ચોથો એક્કો - જેમ્સ હેડલી ચેઝ

(2)
  • 0
  • 0
  • 13.2k

નાસ્તાની ટ્રે પર પુરો હાથ સાફ કર્યા બાદ જેક આરસરે તેને એકબાજુ ખસેડી દીધી.ત્યારબાદ તેણે કોફી પોટમાં નજર નાંખી જોકે તે પણ ખાલી થઇ ગયો હતો.આરસરે લાંબો નિસાસો નાંખ્યો અને સિગારેટ સળગાવીને રૂમની દિવાલોનુંનિરીક્ષણ કરવા લાગ્યો. તેને યાદ આવ્યું કે તે સેન્ટ સેવિન જેવી તદ્દન વાહિયાત હોટેલમાં પણ રહી ચુક્યો છે જેની તુલનાએ આ હોટલ તો સારી હતી અને સૌથી મોટી વાત એ હતીકે આ હોટલથી વધારે સસ્તી હોટેલ આખા પેરિસમાં જડે તેમ ન હતી. આરસરે ઘડિયાલ પર નજર નાંખી , જો પેટરસનને મળવાનો સમય થઇ ગયો હતો.આ એપોઇમેન્ટનો ખ્યાલ આવતા જ તેને એ નિરસ રેલયાત્રા યાદ આવી ગઇ જે પ્લાઝા એન્થની હોટલથી શરૂ થઇને ડર્બોક, એકવેલિસ કોન્કોર્ડ ફ્રેન્કલિન રૂઝવેલ્ટથી થઇને અંતે અલામા માર્સેલુ પર સમાપ્ત થશે.

1

ચોથો એક્કો - જેમ્સ હેડલી ચેઝ - પ્રકરણ 1

પ્રકરણ એક નાસ્તાની ટ્રે પર પુરો હાથ સાફ કર્યા બાદ જેક આરસરે તેને એકબાજુ ખસેડી દીધી.ત્યારબાદ તેણે કોફી પોટમાં નાંખી જોકે તે પણ ખાલી થઇ ગયો હતો.આરસરે લાંબો નિસાસો નાંખ્યો અને સિગારેટ સળગાવીને રૂમની દિવાલોનુંનિરીક્ષણ કરવા લાગ્યો.તેને યાદ આવ્યું કે તે સેન્ટ સેવિન જેવી તદ્દન વાહિયાત હોટેલમાં પણ રહી ચુક્યો છે જેની તુલનાએ આ હોટલ તો સારી હતી અને સૌથી મોટી વાત એ હતીકે આ હોટલથી વધારે સસ્તી હોટેલ આખા પેરિસમાં જડે તેમ ન હતી.આરસરે ઘડિયાલ પર નજર નાંખી , જો પેટરસનને મળવાનો સમય થઇ ગયો હતો.આ એપોઇમેન્ટનો ખ્યાલ આવતા જ તેને એ નિરસ રેલયાત્રા યાદ આવી ગઇ જે ...વધુ વાંચો

2

ચોથો એક્કો - જેમ્સ હેડલી ચેઝ - પ્રકરણ 2

હેલ્ગા રોલ્ફ વિશ્વની ધનાઢ્ય મહિલાઓમાંની એક હતી અને તે હાલમાં પ્લાઝા એન્થની હોટલનાં પોતાનાં સ્યુટમાં સુગંધિત પાણીનાં ટબમાં સ્નાન રહી હતી તેનાં લાંબા પગ પાણીમાં હલચલ પેદા કરતા હતા. તેણે પોતાના ઉરજ પોતાના હાથમાં પકડી રાખ્યા હતા.આમ તો મોટાભાગે તે વીઆઇપી ક્લાસમાં જ મુસાફરી કરતી હતી અને એર હોસ્ટેસ તેની આસપાસ ફરતી રહેતી હતી પણ તેને લાંબી ફલાઇટનો કંટાળો આવતો હતો ખાસ કરીને જ્યારે તેને સ્ટેનલે વિનબાર્ન અને ફ્રેડ્રિક લોમન જેવા નિરસ લોકો સાથે મુસાફરી કરવી પડતી હતી.જો કે તેને એ ખબર હતી કે રોલ્ફ ઇલેકટ્રોનિક કોર્પોરેશનને ચલાવવા માટે જરૂરી હતાં.જ્યારે તેણે પ્રારંભે કોર્પોરેશનનું અધ્યક્ષાનું પદ સંભાળ્યું ત્યારે તેણે ...વધુ વાંચો

3

ચોથો એક્કો - જેમ્સ હેડલી ચેઝ - પ્રકરણ 3

પ્રકરણ - ૩તે સાંજ જ્યારે આરસર અને ગ્રેનવિલ હોટલ જર્યોજ ફિફથમાં પેટરસનને મળવા ગયા ત્યારે તે સારા મુડમાં હતો તેણે વેટરને ઓર્ડર આપતા જેક આરસરને કહ્યું કે કામ માટે તમે યોગ્ય વ્યક્તિની પસંદગી કરી છે...તેણે ગ્રેનવિલને કહ્યું કે તમે બહુ જ ચાલુ છો...તેની શકલ જોઇને લાગતું હતું કે બહું જ ખુશ છે...મહિલાઓને ખુશ કરવી મારો ધંધો છે મિસ્ટર પેટરસન...ત્યાં સુધીમાં વેટર તળેલી માછલી લઇને આવ્યો અને તેઓ ચુપ થઇ ગયા હતા.જ્યારે વેટર ગયો ત્યારે પેટરસને પોતાની વાતને ચાલુ રાખતા કહ્યું કે તમારુ કામ તેના મગજમાં આપણી યોજના બહુ નફાકારક હોવાની વાત બેસડવાનું છે અને તે વીસ લાખનું રોકાણ કરે..હું ...વધુ વાંચો

4

ચોથો એક્કો - જેમ્સ હેડલી ચેઝ - પ્રકરણ 4

લગભગ બે વર્ષ પહેલા જ્યારે જેક આરસર લ્યુસેનની એક જાણીતી આંતરરાષ્ટ્રીય લો ફર્મમાં સીનિયર પાર્ટનર તરીકે કામ કરતો હતો એક દિવસ તેને એક ટેલિફોન કોલ આવ્યો હતો...બીજી તરફથી એક અમેરિકન એસેન્ટ ધરાવતો અવાજ આવ્યો હતો કે હું મોસિસ સીજલ બોલું છું તમે મને ઓળખો છો..આરસર રોજ હેરાલ્ડ ટ્રીબ્યુન વાંચતો હતો એટલે તે મોસિસિ સીજલનાં નામથી પરિચિત હતો તેને ખબર હતી કે તે એક માફિયા છે અને ચોરીનાં મામલે એફબીઆઇને તેની તલાશ હતી...હાં મિસ્ટર સીજલ હું તમારા અંગે જાણું છું આરસરે બહું સાવધાનીપુર્વક જવાબ આપતા જણાવ્યું હતું...તો ધ્યાનથી મારી વાત સાંભળ હું તારી પાસે સલાહ લેવા માંગું છું જે માટે ...વધુ વાંચો

5

ચોથો એક્કો - જેમ્સ હેડલી ચેઝ - પ્રકરણ 5

પ્રકરણ - ૮ લુગાનાની બહાર કેસ્ટગનોલામાં આવેલ વિલા હરમન રોલ્ફે દસ વર્ષ પહેલા એક અમેરિકન ફિલ્મ પ્રોડ્યુસર પાસેથી ખરીદ્યો આ વિલામાં તમામ પ્રકારનાં સાધનો ઉપલબ્ધ હતા જેની માત્ર કલ્પના જ થઇ શકે તેમ છે.વિલા પહોંચીને હિકલ સીધો રસોડામાં ગયો હતો અને હેલ્ગા ગ્રેનવિલને વિલા દેખાડવામાં વ્યસ્ત થઇ ગઇ હતી.ગ્રેનવિલ તો વિલા જોઇને જ આશ્ચર્યચક્તિ થઇ ગયો હતો.જ્યારે અંતે હેલ્ગા તેને પોતાના બેડરૂમમાં લઇ ગઇ ત્યારે તેની સજાવટ જોઇને તો ગ્રેનવિલની આંખો ફાટી ગઇ હતી..હેલ્ગાએ કહ્યું કે ક્રિસ ડાર્લિગ હિકલ સમજદાર છે તે એ વાતને સમજે છે કે આ બેડરૂમમાં આપણે સુવાનાં છીએ....ગ્રેનવિલ બને તેટલો વહેલો આ રૂમમાંથી બહાર નિકળવા ...વધુ વાંચો

6

ચોથો એક્કો - જેમ્સ હેડલી ચેઝ - પ્રકરણ 6

લકી બેલેની એક ઇટાલિયન હતો અને તે એક ઢાબું ચલાવતો હતો જ્યાં તેના ગ્રાહકોને તે અનેક પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ હતો અને તે અહીં જ રહેતો પણ હતો.તેના આઠ છોકરા હતા જે બધાં જ પોતાની રીતે મોટા થયા બાદ પોતાના ધંધાઓ પર લાગી ગયા હતા.તેની પત્નીનું નામ માર્ટિયા હતું જે અત્યંત સ્થુળ હતી પણ અત્યંત પતિવત્રા હતી.પંદર વર્ષ પહેલા લકી નેપલ્સમાં એક માફિયા ડોન હતો પણ હાલમાં તો તેની ઉંમર ચુંમોતેર વર્ષની થઇ ગઇ હતી અને તેણે ધંધામાંથી નિવૃત્તિ લઇ લઇ લીધી હતી પણ કુતરાની પુંછડી ક્યારેય સીધી થતી નથી તે લકીને સારી રીતે ઓળખતો હતો કે બર્ની નેપલ્સમાં જોરદાર ...વધુ વાંચો

7

ચોથો એક્કો - જેમ્સ હેડલી ચેઝ - પ્રકરણ 7

જેક આરસર હિલાયસ વિલામાંથી તેના ભાડે રાખેલા વિલા તરફ જતો હતો ત્યારે તે ખાસ્સો ખુશ હતો કારણકે તે હેલ્ગાને પરિસ્થિતિમાં લઇ આવ્યો હતો જ્યાં તેની પાસે પૈસા આપવા સિવાય બીજો કોઇ વિકલ્પ ન હતો.પરમ દિવસે મારા ખિસ્સામાં દસલાખ હશે અને એ પૈસા આવતા જ હું ન્યુયોર્ક રવાના થઇ જઇશ જ્યાં જઇને ફરીથી હું મારૂ ટેક્સ કન્સલ્ટીંગનું કામ પાછુ શરૂ કરી દઇશ અને ત્યારબાદ મારી સ્થિતિ મજબૂત થઇ જશે.આ વિચાર કરતા કરતા તે પોતાના વિલામાં આવ્યો જ્યાં તેણે રેન્ટ પર લીધેલી મર્સિડિઝ પાર્ક કરી અને પગથિયા ચઢીને રૂમમાં ગયો અને જતાની સાથે જ તેણે કહ્યું કે ક્રિસ કામ થઇ ગયું ...વધુ વાંચો

8

ચોથો એક્કો - જેમ્સ હેડલી ચેઝ - પ્રકરણ 8

આરસર તેના બિસ્તર પર આડો પડ્યો હતો...તે રાતે ઉંઘી જ શક્યો ન હતો તેને એ વાતે ગભરાયેલો હતો કે માફિયાની ચંગુલમાં ફસાઇ ગયો છે અને ગ્રેનવિલ કરતા પણ તેની હાલત વધારે કફોડી છે હવે તેને તેનાં ગ્રેનવિલનાં નકલી અપહરણની યોજના બદ લ ખેદ થઇ રહ્યો હતો કારણકે જો તેણે એ ન કર્યું હોત તો આ મુસીબતમાં ફસાયો ન હોત...પણ હેલ્ગા સાથે બદલો લેવાની વાત અને વીસ લાખની લાલચે તેની અક્કલ આડે પરદો નાંખી દીધો હતો તેને એ વાતનો અફસોસ થઇ રહ્યો હતો કે તેણે આ નકલી અપહરણ માટે બર્ની જેવા ઠગની મદદ લીધી હતી....તેમાંય હવે હેલ્ગા પાસે જઇને ગ્રેનવિલને ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો