ભારત ની ઉતરે આવેલ વર્ધમાનપુરી નામનું મોટું નગર હતું. તેમાં એક શેઠ રહેતા હતા. શેઠે ઘણો પરિશ્રમ કરીને નીતિપૂર્વક ઘણું ધન પ્રાપ્ત કર્યું હતું. તેમની ગણના નગરના ધનપતિઓમાં થતી. એક રાતે તેમને સુતા સુતા વિચાર આવ્યો. જગતમાં ધનથી જ સર્વ કાર્ય સિદ્ધ થાય છે. એવી કોઈ વસ્તુ નથી કે જે ધનથી મેળવી ન શકાય.જેની પાસે ધન હોય છે તેને મિત્રો સ્નેહીઓ અને સંબંધીઓ પણ મળી આવે છે. અને પારકા પણ પોતાના થઇ જાય છે. જેની પાસે ધન હોય છે. તેનું સન્માન થાય છે.તે પૂજાય છે અને તે પંડિત પણ કહેવાય છે. એવી કોઈ વિધા દાન શિલ્પ કે કલા નથી કે જે વડે ધનવાનોના ગુણગાન ના ગવાય હોય. ભૂખ્યા માણસ ની ઇન્દ્રિયો કામ કરતી નથી.પણ ભોજન મળતા બધીજ ઇન્દ્રિયો કામ કરવા લાગે છે. સંતોષ માની મેળવેલું ધન વાપરવા બેસીએ ને નવો પુરુષાર્થ ન કરીએ તો મોટા મોટા ભંડારો પણ ખૂટી જાય.આવો વિચાર આવતા જ શેઠ ગુરુજનો અને સ્વજનો ની આજ્ઞા લઇ ભાથું સાથે લઇ ધન કમાવા માટે પરદેશ જવા નીકળ્યા

1

પંચતંત્ર ની વાર્તા - 1

તંત્ર -1 મિત્ર-ભેદ લુચ્ચા માણસો પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે સાચા મિત્રો વચ્ચે પણ શંકા ઉભી કરી ભેદ પડાવે અંતે એક બીજા સાથે વેર કરાવી તેમનો નાશ કરાવતા પણ અચકાતા નથી. જેમ લુચ્ચા શિયાળે પોતાનું કામ કાઢવા સિંહ અને બળદ ને એક બીજા પર શંકા કરાવી પોતાનું કાર્ય પાર પાડયું. 1 બળદ અને સિંહ ભારત ની ઉતરે આવેલ વર્ધમાનપુરી નામનું મોટું નગર હતું. તેમાં એક શેઠ રહેતા હતા. શેઠે ઘણો પરિશ્રમ કરીને નીતિપૂર્વક ઘણું ધન પ્રાપ્ત કર્યું હતું. તેમની ગણના નગરના ધનપતિઓમાં થતી. એક રાતે તેમને સુતા સુતા વિચાર આવ્યો. જગતમાં ધનથી જ સર્વ કાર્ય સિદ્ધ થાય છે. ...વધુ વાંચો

2

પંચતંત્ર ની વાર્તા - 2

2 દંતિલ અને ગોરંભ ભારત ની દક્ષિણે અમરાવતી નામનું નગર આવેલું હતું.આ નગરમાં દંતિલ નામે એક વાણિયો રહેતો હતો. નગરમાં સૌથી વધુ ધનવાન હતો, તેથી તે નગરશેઠ ગણાતો. દંતિલ મોટો વેપારી હોવા છતાં તેનામાં અભિમાન ન હતું. તે રાજા અને પ્રજા બંનેનું કામ કરતો. રાજાનું કામ કરવામાં પ્રજાનો અભાવ થાય અને પ્રજાનું કામ કરવામાં રાજાનો અભાવ થાય એ સ્વાભાવિક હોવા છતાં, દંતિલ એટલો ચતુરાઈથી કામ કરતો કે રાજા અને પ્રજા બંનેનું તેના ઉપર સરખું હેત હતું. એક દિવસ દંતિલને ત્યાં પોતાની દીકરીનો લગ્નપ્રસંગ હતો, તેથી મોટા મોટા નગરજનો, પ્રધાનો અને અધિકારીઓને પોતાને ત્યાં આમંત્રણ આપી તેડાવ્યા હતા. આખા રાજમહેલમાં ...વધુ વાંચો

3

પંચતંત્ર ની વાર્તા - 3

3 શિયાળ અને નગારું એક જંગલમાં એક શિયાળ હતું. એક વાર તેને કકડીને ભૂખ લાગી. ખોરાકની શોધમાં તે રખડીને પરંતુ ક્યાંય ખાવાનું મળ્યું નહીં. ફરતાં ફરતાં તે એક બિહામણી વેરાન ભૂમિમાં આવી પહોંચ્યું. રણભૂમિમાં ઝાડ નીચે એક નગારું પડેલું હતું. જ્યારે પવન વાય ત્યારે ઝાડની ડાળીઓ હાલે અને નગારા ઉપર અથડાય અને તેમાંથી ઢમ...ઢ મ...ઢ મ... નાદ થયા કરે. આ ઢમ... ઢમ... ધ્વનિ સાંભળી શિયાળ ગભરાયું અને ઓ બાપ રે... મરી ગયો. કહીને પૂંછડી દબાવી નાઠું. થોડેક દૂર જઈ તેણે વિચાર કર્યો. આ ઢમ... ઢમ.... ઢમ... જેવો ડરામણો નાદ શાનો હશે ? શું આ કોઈ ભંયકર પશુ હશે ? ...વધુ વાંચો

4

પંચતંત્ર ની વાર્તા - 4

5 વેશધારી વિષ્ણુ વૈશાલી નામે એક મોટું નગર હતું. તેમાં એક સુથાર અને એક કોળી રહેતા હતા. બંને વચ્ચે ભાઈબંધી હતી કે, તેમને એક બીજા વિના ચાલે જ નહીં. જ્યાં જાય ત્યાં સાથે ને સાથે. એક દિવસ આ નગરમાં એક દેવમંદિરનો ઉત્સવ હતો. ઉત્સવમાં ભાગ લેવા દૂર દૂરથી સાધુ-સંતો, ભાવિક-ભક્તો અને નરનારીઓનાં ટોળેટોળાં આવેલાં હતાં. તે બધાં નગરયાત્રામાં જોડાયાં હતાં. “ અહીંની રાજકુંવરી પણ ફૂલમાળાઓથી શણગારેલા હાથી ઉપર બેસીને, નગરયાત્રામાં નીકળી હતી. શું રાજકુંવરીનું રૂપ ! તેનાં દર્શન કરવાં એ પણ એક લ્હાવો હતો. અંબાડીમાં બેઠેલા કંચુકીઓ છત્ર ધરી રહ્યા હતા, વર્ષધરો ચામર ઢોળતા હતા અને દાસીઓ સોને મઢ્યા ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો