વરસતા વરસાદની આ મોસમમાં ચારે તરફ અદ્ભુત નજારો જોવા મળી રહ્યો હતો. આકાશ ઘેરા વાદળોથી છવાયેલું હતું, અને ધીમો, મધુર વરસાદ વરસતો હતો. વાતાવરણમાં માટીની ભીની સુગંધ પ્રસરી ગઈ હતી, અને ઠંડી હવાની લહેરો મનને શાંતિ આપી રહી હતી.શિખરનું મન ફરી એ જ વિચારોમાં સરી પડ્યું. જૂની યાદોની વણઝાર તેના હૃદયને ઘેરી વળી.તે સ્વગત બોલી ઊઠ્યો:“શું વાંક-ગુનો હતો? સજા મારા માટે તો નહોતી જ, હતી? હું ખૂબ પ્રયત્નોથી મારા મનને આ વિચારોથી બચાવું છું, પણ આ હૃદય કોઈનું માને છે ક્યાં? એ ઊંડે ઊંડે સંતાડેલા યાદોના બીજને લાગણીનું પાણ આપના અનમોલ પ્રતિભાવો મો. 9265504447 પર મોકલી શકો છો.

Full Novel

1

લાગણીનો સેતુ - 1

વરસતા વરસાદની આ મોસમમાં ચારે તરફ અદ્ભુત નજારો જોવા મળી રહ્યો હતો. આકાશ ઘેરા વાદળોથી છવાયેલું હતું, અને ધીમો, વરસાદ વરસતો હતો. વાતાવરણમાં માટીની ભીની સુગંધ પ્રસરી ગઈ હતી, અને ઠંડી હવાની લહેરો મનને શાંતિ આપી રહી હતી.શિખરનું મન ફરી એ જ વિચારોમાં સરી પડ્યું. જૂની યાદોની વણઝાર તેના હૃદયને ઘેરી વળી.તે સ્વગત બોલી ઊઠ્યો:“શું વાંક-ગુનો હતો? સજા મારા માટે તો નહોતી જ, હતી? હું ખૂબ પ્રયત્નોથી મારા મનને આ વિચારોથી બચાવું છું, પણ આ હૃદય કોઈનું માને છે ક્યાં? એ ઊંડે ઊંડે સંતાડેલા યાદોના બીજને લાગણીનું પાણ આપના અનમોલ પ્રતિભાવો 9265504447 પર આપવા વિનંતી ...વધુ વાંચો

2

લાગણીનો સેતુ - 2

તે દિવસે તેણે રાત્રે જે પ્લાન બનાવ્યો હોય છે, તે બાબતે વિચારી ઓફિસે પહોંચે છે અને તે માટે બધી કરે છે. અને બપોરે ૧:૦૦ વાગ્યા આસપાસ ઝડપથી શિખાને પોતાની કેબિનમાં આવવા જણાવે છે.શિખા શિખરની કેબિન તરફ આવતી જ હોય છે, ત્યાં રસ્તામાં શિખર તેને મળી જાય છે અને શિખર ઝડપથી તેને પાર્કિંગ તરફ ઝડપથી જવા માટે જણાવે છે. શિખા કંઈ સમજે તે પહેલાં શિખર તેના લેપટોપ અને બેગ સાથે પોતાની ગાડીમાં ગોઠવાઈ જવા જણાવે છે.ત્યારે શિખા પૂછે છે, “સર, આપણે ક્યાં જઈ રહ્યા છીએ?”ત્યારે શિખર જણાવે છે કે, “આપણે એક ક્લાયન્ટ સાથે અર્જન્ટ મીટિંગ માટે જઈ રહ્યા છીએ.”શિખા બોલે ...વધુ વાંચો

3

લાગણીનો સેતુ - 3

શિખર માટે આ લંચ માત્ર માફી માંગવાનું નહોતું. તેના મનમાં ઊંડે ઊંડે, શિખાનો સાથ હવે તેની કડવી યાદોના અંધકારમાંથી આવવા માટેનો એકમાત્ર રસ્તો જણાતો હતો.તેની જૂની જિંદગીની યાદો એક ઊંડા ઘા સમાન હતી, જેને તેણે વર્ષોથી છુપાવીને રાખ્યો હતો. પણ શિખાની હાજરી, તેની નિખાલસતા, કામ પ્રત્યેનો તેનો લગાવ, અને તેની સાથે વિતાવેલી હળવી પળો... આ બધું શિખરના જખમ પર ઠંડા પાટા જેવું હતું.તેના મનમાં સતત એક વિચાર આવતો હતો: જ્યારે જ્યારે હું શિખા સાથે હોઉં છું, ત્યારે તે કડવી યાદો થોડીવાર માટે શાંત થઈ જાય છે. તે મને મારી જૂની દુનિયામાંથી ખેંચીને વર્તમાનના આનંદ તરફ લાવે છે.શિખરને ખ્યાલ આવતો ...વધુ વાંચો

4

લાગણીનો સેતુ - 4

લંચ પછી ઓફિસમાં દિવસો પસાર થતા ગયા. શિખર અને શિખાનું બંધન હવે વ્યવસાયિક મર્યાદાઓથી ઉપર ઊઠી ગયું હતું. તેઓ એકબીજાના મૌનને સમજવા લાગ્યા હતા.એક સાંજે, ઓફિસ પૂરી થયા પછી પણ બંને કામમાં વ્યસ્ત હતા. બહાર આકાશમાં વાદળોનો ગડગડાટ શરૂ થયો. શિખર પોતાની કેબિનમાંથી બહાર આવ્યો અને જોયું તો શિખા હજી ડેસ્ક પર બેસીને રિપોર્ટ પૂરો કરી રહી હતી. મિસ શિખા, આટલું મોડું? શિખરે નરમાશથી પૂછ્યું.શિખાએ માથું ઊંચું કર્યું. તેના ચહેરા પર થોડો થાક હતો, પણ આંખોમાં કામ પૂરું કરવાની ધગશ હતી. બસ સર, થોડું બાકી છે. મારે આજે આ ટાસ્ક પૂરો કરીને જવું છે. શિખર તેના ડેસ્ક પાસે ગયો અને ઊભો ...વધુ વાંચો

5

લાગણીનો સેતુ - 5

રાત્રે ઘરે આવીને, તે ફરી તેના મૌન ફ્લેટમાં એકલો હતો. જૂની યાદો ફરી તેને ઘેરવા લાગી.શિખર (મનમાં): "આ શું રહ્યું છે મને? હું ફરી શા માટે આ લાગણીઓનો અનુભવ કરી રહ્યો છું? મેં મારા હૃદયને સિમેન્ટની જેમ જામ કરી દીધું હતું. મને યાદ છે પ્રિયાએ શું કર્યું હતું... ખોટા આરોપો, જેલ, દિશાનું છૂટી જવું! જો શિખા પણ... જો તે પણ મને છોડી દેશે તો? હું બીજીવાર આટલું મોટું દુઃખ સહન નહીં કરી શકું. આકર્ષણ સારું છે, પણ પ્રેમ? ના, પ્રેમ મારા માટે નથી. આ ભૂલ ફરી ન થવી જોઈએ."તેણે કોફીનો કપ હાથમાં લીધો. કપ પરથી વરાળ ઊડતી હતી, પણ ...વધુ વાંચો

6

લાગણીનો સેતુ - 6

બીજા દિવસે શિખર ઓફિસમાં જ નહોતો. તે સવારે આવ્યા પછી કોઈને કહ્યા વગર અચાનક બહાર નીકળી ગયો હતો.શિખાને ચિંતા તેણે શિખરને ફોન કર્યો, પણ કોઈ જવાબ ન મળ્યો.બપોરે લગભગ ત્રણ વાગ્યે, શિખરના ડ્રાઈવર અર્જુન કાકા શિખાની કેબિનમાં આવ્યા. અર્જુન કાકા શિખરના વિશ્વાસુ અને જૂના ડ્રાઈવર હતા."શિખા બેટા," અર્જુન કાકાનો અવાજ ભારે હતો, "શિખર સરની તબિયત સારી નથી. તેઓ ઘરે જ છે, પણ ફોન નથી ઉપાડી રહ્યા. મને એમણે સવારે કહ્યું હતું કે કોઈ સંજોગોમાં આજે ઓફિસમાં આ ફાઇલ જોઈશે જ."અર્જુન કાકાએ એક જૂની અને બંધ ફાઇલ શિખાના હાથમાં મૂકી. તે ફાઇલ પર કોઈ લેબલ નહોતું."આ ફાઇલ શું છે, કાકા?" ...વધુ વાંચો

7

લાગણીનો સેતુ - 7

શિખરના ફ્લેટ પરની એ લાગણીસભર મુલાકાત પછી શિખર અને શિખાનું બંધન એક નવો વળાંક લઈ ચૂક્યું હતું. તેઓ હવે સહકર્મી કે દોસ્ત નહોતા; તેઓ એકબીજાના દર્દના સાક્ષી હતા. ઓફિસમાં તેમનો વ્યવહાર વધુ શાંત અને પરસ્પર આદરવાળો બની ગયો. શિખરની આંખોમાં હવે ખાલીપો ઓછો અને શિખા પ્રત્યેની નમ્ર કાળજી વધુ દેખાતી હતી. શિખાએ પણ રાહુલ સાથે અંતર રાખવાનું શરૂ કરી દીધું હતું, તેના મન પર હવે શિખરના એકાંતની છાપ હતી.આ શાંતિ બહુ લાંબી ટકી નહીં. એક સવારે, શિખર પોતાની કેબિનમાં હતો અને તેના અંગત ફોન પર એક અજાણ્યો નંબર ફ્લેશ થયો. શિખરે મન મક્કમ કરીને ફોન ઉઠાવ્યો.સંવાદ:શિખર (ધીમા અવાજે): "હેલો?"પ્રિયા ...વધુ વાંચો

