રાતના લગભગ અઢી વાગ્યા હશે ને સંકેત અને કિંજલ આમ તેમ જોતા ગાંડાની જેમ વડોદરાના રસ્તા પર દોડી રહ્યા હતા. એકલ દોકલ વાહનોની અવરજવર વચ્ચે બન્નેની ચિંતાતુર નજરો કોઈને શોધી રહી હતી એ સ્પષ્ટ વર્તાઈ રહ્યું હતું. બાવરા બની બેઉ હવે રોડની વિરુદ્ધ દિશામાં આંખો ઝીણી કરી દૂર દૂર સુધી જોવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. સંકેત ખાસ્સો આગળ ચાલ્યો ગયો પણ એની નાસીપાસ નજરો એને મળેલી નિષ્ફળતાની ચાડી ખાઈ રહી હતી. એ ફરી કિંજલ તરફ દોડ્યો.
The Puppet (વેલકમ ટુ ધ મર્ડર શો) - 1
રાતના લગભગ અઢી વાગ્યા હશે ને સંકેત અને કિંજલ આમ તેમ જોતા ગાંડાની જેમ વડોદરાના રસ્તા પર દોડી રહ્યા એકલ દોકલ વાહનોની અવરજવર વચ્ચે બન્નેની ચિંતાતુર નજરો કોઈને શોધી રહી હતી એ સ્પષ્ટ વર્તાઈ રહ્યું હતું. બાવરા બની બેઉ હવે રોડની વિરુદ્ધ દિશામાં આંખો ઝીણી કરી દૂર દૂર સુધી જોવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. સંકેત ખાસ્સો આગળ ચાલ્યો ગયો પણ એની નાસીપાસ નજરો એને મળેલી નિષ્ફળતાની ચાડી ખાઈ રહી હતી. એ ફરી કિંજલ તરફ દોડ્યો“દેખાયો?” દૂરથી દોડીને આવેલા સંકેતે હાંફતા હાંફતા આમ તેમ ફાંફાં મારતા જ કિંજલને પૂછ્યું“ના….આપણે આટલામાં બધે જ જોઈ લીધું સંકેત..એ ક્યાંય નથી…કોણ જાણે ક્યાં ચાલ્યો ...વધુ વાંચો
The Puppet (વેલકમ ટુ ધ મર્ડર શો) - 2
કિંજલે તરત જ ક્રિષ્નાને પોતાની છાતી સરસી ચાંપી દીધો, પણ હજી ક્રિષ્ના એમ જ ધ્રુજી રહ્યો હતો“મમ્મા…મમ્મા…મેં એને મારી એનું ખૂન થઈ ગયું” હજી ક્રિષ્નાના મોઢે એ જ રટણ ચાલુ હતું એટલે સંકેતે તરત જ આસપાસ નજર કરી ને એ બાદ ક્રિષ્ના તરફ જોઈ મોઢા પર આંગળી મુકતા કહ્યું“શશશશ….એકદમ ચૂપ થઈ જા બેટા…તે કોઈને નથી માર્યા”..“ના ડેડી….મેં મારી નાખ્યો એને…મેં મારા આ હાથે જ મારી નાખ્યો એને” ક્રિષ્ના એના બન્ને હાથની આંગળીઓ ખુલ્લી કરી એને જોતા બોલી ઉઠ્યો“કોની વાત કરે છે બેટા તું….કોને મારી નાખ્યો તે?” કિંજલે ચિંતાતુર અવાજે પૂછ્યું પણ એ સાથે સંકેત જરા ચિડાઈને બોલી ઉઠ્યો“ગાંડી થઈ ...વધુ વાંચો
The Puppet (વેલકમ ટુ ધ મર્ડર શો) - 3
“તારું મગજ તો ઠેકાણે છે ને કિંજલ” સંકેતના અવાજમાં હવે ગુસ્સો ભળી ગયો હતો, એણે ફરી એ જ ગુસ્સામાં મૂર્ખામી ન કરાય…”“પણ સંકેત જ્યારથી આપણે ક્રિષ્નાને ડોકટર નિકુશ પાસે લઈ ગયા છે…એમની દવા આપી રહ્યા છે…ત્યારથી ક્રિષ્નાની આ ઊંઘમાં ચાલવાની આદત સાવ નહિવત થઈ ગઈ હતી એ તો તને ય ખબર જ છે ને…તો પછી આજે આમ… અચાનક….ને એના એ શબ્દો…મને ડર લાગી રહ્યો છે સંકેત ક્રિષ્નાના એ શબ્દોથી….આપણે ડોકટર નિકુશને વાત કરીશું તો એ કદાચ કઈક સોલ્યુશન આપી શકે…” કિંજલનો ચિંતાતુર અવાજ સાવ ઢીલો પડતો જતો હતો, પણ સંકેત વધુ ઉશ્કેરાઈ ગયો“શુ કહીશ તું ડોકટર ને?...કે મારો દીકરો ...વધુ વાંચો
The Puppet (વેલકમ ટુ ધ મર્ડર શો) - 4
અચાનક સાંભળાયેલા કિંજલના અવાજથી સંકેતના પગ દરવાજા પાસે જ જકડાઈ ગયા,એણે પાછું વળીને કિંજલ સામે જોયું તો એની આંખોમાં એ પ્રશ્ન ડોકાઈ રહ્યો હતો“એ...એ તો...ઊંઘ નહોતી...નહોતી આવતી....તો જરાક બહાર....”સંકેતે કિંજલ સામે જોવાનું ટાળતા કહ્યું પણ એ પહેલાં જ કિંજલ બોલી ઉઠી“જૂઠું બોલે છે તું સંકેત” કિંજલના અવાજની મક્કમતા સંકેતને વધુ અસ્વસ્થ કરી ગઈ પણ એ કઈ જવાબ આપે એ પહેલાં જ કિંજલે એની નજીક આવી એનો હાથ પકડી લેતા કહ્યું“તારા હાથ ધ્રુજી રહ્યા છે સંકેત...એનો સીધો અર્થ છે કે તું જૂઠું બોલી રહ્યો છે”સંકેત કઈ બોલ્યા વગર બસ નીચું જોઈ ગયો એટલે ફરી કિંજલે કહ્યું“બગીચામાં જાય છે ને?” કિંજલના ...વધુ વાંચો
The Puppet (વેલકમ ટુ ધ મર્ડર શો) - 5
કિંજલ અને સંકેત હજી કઈ સમજે એ પહેલાં તો ક્રિષ્ના કિંજલની માતાના શબ પર ઉભો થઈ કુદવા લાગ્યો, આંખો કરીને શબ પર ધડાધડ કૂદતા ક્રિષ્નાના ચહેરા પર કોઈ જ પ્રકારના ભાવ નહોતા, પણ એને આમ કુદતો જોઈ કિંજલની આંખો ચાર થઈ ગઈ, સંકેત પણ હતો ત્યાંથી ક્રિષ્ના તરફ દોડયો, ત્યાં બેઠેલા બધા જ અડધી રાત્રે બનેલી આ ઘટનાને જોઈ એકબીજાના મોઢા તાકી રહ્યા હતા, ને જોતજોતામાં જ શબ પર કૂદી રહેલા ક્રિષ્નાએ શબના નાકમાં ખોસેલા રૂના પુમડાં ખેંચી નાખ્યા, આ બધું જોઈ રહેલો સંકેત દોડતો ત્યાં પહોચ્યો અને એણે ક્રિષ્નાને ઉંચકીને નીચે ઉતારવાનો પ્રયત્ન કર્યો પણ ક્રિષ્નાનું વજન જાણે ...વધુ વાંચો