રાતના લગભગ અઢી વાગ્યા હશે ને સંકેત અને કિંજલ આમ તેમ જોતા ગાંડાની જેમ વડોદરાના રસ્તા પર દોડી રહ્યા હતા. એકલ દોકલ વાહનોની અવરજવર વચ્ચે બન્નેની ચિંતાતુર નજરો કોઈને શોધી રહી હતી એ સ્પષ્ટ વર્તાઈ રહ્યું હતું. બાવરા બની બેઉ હવે રોડની વિરુદ્ધ દિશામાં આંખો ઝીણી કરી દૂર દૂર સુધી જોવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. સંકેત ખાસ્સો આગળ ચાલ્યો ગયો પણ એની નાસીપાસ નજરો એને મળેલી નિષ્ફળતાની ચાડી ખાઈ રહી હતી. એ ફરી કિંજલ તરફ દોડ્યો.
The Puppet (વેલકમ ટુ ધ મર્ડર શો) - 1
રાતના લગભગ અઢી વાગ્યા હશે ને સંકેત અને કિંજલ આમ તેમ જોતા ગાંડાની જેમ વડોદરાના રસ્તા પર દોડી રહ્યા એકલ દોકલ વાહનોની અવરજવર વચ્ચે બન્નેની ચિંતાતુર નજરો કોઈને શોધી રહી હતી એ સ્પષ્ટ વર્તાઈ રહ્યું હતું. બાવરા બની બેઉ હવે રોડની વિરુદ્ધ દિશામાં આંખો ઝીણી કરી દૂર દૂર સુધી જોવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. સંકેત ખાસ્સો આગળ ચાલ્યો ગયો પણ એની નાસીપાસ નજરો એને મળેલી નિષ્ફળતાની ચાડી ખાઈ રહી હતી. એ ફરી કિંજલ તરફ દોડ્યો“દેખાયો?” દૂરથી દોડીને આવેલા સંકેતે હાંફતા હાંફતા આમ તેમ ફાંફાં મારતા જ કિંજલને પૂછ્યું“ના….આપણે આટલામાં બધે જ જોઈ લીધું સંકેત..એ ક્યાંય નથી…કોણ જાણે ક્યાં ચાલ્યો ...વધુ વાંચો
The Puppet (વેલકમ ટુ ધ મર્ડર શો) - 2
કિંજલે તરત જ ક્રિષ્નાને પોતાની છાતી સરસી ચાંપી દીધો, પણ હજી ક્રિષ્ના એમ જ ધ્રુજી રહ્યો હતો“મમ્મા…મમ્મા…મેં એને મારી એનું ખૂન થઈ ગયું” હજી ક્રિષ્નાના મોઢે એ જ રટણ ચાલુ હતું એટલે સંકેતે તરત જ આસપાસ નજર કરી ને એ બાદ ક્રિષ્ના તરફ જોઈ મોઢા પર આંગળી મુકતા કહ્યું“શશશશ….એકદમ ચૂપ થઈ જા બેટા…તે કોઈને નથી માર્યા”..“ના ડેડી….મેં મારી નાખ્યો એને…મેં મારા આ હાથે જ મારી નાખ્યો એને” ક્રિષ્ના એના બન્ને હાથની આંગળીઓ ખુલ્લી કરી એને જોતા બોલી ઉઠ્યો“કોની વાત કરે છે બેટા તું….કોને મારી નાખ્યો તે?” કિંજલે ચિંતાતુર અવાજે પૂછ્યું પણ એ સાથે સંકેત જરા ચિડાઈને બોલી ઉઠ્યો“ગાંડી થઈ ...વધુ વાંચો