મારી આ પ્લેટફોર્મ પર જ ઉપલબ્ધ, 2020 માં લખેલી લઘુ નેવલ ‘અંતિમ કડી’ નું એક નવલકથા માં રૂપાંતર કરું છું. આ એક સાચી ઘટના પરથી બનેલી કાલ્પનિક ફિક્શન છે. જ્યારે વાર્તા હોય ત્યારે એક સ્ટોરી લાઇન કોઈ લાગણી કે કોઈ પ્રસંગને કેન્દ્રમાં રાખીને એક જ પ્રવાહમાં વહેતી હોય, લેખક જે બતાવવા માગે છે એ વાચક પોતાની મનની આંખોથી જોઈ લે અને એ ચિત્ર સામે આવી કોઈ લાગણી અનુભવે એટલે વાર્તા સાર્થક. નવલકથામાં એક પ્રસંગ કે એક વિચાર પર થી એક પ્રકરણ કર્યું હોય. એમાં વિવિધ પાત્રો હોય, પ્રસંગો ની જાળી ગૂંથી હોય અને ક્યાંક સબ પ્લોટ પણ હોય. લઘુનવલમાં આ લક્ષણો હોય પરંતુ એની લંબાઈ નાની, 5 થી 10 હજાર શબ્દોની હોય. આ મારી સમજ છે.
MH 370 - 1
1. પ્રસ્તાવનામારી આ પ્લેટફોર્મ પર જ ઉપલબ્ધ, 2020 માં લખેલી લઘુ નેવલ ‘અંતિમ કડી’ નું એક નવલકથા માં રૂપાંતર છું.આ એક સાચી ઘટના પરથી બનેલી કાલ્પનિક ફિક્શન છે.જ્યારે વાર્તા હોય ત્યારે એક સ્ટોરી લાઇન કોઈ લાગણી કે કોઈ પ્રસંગને કેન્દ્રમાં રાખીને એક જ પ્રવાહમાં વહેતી હોય, લેખક જે બતાવવા માગે છે એ વાચક પોતાની મનની આંખોથી જોઈ લે અને એ ચિત્ર સામે આવી કોઈ લાગણી અનુભવે એટલે વાર્તા સાર્થક.નવલકથામાં એક પ્રસંગ કે એક વિચાર પર થી એક પ્રકરણ કર્યું હોય. એમાં વિવિધ પાત્રો હોય, પ્રસંગો ની જાળી ગૂંથી હોય અને ક્યાંક સબ પ્લોટ પણ હોય.લઘુનવલમાં આ લક્ષણો હોય પરંતુ ...વધુ વાંચો
MH 370 - 2
કેટલા વખતથી હું અહીં એકલો અટૂલો પડયો હતો? સ્થળ, કાળ બધામાં હું ખોવાઈ ગયો હતો, સમુદ્ર સામે જોયા એમાં ડુબવાને બદલે કાળની ગર્તામાં ડૂબી ગયો હતો.સમય કેટલો વહી ગયો એ ખબર નથી. એણે વહ્યે રાખ્યું. હું એકલો અટુલો ઝાંખો ન જ પડયો.તો થોડી વાર પહેલાંના સમયમાં સ્થિર થઈએ.ઘડિયાળ કે કેલેન્ડર વગર આ નિર્જન જગ્યાએ સ્થળ, કાળ કહું? સુર્યની સ્થિતિ મુજબ જુલાઈ હોવો જોઈએ કેમ કે દિવસ ખુબ લાંબામાંથી સહેજ ટૂંકો થયો છે. સુર્ય સાવ ઉત્તર તરફથી સહેજ દક્ષિણે ગયો છે. ધ્રુવના તારા પરથી હું આ કહી શકું છું. મારી રિસ્ટવોચના બટનસેલ બે વર્ષથી બંધ પડી ગયા છે. હું ...વધુ વાંચો
MH 370 - 3
3. વિરાટ સામે બાથઆ ચીંથરેહાલ, દાઢી વાળ વધેલો, પુરતું ખાધાપીધા વિના પાતળો પડી ઉંમરથી ક્યાંય ઘરડો લાગતો હું કોણ તમને દેખાય છે એ તો મારું આજનું સ્વેપ છે. એ મારો આજનો સમયે પરાણે ધારણ કરાવેલો વેશ છે. આવા વેશમાં હું ઘણા વખતથી છું. કેટલો સમય વિત્યો હશે? કદાચ દસ વર્ષ થયાં હશે, એ એક વખતની મેં ઉડાવેલ પ્લેનની સીટના અવશેષો રેકઝીનનાં ચિંથરાં અત્યારે મારા અંગે વીંટ્યાં છે.મારી દાઢીવધી ગઈ છે, મૂછો ઘાસના પૂળા જેવી વિચિત્ર દેખાય છે. હું કોઈ વિકરાળ આદિમાનવ જેવો દેખાઉં છું ને? પણ હું કોણ છું? હું છું… એક પાયલોટ..અજાણ્યા ટાપુ પર ક્રેશ થયેલાં છતાં મેં ...વધુ વાંચો
MH 370 - 4
4. શું બન્યું એ દિવસે?હું 32000 ફીટની ઊંચાઈએ ઉડી રહ્યો હતો. કલાકના 1000 નોટિકલ માઇલની ઝડપે. વિશાળ આકાશમાં પ્રભાત થોડી વાર હતી. માના ખોળે શિશુ સુવે એમ મારા પેસેન્જરો પાછલી રાતની મીઠી ઊંઘ માણી રહયા હતા. બૈજીંગ કંટ્રોલ ટાવરનો સંપર્ક હવે થશે એટલે એમને ઉઠાડીશ. આહ, કેવા ઉત્સાહથી તેઓ તેમના સગાવહાલાને ભેટશે, મળશે? સગાંઓ તો રાહ જોતાં ઉભાં જ હશે. મારી ફ્લાઇટ ક્યારેય મોડી ન જ પડે.મારા મનમાં મારૂં પ્રિય ગીત સ્ફુર્યું:“વિશાલ આ વિશ્વ તણો હું બનીશ એક વિમાની.નાનકડા હૈયામાં મારા હોંશ નથી કઈં નાની….”.હાસ્તો. મારી દરેક ફ્લાઇટ હું પુરા હોંશથી ઉડાડું છું.મેં મારાં મુઠી જેવડાં હૃદયમાં મહત્વાકાંક્ષાઓ તો ...વધુ વાંચો
MH 370 - 5
5. અવકાશી તોફાનની એ ક્ષણોપણ હું ભગવાન ન હતો. મેં એક થડકાર સાંભળ્યો. એક આંચકો. આ બેય શબ્દો અત્યંત છે. બૉમ્બ ફૂટ્યો હોય એમ બહાર ભયાનક ગર્જના સાથે વિમાન ધણધણી ઉઠયું. હવાની એક જોરદાર થપાટે એ આડું પડયું અને ઘુમરડી ખાઈ ઊંધું પણ પડી ગયું. મેં મુશ્કેલીથી એને ફરી ઝટકા મારી ચત્તું તો કર્યું. ઓક્સિજન માસ્ક લેવા પેસેન્જરોને એનાઉન્સ કર્યું પણ વિમાન સ્થિર થાય તો એ લોકો મોં પર માસ્ક લઈ શકે ને? કાન ફાડી નાખે એવા મોટા ગડગડાટ અને સામે આંખો આંજી દે તેવો છેક ઉપરથી નીચે જમીન સુધી પ્રચંડ વીજ પ્રકાશ. મેં થાય એટલી ગતિ વધારી, વિમાન ...વધુ વાંચો
MH 370 - 6
6. સૂઝે નહીં લગીર કોઈ દિશા જવાની..ચારે બાજુ ઘોર અંધકાર. અમે દિશાહીન ચારે તરફ ખુલ્લા આકાશના ઘુમ્મટમાં ગુંજતી માખીની ગુંજન કરતા ફર્યે રાખતા હતા.મેં હનુમાનજીને યાદ કર્યા. મગજમાં એક ઝબકારો થયો. ઓહ! થોડી ક્ષણો પહેલાં મારા જમણા હાથે ગુલાબી રેખા જોયેલી એટલે કે પુર્વ. તો હું ઉત્તર ભણી જઈ રહેલો. બૈજિંગની નજીક? મેં તે દૈવી લાલિમા જોવા પ્રયત્ન કર્યો. ભગવાન આદિત્યને માર્ગ બતાવવા પ્રાર્થના કરી. પરંતુ આકાશી હિમાલય જેવડા વાદળ પુંજો વચ્ચે મને કઈં જ દેખાયું નહીં .ઠીક, તો હિમાલય મારી ડાબે હશે. તો થોડું ડાબે જવું સલામત રહેશે. લાકડી વગરના દિવ્યાંગની જેમ મેં દિશાહીને, અટકળે સુકાન ઘુમાવ્યું અને ...વધુ વાંચો
MH 370 - 7
7. અજાણી જગ્યાએ ઉતરાણઅરે? આ શું? નીચે તો અફાટ સાગર લહેરાય છે! તો હું ક્યાં આવી ગયો? ચોક્કસપણે ઉત્તરને દક્ષિણે.થોડી વાર એમ ને એમ ઉડ્યા જ કર્યું. નીચે ભરો સમુદ્ર, ઉપર અહીં તો ભૂરું આકાશ. ખબર જ ન પડે કે ક્ષિતિજ ક્યાં છે. અમે કઈ તરફ જઈ રહ્યાં છીએ એનો પણ ખ્યાલ ન આવે. ઘણો સમય ઊડ્યા પછી.. હાશ! નીચે જમીનનો ટુકડો દેખાયો. અહીં ઉતરી જાઉં. છૂટકો નથી.મેં કોઈ અજાણી જગ્યાએ ઇમર્જન્સી લેન્ડિંગ કરી રહ્યાનું એનાઉન્સ કર્યું અને.. એ તો મારૂં કૌશલ્ય જ કરી શકે. ગમે તેવી સાંકડી પટ્ટી- મેંગ્લોર હોય કે પોર્ટ બ્લેર કે હવાઈ ટાપુ, મેં વિમાન ...વધુ વાંચો
MH 370 - 8
8. અડાબીડ જંગલમાં કાળરાત્રીથોડીવારમાં એકદમ શાંતિ થઈ ગઈ. અમે ક્રુ મેમ્બરો આજુબાજુ જોઈ કોઈ હવે નથી એની ખાતરી કરી આવ્યા. અમારા હાથ ઊંચા કરી ઈમર્જન્સી ગેટ ખોલી પાંખ પર આગળ વધ્યા પણ હવે કોઈ દેખાયું નહીં. અમે હવે ઉતારુઓને નીચે ઉતરવા માટે ઈમર્જન્સી સહિત બધા ગેઇટ ખોલી નાખ્યા.મેં નીચે જોયું. જમીન કઠણ તો હતી પણ ઘણી નીચે. હશે ઓછામાં ઓછા પચીસ ત્રીસ ફૂટ.આટલે ઊંચેથી નીચે ઉતરવું કેમ? કૂદકો મારે એના પગ ભાંગી જ જાય. કોઈ સાજું સમું ઊતરી શકે એમ ન હતું. હવે મારા ઉતારુઓ માટે શું કરવું? અહીં કઈ સીડી મળવાની હતી?વિમાનમાં નીચે મજબૂત દોરડાંઓ તો હતાં. અમે ...વધુ વાંચો
MH 370 - 9
9. આશાનું એક કિરણ?અમારે થોડું અજવાળું કરવાની જરૂર હતી. આસપાસથી જે મળે એ લઈ થોડી વધુ ડાળીઓ કાપી અગ્નિ પ્રગટાવ્યો. ઘોર અંધારામાં થોડી રાહત પણ થઈ, પવનોથી લાગતી ઠંડીમાં પણ રાહત થઈ. અમે વિમાનની ટાંકી પાસે કોઈ સૂકી ડાળખી ધરી. એ તો એર ફ્યુએલ હતું. થોડાં ટીપાં માં સારી એવી આગ સળગી. એનાથી મચ્છરો જેવાં જંતુઓ પણ દૂર જતાં રહ્યાં એમ લાગ્યું.પાસપાસે એકબીજાની શારીરિક માનસિક હૂંફમાં બેઠેલા પ્રવાસીઓને મેં અંગ્રેજીમાં સૂચન કર્યું કે અહીં જ કેમ્પફાયર જેવું કરીએ.શરૂઆતમાં મેં જ મોટા અવાજે કોઈ હિન્દી ફિલ્મ સોંગ ગાવું શરૂ કર્યું. મારી સાથે તેઓએ પણ પોતપોતાની ભાષામાં ચીસો પાડતા હોય તેમ ...વધુ વાંચો
MH 370 - 10
10. ચાંચિયાઓનો પ્રતિકાર.પણ આ શું? વહાણમાંથી તો રુષ્ટપુષ્ટ, ઊંચા, કાળા, પઠ્ઠા હબસીઓ જેવા લાગતા લોકો ઉતર્યા. તેઓ વિચિત્ર ચિચિયારીઓ અમારી તરફ આવવા લાગ્યા. મારું ધ્યાન ગયું કે એમનાં વહાણ પર કોઈ દેશનો ધ્વજ ન હતો. માર્યા ઠાર! આ તો ચાંચીયા. મધ દરિયે માણસોની બૂમો સાંભળી બદઇરાદે જ દોડી આવ્યા હશે.તેઓએ ઝડપથી આગળ વધી પહેલાં તો અમારી દેખાવડી યુવાન એરહોસ્ટેસોની પાછળ પડ્યા. તેઓ સ્ત્રીઓએ કરેલી આડશ તરફ ભાગી. મેઈન એર હોસ્ટેસે પ્રતિકાર કરવા ખજૂરી કે તાડનું પાન તેમની તરફ ઉગામી વીંઝવા માંડ્યું. એક માણસ પાછળ હટ્યો પણ ખરો. એર હોસ્ટેસ આગળ જઈ તેમને પાછળ હટાવે ત્યાં પાછળથી આવી બીજા ...વધુ વાંચો
MH 370 - 11
11. જીવસટોસટનો જંગતો પણ, જાત બચાવવા જીવ પર આવી અમે બાંધેલી હાલતમાં પણ એમની તરફ ઘસ્યા. કોઈ ગબડતો એકાદા ના પગ સાથે અથડાઈ એને પછડવામાં સફળ થયો તો મેં હાથ બંધાયેલી હાલતમાં ઊંધું ઘાલી દોડી કોઈના પેટમાં માથું અથડાવી એને પાડ્યો. હજી બચી ગયેલી એક સ્ત્રી કાલના કેમ્પ ફાયરનું હજી સળગતું કોઈ લાકડું લઈ એમની તરફ દોડી. વધ્યું ઘટ્યું કાલનું ફ્યુએલ એમ જ જમીન પર વેરી એની ઉપર સળગતું લાકડું ફેંક્યું. એક ચાંચિયાનાં મોં પર વાગ્યું અને એણે જોરથી ચીસ પાડી. એ લાકડું એણે હવામાં ફેંક્યું જે નજીકમાં ઊભેલા એના સાથીના ખભે પડ્યું. એ તો દાઝ્યો, ખભે ઉઠાવેલ સ્ત્રી ...વધુ વાંચો
MH 370 - 12
12. દિવસો તો કાઢવા ને?મારા ક્રૂ ની ચાર માંથી ત્રણ એર હોસ્ટેસ એ લોકો ઉપાડી ગયેલા. ચોથી ઝાડીમાં હાજતે કોઈ ચીજની શોધમાં હતી એ અમારા સદભાગ્યે બચી ગઈ. એ સમય વર્તી કોઈ ખાડામાં છુપાઈ ગયેલી.અમે લૂંટાઈ તો ગયા, હવે શું? કોઈને કોઈ રીતે જીવવું તો ખરું ને, જ્યાં સુધી કોઈ મદદ આવે ત્યાં સુધી !અમે હવે અમારી નાની વસાહત જેવું કરવા નક્કી કર્યું. બચેલા પુરુષો કોઈ પણ રીતે ઝાડની ડાળીઓ, નારિયેળીઓનાં સૂકાં પાન, કોઈ.પથરા મળે તો એ વગેરે લાવવા લાગ્યા અને બચેલી, મોટે ભાગે વયસ્ક સ્ત્રીઓ અમુક નિશ્ચિત વિસ્તાર ફરતી વાડ કરવા લાગી.કોઈ દોરડું કોઈના સામાન માંથી મળ્યું, ક્યાંકથી ...વધુ વાંચો
MH 370 - 13
13. જીવતે જીવ નર્કહવે અમારે ખાવા પીવાની તકલીફો વધવા લાગી. ત્યાં એક દિવસ કોઈ ખૂણે મોડી રાત્રે ચોકી કરતાં સૈનિક ભાઈને કોઈ સાપ મળ્યો. એણે ત્યાં ને ત્યાં કોઈ ડાળીથી એને દબાવી એક ચપ્પુથી સાપનું ડોકું અને પૂંછડી ઉડાવી દીધાં અને નજીકમાં સળગાવી રાખેલા અગ્નિમાં નાખી શેકી દીધો.અમારે કાંઈ અહીં બ્રેકફાસ્ટ, મીલ, ડિનર ના ટાઈમ થોડા હોય? ખોરાક મળે એટલે ખાઈ લઈએ. એ સાપનું જ માંસ ટુકડો ટુકડો ઘણા યાત્રીઓએ ખાધું.ચીનાઓ કહ્યા એટલે થઇ રહ્યું. એ લોકોને પેલા સૈનિકે બતાવ્યું એટલે રોજ એ તરફ જઈ જ્યારે મળે ત્યારે કોઈ સાપ પકડી એનું માથું, પૂંછડી કાપી ટુકડા કરી ખાવો શરુ ...વધુ વાંચો
MH 370 -14
14. શોધખોળઅમે પુરુષો, કેટલીક હવે બચેલી પ્રૌઢ એટલે જ પૂરી અનુભવી અને માયાળુ મહિલાઓ સાથે મળીને કામ કરવા લાગ્યાં.ક્યાંકથી લાકડાં વીણી લાવે, કોઈ પ્લેનની અણીદાર બ્લેડ ભરાવી લાકડાં ફાડે, કોઈ વેલાઓ તોડતું જાય અને કોઈ ગાંઠો મારી લાકડાં બાંધી, સાથે ક્યાંયથી પણ અમારા સામાનમાંથી મળે એવો પ્લાસ્ટીકનો ટુકડો બાંધતું જાય. આમ ટ્રાયલ એરર કરતાં આખરે અમારી ટુકડીએ તરાપા બનાવ્યા.એક વાર બનાવ્યું એટલે ફાવટ આવી ગઇ. બીજા બે તરાપા બનાવ્યા.અમે ત્રણ ટુકડીઓ બનાવી ટાપુ આસપાસ અલગ અલગ દિશાઓમાં જવાનું નક્કી કર્યું. કેટલાક લોકો ટાપુની અંદર ઊંડે ગયા અને અમને પ્લેનમાંથી મળેલાં પતરાંનો ઢોલ બનાવી કોઈ ઝાડની ડાળીથી એને વગાડી દૂર ...વધુ વાંચો
MH 370 - 15
15. સાવ અનાયાસે..અમે બંને એ એક બીજા સામે જોયું. બ્લેકબૉક્સ માંથી વાયર બહાર લટકતો હતો. કંપાસ પણ જો સરખી એક્ટિવેટ થાય તો કામ કરે એમ લાગ્યું. વિમાન ના કંપાસ પણ સામાન્ય કંપાસ જેવી જ હોય, પ્રવાહીમાં તરતી બે મેગ્નેટિક સોય અને એ લિક્વિડ વચ્ચે પાણીની ટાંકીમાં તરતો હોય એવો ફ્લોટ. કંપાસને નુકસાન જરૂર થયેલું પણ એનું લિક્વિડ હજી બધું નીકળી ગયું ન હતું. કોઈક રીતે અમે એર હોસ્ટેસ ના સર્વિસ એરિયામાંથી ટેપ લઈ આવ્યા અને લિક્વિડ સાથે કંપાસ ની સ્થિતિ જેમ હતી એમ એને એલાઇન કરવા લાગ્યા. થોડા પ્રયત્નો પછી અમારી સામે સ્માઈલ આપતું હોય એમ ડાયલ ઊભું કર્યું ...વધુ વાંચો
MH 370- 16
16. દળી દળીને ઢાંકણી માં!એ આદિવાસી રાડ નાખતો પડ્યો એ સાથે મેં દોડી જઈ એક લાકડું એ વાયર નજીક બેટરી સાથેની સ્વીચ બંધ કરી. એ છૂટો થયો. એ બોલી શકે એમ ન હતો. હવે એની આંખમાં આભાર જેવી લાગણી દેખાતી હતી. હા, મેં જીવનું જોખમ લઈ એને હાઈ વોલ્ટેજ કરંટ થી દૂર કરેલો. સામાન્ય રીતે આવા કરંટ માણસ મરી જ જાય કે જે ભાગ અડ્યો એ ખોટો પડી જાય. કદાચ એનો કરંટ વિમાનનાં પતરાં માંથી પસાર થઈ નીચે જમીનમાં ઉતરી ગયો હશે.મને કેમ કરંટ ન લાગ્યો? મેં જોખમ તો લીધેલું પણ મારા પગ વિમાનના તળિયે રબરની મેટી પર હતા ...વધુ વાંચો
MH 370 - 17
17. એક ચીસ અને..મેં માથું ફૂટ્યું અને બોલ્યો “હત્તેરેકી.. આટલી મહેનત પછી જ્યારે ઓચિંતો કોઈ ગ્રાઉન્ડ કંટ્રોલ નો સંપર્ક ત્યારે એ લોકોએ મઝાક સમજીને જવા દીધું! હવે તો બેટરીએ પણ ચાર્જ બંધ બતાવ્યો.”કો પાયલોટે મારા ખભે હાથ મૂકી આશ્વાસન આપ્યું. કહે કે આપણે થતા પ્રયત્નો કરેલા. હજી કદાચ કોઈ સાધન ચાલુ થઈ શકે છે. એ સિવાય પણ એક વાર કોઈએ આપણા કો ઓર્ડીનેટ માગ્યા એટલે આપણે ક્યાં છીએ એની તો ખબર પડી? એ આગળ જણાવે ને આગળવાળા કોઈ એક્શન લે તો મદદ આવવાની શક્યતાઓ છે.મેં કહ્યું કે તારી વાત સાચી છે.હવે અમે થોડું આમ તેમ કરી જોયું. કંપાસ ચાલતો ...વધુ વાંચો
MH 370 - 18
18. જાયે તો જાયે કહાં?“સૂકાં પાંદડાંઓ પર ખબ ખબ કરતાં અનેક પગલાંઓ દોડવાના અવાજો આવ્યા. એક તો નીચે પ્લેનમાં કરવા ઘૂસેલા આદિવાસીને બેટરીના કરંટનો શોક લાગ્યો એ નીચેની ચીસ અને ટેકરીના ઢોળાવ નજીક ઘોર જંગલમાં એ ભારો લઈ જતી સ્ત્રીની, ક્યારેય જોયો ન હોય એવો માણસ જોઈને પાડેલી ચીસ. એ જંગલીઓ એમ સમજ્યા કે હું તેમની પર હલ્લો કરવા આવું છું. અથવા તેઓ પણ હું એટલે કોઈ નવું પ્રાણી જોઈ, પેલી ચીસ સાંભળી ગભરાઈને પ્રતિકાર કરવા દોડતા હશે.હું એ લોકોના અવાજો નજીક આવતાં એ ભારો મારી ઉપર લઈને ગોળ ગોળ ગબડ્યો. હું નીચેયો વજનદાર ભારો ઉપર, હું ઉપર તો ...વધુ વાંચો
MH 370 - 19
19. કો પાયલોટની કાયમી ઉડાનહવે રાત પડી ચૂકી હતી. તેઓ ચાંદની રાતમાં દરિયા પર પ્રકાશ પડે એના સહારે ત્યાં અમે બનાવેલ જેટી સુધી પહોંચી ગયા અને થોડી જ વારમાં સીધો તેમના ઢોલનો અવાજ આવ્યો. તેમણે મશાલ જેવું સળગાવ્યું. એ જેટી ત્રાંસા રસ્તે અમારાથી નજીકમાં જ હતી.ત્યાં થોડી જમીનની સીધી પટ્ટી દરિયા તરફ જતી હતી. કોઈ વહાણ જેવું આવે તો એને ઠીક રહે. મોટી સ્ટીમર હોય તો એણે તો દૂર જ ઊભી નાની લાઇફબોટ્સ માં અમને લેવા આવવું પડે.છતાં અમે ભગવાન ભરોસે અહીં વસવાનું નક્કી કર્યું.અમે એક ની પાછળ બીજું એમ અંધારામાં ચાંદનીને આધારે અને એ જગ્યાએ તેમણે પ્રગટાવેલ અગ્નિ ...વધુ વાંચો
MH 370 - 20
20. ‘અંતિમસંસ્કાર’ ?મેં ઉપરથી નીચે ખીણ તરફ નજર કરી. નહીં નહીં તો સો દોઢસો ફૂટ નીચે ખીણમાં કો પાયલોટનો કહોવાયેલી હાલતમાં પડેલો. આટલે ઉપર પણ દુર્ગંધ આવતી હતી. મેં આટલે દૂરથી, વગર દુરબીને એને ઓળખ્યો કેવી રીતે? એણે અમારાં વિમાનની સીટ નું કવર જ કમર ફરતે વીંટેલું એ દેખાયું અને એના વાળ, ગોરી ચામડી. હા, એ યુકે નો હતો. ખૂબ કુશળ. મને આ બધી કપરી પરિસ્થિતિઓમાં એણે જ ખૂબ સાથ આપેલો. આ ટાપુ પર વસવા ઘણી સ્ટ્રેટેજીઓ એણે પ્લાન કરેલી એ મુજબ અમે કામ કરતા હતા. ખૂબ હિંમતવાન.હવે? એને ઉપર લાવવા કે ત્યાં દફનાવવા નીચે તો જવું ને? એ ...વધુ વાંચો
MH 370 - 21
21. બીજા છેડે શું હતું?કોઈ તરફથી સમુદ્રની ખારી હવાની લહેરખી આવી. એ તરફ હું એ કહોવાએલી લાશને મેં ફેંકેલી ડાળી વડે ધકેલતો પેલાં લીસાં થડ સુધી લઈ આવ્યો. જેમતેમ કરી લાશ એ થડ ઉપર ચડાવી સૂકી ડાળીની લાકડી અને હાથથી ધક્કો દેતો એ સમુદ્રની લહેરખી તરફ ગયો. ત્યાં સામે જ સમુદ્ર હતો પણ હજી નીચે. અહીં પણ ઊંચા ખડક પર હું ઊભો હતો, મારાથી બાર પંદર ફૂટ નીચે ઘૂઘવતો દરિયો હતો.હવે મને લાશ ધકેલવાનું જોર પણ ખૂબ પડતું હતું. કોઈક રીતે એની ડોક ઊંચી કરી ખભે લાશ થોડી ઊંચકી હજી જેમતેમ કરી લાશને ખભે મૂકી હું સાવ ખડકની ધાર ...વધુ વાંચો
MH 370 - 22
22. કેદી?હું ઊભો થયો. અત્યારે અંધારિયું ચાલતું હતું તેથી ચંદ્ર ન હતો. આકાશમાં એકદમ ચમકતા અનેક તારાઓ દેખાતા હતા. નકશો પરિચિત લાગ્યો. પ્લેન ઉડે ત્યારે હવામાં પણ અમુક લેન્ડમાર્ક આવતા હોય છે. અવારનવાર જાય એ પાઇલોટને આકાશનો નકશો પણ થોડો યાદ રહે છે. આ કઈ જગ્યા હોઈ શકે?હું આકાશ સામે જોઉં ત્યાં તો ઉપર નારિયેળી જેવાં વૃક્ષની ટોચ પરથી કાળું, નારિયેળ જેવું જ માથું દેખાયું અને નીચે નાનું ધડ. બે હાથ અને પગ વારાફરતી ટેકવતો એ ફટાફટ ઉતર્યો.એની સીટી સાંભળી હાથમાં નેતર જેવાં લાકડાંનાં જ બનાવેલાં તીર કામઠા સાથે દસ બાર સંપૂર્ણ નગ્ન પુરુષો મને ઘેરી વળ્યા. અંધારાં અને ...વધુ વાંચો
MH 370- 23
23. દરિયાઈ વંટોળમાંફરીથી કોઈ સીટી વાગી અને હવે તો કેટલાંયે સ્ત્રી પુરુષો એકઠાં થઈ ગયાં. કદાચ પેલો રાતે આગળ એ પુરુષ ફરીથી ખી.. ખી.. કરતો ઝડપથી મારી પાછળ ચડ્યો અને ઉપર આવી મને મારું કમર વસ્ત્ર ખેંચી પાછળ એક જોરદાર બટકું ભરી લીધું. એ સાથે મને નીચે ખેંચ્યો.હું નીચે પડ્યો એ સાથે તેઓ મારાં પેટ, હાથ પગ પર પાટુઓ મારવા લાગ્યા. એમને એમ લાગ્યું હશે કે હું એ પક્ષીઓ વાળી દિશામાંથી આવતો હોઈશ અને ત્યાંથી આવતા કોઈ લોકોએ એમને નુકસાન કર્યું હશે એટલે હું પણ એમને કોઈ નુકસાન કરીશ. એમાંના કેટલાક પુરુષો અણીદાર સોટીઓ મારી સામે તાકી પ્રહાર કરતા ...વધુ વાંચો
MH 370- 24
24. પાણી અને આગ!અમે દરિયાનાં એક પ્રચંડ મોજાં સાથે ઉપર ઊંચકાયાં. આ દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો પૂરો થવા આવ્યો હોઈ ક્યાંક ઓછું દબાણ સર્જાતાં વંટોળ ઉદ્દભવે એમ વાંચેલું પણ પ્રત્યક્ષ અનુભવ તો આ વખતે જ થયો.મારા શ્વાસ થંભી ગયેલા. હું અમારાં પ્લેનની પેસેન્જર, ડૂબતી નર્સને બચાવવા દોડી ગયેલો. તેને માંડ પકડી શકેલો. ત્યાં એ જેને કારણે ફંગોળાઈ ગયેલી એ દરિયાઈ વંટોળનું પ્રચંડ મોજું અમને ઊંચકી એક દરિયાઈ સ્તંભનું રૂપ લઈ ગોળગોળ ફરવા માંડ્યું. મેં એ નર્સને અને એણે તો ક્યારનો ગભરાઈને મને સજ્જડ પકડી રાખેલો. એમ જ અમે એકબીજાને સજ્જડ ચોંટેલી હાલતમાં જ ગોળગોળ ફરતાં ઊંચે ઊંચકાયાં. અમને એકબીજાના શરીરનાં ...વધુ વાંચો
MH 370 - 25
25. નિકટતામેં એને આલિંગનમાં જકડી. જકડી લેવાઈ ગઈ. એ આભારવશ હતી અને ડરેલી હતી એટલે એને કોઈ સધિયારો જોઈતો વધુ નજીક આવી મારામાં ચંપાઈ. હજી એ ધ્રૂજતી હતી. મેં એને આલિંગનમાં જ ચૂમી સાંત્વન આપતાં એનાં શરીરે હાથ ફેરવ્યા કર્યો. એમ એને સામાન્ય થવા દીધી.એ એક ખ્રિસ્તી નન હોઈ હજી સુધી સંપૂર્ણ વર્જિન હતી પણ એક વાર કોઈ પુરુષ અમુક કારણે ગમી જાય પછી જે થયું એ થવાનું જ હતું. એને મારી જરૂર હતી. સામેથી એણે પહેલ કરેલી અને મને સમર્પિત થયેલી.પાણીથી હમણાં સુધી પલળેલાં નગ્ન શરીરો અને આલિંગન! એ પણ સામેથી મળેલું! મેં એની આંખમાં ઇજન જોયું. એ ...વધુ વાંચો
MH 370 - 26
26. કોઈ હે?ત્યાં તો અત્યારે કદાચ કમોસમી, તડ તડ કરતાં જોરથી વરસાદનાં ફોરાં પડવા લાગ્યાં. અમે પ્લેનનો ભંગાર અજવાળામાં એ તરફ દોડ્યાં. કદાચ થોડે દૂર પ્લેન દેખાયું પણ ખરું પણ ત્યાં સુધીમાં તો કડાકા ભડાકા કરતો વરસાદ તૂટી પડ્યો. અહીં તો ખુલ્લું મેદાન જ હતું, ક્યાંય આશરો લેવાય એમ ન હતું.આ કમોસમી વરસાદ હોઈ દરિયા તરફથી વાવાઝોડું પણ આવ્યું. અમે ઊભી પણ શકતાં ન હતાં. અમે જોતજોતામાં પાણીથી નીતરી ગયાં અને પાણી ચાબખાની જેમ અમને વાગવા લાગ્યું. નજીકનું પણ દેખાતું બંધ થઈ ગયું. વીજળીના કડાકા તે કમભાગી દિવસે મેં આકાશમાંથી જોયેલા એવા જ, ખૂબ ઊંચેથી નીચે દેખાતા હતા.ગર્જના કાન ...વધુ વાંચો
MH 370 - 27
27. કાળજીઆટલે દૂર કોણ હોય? મેં એને મારી તરફ ખેંચી લીધી. સાપે અમને જોઈ જોરદાર ફુંફાડો માર્યો. અમે દૂર જઈ ઊભી ગયાં. ત્યાં વહેણમાં દેડકા જેવું કશુંક નાનું પ્રાણી પસાર થયું. એકદમ નર્સ કૂદી અને દેડકાને પકડી સાપ પર ફેંક્યો. એ દેડકો પકડી મોંમાં લઈ નીચે ઉતર્યો અને સડસડાટ એ વહેણમાં બીજા દેડકા કે એવું હોય તો ગોતવા ચાલ્યો ગયો.સાપને હવે કશું મળ્યું નહીં તે ઊલટો પ્લેન પાસે જવા અમે મૂળિયું ફેંકેલું ત્યાં જ બેસી ગયો! તે જલ્દી જતો ન હતો. એ તણાઈ આવેલ ઝાડની વળી એક ડાળી તોડી અમે થવાય એટલા લાંબા થઈ સાપની પૂંછડી પર હળવેથી અડાડી. ...વધુ વાંચો
MH 370 - 28
28. હેલો, મે ડે..હું કોકપિટ તરફ જઈ મારા દાંત વડે ભીના વાયર ખોતરવા લાગ્યો, જો કાંઈ થઈ શકે તો. મગજમાં ઝબકારો થયો.આમેય બેટરી સાથે જોડેલા સ્ક્રુ તો કટાઈ ગયેલા. વિમાનમાં જ કોઈ અણીદાર વસ્તુ મળે તો જોવા ગયો પણ ન મળી. હું નીચે ફરીથી જઈ એક તીક્ષ્ણ અણી વાળી કોઈ ડાળ તોડીને લઈ આવ્યો અને એને એક તરફના સ્ક્રુ માં ભરાવી એને ઊંચો કરવા પ્રયત્ન કર્યો. એ થોડો હલ્યો પણ એમ બહાર આવે?હવે બહાર સાવ ચોખ્ખું હવામાન હતું. હું જ્યાંથી વહેણ પસાર થયેલું ત્યાંથી એક બે મોટા કાંકરા કે નાના પથ્થર લઈ આવ્યો. એને કોઈ સીટનાં પતરાં સાથે ઘસતો ...વધુ વાંચો
MH 370 - 29
29. હલ્લાબોલ..આમ ઓચિંતું મે ડે એટલે મુશ્કેલીમાં છીએ, ઉગારો એવો મેસેજ ક્યાંક પહોંચ્યો. હવે ઈશ્વર પર શ્રદ્ધા. અમે બેટરી થવા દીધી અને પ્લેનમાં ખાવા પીવા કશું જ ન હતું એટલે ફરીથી લટકીને પહેલાં હું કૂદ્યો, એના પગ પકડી મેં એને ઉતારી.હવે મને એને સાવ નગ્ન જોઈ સંકોચ થયો. અમારાં કટીવસ્ત્રો કે જે કહો તે, દરિયાઈ વંટોળમાં ઉંચકાયા ત્યારે તણાઈ ગયેલાં. મેં પેલું કેળ જેવું લાંબું પાન લઈ એમાં નર્સ ની ડોક જેટલું કાણું પાડી એને પહેરાવી દીધું. જાણે લીલો એપ્રોન.એણે એની આવડત મુજબ એ વડ કમ ખાખરા જેવાં મોટાં પાન આસપાસ વડવાઈ જેવાં મૂળના છેડા તોડી સળીની જેમ પરોવી ...વધુ વાંચો
MH 370 - 30
30. આ બધું શું બનતું હતું?અમે નીચે સૂઈ ગયાં અને અમારી ઉપરથી સનન.. કરતું આવતું તીર બાજુનાં જ ઝાડમાં ગયું. હવે ઊભા થવામાં જોખમ હતું, સાથે અહીં રહેવામાં પણ. અમે એ જંગલીઓની નજરમાં હોઈ શકીએ અને કોને ખબર, તેઓ અમને દુશ્મન સમજી મારી નાખવા માગતા હોય.મેં ક્યારેક લશ્કરી તાલીમ લીધેલી એટલે કોણીના સહારે રીખતા જવાનું મને ફાવતું હતું. એ મેં ચૂપચાપ નર્સને બતાવ્યું. એને થોડી મહેનત પછી ફાવી ગયું. અમે ચુપચાપ સુકાં ઘાસના કાંટાઓ કે દરિયા કાંઠાના કાંકરા વાળી જમીન પર રીખતાં રીખતાં ગયાં.અમને સામી તરફ જે નારિયેળી જેવાં વૃક્ષોની હાર હતી એ દેખાઈ. એની પહેલાં કેળ જેવાં વૃક્ષોનું ...વધુ વાંચો