દિલ ખાલી તો જીવન ખાલી

(9)
  • 11.7k
  • 1
  • 4.9k

દરેકે દરેક સંબંધોમાં, એકબીજા પ્રત્યે પ્રેમ, અને લાગણીનું સાચુ મૂલ્ય શું હોવું જોઈએ ? એને રસપ્રદ રીતે ઉજાગર કરતી, ને એક એક ભાગ વાંચતા મનમાં ને મનમાં જ, વાહ વાહ ના શબ્દો બોલવાં પ્રેરતી, ને સાથે સાથે, વાર્તાનાં દરેક ભાગનાં અંતથી લઈને, છેક એનાં અંતિમ ભાગ સુઘી, હવે શું ? હવે શું ? નો રસ જાળવી રાખે એવી આ વાર્તા અસલમાં ફિલ્મની જ વાર્તા છે. સ્થળ - અતિ ધનિક શ્રેણીમાં ગણાતાં વિસ્તારનો એક રોડ. સમય - મધ્ય રાત્રિનો

1

દિલ ખાલી તો જીવન ખાલી - ભાગ 1

શિર્ષક દિલ ખાલી તો જીવન ખાલી - હરખનાં આંસુનાં હકદારો ભાગ - એક પ્રકારદરેકે દરેક સંબંધોમાં, એકબીજા પ્રત્યે પ્રેમ, લાગણીનું સાચુ મૂલ્ય શું હોવું જોઈએ ? એને રસપ્રદ રીતે ઉજાગર કરતી, ને એક એક ભાગ વાંચતા મનમાં ને મનમાં જ, વાહ વાહ ના શબ્દો બોલવાં પ્રેરતી, ને સાથે સાથે, વાર્તાનાં દરેક ભાગનાં અંતથી લઈને, છેક એનાં અંતિમ ભાગ સુઘી, હવે શું ? હવે શું ? નો રસ જાળવી રાખે એવી આ વાર્તા અસલમાં ફિલ્મની જ વાર્તા છે.સ્થળ - અતિ ધનિક શ્રેણીમાં ગણાતાં વિસ્તારનો એક રોડ.સમય - મધ્ય રાત્રિનોશહેરનાં એક પોલીસ સ્ટેશનમાં હજી હમણાં જ પોલીસને કોઈ એક્સિડન્ટ થયાનો ફોન ...વધુ વાંચો

2

દિલ ખાલી તો જીવન ખાલી - ભાગ 2

જેનું દિલ ખાલી એનું જીવન ખાલીભાગ - ૨ અમદાવાદના બસ સ્ટેન્ડનાં પાર્કિંગમાં લક્ષ્મીચંદ પોતાનું સ્કૂટર પાર્ક કરી, બસ સ્ટેન્ડની આવી રહ્યાં છે. બસ સ્ટેન્ડના નાકા પર એક ફ્રુટવાળાની દુકાન છે, ને એ દુકાનનાં માલિક લક્ષ્મીચંદના મિત્ર છે. લક્ષ્મીચંદને જોતાજ એ દુકાનદાર... દુકાનદાર :- આવો આવો લક્ષ્મીચંદ, કેમ આજે આ બાજુ ભૂલા પડ્યા કંઈ ? લક્ષ્મીચંદ :- અરે ભાઈ લક્ષ્મીચંદ કોઈ દિવસ ભૂલો પડે ? એ તો ભલભલાને ભૂલા પાડે, આ તો નોકરી ધંધા માટે મહેસાણાથી મારો ભાણો આવવાનો છે, એ અમદાવાદમાં ભૂલો ના પડી જાય, એટલે એને લેવા આવ્યો છું. એમ કહિને બંને હસે છે, પછી....લક્ષ્મીચંદ :- પેલી મહેસાણાવાળી ...વધુ વાંચો

3

દિલ ખાલી તો જીવન ખાલી - ભાગ 3

દિલ ખાલી તો જીવન ખાલી - ભાગ ૩બસનાં ટિકિટ ચેકીંગવાળા ભાઈને દંડની રકમ ચૂકવી, ભાણા વિરાટને શિખામણ આપતા-આપતા મામા બસ સ્ટેન્ડની બહાર નીકળી રહ્યાં છે. એમને આવતા જોતાં, મામાના મિત્ર એવાં પેલાં ફ્રૂટવાળા ભાઈ.....ફ્રૂટવાળા:- આવો આવો લક્ષ્મીચંદ, આવિ ગયા તમારાં ભાણા ભાઈ ? આ સાંભળીને મામા ભલે અત્યારે મૂડમાં નથી, પરંતુ મિત્રએ કંઈ પૂછ્યું છે, તો મિત્રને એનો જવાબ તો આપવો જ પડે ? એટલે મામા બિલકુલ નરમ અવાજે,મામા :- હા ભાઈ આવિ ગયા.આ બાજુ વિરાટ તો હજી પણ વળી વળીને પેલાં ટિકિટ ચેકીંગવાળા સાહેબ સામે જ જોઈ રહ્યો છે.એટલે મામા એમનાં ફ્રૂટવાળા મિત્રની ઓળખાણ, ભાણા વિરાટ સાથે કરાવવા ...વધુ વાંચો

4

દિલ ખાલી તો જીવન ખાલી - ભાગ 4

ભાગ - ૪ બસ સ્ટેન્ડનાં પાર્કિગમાં મામાનું પડી ગયેલ સ્કૂટર કાઢતા, વિરાટે ઊભા કરી, ફરી આડા પાડેલા બાઈક, અને કંઈક તૂટવાનો અવાજ આવતાંજ, સ્કૂટર લઈને પાર્કિગમાંથી બહાર નીકળી રહેલ વિરાટને પાર્કિંગનાં ઝાંપે પહોંચતા પહોંચતા જ, પાર્કિંગમાં હાજર વોચમેન કાકા, વિરાટનાં સ્કૂટરની પાછળ દોડીને એ પાર્કિગનાં ઝાંપે પહોંચે એ પહેલાં જ એને ઉભો રાખે છે.હવે પાર્કિગની બહાર ઝાંપે ઊભા રહીને વિરાટની રાહ જોતાં વિરાટના મામા, આ દ્રશ્ય જોઈને વિરાટની નજીક આવે છે, ને વોચમેનને પૂછે છે કે, મામા :- શું થયું કાકા ? વોચમેન :- આ ભાઈએ જાણી જોઈને નીચે પાડેલા બાઈક, અને એક્ટિવામાંથી, પેલાં બાઈકનો સાઈડ ગ્લાસ તૂટી ગયો ...વધુ વાંચો

5

દિલ ખાલી તો જીવન ખાલી - ભાગ 5

દિલ ખાલી.....તો જીવન ખાલી નાં ભાગ ચારમાં આપણે જાણ્યું કે, મામાએ નોકરી ધંધામાં સેટ કરવા માટે, ગામડે રહેતાં પોતાનાં વિરાટને, આજે શહેરમાં આવવાનું કહ્યું હતું, એટલે વિરાટ મામાના કહ્યા પ્રમાણે શહેરમાં આવિ તો ગયો, પરંતુ..... નોકરી ધંધા માટે શહેરમાં આવેલાં વિરાટને સ્ટેશનેથી લઈને ઘરે આવતાં-આવતાં, મામાને વિરાટનાં એટલાં તો કડવા અનુભવો થયા કે, મામાની આંખે ધોળે દિવસે અંધારા આવી ગયા.છતાં , ઘરે આવિ મામા વિરાટને ઉપરનાં રૂમમાં થોડો આરામ કરવા માટે મોકલે છે, જોકે એ બહાને મામા પોતે જ થોડાં રિલેક્ષ થવા માંગતા હોય છે. મામાના કહેવાથી વિરાટ એની બેગ લઈને ઉપરનાં રૂમમાં તો જાય છે, પરંતુ એ એકલો ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો