લાંભા બળીયાદેવનું મંદિર

(5)
  • 8.3k
  • 0
  • 4k

ઘણા સમયથી મારા ત્રણ વર્ષના બાબાની બાધા પૂરી કરવા માટે લાંભાના બળીયાદેવના મંદિરે જવાની ઇચ્છા હતી. પણ કોઇ કારણસર જઇ શકાયું ન હતું. કહેવાય છે કે, ઇશ્વરના હુકમ વગર કયાંય જઇ શકાતું નથી અને આખરે એ હુકમ થઇ ગયો. અમે લાંભાના બળીયાદેવના મંદિરે જવાનું નકકી કરી દીધું. લાંભાના બળીયાદેવના મંદિરના મારા અનુભવ પહેલા તેમના ઇતિહાસમાં પર આપણે નજર કરીએ. એ પહેલા તમને જણાવી દઇએ કે લાંભા બળીયાદેવનું મંદિર અમદાવાદમાં આવેલું છે. કહેવાય છે કે, મંદિરનો ઇતિહાસ ૧૭૫ વર્ષ જૂનો છે. લાંભાના બળીયાદેવના મંદિર વિશે બે લોકવાયકાઓ બહુ જ ચર્ચાસ્પદ છે.

1

લાંભા બળીયાદેવનું મંદિર - ભાગ 1

લાંભા બળીયાદેવા મંદિર : તા.૧૯ ૦૦૯ ૨૦૨૩ : ઘણા સમયથી મારા ત્રણ વર્ષના બાબાની બાધા પૂરી કરવા માટે બળીયા દેવના મંદિરે જવાની ઇચ્છા હતી. પણ કોઇ કારણસર જઇ શકાયું ન હતું. કહેવાય છે કે, ઇશ્વરના હુકમ વગર કયાંય જઇ શકાતું નથી અને આખરે એ હુકમ થઇ ગયો. અમે લાંભાના બળીયાદેવના મંદિરે જવાનું નકકી કરી દીધું. લાંભાના બળીયાદેવના મંદિરના મારા અનુભવ પહેલા તેમના ઇતિહાસમાં પર આપણે નજર કરીએ. એ પહેલા તમને જણાવી દઇએ કે લાંભા બળીયાદેવનું મંદિર અમદાવાદમાં આવેલું છે. કહેવાય છે કે, મંદિરનો ઇતિહાસ ૧૭૫ વર્ષ જૂનો છે. ...વધુ વાંચો

2

લાંભા બળીયાદેવનું મંદિર - ભાગ 2

લાંભા બળીયાદેવાનું મંદિર : (ભાગ-૨) ગુજરાતનું બળિયાદેવનું સૌથી મોટું મંદિર એટલે લાંભા ગામમાં આવેલું બળિયા બાપાનું મંદિર. અહી બળીયાદેવનું વિશાળ મંદિર આવેલું છે. અમદાવાદ થી લાંભા ગામ જવા માટે બસ અને રીક્ષાઓની સુવિધા ઉપલબ્ધ છે. તેમ છતાં જો પોતાનું સાધન હોય તો અમદાવાદ થી લાંભા બળીયાદેવનું મંદિર ૧૦.૭ કિલોમીટર એટલે કે, ૨૫ થી ૩૦ મિનિટ જેટલો સમય લાગે છે. નારોલ સર્કલથી લાંભા ગામ જવાના રસ્તે આ મંદિર આવેલું છે. જો ગાંધીનગર થી લાંભા જતા હોવ તો ૩૬.૪ કિલોમીટર એટલે કે રીવરફ્રન્ટથી જતા ૫૮ થી ૬૦ મિનિટ જેટલો સમય લાગે છે. લાંભા જવાનું નકકી થયું હોવાથી અમે સવારે વહેલા ઉઠીને ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો