો.એ જ સમયે તેને સિંગાપોર ના ક્લાયન્ટનો એક -મેલ આવ્યો.મેલમાં લખ્યું કે તેઓ નેક્સટ વીક ઇન્ડિયા આવી રહ્યા છે અને તેઓ પ્રોજેક્ટનો સ્ટેટ્સ રિવ્યૂ ચેક કરવા માંગે છે સાથે જ તેમણે ખાસ જણાવ્યું હતું કે નેક્સટ વીક માં પ્રોજેક્ટનું ઓછામાં ઓછું 50 % કામ કમ્પ્લીટ કરીને બતાવવું પડશે.આ વાંચીને અભય થોડો ટેન્શનમાં આવી ગયો, કારણ કે આ વર્ક તો એક મહિના પછી આપવાનું હતું, અને હવે એક જ અઠવાડિયામાં હાફ વર્ક કમ્પ્લીટ કરવાનું હતું.તેણે તરત જધનંજયભાઈને ફોન લગાવ્યો.“પપ્પા, તમે ઓફિસે ક્યારે આવવાના છો?” અભયે પૂછ્યું.ધનંજયભાઈએ જવાબ આપ્યો, “હું લંચ પછી આવીશ. ...વધુ વાંચો

10

જ્યાં અહંકાર ઓગળી ગયો ત્યાં પ્રેમ થઈ ગયો - ભાગ 10

કાવ્યા ગુસ્સામાં મીટિંગ રૂમમાંથી બહાર નીકળે છે અને સીધી વોશરૂમમાં જાય છે.દરવાજો અંદરથી બંધ કરે છે.બેસિન પાસે ઊભી રહીને ચાલુ કરે છે અને ઠંડા પાણીના જોરદાર છાંટા પોતાનાં ચહેરા પર મારે છે — એક વખત… બે વખત… ત્રણ વખત…એ મિરર સામે પોતાને જોતાં જોતાં ધીમા પણ ઝેરી સ્વરે બોલે છે,“મારી જગ્યા લઈશ તું, રેવા?તને ખબર નથી હું કોણ છું… મિસ રેવા શાહ.હવે જો હું શું કરું છું.”એ મિરર સામે ઊભી રહીને થોડો સમય પોતાને નિહાળે છે.આંખોમાં ભરાયેલો ગુસ્સો ધીમે ધીમે દબાવી દે છે.પછી એ ઊંડો શ્વાસ લે છે…પોતાના વાળ સરખા કરે છે, ડ્રેસને ઠીક કરે છે અને પોતાને ફરીથી ...વધુ વાંચો

11

જ્યાં અહંકાર ઓગળી ગયો ત્યાં પ્રેમ થઈ ગયો - ભાગ 11

રેવા આખો દિવસ પ્રોજેક્ટ પર કામ કરીને ફાઈનલી ફાઇલ્સ કોમ્પલીટ કરે છે અને ક્લોક તરફ નજર કરે છે — અલમોસ્ટ ખાલી થઈ રહ્યું છે.એ લેપટોપ બંધ કરે છે, ફાઇલ્સ ગોઠવે છે અને ઘરે જવા માટે કોરીડોર તરફ જાય છે એ જ સમયે સામે થી કાવ્યા અને મોના એની તરફ આવતા દેખાય છે.કાવ્યા શાંત અવાજમાં કહે છે,“રેવા , એક અપડૅટ છે . આ પ્રોજેક્ટ માં મોના પણ તારી સાથે રહેશે .”રેવા થોડું અટકી જાય છે.“મેમ … પણ અભય સરે તો મને એવું કાંઈ કહ્યું નથી .”કાવ્યા હળવી ફેક સ્માઈલ આપે છે.“રેવા , આ અભય સરનો જ ઓર્ડર છે . મોના ...વધુ વાંચો

12

જ્યાં અહંકાર ઓગળી ગયો ત્યાં પ્રેમ થઈ ગયો - ભાગ 12

“ઓફિસ પહોંચતા જ રેવા સીધી પોતાના ડેસ્ક પર જાય છે અને નવો પ્રોજેક્ટ શરૂ કરી દે છે.ફાઇલ્સ, નોટ્સ અને એ એટલી ડૂબી જાય છે કે સમયનો ખ્યાલ જ નથી રહેતો. સ્ક્રીન સામે નજર ગોઠવેલી…આંગળીઓ સતત કીબોર્ડ પર ચાલતી રહે છે.થોડીવાર પછી રોનક અને વર્ષા એની ડેસ્ક પાસે આવે છે.“ચાલ રેવા, જમવા જઈએ,” વર્ષા હળવેથી કહે છે.રેવા નજર ઉઠાવ્યા વગર જ કહે છે,“તમે લોકો જાઓ… મને ભૂખ નથી.”રોનક ખુરશી પાસે ઊભો રહી જાય છે.“અરે સવારથી કંઈ ખાધું નથી તે . ચાલ ને.”રેવા હળવું સ્મિત કરે છે.“સીરિયસલી, મને ભૂખ નથી. તમે લોકો જમી લો.”રોનક અને વર્ષા એકબીજાને જુએ છે.“રેવા, આવું ન ...વધુ વાંચો

13

જ્યાં અહંકાર ઓગળી ગયો ત્યાં પ્રેમ થઈ ગયો - ભાગ 13

“મોના સીધી રેવાના ડેસ્ક તરફ આગળ વધે છે. આસપાસ નજર કરી તે શાંતિથી રેવાનો લેપટોપ ખોલે છે. એક પછી બધા ડોક્યુમેન્ટ્સ ડિલિટ કરી નાખે છે. કામ પૂરું થતાં જ એ કાવ્યાની તરફ જુએ છે અને અંગૂઠો બતાવી સંકેત આપે છે — ‘કામ થઈ ગયું.’”“કાવ્યાના હોઠ પર ધીમું, રહસ્યમય સ્મિત આવી જાય છેરેવા ઘરે પહોંચીને દરવાજો ખોલે છે અંદર પ્રવેશતાં જ ઘરના શાંત વાતાવરણથી એને અજીબ લાગ્યું. હોલમાં ગીતાબેન અને ધીરજભાઈ શાંતિથી બેઠા વાતો કરી રહ્યા હતા, પરંતુ એમના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી.રેવા ધીમેથી પૂછે છે,“શું થયું, પપ્પા? કોઈ પ્રોબ્લેમ છે?”ધીરજભાઈ ઊંડો શ્વાસ લઈ શાંતિ રાખવાનો પ્રયાસ કરતા ...વધુ વાંચો

14

જ્યાં અહંકાર ઓગળી ગયો ત્યાં પ્રેમ થઈ ગયો - ભાગ 14

ઓફિસમાં મોનાકાવ્યાની કેબિનમાં જાય છે. દરવાજો ધીમેથી બંધ કરીને કહે છે,“કાવ્યા મેમ, આ જે પ્રોજેક્ટની ફાઇલ રેવાએ મને આપી પેન્ડિંગ વર્ક કંપ્લીટ કરવા… હવે એનું શું કરવાનું છે?કાવ્યા શાંતિથી ખુરશીમાં ટેકો લઈને બેસે છે. એની આંખોમાં અજાણ્યું આત્મવિશ્વાસ દેખાય છે.“કાંઈ જ નહીં.”મોના થોડી અચંબામાં પડે છે.“કાંઈજ નહીં, મેમ?”કાવ્યા હળવું સ્મિત કરે છે.“હા. અને સાંભળ… કાલે તું હોલીડે લઈ લેજે.”મોના ચોંકી જાય છે.“હોલીડે ? કેમ મેમ?”કાવ્યા ધીમેથી આગળ વળે છે.“કાલે ઓફિસમાં થોડો હંગામો થવાનો છે… અને હું નથી ઇચ્છતી કે તું એની વચ્ચે દેખાય.”મોનાના ચહેરા પર ધીમે ધીમે સ્મિત ફેલાય છે.“સમજી ગઈ, મેમ.”થોડી ક્ષણ મૌન છવાઈ જાય છે. પછી મોના ...વધુ વાંચો

15

જ્યાં અહંકાર ઓગળી ગયો ત્યાં પ્રેમ થઈ ગયો - ભાગ 15

દવા લઈને રેવા ઓફિસ જવા નીકળી જાય છે.ઓફિસમાં પહોંચતા જ એ ઉતાવળમાં પોતાનું લૅપટોપ ઓપન કરે છે.એ તરત જ ફાઇલ ઓપન કરે છે…પણ સ્ક્રીન પર જોઈને એ એકદમ અટકી જાય છે.ફાઇલ સંપૂર્ણ ખાલી છે .રેવા ગભરાઈ જાય છે.એ તરત જ બીજી ફાઇલ ઓપન કરે છે… પછી ત્રીજી… પછી ચોથી…પણ દરેક ફાઇલમાં એ જ હાલત હતી.કંઈ જ ન હતું.એ તરત જ રિસાયકલ બિન ચેક કરે છે…પણ ત્યાં પણ કોઈ ડોક્યુમેન્ટસ હોતા નથી.રેવા થોડા ક્ષણ માટે સ્ક્રીન સામે જ જોયા કરે છે.અત્યારે એના મનમાં એક જ વિચાર ફરી રહ્યો છે“મેં તો બધા ડોક્યુમેન્ટ્સ સેવ કર્યા હતા… તો પછી આ બધું ગયું ...વધુ વાંચો

16

જ્યાં અહંકાર ઓગળી ગયો ત્યાં પ્રેમ થઈ ગયો - ભાગ 16

અભય ચિંતા ભરેલા અવાજમાં કહે છે,“રેવા… રેવા… આંખો ખોલો.”પણ રેવા બેહોશ થઈ ગઈ હોય છે.અભય વધુ ગભરાઈ જાય છે. તરત જ રેવાને પોતાની બાહોમાં ઉંચકી લે છે અને એને પોતાના કેબિનમાં લઈ જાય છે.“માસી…!” અભય ઊંચા અવાજે બોલે છે,“માસી, તમે જલ્દીથી પાણી લઈ ને આવો.”અભય રેવાને પોતાના કેબિનના સોફા પર સુવાડાવી દે છે.થોડી જ વારમાં માસી પાણી લઈને આવે છે.માસી રેવાના ચહેરા પર પાણીના છાંટા નાખે છે… અને પછી એના કપાળ પર હાથ મૂકે છે.કપાળ સ્પર્શતા જ માસી ચોંકી જાય છે.“સાહેબ… રેવા મેડમને તો ભારે તાવ છે.”આ સાંભળતા જ અભય વધુ ચિંતામાં પડી જાય છે.એ તરત કહે છે,“માસી, તમે ...વધુ વાંચો

17

જ્યાં અહંકાર ઓગળી ગયો ત્યાં પ્રેમ થઈ ગયો - ભાગ 17

અભય ઘરે પહોંચે છે અને પોતાના રૂમમાં જાય છે પછી બેગ સોફા પર મૂકી ને ફ્રેશ થવા માટે વોશરૂમમાં છે.​નળ ચાલુ કરે છે અને આંખો બંધ કરીને મોઢા પર પાણી છાંટે છે…ત્યારે જ તેના મનમાં રેવા ચક્કર ખાઈને પડતી હોય એ દ્રશ્ય આવી જાય છે.અભય તરત જ આંખો ખોલી નાખે છે અને વોશરૂમમાંથી બહાર આવે છે એ જ સમયે મહારાજ રૂમના દરવાજા પર આવે છે.મહારાજ કહે છે, “સાહેબ, જમવાનું અહીં રૂમમાં લાવી દઉં કે તમે નીચે આવશો?”અભય ધીમેથી કહે છે, “ના મહારાજ… હું જમવાનો નથી.”“સારું સાહેબ,” કહીને મહારાજ ત્યાંથી નીકળી જાય છે.મહારાજ સીડીઓથી નીચે આવી રહ્યા હોય છે ત્યારે ...વધુ વાંચો

18

જ્યાં અહંકાર ઓગળી ગયો ત્યાં પ્રેમ થઈ ગયો - ભાગ 18

અભયની સિંગાપોરના ક્લાઈન્ટ સાથેની મિટિંગ ખૂબ જ સફળ રહે છે. ક્લાઈન્ટ પ્રોજેક્ટ ના કામથી એટલા ખુશ હોય છે કે પણ ખુલ્લેઆમ પ્રશંસા કરે છે. એટલું જ નહીં, તેઓ મેહતા ઇન્ડસ્ટ્રીઝ સાથે વધુ બે નવા પ્રોજેક્ટ માટેની ડીલ પણ સાઈન કરે છે.આ સમાચાર સાંભળીને આખી ટીમના ચહેરા પર ખુશી છવાઈ જાય છે ટીમના કેટલાક મેમ્બર્સ એકબીજાને સ્મિત સાથે અભિનંદન આપે છે.અભય આખી ટીમ તરફ જોઈને કહે છે,“ગુડ જોબ એવરીવન. આ પ્રોજેક્ટની સફળતા માત્ર મારી નથી… આ આપણાં બધાની મહેનતનું પરિણામ છે.”તમે બધાએ ખૂબ સારું કામ કર્યું છે.”થોડું સ્મિત કરીને તે આગળ કહે છે,“અને હવે આગળના પ્રોજેક્ટ માટે પણ આપણે આવી ...વધુ વાંચો

19

જ્યાં અહંકાર ઓગળી ગયો ત્યાં પ્રેમ થઈ ગયો - ભાગ 19

અભય અને આશુતોષ વાતો કરતાં કરતાં ઓફિસમાંથી બહાર નીકળે છે. બહાર સાંજ પડી ગઈ હોય છે. રસ્તા પર લાઇટો રહી હોય છે અને શહેરની ભાગદોડ હજી પણ ચાલુ જ હોય છે. ગાડીઓના હોર્ન, લોકોની અવર -જવર અને ટ્રાફિકનો શોર — બધું મળી ને મુંબઈની સાંજને ચહલપહલભરી બનાવી રહ્યું હોય છે. અભય અને આશુતોષ કારમાં બેસે છે.અભય કાર સ્ટાર્ટ કરે છે અને કાર ધીમે ધીમે ટ્રાફિકમાં આગળ વધવા લાગે છે.થોડું આગળ જતા ટ્રાફિક ફરી ધીમું પડી જાય છે. આશુતોષ બારીની બહાર જોઈને કહે છે,“યાર અભય, હું બે વર્ષ પછી મુંબઈ આવ્યો છું… પણ અહીંનું ટ્રાફિક તો હજી પણ એ જ ...વધુ વાંચો

20

જ્યાં અહંકાર ઓગળી ગયો ત્યાં પ્રેમ થઈ ગયો - ભાગ 20

અભય અને આશુતોષ કારમાં બેસીને મેહતા નિવાસ તરફજવા નીકળે છે.અભય કાર ડ્રાઇવ કરી રહ્યો હોય છે, હજી પણ તેના ઉથલપાથલ ચાલી રહી હોય છે.આશુતોષ એના ચહેરાની બદલાતી લાગણીઓ વાંચવાનો પ્રયત્ન કરે છે અને મનમાં વિચારે છે,“કાંઈક તો થયું છે…”થોડા સમય પછી તે પૂછે છે,“શું થયું અભય? તારુ મૂડ કેમ ઓફ છે?રેસ્ટોરન્ટમાં તો એકદમ નોર્મલ હતો… અચાનક શું થય ગયું?અભય નજર રસ્તા પર જ રાખીને કહે છે,“કાંઈ નથી થયું… મને શું થવાનું?”આશુતોષ થોડા અલગ અંદાજમાં કહે છે,“અચ્છા…”અને પછી વધુ કશું પૂછતો નથી.કાર શાંત રસ્તા પર આગળ વધતી રહે છે.થોડા સમય પછી આશુતોષ કહે છે,“યાર,બોર થઈ રહ્યો છું.”પછી એ કારમાં એફએમ ...વધુ વાંચો

21

જ્યાં અહંકાર ઓગળી ગયો ત્યાં પ્રેમ થઈ ગયો - ભાગ 21

સવારની ઠંડી હવામાં અભય અને આશુતોષ જોગિંગ કરી રહ્યા હોય છે.અભય તેજ ગતિએ આગળ નીકળી જાય છે.આશુતોષ પાછળથી બૂમ છે,“અભય યાર… થોડું ધીમે! હું થાકી ગયો!”અભય દોડતા દોડતા પાછળ જુએ છે, પછી રોકાઈ જાય છે.આશુતોષ હાંફતો હાંફતો એની પાસે પહોંચે છે.“ભાઈ… કેટલું ફાસ્ટ દોડે છે તું!મેરેથોન માટે પ્રેક્ટિસ કરે છે કે શું?”અભય હળવું સ્મિત કરે છે,"હજી તો વોર્મ-અપ જ હતું.”આશુતોષ હાથ ઘૂંટણ પર રાખીને શ્વાસ સંભાળે છે,“વોર્મ-અપ તારા માટે હશે…મારા માટે તો આ ફાઇનલ રાઉન્ડ છે!”અભય સ્મિત સાથે કહે છે,“અટલામાં જ થાકી ગયો? ‘પહેલું સુખ તે જાતે નર્યા’ કહેવત એમ જ નથી પડી.હેલ્થ સારી હોય તો બધું સારું લાગે.”આશુતોષ ...વધુ વાંચો

22

જ્યાં અહંકાર ઓગળી ગયો ત્યાં પ્રેમ થઈ ગયો - ભાગ 22

ઓફિસ જવા માટે અભય તૈયાર થઈ રહ્યો હોય છે.અરીસા સામે ઊભો રહીને શર્ટની સ્લીવ્સ સીધી કરે છે,પછી પરફ્યુમ છાંટે જ સમયે તેનો ફોન વાગે છે.“હા, બોલો મિસ્ટર ત્રિપાઠી.”સામેથી અવાજ આવે છે,“સર, એ બંગલો લેવા માટે બીજી પાર્ટી ડબલ કિંમત આપવા તૈયાર છે. એટલે ઓનર હવે આપણી સાથે ડીલ કરવા તૈયાર નથી…”અભયનો ચહેરો તરત જ કઠોર થઈ જાય છે.“જો બીજી પાર્ટી ડબલ આપે છે,તો તમે ચાર ગણું ઑફર કરો.મને કોઈપણ રીતે એ બંગલો જોઈએ જ છે ”ત્રિપાઠી થોડો અચકાય છે,“પણ સર… એ બંગલાની અટલી બધી માર્કેટ વેલ્યુ નથી.આપણને નુકશાન થશે …”અભયનો અવાજ વધુ કડક બની જાય છે,“એ તમારો પ્રોબ્લમ નથી.તમે ...વધુ વાંચો

23

જ્યાં અહંકાર ઓગળી ગયો ત્યાં પ્રેમ થઈ ગયો - ભાગ 23

રવિવારની સવારે…રેવા અને ગીતાબેન રસોડામા ચા-નાસ્તાની તૈયારી કરતા હોય છે.“રેવા, કપ-રકાબી આપ તો…”ગીતાબેન કહે છે.પણ રેવા તો પોતાના વિચારોમાં હોય છે…ગીતાબેન એને હળવેથી હલાવે છે“શું થયું, રેવા?”રેવા ચોંકીને કહે છે,“કાંઈ નહીં, મમ્મી…”“કોઈ તકલીફ છે, બેટા?”“ના, મમ્મી…”ગીતાબેન ફરી કહે છે,“મેં તારી પાસે કપ-રકાબી માંગ્યા…”“હા… આપું છું…”રેવા તરત જ કપ-રકાબી આપી દે છે પણ એની આંખોમાં ચિંતા સ્પષ્ટ દેખાતી હોય છે……એ જ સમયે ધીરજભાઈ અંદર આવે છે,“ચાલો, બધાં… ગરમાગરમ ફાફડા-જલેબી આવી ગયા છે!”રેવા અને ગીતાબેન નાસ્તો પ્લેટમાં ગોઠવવા લાગે છે.ધીરજભાઈ હસતા હસતા કહે છે,“વાહ વાહ… શું સરસ સુગંધ આવી રહી છે!”થોડા જ સમયમાં બધાં સાથે બેસીને નાસ્તો કરવા લાગે છે…આ બાજુ ...વધુ વાંચો

24

જ્યાં અહંકાર ઓગળી ગયો ત્યાં પ્રેમ થઈ ગયો - ભાગ 24

અભય અને આશુતોષ નીચે આવે છે.હોલમાં રેવા, દાદાજી અને ધનંજયભાઈ વાત કરતા હોય છે…અભયની નજર રેવા પર પડે છે.એ ચોંકી જાય છે,“તમે અહીં…?”રેવા શાંતિથી કહે છે,“સર… આ ફાઇલમાં તમારી સાઇન જોઈએ છે…આજે ડેડલાઇન છે એટલે મેલ મોકલવાનો છે…”અભય થોડો કડક થઈને કહે છે,આટલો સમય શું કરતા હતા તમે…?ડેડલાઇન આવી જાય પછી જ કામ યાદ આવે છે…?”રેવા શાંતિથી કહે છે,“સર… આ પ્રોજેક્ટ મને કાલે કાવ્યા મેમે હેન્ડઓવર કર્યો છે…ફાઇલ તો મેં કાલે જ તૈયાર કરી દીધી હતી…પણ તમે ઓફિસમાં આવ્યા ન હતા.અભય થોડી તીખાશથી કહેવા જાય છે,“ પપ્પા તો ઓફિસમાં આવ્યા હતા ને, તો પછી—”એ આગળ કંઈ કહે તે પહેલાં ...વધુ વાંચો

25

જ્યાં અહંકાર ઓગળી ગયો ત્યાં પ્રેમ થઈ ગયો - ભાગ 25

અભયની નજર રસોડાની દિશામાં જ હોય છે…એ જ સમયે રેવા ચા અને કૉફી લઈને બહાર આવે છે.રેવા એક પછી બધાને ચા આપે છે.પછી એ અભય પાસે આવે છે,“સર… આ તમારી બ્લેક કૉફી…”અભય ફક્ત “હમમ …” એટલું કહીને કપ લઈ લે છે…ધનંજયભાઈ કહે છે,“તું પણ લે બેટા…”રેવા સ્મિત સાથે કહે છે,“હા હા...એજ સમયે દાદાજી ચાનો સ્વાદ લઈને તરત જ ખુશ થઈને કહે છે,“વાહ… શું સરસ ચા બનાવી છે!”ધનંજયભાઈ પણ સહમત થાય છે,“હા… એકદમ કડક ચા છે!”દાદાજી હસતા હસતા કહે છે,“ઘણા સમય પછી આવી લાજવાબ ચા પીવા મળી છે!” અમારા મહારાજ રસોઈ તો સારી બનાવે,પણ ચા રોજ અલગ અલગ ટેસ્ટની હોય ...વધુ વાંચો

26

જ્યાં અહંકાર ઓગળી ગયો ત્યાં પ્રેમ થઈ ગયો - ભાગ 26

મેહતા નિવાસમાં કથાની પૂર્ણાહુતિ થાય છે.ત્યારબાદ આરતી થાય છે અને પછી બધાને પ્રસાદ આપવામાં આવે છે.બધા બે મોઢે પ્રસાદના કરવા લાગે છે.“ખૂબ જ સરસ બન્યો છે…”“એકદમ સ્વાદિષ્ટ છે…”દાદાજી પ્રસાદ લેતા જ ખુશ થઈને કહે છે,“વાહ… શું મીઠાશ છે!”એટલામાં એક મહેમાન પૂછે છે,“દાદાજી… આ પ્રસાદ તો મહારાજે જ બનાવ્યો હશે ને?”દાદાજી હસતાં હસતાં કહે છે,“ના ના…”મહેમાન આશ્ચર્યથી પૂછે છે,“તો પછી કોણે બનાવ્યો?”દાદાજી સ્મિત સાથે કહે છે,“એક ખાસ વ્યક્તિએ…”મહેમાન હસીને કહે છે,“એ ખાસ વ્યક્તિના હાથમાં તો ખરેખર જાદુ છે…”દાદાજી ગર્વથી કહે છે,“હા… દિલથી બનાવેલું હોય તો સ્વાદ એની મેળે જ આવી જાય.”અભય પણ પ્રસાદ લે છે.એ કંઈ બોલતો નથી પણ બીજી ...વધુ વાંચો

27

જ્યાં અહંકાર ઓગળી ગયો ત્યાં પ્રેમ થઈ ગયો - ભાગ 27

બાલ્કનીમાં ઊભેલો અભય દૂર આકાશ તરફ જોઈ રહ્યો હોય છે.એના ચહેરા પર ગાઢ નિરાશા છવાયેલી હોય છે.ત્યારે આશુતોષ ધીમે એની પાસે આવે છે…એના ખભા પર હાથ રાખીને ધીમા અવાજે પૂછે છે,“તું અર્પિતાને હજુ સુધી ભૂલી નથી શક્યો ને?”આ સાંભળીને અભયની આંખો ક્ષણભર માટે બંધ થઈ જાય છે.એક પળમાં જ ભૂતકાળની અનેક યાદો એની આંખો સામે તરવરી ઊઠે છે.અર્પિતા સાથે વિતાવેલી દરેક ક્ષણ.એ જોરથી મુઠ્ઠી ભીંસી લે છે.અને ભારે અવાજમાં કહે છે —“નામ નહીં લે એનું નફરત છે મને એ નામથી અને એની સાથે જોડાયેલી દરેક યાદથી…”આશુતોષ ધીમા અવાજમાં કહે છે,“હું તારી તકલીફ સમજી શકું છું પણ આ બધામાંથી તારે ...વધુ વાંચો

28

જ્યાં અહંકાર ઓગળી ગયો ત્યાં પ્રેમ થઈ ગયો - ભાગ 28

એ જ સમયે કેબિનના ડોર પર નોક થાય છે.“મે આઇ કમ ઈન , સર ?”આવાજ સાંભળીને અભય નજર ડોર ફેરવે છે.ડોર પાસે રેવા ઊભી હોય છે.“યેસ , કમ ઈન .”રેવા થોડી ગભરાહટ સાથે કેબિનમાં પ્રવેશે છે.અભય એની તરફ જોઈને વિચારે છે,“શું કરું? આ નવો પ્રોજેક્ટ રેવાને આપું?પણ શું એ આટલો મોટો પ્રોજેક્ટ હૅન્ડલ કરી શકશે?”થોડી ક્ષણ માટે એ વિચારમાં ડૂબી જાય છે પણ તરત જ ગઈકાલનો પ્રસંગ એની આંખો સામે આવી જાય છે.“જે રીતે એણે ડેડલાઈન પહેલાં પ્રોજેક્ટ કમ્પલીટ કર્યો…રિસ્પોન્સીબલ તો છે… આઇ થિન્ક શી કેન હેંડલ ઈટ. "એ જ સમયે રેવાનો અવાજ એને વિચારોમાંથી બહાર લાવે છે.“સર… તમે ...વધુ વાંચો

29

જ્યાં અહંકાર ઓગળી ગયો ત્યાં પ્રેમ થઈ ગયો - ભાગ 29

અભય કાર સ્ટાર્ટ કરીને સીધી રેવા જ્યાં ઊભી હતી ત્યાં લઈ જાય છે.રેવા હજુ કંઈ સમજે એ પહેલાં જ એની સામે આવીને અટકી જાય છે.અભય વિન્ડો નીચે કરે છે અને ઊંચા અવાજે પૂછે છે,“મિસ રેવા , પ્રેસેંટેશન રેડી છે?”અચાનક આ રીતે અભયને પોતાની સામે જોઈને રેવા થોડી ગભરાઈ જાય છે.“હા... હા સર , રેડી છે.”“ગુડ .તો પછી ફટાફટ કાર માં બેસો.”રેવા ચોંકી જાય છે.“સર ... કાર માં? પણ—”“રેવા , આઈ ડોન્ટ હેવ ટાઈમ ફોર ક્વેશચશન્સ .બેસો જલ્દી. "અભયના કડક અવાજમાં છુપાયેલી ઉતાવળ જોઈને રેવા વધુ કંઈ પૂછતી નથી.એ ઝડપથી ડોર ખોલીને અંદર બેસી જાય છે.કાર આગળ વધે છે...રેવા ધીમેથી ...વધુ વાંચો

30

જ્યાં અહંકાર ઓગળી ગયો ત્યાં પ્રેમ થઈ ગયો - ભાગ 30

મિસ્ટર જાડેજાના ઈશારા પછી નવી મુંબઈના ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક બનનારા‘The sky-city' (એક લક્ઝરી બિઝનેસ અને રેસિડેન્શિયલ હબ) પ્રોજેક્ટની ઓફિશિયલ શરૂ થાય છે. સૌથી પહેલા વીરેનની કંપની પ્રોજેક્ટ પર પોતાનું પ્રેઝન્ટેશન આપે છે. એ બજેટ અને ગ્લેમરસ આઉટલુક પર જોર આપે છે. મુંબઈના મોટા-મોટા ઇન્વેસ્ટર્સ બહુ ધ્યાનથી બધું જોઈ રહ્યા હોય છે અને બધાને વીરેનનો પ્રોજેક્ટ ખૂબ ગમે પણ છે. ટેબલ પર બેઠેલા લોકોના હાવભાવ જોઈને વીરેનના ચહેરા પર જીતનો ગર્વ સાફ દેખાઈ આવે છે.આ બાજુ ઓફિસમાં રેવાને ન જોઈને કાવ્યા ગુસ્સે થઈને એને કોલ કરે છે. મિટિંગ રૂમમાં વીરેનનું પ્રેઝન્ટેશન પૂરું થવા જ આવ્યું હોય છે ત્યાં જ ટેબલ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો