આપણી આસપાસ ધબકતું જનજીવન ચારે તરફ જીવિત હોય છે. આંખ કાન ખુલ્લાં રાખીએ તો કંઇક નવું જોવા કાળું જાય જેનું વાર્તાકરણ કરીએ. ક્યારેક ઓચિંતી કોઈ જીવતી જાગતી વાર્તા સામેથી આપણી સમક્ષ આવી જાય છે. કોઈ પ્લોટ કે પ્રોમ્પ્ટ પરથી વાર્તા લખો તો ચોક્કસ રોચક બને, લેખકને પણ લખવાની મઝા આવે. પણ આ જીવતા જાગતા પ્રોમ્પ્ટ પરથી સુઝેલી નાની મોટી વાર્તાઓ લખવાની તો મઝા આવી જ, મને ખાત્રી છે કે સહુને વાંચવાની પણ અવશ્ય મઝા આવશે. વાર્તાઓ પૈકી કેટલીક ટુંકી તો કેટલીક લાંબી, વર્ણન ની જરૂરિયાત મુજબ છે. મોટે ભાગે રમૂજ નો તિખારો આવી જાય એવી ઘણી વાર્તાઓ તો છે જ, સાથે કેટલીક વાર્તાઓ સ્પર્શીય છે. વાંચ્યા પછી મગજમાં ઘૂમતી રહે એવી. બધી જ ઘટનાઓ સાચી છે. એક વાર્તા 'લેણીયત કે દેણીયાત ' સિવાય. એ વાર્તા એક જૂની લોકકથા કે દંતકથા છે. એમાં આખરે સંદેશ મળે છે કે ધન કરતાં સંતાન, કુટુંબ વધુ અગત્યનાં છે. ધન લોભી શેઠની વાત વાંચી પ્રશ્ન ઉઠે જ કે સંતાન અગત્યનું કે સંપત્તિ?
આસપાસની વાતો ખાસ - પ્રસ્તાવના
પ્રસ્તાવનાઆપણી આસપાસ ધબકતું જનજીવન ચારે તરફ જીવિત હોય છે. આંખ કાન ખુલ્લાં રાખીએ તો કંઇક નવું જોવા કાળું જાય વાર્તાકરણ કરીએ. ક્યારેક ઓચિંતી કોઈ જીવતી જાગતી વાર્તા સામેથી આપણી સમક્ષ આવી જાય છે.કોઈ પ્લોટ કે પ્રોમ્પ્ટ પરથી વાર્તા લખો તો ચોક્કસ રોચક બને, લેખકને પણ લખવાની મઝા આવે. પણ આ જીવતા જાગતા પ્રોમ્પ્ટ પરથી સુઝેલી નાની મોટી વાર્તાઓ લખવાની તો મઝા આવી જ, મને ખાત્રી છે કે સહુને વાંચવાની પણ અવશ્ય મઝા આવશે.વાર્તાઓ પૈકી કેટલીક ટુંકી તો કેટલીક લાંબી, વર્ણન ની જરૂરિયાત મુજબ છે. મોટે ભાગે રમૂજ નો તિખારો આવી જાય એવી ઘણી વાર્તાઓ તો છે જ, સાથે કેટલીક ...વધુ વાંચો
આસપાસની વાતો ખાસ - 1
વિઘ્નહર્તાઅમે બન્ને, વિશ્રુત અને વૃંદા, ગપાટા મારતાં હતાં. ઓચિંતું વિશ્રુત કહે યાદ છે ને! તારી મમ્મીએ ગણેશજીની મૂર્તિ આવવા કહ્યું છે. અને એને લગતી બધી ખરીદી પણ કરવાની છે. કહ્યું છે મને, કામનો ફડકો તને છે. મેં તેને છાતી પર હળવો ધબ્બો મારતાં કહ્યું. તારી ઉપર વિશ્વાસ છે એને. કહેતાં એણે મારા ગાલે ચીટીયો ભર્યો. અમે હેલ્મેટ અને માસ્ક પહેર્યા અને નીકળ્યાં બાઇક ઉપર એ બજાર તરફ. વડોદરાનું સંધ્યાનું ફૂલગુલાબી આકાશ જોતાં.કુણો તડકો વૃક્ષોનાં પર્ણો ચમકાવી રહ્યો હતો. અમે સાંજના ટ્રાફિકમાંથી જોડાજોડ બેસી જતાં હતાં. ત્યાં ઓચિંતો પવન ફૂંકાવા લાગ્યો અને કાળાં ડિબાંગ વાદળો ઉમટી પડ્યાં. આગળ દેખાય નહીં તેવી ધૂળની ...વધુ વાંચો
આસપાસની વાતો ખાસ - 2
2.ઓનલાઇન ઓફલાઈનમા ને થેલી અને પર્સ લઇ જતી જોઈ દીકરાએ પૂછ્યું કે તે આટલી ઉતાવળમાં ક્યાં જાય છે. મા કહ્યું “બસ, આ નજીકમાં જ. અમુક ખરીદી કરવા જલ્દી જવું પડશે. નહીં મળે તો દૂર પણ જવું પડશે.”દીકરાએ કહ્યું “તું ઘણું કામ કરે છે. આટલે દૂર ચાલીને જવું રહેવા દે. અમુક કામ પતે એટલે હું પોતે જઈ આવીશ. થોડો સમય આપ.“માએ પોતે મંગાવતી હતી તે વસ્તુઓનું લીસ્ટ દીકરાને પકડાવી તેને અમુક ખરીદી કરી લાવવા કહ્યું.દીકરો કોઈ કામમાં હતો પણ તેણે ના પાડી નહીં.કામ લાંબુ ચાલ્યું. આખરે દીકરો કહે અરે મા, આજકાલ તો ઓનલાઇનનો જમાનો છે. બધું ઘર આંગણે આવી જાય. ...વધુ વાંચો
આસપાસની વાતો ખાસ - 3
3. અજાણી મદદગારકોલેજથી છૂટી હું દોડતી નજીકનાં બસસ્ટોપ પર ગઈ. મારા ઘરના રૂટની બસ આવી એટલે ધક્કામુક્કી વચ્ચે આખરે બસમાં ચડી. બસમાં ભીડ ઘણી હતી પણ મને જગ્યા મળી ગઈ.કંડકટર પંચ ખખડાવતો, ‘કોઈ બાકી ટિકિટમાં?’ બોલતો મુસાફરોને ટિકિટ આપવા ભીડ વચ્ચે માર્ગ કરતો આગળ આવી રહ્યો. થોડી જ વારમાં તે મારી નજીક આવ્યો. તેણે મારી સામું જોયું. તેને ખ્યાલ આવી ગયેલો કે હું આગલા સ્ટોપથી જ ચડેલી. મેં મારી પાસેના ચોપડા મારી બગલમાં દબાવ્યા, એક સીટના હાથાનો સહારો લીધો અને ટિકિટ લેવા મારી પર્સ ખોલી.મારાં આશ્ચર્ય વચ્ચે પર્સ સાવ ખાલી નીકળી. અંદરનાં પોકેટ્સ ફંફોસ્યાં. બધું જ ખાલીખમ! કોઈએ ...વધુ વાંચો
આસપાસની વાતો ખાસ - 4
4. ડોકટર તો ઉપર ગયા!હું મારા જૂના ડોકટરને કોઈક નવાં દર્દ માટે બતાવવા ઘણે વખતે ગઈ.એ ડૉક્ટરનું દવાખાનું એ સેન્ટરમાં નીચે જ્યાં હતું ત્યાં ન જોયું. ડોકટરનું બોર્ડ પણ ન હતું! જો કે રસ્તા પર એમના નામ નીચે આ તરફનો એરો બતાવતું બોર્ડ હતું એટલે હશે કદાચ આટલામાં જ.હું બાજુના મેડિકલ સ્ટોરમાં પૂછવા ગઈ. એ ડોકટર દવા લખી આપતા તે આ કેમિસ્ટ પાસે થી જ લેતી. એને ખ્યાલ હોવો જોઈએ. અહીં બાજુમાં દવાખાનાનું બોર્ડ કેમ નથી? સાહેબ ક્યાં છે? મેં સ્ટોરમાં પૂછ્યું.સ્ટોરનો માલિક કોઈ કામમાં તો નહોતો, બેઠો બેઠો મોબાઈલ જોતો હતો. તેનું મોં ફૂલેલું હતું. મેં 'હેલો' કહી ...વધુ વાંચો
આસપાસની વાતો ખાસ - 5
5.મધરાતનો મિત્રઆજે અમે સહુ હોસ્ટેલાઇટ્સ ખૂબ ટેંશનમાં હતા. અમારી વાર્ષિક પરીક્ષા ચાલતી હતી. આ અમારી કારકિર્દીનું અંતિમ વર્ષ હતું. પરીક્ષા પણ અમારી સંસ્થામાં અઘરી ગણાતી. ભલભલા હોંશિયાર કહેવાતા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ફેઇલ થતા તો ઉચ્ચ કારકિર્દીનાં સપનાં રોળાઈ જતાં. માબાપના લખલૂટ પૈસા પાણીમાં જાય એ અલગ.પહેલા પ્રયત્ને પાસ થવું ખૂબ અઘરું હતું. તે ઉપરાંત જરૂરી ન હતું કે તમે બીજા કે ત્રીજા પ્રયત્ને પણ પાસ થાઓ.આ જ કારણે હું પણ અન્ય વિદ્યાર્થીઓ સાથે ખૂબ ટેન્શનમાં હતો.મેં આખો દિવસ સતત વાંચ્યા જ કર્યું.સાંજે થોડો વખત ઊભા થઈને ઊંડા શ્વાસ લેતાં હોસ્ટેલની લોબીમાં આંટો મારતાં મેં આજુબાજુની રૂમોમાં જોયું તો સહુ ...વધુ વાંચો
આસપાસની વાતો ખાસ - 6
મોટા ઘરની વહુ ગોર મહારાજ હીંચકાને ઠેસી મારતાં બોલ્યા, “અરે યજમાન, એવું સરસ માગું લાવ્યો છું.. આવું મોટું ઘર.. ફળિયું, બહાર મોટો બગીચો, એમાં ફૂલ છોડની હાર..” યજમાનની પત્નીથી પ્રસન્નતા ભર્યું સીસ.. થઈ ગયું. ‘વાહ, બગીચો, એ પણ ઘરમાં?’ તેમનાથી બોલાઈ ગયું. તક ઝડપી ગોર એમની તરફ ફર્યા અને કહે “અરે બગીચો તો ખરો, એમાં વાડ પણ, બહેન, તમે હાથે મૂકો એ મેંદીની. ઉપરાંત, જુઓ બહેન, આપણા ગામમાં છે એમ દીકરીએ પાણી ભરવા કુવે જવું નહીં પડે. ઘરમાં જ એઈ ને પાણીનો મોટો દદુડો પાડતો નળ પણ છે હોં!” યજમાન કહે “સારું, સારું. પણ ઘર કેવું?” યજમાન ઘર એટલે ...વધુ વાંચો
આસપાસની વાતો ખાસ - 7
7. ભરોસોતેઓ એ એરલાઈનના એક સિનિયર અધિકારી હતા.ઓફિસના કામે આજે અન્ય શહેરમાં ગયેલા. કામ પૂરું થતાં તોફાની હવામાન વચ્ચે આ શહેરથી પોતાને શહેર, પોતાને ઘેર જવા અન્ય મુસાફરો સાથે ફ્લાઈટ પકડી.કાળાં ડિબાંગ વાદળો અને જોરથી ફૂંકાતા પવનો વચ્ચે એરપોર્ટ પરનો કાળા સફેદ પટ્ટા વાળો હવાની રૂખ બતાવતો પટ્ટો આમથી તેમ ફડફડતો હતો ત્યાં સામેનાં શહેરમાં હવામાન ક્લિયર છે તેમ સૂચના મળતાં પાઇલોટે ફ્લાઈટ ઉપાડી તો ખરી.ચોમાસાના દિવસો હતા. વિમાન ઉડ્યું ત્યારે તો હવામાન ચોખ્ખું હતું પણ ઓચિંતો હવામાનમાં પલટો આવી વરસાદ અને ગાજવીજ થવા લાગી. આકાશમાં જ તોફાન વચ્ચે વિમાન ફસાયું.જોરદાર પવનમાં વિમાન સખત હાલકડોલક થવા લાગ્યું. બારી બહાર ...વધુ વાંચો
આસપાસની વાતો ખાસ - 8
8.શ્રદ્ધા!તે મહાશયને આપણી કહેવતો પર ખૂબ શ્રદ્ધા હતી. તેઓ કહેતા ફરતા કે કહેવતો ખૂબ ડહાપણથી આપણા પૂર્વજોએ બનાવી છે એ મુજબ વર્તવાથી ફાયદો જ થાય.'ફરે તે ચરે' એ કહેવત સાંભળી તેઓ પોતાનો વિસ્તાર છોડી બીજે વેપાર કરવા ગયા તો ખૂબ ફાયદો થયેલો. ત્યાં હરીફાઇ ઓછી નડી અને અજાણ્યા માણસોનો સાથ મળ્યો, નવો અનુભવ પણ મળ્યો.તેમાં પણ આગળ જતાં 'બોલે તેનાં બોર વેંચાય' સાંભળી તેણે એક લાઉડસ્પીકર લઈ લીધું અને પોતાનો જ અવાજ મોબાઈલમાં રેકોર્ડ કરી તે સ્પીકર સાથે જોડી ગળાને ઝાઝું કષ્ટ આપ્યા વગર બોલીને ઘણી વધારે કમાણી મેળવી. તેઓ ભલે વેંચતા હતા બીજી કોઈ વસ્તુ, બોર નહીં. લાઉડસ્પીકર ...વધુ વાંચો
આસપાસની વાતો ખાસ - 9
9..સાવ અજાણતાંએ તો હું જ સહન કરી શકું. રોજનું થયું. હું પરણીને આવી ત્યારથી એમનો ગુસ્સો સહન કરતી આવેલી. ત્યારે નજીવી બાબતમાં એકદમ ગુસ્સે તો થઈ જાય, જે હાથમાં આવે એનો મારી ઉપર ઘા કરે. મારા હાથ, બાવડું, વાળ, જે અંગ પહેલું હાથમાં આવે એની ઉપર અત્યાચાર થયો સમજવો. તમાચા, ધોલ ને લાતો પણ ખરી. આવી મારકૂટ મારે તો રોજની થઈ ગઈ.બહાર બધું કોને કહેવું? નાહક ઘરના ભવાડા બહાર પાડવા? વાતમાં કાઈં દમ હોય નહીં ને બસ, કારણ વગર મિજાજ જાય એટલે એમનો હાથ ઉપડે. હું તેઓ હાથ ઉપાડે ત્યારે ચૂપચાપ માર ખાઈ એક ખૂણે બેસી આંસુ સારી લેતી. ...વધુ વાંચો
આસપાસની વાતો ખાસ - 10
10. હિતેચ્છુ“અરે સાહેબ, હું તો તમારો મિત્ર અને હિતેચ્છુ છું. હું તો તમને મારા ક્લાયન્ટ જ નહીં, મારા અંગત છું. તમે મેં આપેલી પોલિસીઓ ઉપર આગળ જતાં મળતા લાભ માટે કાયમ મને યાદ રાખશો. મેં અપાવેલી પોલિસીઓ તમારી જિંદગી તો સુરક્ષિત કરશે જ, એ સાથે તમને જે લાભ આપશે.. તમે ત્યારે મને યાદ કરશો.જુઓ સાહેબ, લાઈફ કવર સાથે આ તમને અપાવી એ પોલીસના બીજા બેનીફીટ્સ ખૂબ છે. અરે જોજો, ધનની વર્ષા થશે. કહેતાં એજન્ટે મલ્ટિપલ પોલિસીઓનાં પ્રીમિયમનો ચેક લઈ અનિમેષ સાથે હાથ મિલાવ્યા.અનિમેષે જોયું. બધી એમ તો ટર્મ લાઇફ પોલીસીઓ હતી અને અલગ અલગ સમયે પાકતી હતી. અમુક વર્ષે ...વધુ વાંચો
આસપાસની વાતો ખાસ - 11
11. શિખરનો પત્થરહોસ્ટેલ લાઇફ તો બધાની સાવ બેફિકર જ હોય. આમ તો અમે બધા જ હોસ્ટેલાઇટ્સ સંપૂર્ણ અવ્યવસ્થિત, બેજવાબદાર ભણવામાં વ્યસ્ત અને પાછા ઘરથી દૂર એકલા એટલે એમ જ હોય. પણ એ અમારા બધામાં સહુથી વધુ લઘરો લાગતો હતો. ત્રણ દિવસે તો નહાય. ભલે નજીક ઉભે એને ગંધાતો લાગે. કપડાં પણ કાર્ટૂન જેવાં પહેરે. ઉપરથી તેને પાનનો શોખ લાગ્યો. હોઠના ખૂણે લાલ થૂંક હોય જ. દોસ્તોની મઝાકનો એને ફેર નહોતો પડતો.જવા દો, દેખાવને શું કરવું છે? પણ જિંદગીમાં અમુક કામ માટે આપણે જવાબદારી લઈએ તો વ્યવસ્થિત રીતે નિભાવવી તો પડે ને? આને તો જવાબદારી એટલે શું એ સમજાતું ...વધુ વાંચો
આસપાસની વાતો ખાસ - 12
12. વહેમવાળી જગ્યાઅમે અહીં ખૂબ સારા ગણાતા વિસ્તારમાં આ સુંદર મકાન લીધું. જોતાં જ નજર ચોંટી જાય એવું. મકાનમાલિક જતો રહેલો. કોઈ કહે એની પત્ની અહીં આવીને થોડા વખતમાં ખૂબ માંદી પડી ગયેલી. એને પોતાને પણ કોઈ નાના મોટા કોર્ટ કેઇસ ને એવી કારણ વગરની હેરાનગતિઓ થયેલી એટલે અહીંથી ચાલ્યો ગયેલો.અમને તો આ મકાન ખૂબ ગમ્યું. અને જે થયું તે, આખરે તો એ વિદેશ ગયેલો એટલે સમાજની નજરમાં કાંઈક સારું થયેલું. પણ આજુબાજુના લોકોએ અમને કહ્યું કે મકાન ભલે સારું દેખાય, આ જમીન વહેમવાળી છે.અમે તો હવે લઈ જ લીધેલું અને ખાસ એવામાં માનતાં ન હતાં. છતાં, ભવિષ્યમાં કોઈ ...વધુ વાંચો
આસપાસની વાતો ખાસ - 13
13. પળવારની હિંમત“બેટા કેમ આટલી હાંફે છે? સહેજ નિરાંતે બેસ અને કહે કે શું થયું.” મા એ હમણાં સ્કુલેથી આવી ઘરમાં પ્રવેશેલી પુત્રીને પૂછ્યું.સહેજ વિરામ લઈ પુત્રી કહેવા લાગી."મમ્મી, આજે ઘેર આવતાં શું થયું કહું? તેં કહેલું કે સ્કૂલેથી નીકળ્યા પછી એક વાર સાઇકલ શરૂ કરી એટલે પાછળ જોવું નહીં ને ક્યાંય અટકવું નહીં એ વાત આજે કામ આવી."હવે સ્કુલેથી આવતાં હજી ખભે રહેલ દફતર એક બાજુ ફેંકતી છોકરી એની મા ને આજે સ્કુલેથી આવતાં જે બન્યું તેની વાત કહેવા લાગી.મા ખુશ થઈ કે દીકરીએ કાઈંક સારું કામ કર્યું."એમ! એવું તે શું થયું?" માએ તેનું દફતર લઈને ઠેકાણે ...વધુ વાંચો
આસપાસની વાતો ખાસ - 14
14. લેણીયાત કે દેણીયાત એક જૂની લોકકથા. એક શેઠ હતા. ખૂબ અમીર અને વ્યવહારકુશળ વેપારી. આમ તો તેઓ બુદ્ધિશાળી, સાહસિક વેપારી હતા પણ એક વાત, જેને ખામી પણ કહી શકીએ એ એવી હતી કે તેઓ વેપાર કે બીજે વ્યવહારમાં પણ બધી બાબતોમાં નાણાકીય ફાયદો જ જુએ. એ માટે અંગત સંબંધો, પોતાની જિંદગી કે બધું ગૌણ, પ્રથમ તો આર્થિક ફાયદો જ. આવા શેઠને સંતાન પણ લેણીયાત નહીં, દેણીયાત જ જોઈતું હતું. લેણીયાત એટલે સરવાળે પોતાની પાસેથી લે, દેણીયાત એટલે લે તે કરતાં વધુ આપે. શેઠને સંતાન પણ એવું કમાઉ જ જોઈતું હતું. પોતે ખર્ચી કરી ભણાવે ગણાવે, ઉછેરે ...વધુ વાંચો
આસપાસની વાતો ખાસ - 15
15. એક ગોઝારી જગ્યા અહીંથી હાઇવે પસાર થવાનો હતો. જો થઈ જાય તો ગામનાં નશીબ ઊઘડી જાય. પણ એ શકતું ન હતું. થોડા ટુકડા માટે ત્યાંની જમીન કેમેય કરી સંપાદન થઈ શકતી ન હતી. કારણ શું? એ જગ્યા ગોઝારી ગણાતી હતી. કોઈ દિવસે પણ ત્યાં જવાની હિંમત ન કરે એવું હતું. એ જગ્યા વિશે જાતજાતની વાતો વહેતી રહેતી હતી. રાત્રે તો દૂરથી કેટલાકે ઝાંઝરનો અવાજ સાંભળેલો તો કેટલાકે માણસ જેવડી આગ દૂરથી જોયેલી. ભડકા થતા દેખાય અને ધુમાડો જરાય નહીં! ચિત્રવિચિત્ર અવાજો પણ સંભળાય. રાત્રે તો ખૂબ દૂરથી પણ બિહામણું લાગે. એ જગ્યાની ચારે બાજુ ગીચ ઝાડીઝાંખરાં હતાં. ...વધુ વાંચો
આસપાસની વાતો ખાસ - 16
16. આવકારએ આજે ખૂબ ખુશ હતી. કેમ ન હોય? અસાધ્ય કહેવાતા રક્તપિત્તના રોગથી તે મુક્ત બની હતી, ડોકટરોની ટીમે રોગમુક્ત જાહેર કરી હતી. ઘણાં વર્ષ સુધી પોતે આશ્રમમાં રહી સઘન સારવાર કરાવી આખરે આવા અસાધ્ય ગણાતા રોગથી મુક્ત થઈ પોતાને ઘેર જતી હતી. આખરે પોતાને ઘેર.તે ઉત્સાહથી આશ્રમની ઓફિસમાંથી બહાર નીકળી.તેને લેવા દીકરો પોતાની કારમાં આવેલો. પોતે ગઈ ત્યારે તો પતિને એક સ્કૂટર જ હતું. પોતાની સારવાર પાછળ સારો એવો ખર્ચ થઈ ગયેલો એ બદલ તે મનોમન દુઃખી હતી. આખરે આટલા વખતમાં દીકરાને ઘેર કાર પણ આવી ગઈ. મા તરીકે તે તો ખુશ થાય જ ને?તેને એમ કે ઘર ...વધુ વાંચો
આસપાસની વાતો ખાસ - 17
17. MLAબધી કારો એક સરખી ઝડપે પુરપાટ જતી હતી. એ એક્સપ્રેસ વે હતો. ઓચિંતું પાછળથી જોરથી હોર્ન વાગ્યું, મારી અંજાઈ જાય એ હદે લાઈટ આવી. હું ચલાવતો હતો તે મહાનુભાવની કારને સાચવીને સહેજ બાજુમાં લઉં ત્યાં તો અમારી કારને ડાબેથી ઓવરટેક કરી જોરથી હોર્ન વગાડતી એ વૈભવી કાર બીજી બધી કારોને જાણે ચીરતી આગળ ધસી ગઈ. એની ઝડપ બીજી કારો કરતાં વધુ તો હતી જ, ખૂબ રફ ડ્રાઈવિંગ લાગ્યું.દસ પંદર મિનિટ આગળ ગયા ત્યાં આગળ બેય તરફ વાહનોની ખૂબ મોટી લાઇન હતી.રેલ્વેનું ફાટક હમણાં જ ખૂલેલું. બધી કાર, સ્કૂટર વાળાઓ અને નાનાં મોટાં વાહનો સાઈડ દબાવી સામેથી આવતાં ...વધુ વાંચો
આસપાસની વાતો ખાસ - 18
18. ફાંકડી ડોક્ટરનું દવાખાનું ખુલી ગયેલું પણ ડોક્ટર હજુ આવ્યા ન હતા. ફાસ્ટ ફરતા પંખા સાથે ડેટોલની વાસ કરેલાં પોતાં સાથે વેઇટિંગ લાઉન્જમાં ફરતી હતી. અત્યારે ન હોય પણ નાક દવાની કલ્પિત ગંધ લેતું હતું. હું અને શ્રીમતી રિસેપ્શનિસ્ટ ગર્લ પાસે ગયાં અને નામ લખાવ્યું. એ મારી સામે જોઈ મીઠું હસી. સુંદર ગોરી ત્વચા, ટ્યુબલાઈટમાં ચમકતા ગાલ, કાજળ આંજેલી ઘેરી કાળી આંખો, પાછળ ખુલ્લા, છુટા અને લાંબા, ઘટ્ટ કેશ, કેસરી ટોપ સાથે મેચિંગ કેસરી બક્કલથી બાંધેલા કદાચ આજે જ ધોયેલા કેશ સદ્યસ્નાતાની આછી સુગંધથી ફોરતા હતા. ચમકતાં બ્રેસલેટ યુક્ત ગોરા પાતળા હાથે એણે પેન ઉઠાવી અમારું નામ લખ્યું. ...વધુ વાંચો
આસપાસની વાતો ખાસ - 19
19. એ બે એક સ્વરૂપ2018. દિવાળી પછીના દિવસો. બેંગ્લોરના એક ગાર્ડનમાં હું સવારે 7 વાગે મોર્નિંગ વૉક લેવા જઇ છું. તાજી ઠંડી હવા, લાલ, ભૂરાં, પીળાં ફૂલોથી લચી પડેલું ઉદ્યાન. ટીશર્ટ, ટ્રેક, સ્પોર્ટ્સ શૂઝ ચડાવી દોડતું તાજું યૌવન. સાથોસાથ તાલ મિલાવતી પ્રૌઢાવસ્થા. દોડતાં, ભાગતાં શહેર સાથે એણે પણ કદમ મિલાવવાં પડે.મારી બાજુમાંથી એક પીળી સાડી પહેરેલાં પાતળાં, સાગના સોટા જેવાં ટટ્ટાર, ગોરાં અને સિલ્વર ફ્રેમના ચશ્માં પહેરેલાં પ્રૌઢ સન્નારી પસાર થયાં. પાછળ કોબ્રા નાગ જેવો જાડો ચોટલો ઝૂલતો હતો. એમાં કેસરી ફૂલોની વેણીની સેર નાખી હતી.અમારી નજર મળી. મેં આછું સ્મિત આપ્યું, એમણે સ્મિત આપું કે નહીં એ દ્વિધામાં ...વધુ વાંચો
આસપાસની વાતો ખાસ - 20
20. વહેંચીને ખાઈએડિસેમ્બર 1979. અમરેલીનું નાગનાથ મંદિર. બેસતા પોષ મહિનાની કડકડતી ઠંડી.સ્વામી અદ્યાત્મઆનંદ યોગ શિબિર ચલાવી રહ્યા છે. હું વખતે 23 વર્ષનો યુવાન. નોકરી નવી, નવું શીખવાની ધગશ પણ એવી. હું યોગની એ શિબિરમાં જોડાયેલો. એ વખતે યોગ મારે માટે નવી વસ્તુ હતી. મારી સાથે એ શિબિરમાં જોડાયેલા લગભગ બધા માટે.શિબિરનો સવારે સાડાપાંચનો સમય હતો. આવી કડકડતી ઠંડીમાં કોઈ સાડા સાત આઠ પહેલાં ગોદડાં માંથી ન ઊઠે એ અમે સહુ યોગ શીખવા એ શિબિરમાં સાડા પાંચે પહોંચી ગયેલા. સ્વામી. અધ્યાત્મ આનંદ યોગ આઈએસ ની તાલીમ લેતા યુવાન અધિકારીઓને શીખવી ચૂકેલા અને અમને કહેવાયેલું કે યોગાસનો શીખવા એમનાથી સારું કોઈ ...વધુ વાંચો
આસપાસની વાતો ખાસ - 21
21. પ્રસવ પીડાવિખ્યાત ચિત્રકાર જય રાઠોડ પોતાની કોઈ સજીવ લાગતી કૃતિ માટે મહાબળેશ્વરની પહાડીઓમાં પોતાનાં પૈતૃક મકાનમાં જઈ બેઠા જાણે કે સમુદ્ર આકાશ પર ચડી જઇ પોતાનાં શ્વેત મોજાંઓ થકી એ પહાડો પર મોતી વિખેરે છે એવી કલ્પના કરી. ફરીફરી ચિત્ર દોર્યું પણ જામ્યું નહીં. પ્રકૃતિ વચ્ચે કામ કરતાં શ્રમિક સ્ત્રીપુરુષોનાં ચિત્રો દોર્યાં. ભરાવદાર બાવડાં વાળા પુરુષો અને અર્ધ ઢાંકેલા ઘાટીલા દેહ વાળી નારીઓ. હજુ સજીવતા ગાયબ હતી. ચિત્ર રંગો, આકારો અને પશ્ચાદ ભૂમિ સાથે સંપૂર્ણ અને સુંદર બનવું જોઈએ. દ્રશ્ય જોનારના માનસ પટલ પર કાયમી લકીર ખેંચી જાય તેવું સજીવ પણ હોવું જોઈએ. આ દોરેલાં ચિત્રો સુંદર હતાં ...વધુ વાંચો
આસપાસની વાતો ખાસ - 22
22. પાપા કહતે હૈ બડા નામ કરેગા..શેઠનો આનંદ માતો ન હતો. માતાજીની અનેક બાધા આખડીઓ બાદ દેવે દીધેલો સાત દીકરો દેખાવે તો રાજકુંવર જેવો હતો જ, ભણવામાં પણ શિક્ષકોનો માનીતો હતો. ઘણો હોંશિયાર. હા, થોડું તો શેઠની પ્રતિષ્ઠા અને શાળાના ટ્રસ્ટીઓ સાથેના સંબંધ પણ શિક્ષકોના તે કિશોર પ્રત્યેના વધુ પ્રેમનું કારણ હોઈ શકે.પોતાનો વિસ્તૃત, સમૃદ્ધ ધંધો સંભાળવા આ પુત્ર કાબેલ નીવડશે તેમાં શેઠને શંકા ન હતી.પુત્ર દસમામાં આવ્યો. બોર્ડનું વર્ષ. કારકિર્દીનો ફાંટો અહીંથી પડે અને શૈક્ષણિક તાકાતનું પાણી માપવાનું પ્રથમ પગલું. પુત્ર તો પહેલેથી તેજસ્વી છે જ. જોજોને, એવો ઝળકી ઉઠશે! શેઠ મનોમન પુત્રનો ફોટો છાપાંમાં જોઈ રહ્યા.આઠમા ધોરણથી ...વધુ વાંચો
આસપાસની વાતો ખાસ - 23
23. 'રાની બેટી રાજ કરેગી'કોઈની પણ દ્રષ્ટિ એક ક્ષણ થંભી જાય તેવા સૌન્દર્યપાન કરાવતા ફોટાઓ સાથે 'રાણી'એ ફેસબુક સ્ટેટસ 'ફીલિંગ લવ્ડ', 'ફેન્ટાસ્ટિક' કે 'કુલ'.સખીઓ, મિત્રો સાથે તેમના અજાણ્યા મિત્રોની પણ ભરપૂર લાઇક્સ મળી.થોડો વખત રહી લાઈફ ઇવેન્ટ અપડેટ દેખાઈ - પોતાનાં ધ્યાનાકર્ષક રૂપ અને જોબનવંતા ફોટો સાથે- 'સજ ગઈ રે મેં તો તનતન કે, બાણ ચલાઉં મેં તો નૈનન કે. મેં તો સજ ગઈ રે સજના કે લીએ..'કૉમેન્ટ્સનો ધોધ - 'નસીબ વાળી છો.', 'મીર માર્યો', 'ના. મીરા મારી', 'મેંદીની ડિઝાઇન મસ્ત છે.' વગેરે.વળી નવું સ્ટેટસ- પોતાના ચુસ્ત શોર્ટ ડ્રેસ સાથે. 'ફીલિંગ રિલેક્સડ'.કૉમેન્ટ્સમાં બે આંગળીઓની 'ટોપ' સાઈન, અગણિત લાઇક્સ.અને બે ...વધુ વાંચો