યે રાસ્તે હૈ પ્યાર કે

(372)
  • 51.2k
  • 11
  • 28k

સૂચના અહીં દર્શાવવામાં આવેલ પાત્રો કાલ્પનિક છે. વાર્તામાં દર્શાવેલી તમામ ઘટનાઓ કાલ્પનિક છે. કોઈપણ વ્યક્તિ કે વસ્તુ સાથે મારો કોઈ નીજી સંબંધ નથી. મનોરંજનના હેતુથી આ લવ સ્ટોરી આપ સમક્ષ રજૂ કરવામાં આવી છે. તમને લાગતા સુધારા-વધારા કે કોઈ અભિપ્રાય જરૂરથી મોકલાવશો એવી જ આશા.. યે રાસ્તે હૈ પ્યાર કે - ૧ ઈરફાન અને એની દીકરી આયત સાંજના સમયે જોગર્સ પાર્કમાં વોક કરી રહ્યા હતા. સંધ્યા ખીલી હતી. ધીમું ધીમું અંધારું થઇ રહ્યું હતું. આયત ચાર જ વર્ષની હતી એટલે ઈરફાન એની આંગળી પકડીને હળવે હળવે ચાલતો હતો. જોગર્સ પાર્કના ટ્રેક પર દૂરથી એક સફેદ ટીશર્ટ

Full Novel

1

યે રાસ્તે હૈ પ્યાર કે - ૧

સૂચના અહીં દર્શાવવામાં આવેલ પાત્રો કાલ્પનિક છે. વાર્તામાં દર્શાવેલી તમામ ઘટનાઓ છે. કોઈપણ વ્યક્તિ કે વસ્તુ સાથે મારો કોઈ નીજી સંબંધ નથી. મનોરંજનના હેતુથી આ લવ સ્ટોરી આપ સમક્ષ રજૂ કરવામાં આવી છે. તમને લાગતા સુધારા-વધારા કે કોઈ અભિપ્રાય જરૂરથી મોકલાવશો એવી જ આશા.. યે રાસ્તે હૈ પ્યાર કે - ૧ ઈરફાન અને એની દીકરી આયત સાંજના સમયે જોગર્સ પાર્કમાં વોક કરી રહ્યા હતા. સંધ્યા ખીલી હતી. ધીમું ધીમું અંધારું થઇ રહ્યું હતું. આયત ચાર જ વર્ષની હતી એટલે ઈરફાન એની આંગળી પકડીને હળવે હળવે ચાલતો હતો. જોગર્સ પાર્કના ટ્રેક પર દૂરથી એક સફેદ ટીશર્ટ ...વધુ વાંચો

2

યે રાસ્તે હૈ પ્યાર કે - ૨

આયત,ઈરફાન અને એ છોકરી જોગર્સ પાર્કના એક ખૂણામાં આવેલા બાંકડે જઈને બેઠા. છોકરીને આયત ખુબ જ વ્હાલી લાગી રહી એ એની સાથે બેસીને વ્હાલ કરવા લાગી. ઈરફાન હજી પણ એ છોકરીનું નામ જાણવા અને એ છોકરી એને કઈ રીતે ઓળખે છે એ જાણવા આતુર હતો. "તમે મને કઈ રીતે ઓળખો છો?" થોડીવાર પછી ઈરફાન બોલ્યો. છોકરી ઈરફાનની આંખો સામે તાકી રહી. એને જોતા એવું લાગી રહ્યું હતું કે ઈરફાનને એના વિષે ખબર હોવી જોઈએ પણ નથી એટલે એ છોકરી થોડા આશ્ચર્ય ભાવે એને જોઈ રહી. "આપણે તેર વર્ષ પહેલા મળ્યા હતા." છોકરીએ જવાબ આપ્યો. "તેર વર્ષ પહેલા? ત્યારે ...વધુ વાંચો

3

યે રાસ્તે હૈ પ્યાર કે - ૩

ઈરફાનને લાગ્યું કે મિસ્બાહ થોડી નારાજ છે એટલે એને લેપટોપ બંધ કર્યું અને થોડીવાર આયત અને પિતાજી અનવરભાઈ સાથે કરવા લાગ્યો. મિસ્બાહ પણ પોતાના કામે લાગી. આયત પોતાનું સ્કુલ બેગ લઈને આવી અને ઈરફાન એને હોમવર્ક કરવામાં મદદ કરવા લાગ્યો. ઘરમાં થોડા સમયબાદ માહોલ નોર્મલ થયો. મિસ્બાહના ચહેરા પર પણ સ્માઈલ આવી. અઠવાડિયું પસાર થયુ રવિવાર આવ્યો. આકીબનો વોટ્સઅપ પર મેસેજ આવ્યો. એસ.જી. હાઇવે પર આવેલા ખેતલા આપા ચોકમાં મળવાનો પ્લાન બનાવ્યો. સાંજે ઈરફાન રેડી થઈને નીકળ્યો. ખેતલા આપા ચોકના પાર્કિંગમાં બાઇક પાર્ક કરી ત્યાં જ ડબલ સ્ટેન્ડ કરીને બેઠો. આકીબ પણ થોડા સમયમાં ત્યાં પહોંચ્યો. આકીબને ...વધુ વાંચો

4

યે રાસ્તે હૈ પ્યાર કે - ૪

જમ્યાબાદ ત્યાં સિગડી રેસ્ટોરન્ટ પાસે આવેલા ગાર્ડનમાં મિસ્બાહ અને એના સાસુ સસરા બાંકડે બેઠા. ઈરફાન આયતને લઈને હિંચકા ખવડાવી હતો. આમ જ ખુલ્લા આકાશ નીચે થોડી હવા ખાઈને પછી ઈરફાનએ પાર્કિંગ માંથી કાર કાઢી અને પરિવાર સાથે ઘરે આવ્યો. સવાર થઇ રોજની જેમ ઈરફાન ઓફીસ ગયો અને એ જ કોડિંગ કરવાનું અને આઠ કલાક વિતાવીને ઘરે પાછો ફર્યો. સાંજે ૭:૦૦ વાગ્યા હતા પણ મન બેચેન હતું. ઈરફાન આજે આયતને લીધા વગર જ જોગર્સ પાર્ક ગયો. મનમાં હતું કે એ છોકરી તો થોડી વહેલી આવે છે કદાચ મળશે કે કેમ? પણ એ મનને દિલાસો આપવા જોગર્સ પાર્ક પહોંચ્યો. ...વધુ વાંચો

5

યે રાસ્તે હૈ પ્યાર કે - ૫

રોજની જેમ સાંજે બધા ટીવી જોતા હતા અને ઈરફાન પોતાના લેપટોપમાં સોશિયલ મીડિયા ચેક કરી રહ્યો હતો. ફેસબુક પર ફ્રેન્ડ રિકવેસટ હતી. ઈરફાનએ રિકવેસટ એક્સેપ્ટ કરી. રિકવેસટ એક્સેપ્ટ કર્યા બાદ ઈરફાનની નજર સજેસ્ટડ ફ્રેન્ડ લિસ્ટ પર પડી. પેલી જોગર્સ પાર્કવાળી છોકરીનો પ્રોફાઇલ પર ફોટો હતો. ઈરફાન એ આઈ.ડી. ખોલી તો છોકરીની સ્કુલને બધું એજ હતું પણ નામ એને કંઇક અજીબ રાખ્યું હતું. (એંજલ...) ઈરફાનને લાગ્યું કે આ નામ તો નહિ હોય પણ ફોટો તો એનો જ છે. પ્રોફાઇલ સ્ક્રોલ કરતા કરતા જોયું તો અશ્વિની આ છોકરીની મ્યુચલ ફ્રેન્ડ હતી. ફક્ત એક જ મ્યુચલ ફ્રેન્ડ અને એ પણ અશ્વિની. ઈરફાનનો ચહેરો આ જોઈને આશ્ચર્ય ચકિત થઇ ગયો. ...વધુ વાંચો

6

યે રાસ્તે હૈ પ્યાર કે - ૬

ઈરફાન એ મોબાઇલ લીધો. અશ્વિની પાસેથી આજે જ એનો ફોન નંબર લીધો હતો એ નંબર વોટ્સઅપ પર સર્ચ કર્યો. ફોટોવાળું પ્રોફાઇલ મળ્યું. ઈરફાન એ અશ્વિનીને મેસેજ કર્યો. અશ્વિની કદાચ બીઝી હશે એટલે મેસેજ નથી જોયો એમ કરીને ઈરફાન એ રાહ જોવાનું વિચાર્યું. મનોમન એક ઉત્સુક્તા જન્મી. આતુરતા વધવા લાગી પણ કદાચ અશ્વિની કોઈ કામમાં વ્યસ્ત હશે એટલે મોડી રાત સુધી વેઇટ કરવા છતાં કોઈ જવાબ ન મળ્યો. સવારે અશ્વિનીનો મેસેજ આવ્યો. ઈરફાન ઓફીસ જવા તૈયાર થઇ રહ્યો હતો. "ગુડ મોર્નિંગ ઇરફાન, સોરી કાલે ઘરે મહેમાન હતા અને મેં તારો મેસેજ હાલ જ જોયો.." "ગુડ મોર્નિંગ અશ્વિની, ઇટ્સ ...વધુ વાંચો

7

યે રાસ્તે હૈ પ્યાર કે - ૭ [છેલ્લો ભાગ]

ઈરફાન અને મિસ્બાહ જોગર્સ પાર્કથી ઘરે પાછા ફર્યા. આયતને પણ એની ફ્રેન્ડ ને ત્યાંથી લઈને ઘરે આવ્યા. મિસ્બાહ કિચનમાં બનાવવા લાગી. ઈરફાન અને આયત વિડીયો ગેમ રમવા લાગ્યા. ઇરફાન જાતે કરીને કાર રેસિંગમાં આયત સામે હારી જતો. આયત જીતીને કુદકા મારતી. મિસ્બાહ ઈરફાન અને આયતને કિચન માંથી જ નિહાળી રહી હતી. મિસ્બાહને લાગતું હતું કે ઈરફાન પર એની વાતની થોડી અસર તો થઇ છે. આયતને પણ આજે પિતા સાથે ગેમ રમીને બહુ મજ્જા આવી. મિસ્બાહની વાત ઈરફાનને એટલી અસર કરી કે હવે એ ખુદ પોતાની જાતને પરિવારમાં વ્યસ્ત કરવા લાગ્યો. જોગર્સ પાર્ક જવાનું પણ ધીમે ધીમે બંધ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો