અનુરાધા મુશળધાર વરસાદમાં ખૂબ ઝડપથી ગાડી ચલાવતી વરસાદને ચીરતી સંજીવની હોસ્પિટલ પર પહોંચી. ખુબ ગભરાયેલ અને હાંફતી સીધી ઇમર્જન્સી વોર્ડ તરફ દોડી હતી. "અરે અનુરાધા! અત્યારે કેમ ફરી અહીં આવ્યા? શું થયું તબિયત તો ઠીક છે ને? કેમ આટલા બધા ગભરાયેલ દેખાઈ રહ્યા છો?" એક જ શ્વાસે કલ્પ પૂછવા લાગ્યો. "અરે અત્યારે કોઈ જ પ્રશ્ન ન કર. તું ઝડપથી સ્ટ્રેચર લઈને મારી ગાડી સુધી જા અને તેમાં એક છોકરી ખૂબ જ ગંભીર હાલતમાં છે, એને લઈને ઝડપથી ICU રૂમમાં આવ. હું ડોક્ટરને બોલાવી રાખું છું." અનુરાધા ખૂબ ચિંતિત સ્વરે બોલતા ડોક્ટરને ફોન કરવા લાગ્યા.
અસ્તિત્વ - 1
અનુરાધા મુશળધાર વરસાદમાં ખૂબ ઝડપથી ગાડી ચલાવતી વરસાદને ચીરતી સંજીવની હોસ્પિટલ પર પહોંચી. ખુબ ગભરાયેલ અને હાંફતી સીધી ઇમર્જન્સી તરફ દોડી હતી."અરે અનુરાધા! અત્યારે કેમ ફરી અહીં આવ્યા? શું થયું તબિયત તો ઠીક છે ને? કેમ આટલા બધા ગભરાયેલ દેખાઈ રહ્યા છો?" એક જ શ્વાસે કલ્પ પૂછવા લાગ્યો."અરે અત્યારે કોઈ જ પ્રશ્ન ન કર. તું ઝડપથી સ્ટ્રેચર લઈને મારી ગાડી સુધી જા અને તેમાં એક છોકરી ખૂબ જ ગંભીર હાલતમાં છે, એને લઈને ઝડપથી ICU રૂમમાં આવ. હું ડોક્ટરને બોલાવી રાખું છું." અનુરાધા ખૂબ ચિંતિત સ્વરે બોલતા ડોક્ટરને ફોન કરવા લાગ્યા.અનુરાધાએ ડોક્ટરને કોલ કરીને કીધું, "હું ડ્યુટી પુરી કરીને ...વધુ વાંચો
અસ્તિત્વ - 2
ડોક્ટર સુમને એ બાળકીની પરિસ્થિતિ અનુરાધાને જણાવી. એ બાળકી ક્યારેય માતા બનવાનું સૌભાગ્ય માણી શકશે નહીં એ જાણીને એ દુઃખી થઈ ગયા. ડોક્ટર સુમનના એક એક શબ્દ વારંવાર એના મનમાં ગુંજવા લાગ્યા. તેઓ એ અજાણી બાળકી માટે અનન્ય લાગણી અનુભવવા લાગ્યા. એના મનમાં એક અદ્રશ્ય ખેંચાણ એ બાળકી માટે સહાનુભૂતિ જન્માવી રહ્યું હતું. એમની ધ્યાન વિરુદ્ધ આંખમાંથી આંસુની ધાર વહેવા લાગી! ડોક્ટર સુમને એમને હિંમત રાખવા કહ્યું, અને તેઓ ફરી એમના કામમાં વળગી પડ્યા.અનુરાધા બાંકડા પર બેઠા ખૂબ ઊંડા વિચારોમાં સરી ગયા. એમને ચિંતિત જોઈને કલ્પ એમની પાસે ગયો અને બોલ્યો, "તમે દુઃખી ન થાવ! એ બાળકીને અવશ્ય સારું ...વધુ વાંચો
અસ્તિત્વ - 3
ડૉ. સુમનને જોઈને અનુરાધાને રાહત થઈ કે, બાળકીની ચોક્કસ સ્થિતિ હવે જાણવા મળશે. ડૉ. સુમન અનુરાધાના ખંભાપર હાથ મૂકી આપતા ICU રૂમમાં બધા દર્દીઓને જોવા માટે ગયા હતા. અનુરાધાનું મન ખુબ વિચલિત હતું. વળી, અજાણતાં જ ભૂતકાળમાં થયેલ ડોકિયું એને વધુ દુઃખ આપી રહ્યું હતું, તેમ છતાં એ પોતાના મન પર અંકુશ જાળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.ડૉ. સુમન થોડીવાર પછી બહાર આવ્યા અને અનુરાધાના ચહેરા પરથી એની મનઃસ્થિતિ સમજીને બોલ્યા, "અનુરાધા તમે મારા ચેમ્બરમાં આવો આપણે ત્યાં શાંતિથી વાત કરીએ."અનુરાધાએ એમની વાત સાંભળી અને તરત એમની સાથે ચેમ્બર તરફ વળ્યાં હતા. ત્યાં પહોંચીને ડૉ. સુમન બોલ્યા, "જો અનુરાધા! એ ...વધુ વાંચો
અસ્તિત્વ - 4
અનુરાધાનું પોતાની લાગણી પર રાખેલ અંકુશ હવે તૂટી ગયો હતો. એની આંખમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગી હતી. હોઠ એકદમ થઈ ગયા અને આંખ હૈયાનું દર્દ કહેવા લાગી હતી. ર્ડો. સુમન પણ એની પરિસ્થિતિ જોઈને ગમગીન થઈ ગયા હતા. અનુરાધાને ક્યાં શબ્દોથી સાંત્વના આપવી એ એમને આજે સમજાતું નહોતું. એમણે થોડીવાર એમનું મન હળવું થવા દીધું હતું. એમણે અનુરાધાને શાંત કરવા કહ્યું, "જો અનુરાધા! કુદરતની મરજી સામે આપણે સૌ લાચાર છીએ. કુદરત જે પણ આપે એને સહર્ષ સ્વીકારવા સિવાય આપણી પાસે ક્યાં બીજો કોઈ વિકલ્પ છે? બધી જ ચિંતાઓને એકબાજુ પર મૂકી દે અને તારા મનમાં આસ્થા માટે જે લાગણી ...વધુ વાંચો
અસ્તિત્વ - 5
ર્ડો. સુમન અને અનુરાધા બંને જમ્યા બાદ છુટા પડ્યા હતા. ર્ડો. સુમન એમના ઘરે ગયા અને અનુરાધા ICU રૂમની બાંકડા પર બેઠા હતા. તેઓ હવે એકલા પડ્યા હતા, આથી અનેક વિચારોને વશ થઈ રહ્યા હતા. આસ્થા માટે ઉદ્દભવતી લાગણી મનને બેચેન કરી રહી હતી અને ગિરિધર માટે તડપતું એનું હૈયું ખુબ વ્યાકુળ હતું. છતાં દરેક વ્યથાને એક તરફ રાખી પ્રભુ પ્રાર્થનામાં ખુદને જોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. થાક અને આખી રાતનાં ઉજાગરાના લીધે એમનું મન પ્રભુમાં એકચિત્ત થયું અને એમને સહેજ એક જોકું આવી ગયું."અરે અનુરાધા! તું લાલ સાડીમાં ખુબ સુંદર લાગે છે. મારી આંખ ફક્ત તારી પર જ ...વધુ વાંચો
અસ્તિત્વ - 6
આસ્થા માટેની બધી જ જરૂરી વાત ર્ડો. સુમને અનુરાધાને જણાવી હતી. આસ્થાને દાઝી જવાથી ચહેરા પર ઇન્ફેકશન થયું એ આવતું ન હોવાથી એને પ્લાસ્ટિક સર્જરીથી જ અંકુશમાં લેવું જરૂરી હતું. આસ્થાને પ્લાસ્ટિક સર્જરી ર્ડો. દિનેશ કરવાના હતા. આસ્થાને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા હતા. અનુરાધા ઓપરેશન થિયેટરની બહાર બેઠી ખુબ ચિંતિત હતી. આસ્થાનો ચહેરો બદલાઈ જશે એનું દુઃખ એને ખુબ થઈ રહ્યું હતું. દરેક સ્ત્રીને પોતાના ચહેરાનું એક અલગ મહત્વ હોય છે, એ અજાણતા જ આસ્થાથી છીનવાય જવાનો રંજ અનુરાધાને થઈ રહ્યો હતો. અનુરાધા બધું જ કુદરત પર છોડીને અત્યારે પોતાના કર્મને પ્રાધાન્ય આપી આગળ વધી રહ્યા હતા.આસ્થાને પ્લાસ્ટિક સર્જરી ...વધુ વાંચો
અસ્તિત્વ - 7
ર્ડો. સુમને આપેલા હિમ્મત ભર્યા શબ્દોને સ્વીકારી અનુરાધાએ પોતાના આંસુ લૂછતાં કહ્યું,"તમારી વાત એકદમ સાચી છે. આસ્થા જયારે ભાનમાં ત્યારે એને વધુ સંભાળની જરૂર પડશે. હું તમારી વાત સારી રીતે સમજી ગઈ છું."અત્યારસુધી ચૂપ રહેલ કલ્પ પણ બોલ્યો, "તમે ચિંતા ન કરશો. અમે બધા તમારી સાથે જ છીએ." અનુરાધાએ ફક્ત સ્મિત સાથે જ એ બંનેની વાતને આવકારી હતી. એની નજર ફક્ત આસ્થા પર જ કેન્દ્રિત હતી. એની પરિસ્થિતિને તેઓ સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જે જખ્મ મન પર થાય છે એની તકલીફ ખરેખર ખુબ અસહ્ય હોય છે, એ ઘા આજીવન દર્દ આપ્યા કરે છે એ મારાથી વિશેષ કોણ જાણી ...વધુ વાંચો
અસ્તિત્વ - 8
અનુરાધા ધીરા અને મક્કમ પગલે જેમ જેમ આસ્થા સુધી પહોંચી રહ્યા હતા, તેમતેમ એમના મનમાં ઉત્તેજના એ વાત જાણવાની રહી કે, આસ્થા શું પ્રતિભાવ આપશે? એમણે આસ્થા પાસે પહોંચીને પ્રેમથી એના માથા પર હાથ ફેરવ્યો! આસ્થાએ ફક્ત નામ પૂરતું જ હાસ્ય કર્યું, અને આસપાસ નજર કરી. આસ્થાએ મૌન તોડતા કહ્યું, "આપ કોણ છો? હું અહીં કેમ છું? મને શું થયું કે, હું હોસ્પિટલમાં છું?" પોતાનો એક હાથ માથા પર મૂકતા વિચાર કરતી હોય એવા પ્રતિભાવ સાથે અનેક પ્રશ્નો પોતાની કુતુહલતા દૂર કરવા પૂછ્યા હતા. "આ અનુરાધા છે, તમે એના દીકરી છો. આપનું એકસીડન્ટ થયું હતું. આથી આપ હોસ્પિટલમાં છો." ...વધુ વાંચો
અસ્તિત્વ - 9
અનુરાધાએ આસ્થાને પાણી આપ્યું, અને તેઓ એના ચહેરાને જોઈ જ રહ્યા! બદલાયેલ ચહેરો, જૂનું કઈ જ યાદ નથી અને જ ઓળખ તેની પોતાની પાસે નહોવાથી એમને આસ્થા કોણ હશે? અને એનો પરિવાર ક્યાં હશે એ પ્રશ્ન હવે ખુબ મુંઝવી રહ્યો હતો. ખરી કસોટી હવે શરૂ થઈ હતી. એનો ચહેરો બદલાઈ ગયો છે એ હકીકત એની કેમ રજૂ કરવી એ પ્રશ્ન મનોમન એને ખૂબ મૂંઝવી રહ્યો હતો."મમ્મી હું એક વાત પૂછું?""પૂછને બેટા! તારે કઈ પણ બેજિજક પૂછવું. તને જે પણ જાણવું હોય એ તું જાણી શકે છે!""મમ્મી હું અહીં હોસ્પિટલ ક્યારે એડમિટ થઈ? મને માથામાં તો કઈ જ નથી. પણ ...વધુ વાંચો
અસ્તિત્વ - 10
આસ્થા અને અનુરાધાએ કલ્પને ICU રૂમમાં આવતા જોઈને હળવું સ્મિત આપ્યું હતું."મમ્મી આ કલ્પ અંકલ શું થાય છે? એ પરિવારના છે?" આસ્થાએ કલ્પને જોઈને પ્રશ્ન કર્યો."બેટા! આ કલ્પ મારો બાળપણનો મિત્ર છે. મારા જીવનમાં મારી દરેક પરિસ્થિતિમાં એ મારી સાથે જ રહ્યો છે. મારાથી નાનો છે, પણ ઘણી વખત એક પીઢ વ્યક્તિ જેમ મને સલાહ આપતો હોય છે. તેની પત્ની યામિની અને પુત્ર શુભમ પણ ખુબ સરસ સ્વભાવના છે."આસ્થાએ કલ્પને નમસ્કાર કરતા પૂછ્યું, "હેલો અંકલ. અંકલ તો શુભમ અને આન્ટીને હું ક્યારે મળી શકીશ?""બહુ જ જલ્દી તું એમને મળી શકીશ બેટા! એ બંને પણ તને મળવા ખુબ આતુર છે." ...વધુ વાંચો