ભૂલ છે કે નહીં ?

(22)
  • 35.9k
  • 0
  • 21.3k

દોસ્તો,આજે બસમાં જવાનું થયું. મારી બાજુમાં એક બહેન બેઠા હતાં. કંઈક ગંભીર વિચારમાં હોય એવું લાગ્યું. એમની આંખો પાણી ભરતી હતી અને એ દુનિયાથી છુપાવતાં હતા. હું હજુ એમને કંઈ પૂછું એ પહેલાં તો એ બસમાંથી ઉતરી ગયા અને એટલી ઝડપથી કે એમની ડાયરી એમના પર્સમાંથી પડી ગઈ તો પણ એમને ખબર ન પડી. ડાયરીમાંથી એમનો કૉન્ટેક્ટ નંબર મળી જાય એમ વિચારી મેં એ ડાયરી ખોલી પણ એમાં તો એમણે એમના મનની વાત લખી હતી. આમ કોઈની ડાયરી ન વંચાય એ ખબર હતી પણ પહેલાં જ પાના પર લખ્યું હતું કે મારી શું ભૂલ છે કોઈ સમજાવો.

1

ભૂલ છે કે નહીં ? - ભાગ 1

દોસ્તો,આજે બસમાં જવાનું થયું. મારી બાજુમાં એક બહેન બેઠા હતાં. કંઈક ગંભીર વિચારમાં હોય એવું લાગ્યું. એમની આંખો પાણી હતી અને એ દુનિયાથી છુપાવતાં હતા. હું હજુ એમને કંઈ પૂછું એ પહેલાં તો એ બસમાંથી ઉતરી ગયા અને એટલી ઝડપથી કે એમની ડાયરી એમના પર્સમાંથી પડી ગઈ તો પણ એમને ખબર ન પડી. ડાયરીમાંથી એમનો કૉન્ટેક્ટ નંબર મળી જાય એમ વિચારી મેં એ ડાયરી ખોલી પણ એમાં તો એમણે એમના મનની વાત લખી હતી. આમ કોઈની ડાયરી ન વંચાય એ ખબર હતી પણ પહેલાં જ પાના પર લખ્યું હતું કે મારી શું ભૂલ ...વધુ વાંચો

2

ભૂલ છે કે નહીં ? - ભાગ 2

આ સમયે મારો ભાઈ છઠા ધોરણમાં હતો. બેન દસમા ધોરણમાં હતી. ભાઈ કોઈવાર શાળાએ જાય કોઈવાર ન જાય. કોઈ કોઈ બહાના કરીને રજા પાડે. પછી ખબર પડી કે એપેન્ડિકસ છે એટલે એનું ઓપરેશન કરાવ્યું. આમ એને શાળાએ ન જવાનું બહાનું મળી ગયું. બેન દસમાં ધોરણમાં હતી. એ સારા ટકાએ પાસ થઈ ગઈ. પપ્પાએ એને સાયન્સ લેવાનું કહ્યું પણ એણે કોમર્સ લીધું. પપ્પાને ન ગમ્યું.આમ જ બે વર્ષ વીતી ગયા. હું દસમા ધોરણમાં આવી. અમારું સંયુક્ત કુટુંબ એટલે વાંચવાની મોકળાશ મળે નહીં. એક દિવસ મામા ઘરે આવ્યા. એમણે કહ્યું તું મારી સાથે ઘરે ચાલ પરીક્ષા સમયે આવી જજે. ક્યારેક ટ્યુશન ...વધુ વાંચો

3

ભૂલ છે કે નહીં ? - ભાગ 3

નવરાત્રિ આવે છે એમ વિચારી હું મનોમન ખુશ થતી હતી કે પાછા એ મને જોવા મળશે. અને હું મામાને ગઈ. ગરબા શરુ થયા ને હું ફળિયામાં ગઈ. મેં એમને જોયા. એક અલગ જ ખુશી દિલમાં વરતાઈ રહી હતી. ત્યાં ગરબા મોટા પાયા પર થાય એટલે અંદર બહાર ત્રણ ચાર રાઉન્ડ થાય. મેં આ સમયે જોયું કે એ, એના મિત્રો અને મારા મામા બધા સાથે જ રહેતા હતા. મેં પહેલાં પણ મેં જોયું હતું કે મામાના ઘર પાસેથી પસાર થાય ત્યારે મામા જો ઘરે હોય તો મામાને બોલાવીને જ જાય. આ નવરાત્રિમાં મને ખબર પડી કે એ તો મામાના મિત્રે ...વધુ વાંચો

4

ભૂલ છે કે નહીં ? - ભાગ 4

બસ. નવરાત્રિ પૂરી થઈ ને ફરી ઘરે આવી શાળા - ટ્યુશન શરૂ થઈ ગયા. એક દિવસ હું શાળાએથી છૂટી ઘરે આવતી હતી તો મેં અમારી શાળાના દરવાજા પાસે એમને એમના મિત્રો સાથે ઉભેલાં જોયા. મને લાગ્યું કે ના એ ક્યાંથી અહીં આવે પણ મેં વળી વળીને ખાતરી કરી કે ના છે તો એ જ. પણ અહીં ક્યાંથી ? એ સવાલ સતત મારા મનમાં હતો. અને ઘરે આવી તો મામા ઘરે બેઠા હતા. નવરાત્રિ ૫ત્યા પછી મારા કાનમાં મામાના શબ્દો વારંવાર સંભળાતા હતા કે સમીરે કહ્યું ? ને મને યાદ આવ્યું કે આ નામ તો અમારા ઘરમાં વારંવાર મમ્મી દ્વારા ...વધુ વાંચો

5

ભૂલ છે કે નહીં ? - ભાગ 5

પછી તો લગભગ દરેક આંતરે દિવસે હું એમને મારી શાળાના પ્રાંગણમાં જોતી. એ, મામા અને એમના મિત્રો ક્રિકેટના કપડામાં મળતા. મને વિચાર આવ્યો કે અત્યાર સુધી નહીં ને હવે જ કેમ મને એ દેખાય છે ? કદાચ એવું પણ હોય કે હું અહીં ભણું છું એવીખબર પડી હોય અને એેટલે એ અહીં આવતા હોય. હું એમને જોતી, અને ચાલી નીકળતી. એમની સાથે મામા હોય તો હું મામા સાથે પણ વાત ન કરતી બસ ત્યાંથી નીકળી જતી. પણ મનમાં હંમેશા એક ખુશી થતી. એમને જોઈને કંઈક અલગ જ આનંદ મળતો. આમ ને આમ દિવસો વીતતાં હતા. બેન હજી એ છોકરાને ...વધુ વાંચો

6

ભૂલ છે કે નહીં ? - ભાગ 6

એ સમયે મારું બધું જ ધ્યાન ફક્ત ભણવા પ૨ હતું. હું ખૂબ જ મહેનત કરતી હતી. ફોઈના ઘરે ફોઈ નોકરી કરતાં હતા. એમનો દિકરો કોલેજમાં હતો અને દિકરી દસમાં ધોરણમાં. એમની દિકરી ભણવામાં સામાન્ય હતી. પણ હું ત્યાં ગઈ એટલે એ મારી સાથે વાંચવા બેસી જતી. ફોઈ ખુશ હતા કે એમની દિકરી મારી સાથે ભણવા બેસતી અને ન આવડે તો મને પૂછી પણ લેતી. દિવસે વીતતાં નવરાત્રિ નજીક આવી ગઈ. પણ આ વખતે મારાથી મામાને ત્યાં જવાય એવું મને લાગતું ન હતું કારણકે ટ્યુશન, શાળા અને વળી પ્રથમ પરીક્ષા પણ નજીક આવી રહી હતી. પણ મમ્મી પપ્પા એક દિવસ ...વધુ વાંચો

7

ભૂલ છે કે નહીં ? - ભાગ 7

મને ઘણીવાર વિચાર આવતો કે મારા મનમાં જે એમના માટે લાગણી છે એવી લાગણી એમને મારા માટે હશે ? હશે તો જ એ આ રીતે શાળાએ આવતા હતા ને! પણ મને મારા વિચારોનો જવાબ મળતો ન હતો અને હું ફરી પાછી ભણવામાં લાગી જતી. પરીક્ષા પતી ને થોડા સમયમાં દિવાળી આવી. હું ફોઈના ઘરેથી મારા ઘરે આવી. અહી આવીને જોયું કે કંઈ જ બરાબર ન હતું. દરેક વખતની જેમ મમ્મી કામ કર્યા કરતી અને બેન કોઈ ને કોઈ બહાનું કાઢી ઘરની બહાર રહેતી. ભાઈ પણ ભણવામાં ધ્યાન આપતો ન હતો. એ પણ દસમા ધોરણમાં હતો પણ એ પ્રમાણે મહેનત ...વધુ વાંચો

8

ભૂલ છે કે નહીં ? - ભાગ 8

મેં ફરીથી ભણવામાં ધ્યાન લગાવી દીધું. આ વખતે બીજા કોઈ જ વિચારોને મગજમાં આવવા જ ન દીધા. ન એમના ન ઘરના. શાળામાં પ્રિલિમ પરીક્ષાની તારીખ ખાવી ગઈ હતી. હું એમાં વધારે ને વધારે માર્ક્સ લાવવા માગતી હતી. આ પરીક્ષા વખતે મારો કોર્ષ પૂરો કરી દઉં તો પછી મને રિવિઝનનો સમય મળે એમ વિચારતી હતી. પણ થયું કંઈ જુદું જ. મારા પગ પર જે ડાઘા હતા તે ટેન્શનમાં વધશે એમ ડોકટરે કહ્યું હતું અને એમ જ થયું. એ ડાઘા પાણી ભરાયને મોટા ફોડલાં બનવા માંડ્યા હતા અને એમાં ખંજવાળ પણ ખૂબ જ આવતી. ખંજવાળ આવે એટલે એ વધે એમ પણ ...વધુ વાંચો

9

ભૂલ છે કે નહીં ? - ભાગ 9

મારી બોર્ડની પરીક્ષા શરૂ થઈ. સાથે ભાઈની પણ શરૂ થઈ હતી. એની પરીક્ષા સવારે હોય અને મારી બપોરે. પરીક્ષા ઘરે આવું એટલે સાંજ પડી ગઈ હોય. પપ્પા રોજ આવતા મને મળવા. બસ, પરીક્ષા પતાવી ને હું મારા ઘરે પાછી ફરી. ભાઈ તો પરીક્ષા પતાવીને બસ આખો દિવસ રખળ્યા કરતો. આગળ શું ભણવાનો છે એ વિશે કંઈ જ વાત પણ ન કરતો. અને કંઈ પણ જોઈએ એટલે મને આવીને કહેતો કે પપ્પાને કહે કે મને આ અપાવે. હું ત્યારે એની લાગણી ના દુભાય એટલે પપ્પાને કહીને એને એ અપાવી દેતી. મને ત્યારે એમ ન ખબર હતી કે હું એને બગાડી ...વધુ વાંચો

10

ભૂલ છે કે નહીં ? - ભાગ 10

હું ક્રિકેટ રમતી રમતી ઘરમાં ચાલી ગઈ. ખબર ની પણ કેમ હું એમનો સામનો ન કરી શકી ? બસ એમને જોયા કર્યા. એ મામા સાથે થોડીવાર ઊભા રહ્યા અને પછી ગયા. મેં એમને જોયા કર્યા. અમે મામાના ઘરે જ હતા વેકેશનમાં ને એક દિવસ રવિવાર હતો. ફળિયામાં મામા એમના મિત્રો સાથે વોલીબોલ રમતા હતા અને મમ્મીએ કહ્યું જા ફળિયામાંથી ભાઈને બોલાવી લાવ. અને હું ગઈ. પણ ત્યાં જઈને જોયું કે ભાઈ તો એમની સાથે વોલીબોલ રમતો હતો. મેં બસ જોયા કર્યું. જ્યારે રમતમાં બ્રેક પડ્યો ત્યારે ભાઈ એમની બાજુમાં બેઠો હતો. મારે ભાઈને બોલાવવો હતો પણ એનું ધ્યાન મારે ...વધુ વાંચો

11

ભૂલ છે કે નહીં ? - ભાગ 11

પપ્પા બધાને વારાફરતી જોતાં હતા ને તરત જ પૂછ્યું કે બેન ક્યાં છે ? મમ્મીએ ધીરે રહીને આખી વાત થોડીવાર માટે પપ્પા પણ ચૂપ થઈ ગયા. પછી મારા કાકાને કહ્યું પેલાં છોકરાના ઘરે તપાસ કર એ ક્યાં છે ? કાકાએ કહ્યું મેં તપાસ કરી લીધી છે એ ઘરે નથી. એના ઘરના પણ બધા એમ કહે છે કે એમને ખબર નથી. એ દિવસે પણ કોઈએ કંઈ ખાધું નહીં. મને રહી રહીને વિચાર આવતો હતો કે મેં પહેલાં જ ઘરમાં કહી દીધું હોત કે બેન હજી પેલાં છોકરાને મળે છે તો કદાચ પપ્પાએ એને અટકાવી લીધી હોત. પપ્પા, ભાઈ, કાકા, એમનો ...વધુ વાંચો

12

ભૂલ છે કે નહીં ? - ભાગ 12

બેનને પપ્પાએ જ્યાં નોકરીએ લગાડી હતી એ ત્યાં પણ જતી ન હતી. કાકા, ભાઈ બધા જેટલી જગ્યા ખબર હતી બધી જગ્યા પર તપાસ કરીને થાકી ગયા. કશેથી પણ એના કોઈ સમાચાર મળતા ન હતા. આ બાજુ મારી પરીક્ષા નજીક આવી રહી હતી. પપ્પાને પણ સારું ન હતું. આરામ કરવા છતાં એમનું પ્રેશર કંટ્રોલમાં આવતું ન હતું. લગભગ દસેક દિવસ પછી કોઈકે કાકાને બેન ક્યાં છે એની માહિતી આપી. પણ કાકાએ પપ્પાને કહી દીધું કે એને ઘરે બોલાવવાની જરૂર નથી. આગળ જતાં એ તમને ખૂબ હેરાન કરશે. એની સાથે અત્યારથી જ સંબંધ પૂરો કરી દો. આ સાંભળીને હું અને મમ્મી ...વધુ વાંચો

13

ભૂલ છે કે નહીં ? - ભાગ 13

મમ્મીએ કહ્યું કે પપ્પાને ઘણા સમય પહેલાથી ખબર હતી કે બેને પેલા છોકરાને મળવાનું બંધ નથી કર્યુ. એટલે એકવાર ફુઆજી પાસે ગયેલા અને એમને બધી વાત કરી હતી અને કહ્યું હતું કે બેન માટે કોઈ સારો છોકરો બતાવે તો બેનના લગન કરાવી દઈએ. તો ફુઆજીએ એમને કહ્યું હતું કે તમે દહેજમાં કેટલા રૂપિયા આપશો એ કહો તો આપણે એના માટે છોકરો શોધીએ. પપ્પાએ કહ્યું કે એમની પાસે દહેજમાં આપવા માટે કોઈ રૂપિયા નથી. અને હવે તો એ બધા રિવાજ નીકળી ગયા છે તો પછી કેમ આપવું પડે ? ફુઆજીએ કહયું કે ના તમારી પાસે દહેજ આપવાની તૈયારી હોય તો ...વધુ વાંચો

14

ભૂલ છે કે નહીં ? - ભાગ 14

આખરે પપ્પાએ નક્કી કર્યું કે એ બેનને બોલાવી લેશે. એટલે મેં એકવાર પપ્પાને કહ્યું કે મારે બેન ને મળવું અને પપ્પા મને લઈ ગયા હતા એને મળવા માટે. મેં જોયું બેન ખુશ હતી. જેની સાથે એણે લગ્ન કર્યા તે છોકરો જેને હવે મારે જીજાજી કહેવાનું હતું એ પણ હતો. એ બંનેને સાથે ખુશ જોઈને મને ખુશી થઇ. પણ એમની ખુશીએ મારા પપ્પાને કેટલું દુઃખ આપ્યું એ હું ભૂલી શકતી ન હતી. હું ઘરે આવી, પણ મારા મગજમાં એક જ વાત ચાલતી હતી કે આવી ખુશીને શું કરવું કે જેમાં પપ્પાને આટલું બધું દુઃખ થતું હોય. આ વાત જાણે મને ...વધુ વાંચો

15

ભૂલ છે કે નહીં ? - ભાગ 15

મારા મનમાં સતત એ વિચાર હતો કે મામાને ત્યાં જાઉં, એમને ગરબા રમતા જોઉં ને હું મારા નિર્ણય પર ન રહી શકી તો ? પણ ઘરના બધા જ જવા માટે તૈયાર હતા એટલે મારે પણ જવું જ પડ્યું. દર વખતની જેમ મામાને ત્યાં જઈને સાંજની માટલી નો શણગાર કર્યો, આંગણામાં રંગોળી પૂરી અને ગરબા શરૂ થવાની રાહ જોવા લાગી. આ વખતે મેં ચણિયા ચોળી પણ ની પહેર્યા. સાદો ડ્રેસ જ પહેર્યો હતો. મામાએ ઘણા કાલાવાલા કર્યા કે આરતી કરવાની છે, માટલી વળાવવા જવાનું છે, ચણિયા ચોળી પહેરીને તૈયાર તો થા. પણ મેં ના પાડી કે ના હું ખૂબ થાકી ...વધુ વાંચો

16

ભૂલ છે કે નહીં ? - ભાગ 16

મેં જોયું કે એમના મિત્રો હું હતી ત્યાંથી બીજી તરફ જઈ રહ્યા છે. મને થયું હાશ મારે એમનો સામનો કરવો પડે. પણ બીજી જ મિનિટે મેં જોયું કે બધા તો ગયા પણ એ મારી તરફ આવતા હતા.મને સમજાયું જ નહીં કે હું શું કરું ? એમની તરફ જાઉં કે બીજી બાજુ જાઉં એવી અવઢવમાં હું તો જ્યાં હતી ત્યાં જ ઊભી રહી ગઈ. મારાથી એક ડગલું પણ આમ તેમ જઇ શકાયું નહીં. ફળિયામાં બરોબર વચ્ચે. એકવાર તો વિચાર આવ્યો કે ના બધા મિત્રો ગયા એટલે તે પણ મારા સુધી ન આવે પણ એ આવ્યા, મારી નજીક, મારા હાથમાં આરતી ...વધુ વાંચો

17

ભૂલ છે કે નહીં ? - ભાગ 17

અમે માતાજીની માટલી વળાવીને ઘરે આવી ગયા. એ રાત વીતી ગઈ. બીજા દિવસે અમે અમારા ઘરે આવી ગયા. મારા એમને ખોવાનો ડર બેસી ગયો. પણ મેં કોઈ દિવસ એમની સાથે વાત પણ ન કરી હતી કે એમણે પણ મારી સાથે વાત કરી ન હતી. છતાં કેમ આવી લાગણી મારી અંદર પાંગરી રહી હતી એ ખબર જ ન પડી ? હું બારમા ધોરણમાં નાપાસ થયેલી એટલે શાળાએ જવાનું હતું જ નહીં કે કદાચ એ ત્યાં આવે અને હું એમને જોઈ લઉં. પણ એ શક્ય ન હતું. પણ હું એ ભૂલીને ઘરમાં મમ્મીને મદદ કરતી. મારી પરીક્ષા પતી ગઈ હતી, મારા ...વધુ વાંચો

18

ભૂલ છે કે નહીં ? - ભાગ 18

અમે મામાના ઘરેથી નીકળી ગયા. હું ખુશ હતી કે એ મને જોવા મળ્યા. વળી, એ પણ ખાતરી થઈ કે દશેરાના દિવસની મારી વર્તણૂક નું ખોટું નથી લાગ્યું. જો એવું કંઈ હોતે તો એ મામાના ઘરે આવીને બેસતે જ નહીં. હવે મને એમ લાગવા માંડયું કે એમને પણ હું ગમું જ છું. આમ જ વિચારતાં વિચારતાં અમે ઘરે આવી ગયા. પાછું બધું જેમ ચાલતું હતું એમ ચાલવા લાગ્યું. મારું અને મારા ભાઈનુ રિઝલ્ટ આવી ગયું. હું પાસ થઈ ગઈ પણ ભાઈ ફરી પાછો નાપાસ થયો. એણે ફરી પરીક્ષા આપવાની ના પાડી. પણ પપ્પાએ કહ્યું કે દસમું ધોરણ તો પાસ કરવું ...વધુ વાંચો

19

ભૂલ છે કે નહીં ? - ભાગ 19

મેં કોલેજમાં એડમીશન લઈ લીધું. પપ્પાએ કહયું કે અત્યારે અહીંની કોલેજમાં એડમીશન લઈ લે બીજા વર્ષે માઈક્રોબાયોલોજીની કોલેજમાં એડમીશન લેશું કારણ કે પહેલું વર્ષ બધે સરખું હોય છે અને માઇક્રોબાયોલોજી ની કોલેજ બીજા શહેરમાં હતી. કોલેજ શરૂ થઈ ગઈ. હું કોલેજ જતી પણ મારી આંખો હંમેશા એમને શોધતી. પણ એ ન દેખાતા. પછી થયું કે કદાચ હવે એ અહીં ન પણ આવતા હોય. ને પછી હું ભણવામાં વ્યસ્ત થઈ ગઈ. ભાઈ કંઈ કરતો ન હતો એટલે પપ્પાએ એને નોકરીએ લગાડી લીધો. બેન પણ શ્રીમંત કરીને ઘરે આવી હતી. ભાઈ રોજ સવારે શેરીના એના મિત્રો સાથે પુલ પર ચાલવા જતો ...વધુ વાંચો

20

ભૂલ છે કે નહીં ? - ભાગ 20

સાંજ પડી. ભાઈ રોજ આવે એ સમયે ઘરે આવ્યો. મમ્મીને રડતી જોઈ પૂછ્યું શું થયું ? પપ્પાએ કહ્યું તું હતો ? ભાઈએ કહ્યું નોકરી પર હતો. પપ્પાએ કહ્યું પેલા ભાઈનો ફોન હતો. તું ચાર પાંચ દિવસથી નોકરી પર નથી જતો એમ કહ્યું તું ક્યાં હતો ? તો ભાઈએ એકદમ નફ્ફટાઈથી કહ્યું હા, મારે આ નોકરી નથી કરવી. હું તો આખો દિવસ બગીચામાં બેસી રહેતો હતો. આ સાંભળીને બધા અવાક થઇ ગયા. આખો દિવસ બગીચામાં બેસી રહે ને કોઈ કંઈ ભોળવીને એને લઈ જતે તો ? મમ્મી તો વધારે રડવા માંડી. ને કહેવા લાગી કે સારુ તારે ના જવું હોય ...વધુ વાંચો

21

ભૂલ છે કે નહીં ? - ભાગ 21

મને ચિંતા થવા લાગી. નવરાત્રિ ન ઉજવાશે તો હું એમને જોઈશ કેવી રીતે ? હવે તો એ કોલેજ પર નથી આવતા. મને જાણે ડ૨ લાગ્યો એમને ખોવાનો. મને ત્યારે ખબર ન પડતી હતી કે મારી આ લાગણીને જ પ્રેમ કહેવાય. બસ એટલી જ ખબર હતી કે એમને જોઉં ને મારા દિલમાં કંઈક અલગ જ ખુશી થાય. કોઈ વખત નહીં પણ આ વર્ષે મારા કાકીના પિયરમાં પણ માતાજીની માટલી મુકાઈ હતી. કાકીનું પિયર પણ અમારી શેરીમાં જ હતું. એ વર્ષે દર્શેરાની બે તિથિ હતી. પહેલી તિથિએ અમે મામાના ઘરે ગયા હતા. એ વર્ષે ખરેખર મામાને ત્યાં નવરાત્રિની ઉજવણી ન થઈ. ...વધુ વાંચો

22

ભૂલ છે કે નહીં ? - ભાગ 22

એક દિવસ મારી બહેનપણીએ મને પૂછી જ લીધું કે સાચું બોલ શું વાત છે ? તું આમ વારે વારે કેમ છે ? મેં એની વાતનો કોઈ જવાબ ન આપ્યો. બસ એટલું જ કહ્યું કે મારું માથું દુખે છે ઉતરતું જ નથી. આજે દવા લઈ આવા સારું થઇ જશે. હું એને શું કહેતે ? એને સાચી હકીકત કહેતે ને કદાચ એ કોઈ દિવસ મારા ઘરમાં કોઈને કહી દે તો ? અને એેટલે જ મેં એને કંઈ ના કહ્યું. ને હવે મને લાગ્યું કે મારે મારી જાતને સંભાળવી પડશે નહીંતર ઘરમાં પણ કોઈને શંકા જશે. મેં મારી જાતને સંભાળી લીધી. હવે ...વધુ વાંચો

23

ભૂલ છે કે નહીં ? - ભાગ 23

આમ ને આમ રાતે રડતા રડતા દિવસ વીતતા હતા. કોલેજમાં ઈન્ટરનલ પરીક્ષા આવી ગઈ. મારાથી કોઈ મહેનત જ ન હું નાપાસ થઈ. પપ્પાએ પૂછયું કે કેમ આવું થયું ? પણ હું જવાબ ન આપી શકી. પછી વિચાર આવ્યો જેના માટે મેં એમનાથી અંતર બનાવી રાખ્યું હતું એ મારું ભણવાનું જ હું ભૂલી રહી છું. એમને તો ગુમાવી ચૂકી પણ ભણવાનું છૂટે એ બિલકુલ ન ચાલે. મારે તો પપ્પા માટે ભણવાનું છે. કંઈક કરવાનું છે અને એટલે તો એમના વિશે કોઈને ક્યારેય વાત નથી કરી પછી એ છૂટી જાય એ કેમ ચાલે ? અને મેં મહેનત કરવાનું શરૂ કરી દીધું. ...વધુ વાંચો

24

ભૂલ છે કે નહીં ? - ભાગ 24

મારી બહેનપણીએ મારી સામે જોયા જ કર્યુ. મારી આંખોમાં આંસુ આવી ગયા ને મેં એનાથી મોં ફેરવી લીધું. એટલે જ એણે મને પૂછયું સાચું બોલ વાત શું છે ? ને મેં એને બધી જ વાત કરી. એને પણ સમજાયું કે ન કહેવાથી શું થઈ શકે છે ? છતાં એણે એને જે છોકરો ગમતો હતો એને કહેવાની હિંમત તો કરી જ નહીં. એણે મને કહ્યું કે આ તો ઉંમરનું આકર્ષણ હોય શકે છે. સમય જતાં તું પણ ભૂલી જઈશ એને. એની વાત સાંભળીને મને પણ લાગ્યું કે હા વાત તો સાચી છે. કદાચ આકર્ષણ જ હશે. ભૂલી જઈશ એને. સમય ...વધુ વાંચો

25

ભૂલ છે કે નહીં ? - ભાગ 25

મને કંઈ સમજાતું જ ન હતું. બસ એમની યાદ આવતી હતી અને આંખમાં આંસુ આવતા હતા. પણ હું એને મારા ભણવા પર ધ્યાન આપવા માંડતી. નવરાત્રિ આવી ને ગઈ. હું એમને જોવા ન ગઈ. દશેરાની રાત એમને જોયા વિના વિતી ગઈ. રાતે આંખો રડતી ને દિવસે મન રડતું. પણ ઘરમાં કોઈને કંઈ પણ શંકા જાય એવું હું કરતી નહીં. દિવાળી પણ આવી ગઈ. મામા ફરી મને ઘરે રહેવા લઈ જવા આવ્યા. હું ન ગઈ. મામાએ પૂછ્યું પણ ખરું કે કંઈ થયું છે તું આવતી જ નથી ઘરે પણ મેં વાત ટાળી દીધી. મેં ફક્ત ભણવા પર ધ્યાન આપવા માંડ્યુ. ...વધુ વાંચો

26

ભૂલ છે કે નહીં ? - ભાગ 26

મારી નોકરી ચાલુ હતી. ભાઈ ઘરે જ હતો. મેં પપ્પાને કહ્યું ભાઈને કોમ્પ્યુટર કલાસમાં મૂકી દો. કદાચ કોઈ સારી મળી જાય એને. પપ્પાએ ભાઈને પૂછયું તું કોમ્પ્યુટર કોર્ષ કરીશ ? ભાઈએ હા પાડી. એટલે પપ્પાએ ભાઈને પણ કોમ્પ્યુટર કલાસમાં મૂકી દીધો. મારો અને એનો સમય જુદો હતો. હું સવારે જતી હતી એનો સમય બપોરનો હતો. પણ તે ત્યાં પણ સરખું જતો ન હતો. કોઈ દિવસ જાય કોઈ દિવસ ન પણ જાય. આમ જ દિવસ પસાર થતાં હતા. મમ્મીએ પપ્પાને મારા માટે છોકરો શોધવાનું કહ્યું. પણ પપ્પાએ કહ્યું કે હજી વાર છે પછી શોધીશું. આમ પણ હું લગ્ન માટે તૈયાર ...વધુ વાંચો

27

ભૂલ છે કે નહીં ? - ભાગ 27

મને હજી પણ એમ જ હતું કે પપ્પા અત્યારે મારા લગ્ન માટે ઉતાવળ નહીં કરે કારણ કે હજી ભાઈ નોકરી નથી કરતો. મમ્મીએ મામાને પણ કહ્યું કે મેં તારા બનેવીને કહ્યું છે કે હવે આના માટે છોકરો જોવાનું શરૂ કરે તો તરત જ મામાએ મમ્મીને કહ્યું મોટીબેન તમે બનેવીને કહેજો કે સારો છોકરો જુએ આ તો તમે જ્યાં કહેશો ત્યાં કરી દેશે એને ગમે છે કે નથી ગમતું કંઈ જ નહીં કહે એટલે સમજી વિચારીને છોકરો જોજો. મામાની વાત સાંભળીને મને વિચાર આવ્યો કે મામા આટલું સારી રીતે મને ઓળખે છે કે પછી મામાને ખબર હશે કે મને એમના ...વધુ વાંચો

28

ભૂલ છે કે નહીં ? - ભાગ 28

મારી વાત સાંભળીને પપ્પાએ કહયું કે ના મેં વાત નથી કરી. એટલે મેં એમને કહ્યું કે તો પછી વાત અને પછી આ વાતને આગળ વધારજો. પપ્પાએ કહ્યું હું મારા મિત્રને કહીશ. તમે ફરી એક વાર મળજો અને ત્યારે તું વાત કરી દેજે. આ પહેલી વખત હતું કે પપ્પાએ કોઈ વાત જાતે ન કરીને મારી પાસે કહેવડાવી હોય. (પણ મને અત્યારે એટલે કે મારા પચાસ વર્ષ પૂરા થયા ત્યારે ખબર પડી કે પપ્પા હકીકતનો સામનો જાતે કરતા ન હતા ને મારી પાસે કરાવતા હતા, બધું બરાબર થઈ જાય પછી નિરાંતે બેસી જતા). મેં હા પાડી. મને એક એવી આાશા હતી ...વધુ વાંચો

29

ભૂલ છે કે નહીં ? - ભાગ 29

મામાએ મમ્મીને એમ પણ કહ્યું કે શહેરમાં પણ તો એના માટે છોકરો મળશે જ ને ગામમાં કેમ લગ્ન કરાવવા ? પણ મમ્મી પણ પપ્પા જે કહે તે જ કરતી એટલે એણે પણ કોઈ વાંધો ન ઉઠાવ્યો. મામાએ મને કહ્યું કે તું ના પાડ. ગામમાં કેમ લગ્ન કરવા છે ? પણ મને વિચાર આવેલો કે તમે મારા પગ પર ડાઘા જોયા પછી પણ તૈયારી બતાવી છે મતલબ તમે સારા જ છો. અને પપ્પાએ બધું જોઈને પછી જ વાત આગળ ચલાવી હોય એટલે ના પાડવાનું કોઈ કારણ મારા તરફથી હતું જ નહીં. એટલે મામાએ હારી થાકીને વાત પડતી મૂકી. તમે ઘરે ...વધુ વાંચો

30

ભૂલ છે કે નહીં ? - ભાગ 30

હું આખા રસ્તે વિચારતી હતી કે તમને ડર લાગે છે કે હું તમને તમારા માતા પિતાથી અલગ કરી દઈશ. જ એ સિવાય બીજી કોઈ વાત ન કરી. આપણે ગામ તમારા ઘરે પહોંચ્યા. તમારા ઘરે તો તમારા માતા પિતા સિવાય કુટુંબીઓ અને આખા ફળિયાના લોકો હતા. હું તો જોઈને નવાઈ પામી કે આ બધું શું છે ? પછી તમે કહ્યું કે અહીં તો આવું જ ચાલે. કોઈ એક ઘરની ખુશી હોય તો બધા જ એમાં સામેલ હોય. મને એમાં કંઈ વાંધો ન હતો પણ જતા પહેલાં તમે એકવાર કહ્યું હોત કે આવું હશે તો મને આવો આંચકો ન લાગતે. ઘરમાં ...વધુ વાંચો

31

ભૂલ છે કે નહીં ? - ભાગ 31

પપ્પાને રડતા જોઈને મને કંઈક ભાન આવ્યું. મેં એમને પૂછ્યું તમે કેમ રડો છો ? શું થયું ? પપ્પાએ કહ્યું તું લગ્ન માટે કેમ ના પાડે છે ? તું જાણે છે કે તારો ભાઈ કંઈ કરતો નથી તો આગળ જતાં એ ક્યાંથી અમને સાચવશે? તું લગ્ન કરીશ તો આગળ જતાં તું અમને સાચવી શકીશ. આ છોકરો સારો છે. કંપનમાં નોકરી છે. જમીન છે અને ઓળખાણમાં જ છે એટલે ભવિષ્યમાં વાંધો ન આવે. વળી, તમારી બેનના સસરા એટલે કે મારા પપ્પાના મિત્રએ એમને કહ્યું હતું કે તેઓ મને સરકારી નોકરી અપાવવામાં મદદ કરશે. એટલે પપ્પાએ કહ્યું તું લગ્ન કરી લે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો