અંધારું હજી છવાયેલું હતું ઠંડી પણ પુરબહારમાં હતી.. સિડનીની સુમસામ સડકો.. નિઃશબ્દ સ્ટ્રીટ..હજી સવારના છ વાગ્યા હતાં સિટીમાં જોબ કરવા જનારા તૈયાર થઇ ઘરની બહાર નીકળી રહ્યા હતાં. સાવી પણ વહેલી ઉઠીને ઠંડીમાં ઠઠરતી ફટાફટ નાહી ધોઈ જવા નીકળી.એણે કાંડા ઘડિયાળમાં જોયું ચાલવાની સ્પીડ વધારી. સેન્ડવીચ એલ્યુમિ નિ યમ ફોઈલમાં મૂકી લંચબોક્સ સાથે લીધેલું..ઉતાવળિયા મનમાં એક હાસ્ય ફરકી ગયું માંએ ચટણી થેપલા માટે આપેલી એ સેન્ડવિચમાં વાપરી..ઇન્ડિયાની યાદ આવીને ચાલી ગઈ.
અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -1
અંધારું હજી છવાયેલું હતું ઠંડી પણ પુરબહારમાં હતી.. સિડનીની સુમસામ સડકો.. નિઃશબ્દસ્ટ્રીટ..હજી સવારના છ વાગ્યા હતાં સિટીમાં જોબ કરવા તૈયાર થઇ ઘરની બહાર નીકળી રહ્યા હતાં. સાવી પણ વહેલી ઉઠીને ઠંડીમાં ઠઠરતી ફટાફટ નાહી ધોઈ જવા નીકળી.એણે કાંડા ઘડિયાળમાં જોયું ચાલવાની સ્પીડ વધારી. સેન્ડવીચ એલ્યુમિ નિ યમ ફોઈલમાં મૂકી લંચબોક્સ સાથે લીધેલું..ઉતાવળિયા મનમાંએક હાસ્ય ફરકી ગયું માંએ ચટણી થેપલા માટે આપેલી એ સેન્ડવિચમાં વાપરી..ઇન્ડિયાની યાદ આવીને ચાલી ગઈ..એણે વિચારો ખંખેર્યા ..ઘરથી નીકળતા એની રૂમમેટ સરલા તોરસેકર સામે નજર નાખેલી ,,કેટલી બિન્દાસ હજી ઊંઘી રહેલી. કાશ.. પણ પછી યાદ આવ્યું કે એ નાઈટ શિફ્ટ કરીને આવી છે.કલાક પહેલાજ આવેલી..આ ઓસ્ટ્રેલિયાની ...વધુ વાંચો
અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -2
“ સાવી..હાય..ગુડ મોર્નિંગ.. સાવીએ ઘડિયાળમાં જોઈ સરલા ..સારા.ને કહ્યું“ સારા અત્યારે બપોર પતી 4 વાગવા આવ્યા…અહીંતો હમણાં થોડીવારમાં સાંજનું થવા આવશે. તારી મોર્નિંગ હમણાં થઇ સારા? બોલ શું હતું? “ સારાએ આળસ મરડી હસતા હસતા કહ્યું“ હા યાર..નાઈટ શિફ્ટ કર્યા પછી ઉઠવાનું મોડુંજ થાય છે શું કરું ?...ચલ બીજી વાત પછી કરીશ મેં તને ખાસ એ કહેવા ફોન કર્યો છે ..તું ઓફિસમાંથી છૂટી તારા બિલ્ડીંગ નીચે મારી રાહ જોજે હું ત્યાં આવી જઈશ આજે આપણે સાથે ક્યાંક બહાર ડિનર લઈશું આમ પણ આજે ફ્રાઈડે છે વળી મારી નાઈટ શિફ્ટ કેન્સલ થઈ છે થોડી મજા કરી પછી ડિનર સાથે લઈશું ...વધુ વાંચો
અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -3
સાવીએ સરલાને સારા જેમ્સ કહ્યું પછી હસી..સારાએ થોડું મ્લાન હસી કહ્યું“સરલા થી સારા જેમ્સ સુધીની સફર આમ સરળ નથી સાવી…” એની આંખનાં ખૂણા ભીંજાયા પછી સવસ્થ થઇ બીયરના ગ્લાસ ઉંચકી હળવેથી ટકરાવી બોલી “ સાવી હું ઇન્સ્ટા તથા બીજા સોસીયલ મીડિયા પ્લેટફોર્મ પર સારા જેમ્સથી પ્રખ્યાત છું કુખ્યાત નથી..મારા રીલ મારી મસ્તી ડાન્સ બધું જબરજસ્ત વાઇરલ થાય છે લાખો ફોલોવર હવે તો થઇ ગયા છે..આ સરળ સીધી સરલા મુંબઈની મુર્ગી વાઇરલ છે..પછી લાંબી સીપ લીધી..સાવીએ કહ્યું તારે કશું રેકર્ડ કરવું છે? તું તારી સ્ટાઈલમાં બોલ હું રીલ બનાવું. મારી રીલની રાણી …” એમ કહી સાવીએ પણ સીપ મારી.. સારાએ ...વધુ વાંચો
અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -4
ધનુષનાંએનાઉન્સમેન્ટથી સાવી અને સારા બન્ને ચોકી ગયેલાં..આમ એકદમ ધનુષને શું થયું? આ છોકરો કશું રજૂ કરશે એટલે? એનાં કહેવાથી રૂમમાં સન્નાટો છવાયો..સાચેજ ધમધમતું મ્યુઝિક બંધ થયું..ધનુષના ચહેરા પર આછું સ્મિતઆવ્યું.. એણે કહ્યું “થેન્ક્સ ફ્રેન્ડ્સ..” હું તમારો મૂડ બમણો મસ્ત કરી દઉં.”.એણે કાઉન્ટર તરફ હાથ હલાવી આભાર માન્યો..આ બાર નો માલિક કોઈ ઇન્ડિયન હતો..સાવી સારાની સામેજોઈ બોલી “ આમ પણ આ ધનુષે મને કીધેલું કે એ સબંધો બનાવવા અને નિભાવવામાં એની માસ્ટરી છે. ચોક્કસ આ બારવાળો એનો ફ્રેન્ડજ હશે.” સારાએ સીપ મારતા કીધું“ એમાં કોઈ નવાઈ નથી સાચેજ એ એમાં નિપૂર્ણ છે. પણ આ છોકરો કોણ છે? કોઈ આર્ટિસ્ટ છે?” ...વધુ વાંચો
અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -5
“ માં ભાઈનો ફોન આવ્યો ? કોઈ મેસેજ છે? આજે તો શુક્રવાર છે..ત્યાંનો ફન ફ્રાઈડે..” પછી હસીને બોલી “ થોડીવારમાં ફોન ના આવ્યો તો હું સામેથી કરીશ.. આજે શાંતિ થી વાત થશે.. યુનિ નહીં જવાનું અને જોબ…એ ખબર નથી કઈ જોબ નું શું થયું..હું પૂછી લઈશ..માં ભાઈને એવું ના થાય કે તલ્લુ મારી નાનકી રાહ જોતી હશે..?..” અંદરથી માં બોલી “ એય તલુ..આમ તુલી ના થા..કરશે ફોન કેમ ધીરજ ના ધરે? આજે શાંતિથી ઉઠ્યો હશે કરશે હમણાં..”“ માં તું કાયમની જેમ ભાઈનોજ પક્ષ લે..અહીંથી ત્યાંનો સમય 4.5 થી 5 કલાક આગળ એ લોકો ..અહીં સવારના 8 વાગી ગયા ત્યાંતો ...વધુ વાંચો
અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -6
સોહમે ગીત પૂરું કર્યું અને એણે સાવી સામે જોયું.. સાવીતો ગીત પૂરું થયું તરતજ બહાર દોડી ગયેલી .. એની પાછળ સારા કાઉન્ટર પર પૈસા ચૂકવી નીકળી ગઈ. સોહમને ખુબ નવાઈ લાગી એ અવાચક થઇ ઉભો રહેલો એણે ધનુષ અને ભૈરવી સામે જોયું.. ધનુષ જાણે સમજી ગયો હોય એમ માહોલ બદલવા ઉભો થયો સોહમને વળગી બોલ્યો “વાહ સોહમ દોસ્ત.. તે મહેફિલ સજાવી દીધી જોરદાર..” બાર્ રૂમમાં બીજા ઇન્ડિયન્સે પણ સોહમને બિરદાવ્યો.. સોહમે ધનુષને કહ્યું“ હું એ છોકરીને ઓળખતોજ નથી પણ ખબર નહીં એને જોઈ મને આ ગીત સ્ફૂરી ગયું.. પણ એ કેમ ડિસ્ટર્બ થઇ બહાર દોડી ગઈ ખબર ના પડી.”ભૈરવીની ...વધુ વાંચો
અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -7
સોહમના પિતા યજ્ઞેશભાઇ વર્ષોથી મુંબઈમાં સ્થાયી થયા હતા. એમની સાથે એમના મોટાભાઈ દિવ્યાંગભાઇ દેસાઈ પણ રહેતા હતા. મૂળ વલસાડ પણ બાપીકું ઘર જમીન બીજી મિલ્કતો હતી..એમની કેસર હાફુસની મોટી વાડીઓ વતનમાં હતી.એમાં પણ ખુબ બરકત હતી.મોટું અસલ ઘર દેસાઈ ફળિયામાં હતું તેઓ કેરીઓ તથા ચીકુ ચિપ્સ પાવડર વિદેશમાં એક્સપોર્ટ કરતાં.. શરૂઆતમાં વલસાડથીજ મુંબઈના એજન્ટો મારફત કામ કરતા. પછી એમનાં પિતાએજ કહ્યું હતું યજ્ઞેશ હું અને દીગુ અહીં વાડીઓ જોઈશું તું મુંબઈ જઈ જાતે બધું કરવાનું ધીમે ધીમે શરૂ કર. એમના પિતા પરમાનંદકાકા ખુબ આધુનિક વિચારના ઉદ્યમી અને સાહસિક હતા. એમનાજ ગુણ યજ્ઞેશભાઈમાં ઉતર્યા હતા..એમના મોટાભાઈ દીગુભાઈએ લગ્ન નહોતાં કર્યા ...વધુ વાંચો
અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -8
સારાએ કહ્યું “સાવી તારા પેલાં આશિકનાં ગીતને કારણે મારુ રીલ રહી ગયું..એકજ ફાયદો થયો તારો મીઠો ભૂતકાળ આળસ મરડી ગયો.”. એમ કહી હસી..સાવી કહે ”સારા એવું કશું નથી પછી વાત.. પહેલા તારું મસ્ત રીલ બનાવી લઈએ..નહિતર તારા ફેન નિરાશ થઇ જશે..બોલ કેવું બનાવવું છે? સારાએ આકાશ તરફ જોઈ કહ્યું “આજે થોડો શાવર જેવો વરસાદનું ફોરકાસ્ટ છે..હવે વરસેતો સારું શાવરમાં મસ્તી કરતા મસ્ત હોટ હોટ રીલ બનાવીએ..” સાવી હસી પડી..એણે કહ્યું“ વરસાદ તો હમણાં આવશેજ જોને કાળા કાળા વાદળ ચઢી આવ્યા છે હમણાં વરસશે પણ..એકલી એકલી હોટ રીલ…?”સારા કહે “કોણ કહે છે હું એકલી એકલી..અરે અહીં પાર્ટનર તો હાલત ચાલતા ...વધુ વાંચો
અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -9
સોહમને પરદેશની ધરતી ઉપર પોતાના દેશની.. વતનની ધરતી..ત્યાંના લોકો યાદ આવી રહેલાં.. સોહમ શુન્યમનસ્કય બસ ચાલી રહેલો..એને ઠંડી હવાની લાગી..અનુભવી..એ થોડો યાદોમાંથી જાગ્રત થયો..એને યાદો હટાવવી ગમી નહોતી રહી.. એણે જોયું કોફી કેફે આવી.. એ ચહેરા પર સ્મિત લાવી કેફેમાં ગયો લાર્જ કેપેચીનો ઓર્ડર કરી લઇને પાછો બહાર આવી ગયો..એ ચાલતો ચાલતો દરિયા તરફ નીકળી ગયો..સિડનીના કિનારે દરિયો..દરિયા કિ નારે સિડની શહેર..એણે બેન્ચ જોઈ ત્યાં બેસી ગયો..એ બેસીને દરિયામાં ઉછળતાં મોજા જોઈ રહેલો.. ભૂરા ભૂરા આકાશ નીચે..દરિયાનું ભૂરું પાણી એના ઉછળતાં ફીણ ફીણ વાળા મોજા..એના મન દીલમાં પણ યાદોનાં મોજા ઉછળી રહેલાં.. આ દરિયાના મોજા કિનારે આવી રેતીને ભીંજવી ...વધુ વાંચો
અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -10
સહ્યાદ્રીનાંસુંદર હરિયાળા પર્વતમાળાના ડુંગરા આજે જાણે ખીલી ઊઠ્યાં હતા..તળેટીથી ઉપર આવતી બધી કેડીઓ બેઉ પ્રેમી હૈયાંને વધાવવા તતપર હતા.. સુરાહીમાંથી આવતો હોય એવો પવન.. આજે માદક લાગતો હતો..વૃક્ષો છોડવાઓ પર રંગબેરંગી ફૂલ એમની સુગંધ પ્રસરાવી રહેલાં..પવનથી વૃક્ષોની ડાળીઓ હિલોળા લેતી હતી. નભ એકદમ સ્વચ્છ ભૂરું ભૂરું પ્રણયભીનુંલાગી રહેલું..બે જુવાન હૈયાં મારતી બાઇકે ડુંગરની તળેટીથી કેડીઓમાં ચાલી રહી હતી..સોહમની પાછળ કસીને વળગીને બેઠેલી વિશ્વા જાણે સ્વર્ગમાં વિહરી રહી હતી..એ એનાં અને સોહમના પ્રણય શમણાંઓમાં જાગતીજ.. પરોવાઈ ગઈ હતી.. સોહમે ડુંગરા મધ્યે બાઈક અટકાવી બોલ્યો “ વિશુ હવે બાઈક પર ઉપર નહીં જવાય અહીં બાઈક મૂકી પગપાળા જ ઉપર જઈએ..વધુ ...વધુ વાંચો
અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -11
સારાએ જોયેલું…સાવી એનુંપેજ..ફેન ફોલોવર લિસ્ટ ..ફોટા..રીલ..બધું જોઈ રહી છે..એ મગ્ન થઇ ગઈ હતી..સારાએ કહ્યું“ સાવી તું જે જોઈ રહી એ સત્ય નથી..એ ભ્રમને પોષવાનો પર્યાય માત્ર છે..હકીકત જુદીજ છે પણ હમણાં એ બધુંસમજાવવા મૂડ નથી..એ ખાસ મૂડમાં બધું કહીશ.. સમજાવીશ એય..તને રસ હશે તો.. હમણાં તું મને કહે તું ત્યાં બારમાંથી દોડીને બહાર કેમ આવી ગઈ ? મને ખુબ નવાઈ લાગી..તું કોઈને ઓળખે નહીં..પેલો છોકરો તનેજ જોઈ ગઝલ ગાઈ રહેલો અને તું...સાવીએ કહ્યું“ અરે મનેજ નથી ખબર.હું એ છોકરાને નથી ઓળખતી નથી એને.. કોઈ કદી નથી મળી.. ના ઈન્ટ્રો..જબરો ચાલુ થઇ ગયો..મને કેમ ટાર્ગેટ કરી એ મને નથી ખબર..પણ ...વધુ વાંચો
અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -12
સાવીને મનમાં આજે આનંદ આવી રહેલો..પહેલા મનમાં નક્કી કરેલુંકે મારી વર્ષગાંઠ છે આજે કોઈને અહીં નહીં કહું..સારા જોબ પરથી એ પહેલાંજ એણે પોતાના ઘરે માં પાપા , કામિની ,શોભા આંટી અને તર્પણ અંકલ સાથે વાત થઇ ગઈ હતી એમના આશીર્વાદ લીધેલાં..એની ખાસ મિત્ર કામિની સાથે વાત થઇ ગઈ હતી..પછી જોબ પર નીકળી હતી..કામિની સાથેતો બે વાર વાત થઇ હતી.. કામિનીએ બીજી વારના ફોનમાં જૂનું જૂનું યાદ કરેલું. એને રસ પડેલો પણ ઓફિસનો સમય થઇ ગયેલો એને રોકવી પડેલી પછી તો બસમાં ગંદો અનુભવ થયો એનો વાત કરવાનો મૂડજ જતો રહેલો..અને પછી સારા સાંજે ઓફિસે નીચે આવી… એની સાથેએ ફ્રેશ ...વધુ વાંચો
અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -13
સાવીએ સોહમનેસાંભળ્યો..એણે કહ્યું ડેસ્ટીની કશુંક રાંધી રહી છે..સાવી મનમાં થોડી ઊંડે ઉતરી ગઈ સોહમના શબ્દોને વાગોળી રહી હતી..એમનેમ કોઈ વિના જીવનમાં તો શું આ દુનિ યામાં કશું બનતું નથી દરેક ક્રિયા ..કર્મ..ઘટના પાછળ ચોક્કસ કોઈ કારણ હોય છે..મારી બર્થડે પર ફરી કોઈ અજાણ્યો યુવાન આવી એજ ગીત ગઝલ મારી સામેજોઈ ગાય છે..માત્ર વર્ષો નો સમયગાળો જુદો છે…દિવસ એજ…ગીત એજ..આ શું છે બધું? હું આ સોહમને ઓળખતી પણ નથી..પેલો પવન..મળ્યો..અલોપ થઇ ગયો.. આ મળ્યો આજે એજ ગઝલ ગાઈ..હું નીકળી ગઈ..અહીં પાછો આવ્યો..મળ્યો મને.. હવે અમારાં મળવા ઉપર ડેસ્ટીનીની વાત કરે છે….સાવીએ એક નજર સોહમ તરફ કરી.. પછી ફેરવી લીધી…એ બોલી..ઇટ્સ ...વધુ વાંચો
અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -14
“ સાવી..અમારાં માટે મારા પાપાનું અચાનક અવસાન ખુબ મોટી ખોટ હતી..હું તો સાવ ભાંગી પડી હતી..મારી આંખો રડી રડી સાવ કોરી થઇ ગઈ હતી..આંસુ પણ હવે સાથ નહોતા આપતા. ખુબ કઠિ ન સ્થિતિનો સામનો કરી રહી હતી..મને ખબર નહોતી કે આ આઘાત પછી વધુ નિર્દયી ઘાત પચાવવાના છે નાસહેવાય એવું જોવાનું… સહેવાનું છે. સાવીએ પૂછ્યું સારા..કેમ આનાથી વધુ દુષ્કર શું હોઈ શકે?” સારાએ કહ્યું“ એજ કહું છું જેણે મારા જીવનમાં..મારા વિચારોમાં આમૂલ પરિવર્તન આવ્યું હું મારા પાપાની લાડકી …મારી મોમની આંખમાં ખૂંચવા લાગી હતી..હું એ વાત પર આવવા માંગુ છું પણ..કહેતાંય મને પીડા થઇ રહી છે સાવી.. “ મારાંપાપાની ...વધુ વાંચો
અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -15
સારા એની માંસાથે આઘાત અને ગુસ્સા સાથે જેમતેમ બોલી રહી હતી..સાવ નીચલી કક્ષાના શબ્દો આકરાં વેણ કાઢી રહેલી..એની માંનાં તમાચા ખાઈ રહેલી..એનાથી સહેવાય નહોતું રહ્યું એ એની માંને ધક્કો મારી એના રૂમમાં ગઈ જોરથી દરવાજો બંધ કર્યો ..એનાં પલંગ ઉપર પોતાની જાતને ફેંકી ક્યાંય સુધી ધ્રુસકે ને ધ્રુસકે રડતી રહી..એનાં રુદનથી ચાદર ભીંજાઈ ગઈ હતી..એનું નાજુક હૃદય એમ પણ તૂટીને લોહીના આંસુથી ભીંજાઈ ચૂક્યું હતું.એ ક્યાંય સુધી રડતી રહી..પછી એને ક્યારે નીંદર આવી ગઈ ખબરજ ના પડી..“ સાવી મને ખબર નથી મારી આંખ ક્યારે ખુલી ..મેં મારી જાતને જોઈ…. હું સાવ ભાંગી પડી હતી..મને થયું આવું જીવન શું કામનું? ...વધુ વાંચો
અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -16
સોહમ ભૈરવી અનેધનુષને બાર રૂમમાં એન્જોય કરો કહી ત્યાંથી નીકળી ગયો ..સોહમને જતો ભૈરવી જોઈ રહી હતી એણે ધનુષને કહ્યું“ ધનુ આ છોકરો અને પેલી છોકરી સાવીની જોડી જામે ખરી..બેઉ એકમેકને લાયક છે વળી તારો મિત્ર થોડો ઈમોશનલ છે…એને હું જેટલીવાર મળી છું મને દરેક મુલાકાતે કંઈક જુદોજ લાગ્યો છે..એ ધરતી પર નહીં પણ હવા સાથે વાત કરતો હોય લાગણી અને પ્રેમની જ વાતો કરતો હોય..કોઈની કાયમ શોધમાં હોય એવું લાગ્યું છે અને આજે આ છોકરીને એણે જોઈ એના હાવભાવ બદલાઈ ગયા..જાણે એને એની મંઝિલ મળી ગઈ હોય એવું લાગ્યું..છોકરીને જોતાજ એણે કેવી સરસ ગઝલ ગાઈ..એના શબ્દો..એમાં રહેલ ઈમોશન ...વધુ વાંચો
અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -17
સોહમ સાવી પાસેથી ભગ્ન હૃદયે ત્યાંથી નીકળી ગયો..રાતની કાલિમા ધરતી પર છવાઈ રહી હતી..સોહમના દિલમાં પણ કોઈ અગમ્ય નિરાશાની છવાઈ હતી..એણે સાવી.. સારાની વિદાય લીધી.. એ વખતના શબ્દો..કરેલી વાત યાદ આવી ગઈ એક એક સંવાદ યાદ આવ્યા.. એણે સાવીને કીધેલું હવે તમે મળશો …તો જ મળીશું..મરીને..ય..જીવી લઈશું..પણ મારું કહેવું સાવી સમજી નહીં..એને કોઈ…એહસાસ શબ્દોનો કે મારી સંવેદનાનો કેમ ના થયો ? હું અહીં આવ્યો…ભણવા આવ્યો? કેટલી એની પાછળ રઝળપાટ કરી..કોઈ કદર કિંમત છે? પણ એનો ક્યાં વાંક છે?...એ પાછો જૂની વાતો..યાદોમાં સરી ગયો….વિશ્વાને આટલા પ્રેમ પછી પણ ત્યારે ડર લાગી ગયેલો..એણે નિર્દોષતાથી પૂછેલુંજ “સોહુ…આપણું કાયમી મિલન થશેને? આપણું પ્રારબ્ધ ...વધુ વાંચો
અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -18
એ દિવસે..કેવી સરસ મીઠી ઘડીઓ હતી…હું અને વિશ્વા એકમેકની દિલની વાતો કરતાં હીંચકા ખાઈ રહેલાં..વિશ્વા એની ચિંતા યુક્ત વાતો સાથે કર્યા પછી સાવ ચિંતામુક્ત થઈને નિશ્ચિંત મારાં ખોળામાંમાથું રાખી સુઈ રહેલી..હું એના માથે.. કપાળ ઉપર મીઠી સંવેદનાઓ સાથે પ્રેમથી હાથ ફેરવી રહેલો..એનો નિર્દોષ..ભાવથી ભીનો ચહેરો જોઈ હું વધુ આકર્ષાઈ રહ્યો હતો..એને ખુબ વહાલ કરું.. કદી એને મારાથી અળગી ના કરું એવો ભાવ દ્રઢ થતો જતો હતો..વિશ્વા મારા માટેજ સર્જાઈ હતી..મારીજ હતી..મને એના પ્રેમમાં એના માટેનો માલિકી ભાવ આવી ગયેલો..વિશ્વા..મારી વિશ્વા.. હું એના ભોળા ચહેરાને જોઈ મનોમન બોલી રહેલો..વિશુ હજી આપણે નાના છીએ..પરણવા લાયક થઈશું..એકમેકને વરમાળા પહેરાવીશું અગ્નિ સાક્ષીએ પવિત્ર ...વધુ વાંચો
અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -19
વિશ્વા ..હાટ પર જઈ બધું ખરીદ કરી થોડું નાનીનાં ઘરે આપી એનાં પાપા સાથે ઘરે પાછી આવી…પણ એનાં મનમાં ઝડી હતી.. સોહમ મળ્યા વિના ગયો..વિરહની પીડા રોપીને ગયો..માંએ એને અને મને બન્નેને કેટ કેટલું કીધું સંભળાવ્યું..કેમ માંએ એવું કીધું એને કે…હું માં નેજ પૂછું મારા મનનું સમાધાન નહીં થાય તો ચેન નહીં પડે મને..એણે બધો સામાન શાકભાજી રસોડામાં એકબાજુ મુક્યો.. ત્યાં એનાં પાપાની બૂમ પડી..”વિશ્વા તારી માંને કહે હું વાડીએ જાઉં છું આ હાટમાં જવામાં મારે બધું મોડું થઇ ગયું..દાહડિયા બેસી રહયા હશે..કામનો પાર નથી અને બસ સમય બરબાદ થાય છે હું નીકળું છું બેટા..તારી માં પાછળ વાડામાં લાગે ...વધુ વાંચો
અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -20
વીરબાળાબહેન..વિશ્વાની માંની આંખમાં ઝળઝળિયાં આવી ગયેલા..એમના હૃદયમાં ભૂતકાળનો ભારે કડવો ઝેર ઓકતો કાળો નાગ ફેણ કરી ફૂંફાડા મારી રહેલો..આજે દીકરીએ એમના મનના તાર ઝણઝણાવી દીધા હતા..એમની આંખ ફરકવા લાગી હતી..એમનો એ મીઠો..કડવો ભૂતકાળ નજર સમક્ષ આવી ગયો..એમણે વિશ્વા તરફ નિરાશા ભર્યા નિસાસા સાથે ગમગીન સ્વરે કહ્યું..” સોહમના પિતા.. એક સમયે મને..તારી માંને ખુબ ચાહતા..યજ્ઞેશ મને પ્રેમ દોરથી બાંધી..છોડી ગયા..” “ તું અને સોહમ જે રીતે સાથે ઉછર્યા ..રમ્યા વાડીઓ..ડુંગર ખૂંદયા એમજ અમે સાથે બધું ...રહ્યાં ઉછરેલા..ફરેલાં..બસ ફર્ક એટલો કે યજ્ઞેશ મારી કિશોરથી જુવાની જોઈ એને છંછેડી પ્રેમ કરી ભૂલી છોડીને મુંબઈ જતો રહ્યો.. અમે સાથે વર્ષો કાઢ્યા અહીં આજ ...વધુ વાંચો
અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -21
“ ફોર સ્ટાર હોટલ..એની રેસ્ટોરાંબાંકુરા… હું અને માં અંદર ગયાં..આ રેસ્ટોરાંમાં સાવી તને ખબરજ હશે બધા બૉલીવુડ સ્ટાર આવતા..કલાકો રહેતા..એનો પંજાબી ઓનર બધાને ઇનવાઈટ કરતો..ત્યાંનું બધું વાતાવરણજ કાયમ ફિલ્મીજ રહેતું. માહોલજ એવો હોય કોઈને કોઈ ફિલ્મી સેલિબ્રિટી ત્યાં આવીજ હોય..અમે લોકો ત્યાં ગયાં ત્યારે પરવીન બાબી ત્યાં હતી..પેલા કબીર બેદી સાથે બેઉ એકદમ બિંદાસ બેઠેલા આગળજ..અને મસ્તીથી વાત કરતાં સિગરેટના કસ લેતા..હું ધારી ધારીને જોઈજ રહી હતી..એકદમ એનું બિંદાસ હોવું હું જોઈ રહી હતી..ફિલ્મી મેગેઝીનોમાં.. સ્ટારડસ્ટ.. ફિલ્મફેર બધામાં એમના વિષે વાંચેલું આજે સામેજ જોઈ..એના ટૂંકા ટૂંકા વસ્ત્રો..ગોગલ્સ માથે ચઢાવી હસતી હસતી વાતો કરી રહેલી..એલોકો એમનામાં મસ્ત હતા..”“ સાવી હું ...વધુ વાંચો
અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -22
“ સાવી..મારી આઈ..અનેપેલો મહાત્રેડ્રોઈંગરૂમમાં બેસી હા હા હી હી કરી રહેલ..મારી આઈ એનાં ખોળામાં બેઠી એની સાથે મસ્તી કરી હતી.. સારું છે હજી થોડા મર્યાદામાં બેઠાં હતા..હવે મર્યાદા ..સંયમ કોને કહેવાય આઈ જાણતીજ નહોતી.. મને એલોકોનો સંવાદ સંભળાતો હતો..આઈ કહી રહી હતી..” મારી સરલા હવે બદલાઈ ગઈ છે મેં એનામાં આમૂલ પરિવર્તન લાધ્યું છે એ હવે સારા બની ગઈ છે..આજે મારું કહ્યું માન્યુ છે હું એની માં છું અત્યારનો સમય કેવો છે અને એ સાવ સાદી સીધી રહેતો..આ જમાના સાથે બાથ કેવી રીતે ભીડશે? બાપ વગરની છોકરીને સમાજ કોઈ બીજીજ નજરે જુએ..એના કરતા એ સમાજને ઓળખે સમજે અત્યારનો પવન ...વધુ વાંચો
અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -23
“ સરલાથી સારા સુધીની સફર અઘરી હતી..મેંસરળ બનાવી દીધી હતી..એ ગંદી હરકતો… વળી મારી એ વાસનાભરી રાત વીતી ગઈ શરૂઆતમાં હું મારી જાતને કોસતી..મારી જાતને તિરસ્કારતી..મેં શું કરી નાખ્યું? પણ ધીરે ધીરે હું..ધીટ થતી ગઈ..શરમ ક્યાંય છૂટી ગઈ..એ રાત પછી બીજે જ દિવસે હું મોર્ડન કપડાં પહેરી તૈયાર થઇ નીકળી…હું તૈયાર થવામાં મેકપનું ધ્યાન રાખતી..સુંદર તો હું હતીજ..પણ ચહેરા ઉપર મેકઅપ સાથે નફ્ફટાઈ..બેશરમી પણ લિપિ લેતી..આઈ પાસે મનફાવે એટલા પૈસા માંગી લેતી..આઈ પછી મારાં એકાઉન્ટમાંજ પૈસા ટ્રાન્સફર કરી દેતી..જે સરલા પાસે 100…200…રૂપિયા રહેતા.. સાચવી સાચવી વાપરતી..એ હવે હવામાં ઊડતી.. મનફાવે એટલો ખર્ચ કરતી..હવે હું સારા જેમ્સ જે સરલા જેવી ...વધુ વાંચો
અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -24
“ સાવીનેમારાં ચરિત્રમાં.. મારી બરબાદીની કથામાં રસ પડી ગયેલો..એ એકી ટસે મારી સામે જોઈ ખુબ ધ્યાનથી મને સાંભળી રહી થોડો પોરો ખાધો.. એક સીપ મારી બોલી..કેટલો સમય વીતી ગયો અહીં પીતા પીતા..તને મારું આખું ગંદુ બીભત્સ.. સાંભળવું પણ ના ગમે એવું આખ્યાન કીધું..સાવી…તને ઘીન આવી ગઈને મારું બધું સાંભળીને? મેં પહેલીવાર કોઈ પાસે સાવ સાચુંજ હૈયું ખોલી વાત કરી..બધુંજ ઉઘાડું કીધું..હું સાવ પારદર્શી થઇ ગઈ તારી પાસે..મને ખબર છે ખુબ મોડું થયું છે આજે આપણે..તારી બર્થડેની તો મેં વાટ લગાડી દીધી છે..સોરી સાવી..પણ આજ દિવસ નિર્માણ થયો હશે બધું કહેવા તને થોડું વધુ સાંભળી લે..હું હળવી થઇ જઈશ..બધું સાંભળયા ...વધુ વાંચો
અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -25
“ સાવી…યાર.. કદાચ છેલ્લી ફાસ્ટ નીકળી ગઈ..મેટ્રો તો હવેસવારે 5 વાગે શરુ થશે..છેલ્લે લોકલ આવે એની રાહ જોઈએ..એય બધા કરશે.. પહોંચતા પહોંચતા ખૂબ મોડુંજ થવાનું છે” ..સારાએ ફિકર કરતા કહ્યું.. સાવી બોલી “ સારા..હવે તો ઠંડી પણ ખુબ છે હજુ વધશે..સવારે ફોરકાસ્ટ જોયેલું..કદાચ રાત્રે 3 વાગ્યા સુધીમાં 2 ડિગ્રી થઇ જશે..ઠરી જવાના છીએ આપણે..લોકલની રાહ જોવી પડશે..ટ્રેન આવી જાય તો અંદર બેસી જવાય..ઠંડી તો ના લાગે.. જોને આખું પ્લેટફોર્મ ખાલી છે કોઈ દેખાતું નથી..સિટીમાંથી ભીડ બધી સબબ તરફ નીકળી ગઈ..રસ્તામાં તોફાની એરિયા આવશે..બધા પિયક્કડ …” સારા હસી બોલી..” એય સાવી હું પણ..અત્યારે એવીજ છું..પણ ડરીશ નહીં હું છું ને..તારી ...વધુ વાંચો
અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -26
સારા એ સાવીની સાવ નજીક જઈનેદબાતા સ્વરે કીધું..” સાવી એલોકોની સામે જોઇશ નહીં..એમને એમનું જે કરતા હોય કરવા દે ચુપચાપ બેસી રહીયે..” સાવીએ પણ મોઘમ જવાબ આપી કહ્યું“ હું સમજી ગઈ..” બન્ને ચુપચાપ બેઠેલાં..ત્યાંએ બે જણમાંથી એક જણ ઉભો થઇ સારાની સાવ નજીક આવ્યો અને સારાનાં હોઠ પાસે બિયર ટીન રાખી બોલ્યો..”હેય ..યુ..ટેક ઈટ..ડ્રિન્ક..સક ..સક..’ બોલી ગંદો ઈશારો કર્યો ..સારા થોડીવાર ચૂપ રહી..પેલો એની વધુ નજીક આવી ગંદી હરકતો કરી રહ્યો.. ત્યારે સારાએ જેટલું બળ હતું વાપરી એને જોરથી ધક્કો માર્યો ..અને બોલી.યુ બાસ્ટર્ડ..ગેટ લોસ્ટ..” પેલો હજી પાછો ઉભો થાય ત્યાં સુધી બીજો એની સીટ પરથી ઉભો થયો..એના હાથમાં ...વધુ વાંચો
અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -27
“ વિશુ..અહીં આ ફળિયામાં મને મારું નસીબ ખેંચી લાવેલું..તારા પાપા સાથે લગ્ન થયા હું અહીં આવી ગઈ..બાકી બધું જીવન રહી..શું.. શું થયું બધી વાતો પછી કોઈ વાર..પણ.. મેં એક નિર્ણય લઇ લીધો છે હું તને ભણાવીશ આગળ..કોલેજ કરાવીશ..મારી ગઈ એવી તારી જિંદગી નહીં જાય.. તું તારી જિંદગી સારી જીવીશ જ..પણ તારું મન મક્કમ કરજે..તારી જિંદગી..લાગણીઓ પ્રેમ સાથે કોઈ રમત ના રમી જાય..તારા ભણવા કે નક્કી કરેલા લક્ષ્ય પર અસર ના થાય..” ..વિશ્વા માં સામે જોઈ રહી બોલી “ માં મારે PTC કરવું છે..ટીચર બનવું છે મને છોકરાઓ ભણાવવા ખુબ ગમે..નિર્દો ષ ચોખ્ખા મનમાં.. સારા વિચાર નવું જ્ઞાન વિજ્ઞાન રોપવું ...વધુ વાંચો
અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -28
વાડીમાંવોટર પંપ ચાલુ હતો..બોરવેલમાંથી પાણી પુરા ફોર્સમાં નીકળી નીકમાં ખળ ખળ વહી રહેલું.. ધીમે ધીમે પાણી નીક દ્વારા..ગોળ ગોળ આંબાના ખામણામાં જઈ રહેલું..જમીન ભીંજાઈને અંદરશોષાઈ રહેલું..પક્ષીઓ એ નીક પર બેસી ચાંચ બોળી પાણી પી રહેલા..વાડીમાં કોયલ મીઠું બોલી રહેલી.. શાકભાજીના ક્યારા આજુબાજુ મોર ચણ ચણી રહેલા..પંપનો ભક ભક અવાજ એક સરખા સુરે સંભળાઈ રહેલો..ધીમો ધીમો ઠંડો પવન વહી રહેલો..વિશ્વા..મનમાં સોહમનાજ વિચારોમાં ગર્ત હતી..પણ હાથ શાકભાજી ચૂંટવા અને વીણવાનું કામ કરી રહેલાં..મનમાં ને મનમાં કઈ ગણ ગણ કરી રહી હતી.. ત્યાં પાછળથી કોઈ જાણીતો અવાજ આવ્યો..એ નિલેશ હતો..બીલીમોરાથી ગઈકાલેજ આવેલો..દેસાઈ ફળિયામાંજ રહેતો..બીલીમોરા મામાનું ઘર હતુ .એનાં મામાને કોઈ સંતાન નહોતું.અહીં ...વધુ વાંચો