રેડ બટન (મર્ડર મિસ્ટ્રી)

(24)
  • 7k
  • 1
  • 3.9k

“રાતના દોઢ વાગી ગયા છતાં હજુ કેમ આ છોકરી આવી નહિ.” વારેઘડીએ ઘડિયાળ સામું જોઈ વંદિતાબેન બેચેની અનુભવી રહ્યાં હતા. અંધકાર ઓઢીને સુતેલી રાત સાવ શાંત થઇ ગઈ હતી, પરંતુ વંદિતાબેનનું મગજ વિચારોના ઘોડાપૂરને કારણે અશાંત થઈ ગયું હતું. પ્રયત્ન કરવા છતાં મગજમાં આવી ચડી આવતાં અમંગળ વિચારો ઘણીવાર હદયના ધબકાર ચૂકવી દેતા હતા. પાંપણો પર નિંદ્રા જોર કરવા માંગતી હતી, પરંતુ મન પર આવી ચડતો એક વિચાર અને વારેઘડીએ ઉઠતો સવાલ બમણું જોર લગાડી નિંદ્રાને ગાયબ કરવામાં સફળ થઇ જતો હતો.

Full Novel

1

રેડ બટન (મર્ડર મિસ્ટ્રી) - 1

રેડ બટન (મર્ડર મિસ્ટ્રી)(નોંધ : આ વાર્તા અને તમામ પાત્રો કાલ્પનિક છે. વાર્તા માત્ર મનોરંજન માટે જ છે.)“રાતના દોઢ ગયા છતાં હજુ કેમ આ છોકરી આવી નહિ.” વારેઘડીએ ઘડિયાળ સામું જોઈ વંદિતાબેન બેચેની અનુભવી રહ્યાં હતા. અંધકાર ઓઢીને સુતેલી રાત સાવ શાંત થઇ ગઈ હતી, પરંતુ વંદિતાબેનનું મગજ વિચારોના ઘોડાપૂરને કારણે અશાંત થઈ ગયું હતું. પ્રયત્ન કરવા છતાં મગજમાં આવી ચડી આવતાં અમંગળ વિચારો ઘણીવાર હદયના ધબકાર ચૂકવી દેતા હતા. પાંપણો પર નિંદ્રા જોર કરવા માંગતી હતી, પરંતુ મન પર આવી ચડતો એક વિચાર અને વારેઘડીએ ઉઠતો સવાલ બમણું જોર લગાડી નિંદ્રાને ગાયબ કરવામાં સફળ થઇ જતો હતો. ...વધુ વાંચો

2

રેડ બટન (મર્ડર મિસ્ટ્રી) - 2

રેડ બટન ( મર્ડર મિસ્ટ્રી) ભાગ :2 (એક દિવસ અજાણ્યા નંબર પરથી પોલીસચોકીમાં કોલ આવ્યો. સામેથી કહેવાયેલ વાત સાંભળી રાજુએ ઈ.રાઠોડને વાત જણાવી. ઈ.રાઠોડે તાત્કાલિક જીપ કાઢવા આદેશ કર્યો.)*ગતાંકથી શરૂ... ગણતરીની મીનીટોમાં જ જીપ ઘટના સ્થળે પહોંચી ઉભી રહી. ઈ.રાઠોડે જીપમાંથી ઉતરી આજુબાજુમાં નજર ફેરવી. દિવસે પણ ડરામણો લાગતા રસ્તા પર અત્યારે કોઈ નજરે પડતું નહોતું ત્યાં રાતે તો કોણ આવવાની હિંમત કરે? કાચી સડકની બંને બાજુ ઝાડી-ઝાંખરા નજરે પડતા હતા. “સાહેબ! મે જ તમને કોલ કરેલો.” રાઠોડ સાહેબને નજદીક આવતા જોઈ ત્યાં ઉભેલ આધેડ ઉમરના વ્યક્તિએ કહ્યું.“ક્યાં છે લાશ?”પેલાએ રસ્તાની સાઈડમાં એક ઢાળિયા તરફ આંગળી ચીંધી ...વધુ વાંચો

3

રેડ બટન (મર્ડર મિસ્ટ્રી) - (અંતિમ ભાગ)

રેડ બટન (મર્ડર મિસ્ટ્રી) ભાગ :3અંતિમ એક તરફ બહાર ધોમધખતો તાપ વરસી રહ્યો હતો. બીજી તરફ કીયાના પોલીસચોકીમાં કોલાહલ શરૂ થયો હતો. ઈ.રાઠોડ પોલીસ સ્ટેશનમાં પ્રવેશ્યા. તેને આવેલા જોઇને બધા ચૂપ થઈ ગયા. ચેમ્બરમાં જઈ રાઠોડ સાહેબે તમામને અંદર લાવવા રાજુને સૂચના આપી.“જુઓ તમે બધા સારી રીતે જાણો છો કે તમને બધાને અહિયાં શા માટે બોલાવવામાં આવ્યા છે. કિયા અને યજ્ઞેશ તમારી સાથે ભણતા તમારા મિત્ર હતા. તમને ડીસ્ટર્બ ના થાય એટલા માટે જ તમારી અત્યાર સુધી પૂછપરછ કરવામાં આવી નહોતી.”“સર, અમે બધા મિત્રો તે રાત્રે પાર્ટી ખતમ કરી સાથે જ છૂટા પડ્યાં હતા....”કિયાની ફ્રેન્ડ મિતાલીની વાત ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો