આમ તો છેલ્લા 28 વર્ષ થી મારું નવલકથા નું લેખનકાર્ય બંધ હતું પરંતુ 2019 ની સાલમાં ગ્રામભારતી -અમરાપુર તા.માણસા ખાતે તે સંસ્થા ના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘ દ્વારા યોજાયેલા મારા સન્માન સમારંભ માં અઘ્યક્ષ સ્થાને થી પ્રવચન માં જાણીતા લેખક ડો. કેશુભાઈ દેસાઈ એ મને ટકોર કરી અને સૂચન કર્યું કે હજુ પણ લેખનકાર્ય કરી શકાય. અને આ નવલકથા લખવા ની મને પ્રેરણા મળી. અને તેમાં પાછલા 28 વર્ષ ની કલ્પના નો નિચોડ ઠાલવવા નું મેં નક્કી કર્યું. મારી અગાઉની બંને નવલકથા ઓ, લોહી નો ડાધ , અને, સાટા -પેટા, સામાજિક વિષય ઉપર છે.

Full Novel

1

મિસ કલાવતી - 1

અર્પણ....19780 માં મારા લગ્ન થયાં. છેલ્લા 45 વર્ષ થી હું જેવો છું તેવો. છતાં મને નિભાવ્યો. સુખ અને દુઃખમાં મારી પડખે રહી. સમાજમાં મને મોટો કર્યો.45 વર્ષ ના લગ્ન જીવનમાં આજે પણ ખોટા હોય કે સાચા પરંતુ મારા જ નિર્ણયોને સર્વોચ્ચ ગણે છે તેવી મારી ધર્મપત્નીશ્રી મતિ કેસરબેન કરસનજી રાઠોડ ને લેખક તરફથીઆમ તો છેલ્લા 28 વર્ષ થી મારું નવલકથા નું લેખનકાર્ય બંધ હતું પરંતુ 2019 ની સાલમાં ગ્રામભારતી -અમરાપુર તા.માણસા ખાતે તે સંસ્થા ના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘ દ્વારા યોજાયેલા મારા સન્માન સમારંભ ...વધુ વાંચો

2

મિસ કલાવતી - 2

મયુરી અને રણજિત ને એ ત્રણ વિભાગોવાળા લાંબા ધરમાં પ્રવેશતાં જોઈને એક યુવાન ચૂપચાપ ઘરમાંથી બહાર નીકળીને બહાર તરફ ગયો.' કોણ હતું એ ?રણજિતે પૂછ્યું . 'એ તો મારો ભાઈ છે!' મયુરીએ સહજતાથી જવાબ આપ્યો.' તારો ભાઈ છે ? તો પછી ઘરની બહાર કેમ નીકળી ગયો ?' રણજીતને આશ્ચર્ય થયું. ' આપણને બંનેને અંદર આવતા જોઈને !'. 'શા માટે એમ ?' આપણને બેયને એકાંત આપવા માટે .' 'તે પાછો ક્યારે આવશે ?' 'તમે અહીંથી રવાના થશો પછી જ !'ને જો હું અહીં આખી રાત રોકાઈ જાઉં તો ?' કહીને રણજીત હસ્યો . ' તો એ આખી રાત બહાર ચોગાનમાં ...વધુ વાંચો

3

મિસ કલાવતી - 3

ડીસા ચાર રસ્તા ચોકડી પાસે આખોલ ના પાટિયાને અડીને હાઈવે નજીક આવેલી બે એકર જમીનમાં વાડ કરીને, તેમાં કાચું બાંધીને મયુરી અને રણજીત તેમાં રહેતાં હતાં મયુરીનું નામ બદલીને અહીં 'મોના' રાખવામાં આવ્યું હતું. રણજીતે પણ હવે મહેસાણા ની 'પટેલ ટ્રાન્સપોર્ટ 'કંપનીની માસિક 3000 રૂપિયા ના પગારવાળી નોકરી છોડી ડીસા માં જ 'અગ્રવાલ ટ્રાન્સપોર્ટ 'કંપનીમાં ₹4,000 ના પગાર વાળી નોકરી મેળવી લીધી હતી. તેથી અઠવાડિયામાં એક બે- કે ત્રણ દિવસે તો ઘેર આવવા તેને અચૂક મળતું .ભલે ગમે તેટલો લાંબો ફેર હોય તોય, આઠ-દશ દિવસે તો તે ઘેર અચૂક આવી જતો .રણજીત ઉપર હવે જવાબદારી આવવાથી તે હવે પૈસાની ...વધુ વાંચો

4

મિસ કલાવતી - 4

રાજસ્થાનના 'તલવાણા' ગામનો એક 26 વર્ષનો યુવાન ધંધો અને રોજગારીની શોધમાં અહીં-તહી ફરતો હતો. સૌ પ્રથમ તે શિરોહી આવ્યો. કોઈ ધંધો સેટ કરવા માટે તેણે એક -બે વર્ષ કાઢ્યાં ,પરંતુ કોઈ ઠેકાણું ન પડ્યું ત્યાંથી કંટાળીને તે મંડાર આવ્યો .અહીં પણ એક- બે ધંધા ઉપર તેણે હાથ અજમાવી જોયો. તેમાં પણ ફાવટ ન આવવાથી તેણે ઓઇલ એન્જિન રીપેરીંગ કરવાનો ધંધો ચાલુ કર્યો. આ ધંધો સારો ચાલતો હતો. પરંતુ મહેનતના પ્રમાણમાં તેમાં કમાણી બહુ ઓછી થતી હતી. છતાં બે વર્ષ તેણે એ ધંધામાં ખેંચી કાઢ્યાં .આખરે કંટાળીને એ ધંધો પણ છોડી દઈને તે આબુરોડ આવ્યો. એનામાં તરવરાટ હતો, બુદ્ધિ હતી, ...વધુ વાંચો

5

મિસ કલાવતી - 5

એના માટે બાબુસિંહ એકાંતમાં બેસી રાત- દિવસ નવી નવી યોજનાઓ ઘડયા કરતો હતો.કેટલાક વિચારના અંતે બાબુસિંહ એક- બે યોજનાઓ વિચારી. ધંધાકીય ભાઈ હોવાના કારણે તેના અને લતીફ વચ્ચે બહુ નજીકના સંબંધો હતા. પોતે ડીસા માં માલ કટિંગ કરતો હતો. જ્યારે લતીફ અમદાવાદમાં કટીંગ કરતો હતો. પરંતુ લતીફે હવે દારૂની સાથે- સાથે બીજા પણ ધંધા ચાલુ કર્યા હતા. જેમાં કેફી પદાર્થોની હેરાફેરી કરવી, કોઈને ધમકી આપવી ખંડણી વસુલવી, પ્રોપર્ટી ઉપર કબજો કરવો વગેરે ધંધે પણ ચડ્યો હતો.લતીફને ખંડણી આપી ચુડાસમા નું 'કાશળ બારોબાર કઢાવી નાખું કેવું તેણે મનમાં નક્કી કર્યું .પરંતુ તેણે આગળ વિચાર્યું કે પોતે લતીફ ને ખંડણી આપે ...વધુ વાંચો

6

મિસ કલાવતી - 6

તારીખ 12મીની સવારે આશરે 10:00 વાગે યલો કલરનો પંજાબી ડ્રેસ પહેરેલી એક છોકરી, ડીસા પોલીસ સ્ટેશનમાં પ્રવેશી. તેના બંને જાંબલી કલરનો દુપટ્ટો લબડતો હતો .એના ખભા પાછળ લબડતા દુપટ્ટા ના છેડા છોકરીના પીઠ પાછળ લહેરાતા ખુલ્લા, લાંબા, કાળા, વાળ સાથે રમત રમી રહ્યા હતા. તેમના બંને કાનની બુટોમાં લાંબાં ઝૂલતાં એરિંગ લટકી રહ્યાં હતાં .જમણા હાથની વચ્ચેની બે આંગળીઓમાં નાના હીરા જડેલી હોય તેવી બે વીંટીઓ પહેરેલી હતી. ને નાક ની 'નથ' ઉપર નીલા કલરનો હીરો ચોંટી ગયો હોય તેમ, ચમકતો હતો. કમ્પાઉન્ડમાં પગ મુકતાં જ તે બે અલગ - અલગ ઓફિસો જોઈને તે થોડી ખચકાઈ .ને પછી સદસડાટ ...વધુ વાંચો

7

મિસ કલાવતી - 7

થોડા જ દિવસો પછી, એટલે કે પહેલી તારીખ થી 'માસી'નો એ પ્રખ્યાત અડ્ડો ચાલુ થઈ ગયો હતો.પરંતુ તેનું સ્થળ, અને નામ બદલાઇ ગયાં હતાં. અડ્ડા નેં બદલે તેનું નામ હવે ડી.એસ.કંપની તરીકે ઓળખાતું હતું અને તેનું સ્થળ માર્કેટ સામે ત્રણ રસ્તા ના બદલે હવે બનાસ નદી પાર આખોલ ચાર રસ્તા પાસે લઈ જવામાં આવ્યું હતું. પોતાની 'કલા' ગ્રાહકો નેં છૂટક દારૂ પીરસે, ચેનચાળા કરે,લલચાવે, અને કોઈ ગ્રાહક નશા માં આવી તેની સાથે અડપલાં કરે, તે ચુડાસમા નેં હવે મંજૂર ન હતું.તેથી છૂટક વેચાણ આ લોકોએ બિલકુલ બંધ કર્યું હતું.આખોલ ચાર રસ્તા પાસે,ભડથ જવાના રસ્તા પાસે પાંચ એંકર જમીન અને ...વધુ વાંચો

8

મિસ કલાવતી - 8

લગભગ છ મહિના પછી 'કલા' હવે પૂરી ફ્રી થઈ હતી. તે આજે ખુશ ખુશાલ હતી. કારણ કે તેણી કલાસીસમાં નંબર લાવી હોવાથી, તેની ખુશીમાં પોતાનો 'દિગગી આજે તેને કોઈ 'સરપ્રાઈઝ' આપવાનો હતો . શું સરપ્રાઈઝ આપવાનો છે, તે 'હજુ તેણીને બતાવ્યું ન હતું .તેને ફક્ત એટલું જ કહ્યું હતું, કે' મનપસંદ ત્રણ- ચાર જોડી કપડાં અને મુસાફરીનો સામાન પેક કરીને સવારે આઠ વાગે તૈયાર થઈને રહેજે. 5- 6 દિવસ બહાર ગામ જવાનું છે. પરંતુ ક્યાં જવાનું છે તે એણે બતાવ્યું ન હતું .સવા આઠ વાગે ચુડાસમા પોતાની ગાડીના બદલે ભાડાની 'કવોલીસ'ગાડી લઈને તેને લેવા ઠેક 'કલા'ના ઘેર આવ્યા .ડ્રાઈવરે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો