આપણાં જીવનમાં માતાપિતા સિવાય કોઈ એક કે વધારે વ્યક્તિ સાથે પ્રાણપ્રિય સંબંધ હોય છે. જેના વગર આપણા સ્વતંત્ર અસ્તિત્વની કલ્પના કરવી અશક્ય હોય છે આ વ્યક્તિ એટલે આપણા ભાઈ-બહેન,ખાસ મિત્ર કોઈ પણ હોય શકે છે. તો જ્યારે આવું કોઈ વ્યક્તિ આપણા ગામ કે શહેર છોડીને બીજી જગ્યાએ જાય ત્યારે આપણું મન બેચેન થઈ જાય છે. પણ તે ખાસ વ્યક્તિને નજીકના ભવિષ્યમાં ફરી મળીશું તે વાતનો આપણને વિશ્વાસ છે. તે મનની બેચેની ઓછી કરે છે. પણ જો આ વ્યક્તિ સદાયને માટે આપણાથી દૂર થઈ જાય છે ત્યારે એ દુઃખને સંભાળવું ખૂબ જ કઠિન છે. આપણે ક્યારેક પ્રિયજનને ગુમાવ્યાનો દુઃખ અનુભવ્યું છે. પણ મનને કાળના નિયમો સમજાવવા ખૂબ જ મુશ્કેલ છે.
મેઘાર્યન - 1
આપણાં જીવનમાં માતાપિતા સિવાય કોઈ એક કે વધારે વ્યક્તિ સાથે પ્રાણપ્રિય સંબંધ હોય છે. જેના વગર આપણા સ્વતંત્ર અસ્તિત્વની કરવી અશક્ય હોય છે આ વ્યક્તિ એટલે આપણા ભાઈ-બહેન,ખાસ મિત્ર કોઈ પણ હોય શકે છે. તો જ્યારે આવું કોઈ વ્યક્તિ આપણા ગામ કે શહેર છોડીને બીજી જગ્યાએ જાય ત્યારે આપણું મન બેચેન થઈ જાય છે. પણ તે ખાસ વ્યક્તિને નજીકના ભવિષ્યમાં ફરી મળીશું તે વાતનો આપણને વિશ્વાસ છે. તે મનની બેચેની ઓછી કરે છે. પણ જો આ વ્યક્તિ સદાયને માટે આપણાથી દૂર થઈ જાય છે ત્યારે એ દુઃખને સંભાળવું ખૂબ જ કઠિન છે. આપણે ક્યારેક પ્રિયજનને ગુમાવ્યાનો દુઃખ અનુભવ્યું છે. ...વધુ વાંચો
મેઘાર્યન - 2
મારા આખા શરીર પર અનેક જખમ હતા પણ મને તેનો દર્દ હવે અનુભવાઈ રહ્યો હતો. આ દર્દમાંથી બહાર નીકળવા એક ક્ષણ માટે મને થયું કે અત્યારે જ સામેની રેલિંગ પરથી કૂદીને મરી જવું છે. મેં એ રેલિંગ તરફ ચાલવાનું શરૂ કર્યું. પણ ત્યાં જ મને ચક્કર આવવા લાગ્યા અને હું રસ્તા પર જ બેહોશ થઈ ગયો. મારી આંખો બંધ થતાં પહેલાં મેં એટલું જોયું કે એક કાર ઊભી રહી હતી.હું કેટલો સમય બેહોશ રહ્યો તે મને ખ્યાલ નહોતો. મારી આંખો ખૂલી ત્યારે મેં જોયું કે હું એક નાના રૂમમાં બેડ પર સૂઈ રહ્યો હતો. મેં તરત ઊભા થવાનો પ્રયત્ન ...વધુ વાંચો
મેઘાર્યન - 3
હું મેઘાના મુખેથી મારું નામ સાંભળીને મંત્રમુગ્ધ થઈ ગયો. તેના સૂરીલા કંઠે થી મારું નામ સાંભળીને હું જાણે એક માટે મારી તકલીફ ભૂલી ગયો. મેઘા એ મારી આંખો સામેં ચપટી વગાડી ને કહ્યું, “અવિચલ તમેં શું વિચારો છો ?”“તે કહ્યું એનો મતલબ કે રસ્તા પર બેહોશ થતાં પહેલાં મેં જે કાર જોઈ હતી તે તારી કાર હતી. તું મને અહી લઈને આવી અને મારો જીવ બચાવ્યો.” મેં સ્વસ્થ હોવાનો દેખાવ કરતાં કહ્યું. એટલે મેઘા હસીને બોલી, “હું જાણું છું કે તમેં શું વિચારી રહ્યા છો? પણ અત્યારે આપણે તેના કરતાં પણ વધારે જરૂરી કામ કરવાનું છે. જેના માટે હું ...વધુ વાંચો
મેઘાર્યન - 4
મેઘા ભારપૂર્વક બોલતી હોય તેમ કહ્યું, “આ કામ તમારી સૌથી પ્રિય રચના, તમારા પ્રતિબિંબ સમાન એવા આર્યવર્ધને કર્યું છે.” જાણે હદય પર પથ્થર મૂકીને કહ્યું. પણ આર્યવર્ધન નું નામ સાંભળીને મારી આંખો સામેં અંધારું છવાઈ ગયું. હું શું કહું તેની મને ખબર જ ના પાડી.મને મેઘા ની કહેલી વાત પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. મેં તેને સવાલ કર્યો, “મેઘા તું કઈ રીતે કહી શકે છે કે મારી આ હાલત માટે આર્યવર્ધન જવાબદાર છે.”મારો સવાલ સંભાળીને મેઘા રૂમની બહાર જતી રહી એટલે હું પાછો સૂઈ ગયો. પણ થોડો સમય પસાર થયાં પછી મેઘા પરત આવી અને તેણે મારા હાથ માં ...વધુ વાંચો
મેઘાર્યન - 5
મેં આસપાસ નજર કરી પણ ચારે બાજુ અંધકાર હતો એટલે મેં પાછળ સીડી તરફ નજર કરી. પણ તે સીડી થઈ ગઈ હતી એટલે મેં મેઘા ને બોલવવા માટે તેના નામની બૂમ પાડી પણ તેણે સાંભળી નહીં. એટલે હું વધારે વિચાર્યા વગર આગળ ચાલવા લાગ્યો. ત્યાં મને બીજી એક સીડી મળી અને તેના ઉપરના ભાગ માંથી થોડું અજવાળું આવી રહ્યું હતું.એટલે જેવો મેં તે સીડી પર પગ મૂક્યો કે તરત જ હું સમુદ્ર ના કિનારે આવી ગયો. મને અત્યારે કઈ પણ સમજાતું નહોતું છેલ્લા 12 કલાકમાં જે કઈ બન્યું તેના પર મને વિશ્વાસ નહોતો થઈ રહ્યો. ગઈ કાલે રાત્રે મારી ...વધુ વાંચો
મેઘાર્યન - 6
મેં મેઘાના કપડાં પર નજર કરી તો તે પહેલાં કરતાં અલગ હતાં. પહેલી વાર જ્યારે મેઘા મારી સામેં આવી તેણે જીન્સ ટીશર્ટ પહેર્યું હતું અને અત્યારે એક નાનું કવચ પહેર્યું હતું. મેં મેઘાને પૂછ્યું કે શું તે આર્યવર્ધન છે ?પહેલી વાર જ્યારે મેઘા મારી સામેં આવી ત્યારે તેણે જીન્સ ટીશર્ટ પહેર્યું હતું અને અત્યારે એક નાનું કવચ પહેર્યું હતું. મેં મેઘાને પૂછ્યું કે શું તે આર્યવર્ધન છે ?ત્યારે મેઘાએ કહ્યું, “તે યોદ્ધા આર્યવર્ધનનો વિશ્વાસુ સેનાપતિ ચંદ્રકેતુ છે.” આટલું કહ્યા પછી મેઘા અને તે યોદ્ધા એકસાથે અદ્રશ્ય થઈ ગયાં. હું આ બધું જોઈને મેઘાં નોવેલની શરૂઆતનો પ્રસંગ યાદ આવી ગયો( ...વધુ વાંચો
મેઘાર્યન - 7
થોડીવાર સુધી હું અને મેઘા કઈ બોલ્યા નહીં. મેં સમુદ્ર તરફ નજર કરી તો હજી સૂર્યોદય થયાને થોડો જ થયો હતો. મેં કઈ કહ્યું નહીં એટલે મેઘા બોલી, “અવિચલ હવે આપણે આ જગ્યાને છોડીને બીજી જગ્યાએ જવું પડશે. ચંદ્રકેતુ આ સ્થાન વિષે જાણી ગયો છે. તે શક્ય એટલી ઝડપથી આર્યવર્ધન પાસે જતો રહેશે. આર્યવર્ધનને આ સ્થાનની જાણ થશે એટલે તરત અહી આવી જશે. મારી મોટા ભાગની શક્તિ ચંદ્રકેતુ સાથેની લડાઈ વખતે વપરાઇ ગઈ છે. એટલે મારે શક્તિ ફરીથી મેળવવા માટે આરામ કરવો પડશે.”મેં મેઘાને હકારમાં ઈશારો કર્યો એટલે મેઘાએ મારી પાસે આવીને મારો હાથ પકડ્યો. એટલે ચારેય તરફ ધુમ્મસ ...વધુ વાંચો
મેઘાર્યન - 8
હું હજી તે યુવતીને નિહાળવા માંગતો હતો પણ મને મારું મન કઈક અઘટિત થવાનું કહી રહ્યું હતું એટલે હું બેડ પર સૂઈ ગયો. હું તે યુવતીના શારીરિક સૌંદર્યના આધારે તેના ચહેરાની કલ્પના કરવા લાગ્યો. ત્યાં જ કેબિનનો દરવાજો કોઈએ નોક કર્યો. તેના કારણે હું તરત બેડ પરથી ઊભો થઈ ગયો. મને લાગ્યું કે કદાચ આર્યવર્ધન આવ્યો હશે. એટલે મેં તરત બેડની નીચેથી એક તલવાર બહાર કાઢીને હાથમાં પૂરી તાકાતથી પકડી રાખી અને દરવાજો ખોલ્યો. હું ચોંકી ગયો કેમકે મારી સામેં તે યુવતી ઊભી હતી જેને મેં થોડા સમય પહેલાં તળાવમાંથી બહાર નીકળતાં જોઈ હતી. પણ હું તેનો ચહેરો જોઈ ...વધુ વાંચો
મેઘાર્યન - 9
મેઘાની વાત પૂરી થઈ ત્યાં જ અમારી આસપાસનું દ્રશ્ય બદલાઈ ગયું. હવે અમેં એક મેદાનીપ્રદેશમાં હતાં. અહી આખી જમીન ઘાસ ઊંઘેલું હતું. ખૂબ દૂર અમુક વૃક્ષો નજરે પડતાં હતાં. મેં આ જગ્યા વિષે ક્યારેય કઈ જોયું કે સાંભળ્યું નહોતું. મેં મેઘાને પૂછ્યું, “મેઘા, આ કઈ જગ્યા છે અને અત્યારે આપણે પૃથ્વી પર છીએ કે તારી દુનિયામાં છીએ?”મેઘાએ કહ્યું, “આપણે અત્યારે પૃથ્વી પર જ છીએ. આર્યવર્ધને જ્યારે અમારી દુનિયામાંથી આ દુનિયામાં આવવા માટેનો દ્વાર ખોલ્યો ત્યારે તેની સાથે સમય અને સ્થાન મુજબ મારી દુનિયાની અમુક ગુપ્ત જગ્યાઓ અહી પૃથ્વી પર આવી ગઇ. જેમાંથી બે જગ્યા પર આપણે ગયાં હતાં. પહેલી ...વધુ વાંચો
મેઘાર્યન - 10
આર્યવર્ધને પોતાની વાત પૂરી કરીને તલવાર નીચે ફેંકી દીધી અને જમીન પર પગ પછાડ્યો. તેના કારણે જમીન પર તિરાડ આ જોઈને મેં પણ મારી તલવાર નીચે ફેંકી દીધી. કારણ કે યુદ્ધ હંમેશા બે સમાન યોદ્ધાઓ વચ્ચે જ થઈ શકે. અત્યાર સુધી હું આર્યવર્ધન સાથે મારી શારીરક ક્ષમતાથી લડી રહ્યો હતો. પણ હવે મારે મેઘાની શક્તિ અને મારી કલ્પનાશક્તિથી આર્યવર્ધન લડવાનું હતું.આર્યવર્ધન આંખના પલકારામાં મારી પાસે ધસી આવ્યો. તેણે મારી જમણી આંખ પર મુક્કો મારવાનો પ્રયત્ન કર્યો. પણ મેં તેનો પ્રહાર ચૂકવી ઊંચી છલાંગ લગાવી. પછી મેં ઊંચાઈથી આર્યવર્ધનના માથા પર બંને હાથની મુઠ્ઠીવાળીને મુક્કો માર્યો. પણ આર્યવર્ધન મારી ચાલ ...વધુ વાંચો