8

લાગણીનો સેતુ - 8

શિખાના અવાજમાં કંપન આવ્યું, પણ તે મક્કમ હતી. તેણે પહેલીવાર મંગેતર શબ્દનો ઉલ્લેખ કર્યો, જે દર્શાવતો હતો કે વિશ્વાસની તૂટી રહી હતી.છૂટકારો ક્યાંથી?હવે બંનેની મુશ્કેલીની ગાંઠ એક સરખી હતી, પણ તેના ઉકેલ માટે કોઈ રસ્તો નહોતો.શિખર: "તો પ્રિયા મારી ભાવનાઓનો ઉપયોગ કરીને પૈસા પડાવવા માંગે છે, અને તારો મંગેતર તારા આત્મસન્માન અને નવા કેરિયરને ડરાવીને પૈસા પડાવવા માંગે છે. આપણી બંનેની જિંદગીમાં ભૂતકાળના વિશાળ દેવાં છે, જે પૈસાથી નહીં, પણ લાગણીઓના દમનથી ચૂકવવાના છે."શિખા (નિરાશાથી): "સવાલ એ છે કે, કેવી રીતે છૂટવું, સર? જો તમે પ્રિયાને પૈસા આપો, તો દિશા સાથેનો તમારો સંબંધ પૈસાનો મોહતાજ બની જશે. જો હું ...વધુ વાંચો

9

લાગણીનો સેતુ - 9

કોર્ટ રૂમમાં ગંભીર મૌન છવાયેલું હતું. ચારે તરફ ઊંચી દીવાલો, જૂની લાકડાની બેન્ચો અને સામે ન્યાયમૂર્તિનું આસન ન્યાયની અપેક્ષાનું ઊભું કરતું હતું. શિખર અને જય એક તરફ બેઠા હતા, તો બીજી તરફ પ્રિયા અને તેના મોંઘા વકીલ હતા. દિશા કોર્ટરૂમના બાળ-કમિશનર સાથે બાજુની ચેમ્બરમાં બેઠી હતી.બારીમાંથી આવતો ઝાંખો પ્રકાશ કોર્ટરૂમમાં આશા અને ભયનું મિશ્રણ કરતો હતો. પ્રિયાના ચહેરા પર કૃત્રિમ ગુસ્સો અને સખ્તાઈ હતી, પણ જયે લાવેલા પુરાવાઓને કારણે તેના હાથ-પગ ઢીલા પડવા લાગ્યા હતા.પ્રિયાના વકીલ (કઠોર અવાજે): "માય લોર્ડ, શિખર એક અસ્થિર માનસિકતાનો માણસ છે, જેને તેની પમપૂર્વની પત્નીએ છોડી દીધો છે, અને તે બાળકીને તેની માતાના પ્રેમથી ...વધુ વાંચો

10

લાગણીનો સેતુ - 10

નક્કી કરેલા દિવસે, શિખા તેના પૂર્વ મંગેતર, વિશાલને મળવા ગઈ.વાતાવરણ: એક ભીડભાડવાળી કોફી શોપમાં, જ્યાં આસપાસ લોકો હસી-મજાક કરી હતા. પણ શિખા અને વિશાલની ટેબલ પાસે તીવ્ર તણાવ હતો. શિખાએ છુપાવેલું રેકોર્ડર ચાલુ હતું. શિખર અને જય દૂરના ખૂણે બેસીને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા હતા.વિશાલ (અહંકારથી, હસતાં): "ખૂબ સરસ, શિખા. તું ડરી ગઈ, એટલે આવી. તને ખબર છે, તારા લીધે મને કેટલું નુકસાન થયું? હવે તું સારી કમાણી કરે છે, તો મારા ૪૦ લાખ રૂપિયા વ્યાજ સાથે પાછા આપી દે."શિખા (ગભરાટ છુપાવીને, મક્કમતાથી): "વિશાલ, તેં મારી સાથે છેતરપિંડી કરી હતી. તેં મારા વિશ્વાસનો લાભ લીધો. હું તને કોઈ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો