સાપુતારાની મુલાકાતે

(25)
  • 14k
  • 2
  • 6.3k

ઘણા સમયથી અમે બહાર ફરવા જવાનું વિચારતા હતા. પણ સ્થળ નકકી નહોતું થતું. અચાનક રજાઓમાં સ્થળની પસંદગી થઇ જ ગઇ. એ પણ ઓગસ્ટ મહિનામાં. જયાં તહેવારોની રજાઓનો તો ભરમાર હતો. આપણે નોકરીયાત વર્ગ એટલે રજાના મેળથી જ કયાંક જવાનું વિચારીએ. આખરે અમે સાપુતારા જવાનું વિચાર્યુ. સાપુતારા અમે પહેલીવાર જતા હતા. આથી તેના વિશેની બધી જ માહિતી મેળવી અમે તૈયારી ચાલુ કરી. મારો નાનો પરિવાર એમાં હું મારા પતિશ્રી અને બે વર્ષનો બાબો. બીજા સાથે મારા નણંદશ્રી અને તેમનો પરિવાર હતો.

1

સાપુતારાની મુલાકાતે - 1

સાપુતારાની મુલાકાતે ભાગ-૧ તા.૧૫/૦૮/૨૦૨૨ થી તા.૧૮/૦૮/૨૦૨૨. ઘણા સમયથી અમે બહાર ફરવા જવાનું વિચારતા હતા. પણ સ્થળ નકકી નહોતું અચાનક રજાઓમાં સ્થળની પસંદગી થઇ જ ગઇ. એ પણ ઓગસ્ટ મહિનામાં. જયાં તહેવારોની રજાઓનો તો ભરમાર હતો. આપણે નોકરીયાત વર્ગ એટલે રજાના મેળથી જ કયાંક જવાનું વિચારીએ. આખરે અમે સાપુતારા જવાનું વિચાર્યુ. સાપુતારા અમે પહેલીવાર જતા હતા. આથી તેના વિશેની બધી જ માહિતી મેળવી અમે તૈયારી ચાલુ કરી. મારો નાનો પરિવાર એમાં હું મારા પતિશ્રી અને બે વર્ષનો બાબો. બીજા સાથે મારા નણંદશ્રી અને તેમનો પરિવાર હતો. સૌ પ્રથમ તો અમે કપડાંની ખરીદી અને બીજી જરૂરી વસ્તુઓની ખરીદી કરવા ...વધુ વાંચો

2

સાપુતારાની મુલાકાતે - 2

સાપુતારાની મુલાકાતે ભાગ-૨................ સાપુતારામાં હોટલમાં ફ્રેશ થયા પછી અમે સીધા સાપુતારા લેક જોવા નીકળી પડયા. હવે આગળ........................ સાપુતારા તળાવ આ વિસ્તારનું સૌથી પ્રખ્યાત પિકનિક સ્ટોપ માનવામાં આવે છે. સાપુતારા તળાવ મુખ્ય શહેર હિલ સ્ટેશનથી માત્ર એક કિલોમીટરના અંતરે આવેલું છે. આ તળાવ સંદર લીલાછમ પર્વોથી ઘેરાયેલું છે. જે તેને ખૂબ જ મનોહર બનાવે છે. તેની આસપાસ દુકાનો, ખાણીપીણી અને શોપીંગ સેન્ટરો વધુ પ્રમાણમાં છે. ત્યાં તમને મેગી અને મકાઇ બહુ જ જોવા મળશે. સાપુતારા લેક પહોંચતા ત્યાં એક નાની ટ્રેન આવે છે. તેમાં મોટા અને નાના બધા બેસીને જઇ શકે છે. એ તમને સાપુતારા તળાવની આસપાસના ગોળ વિસ્તારમાં ...વધુ વાંચો

3

સાપુતારાની મુલાકાતે - 3

સાપુતારાની મુલાકાતે ભાગ-૩ સાપુતારામાં હોટલમાં ફ્રેશ થયા પછી અમે સીધા સાપુતારા લેક જોવા નીકળી પડયા. એ પછી સાપુતારા લેક સનસેટ પોઇન્ટની મુલાકાત લઇ અમે આગળ ટેબલ પોઇન્ટ તરફ આગળ વધ્યા. હવે આગળ........................ ટેબલ પોઇન્ટ પર જવાનો રસ્તો બહુ જ આકરો અને અઘરો છે. ત્યાં ઉપર હેવી ગાડી હોય તો જ તમે ઉપર સુધી જઇ શકો. પણ બાકીના પ્રવાસીઓ તો ગાડી નીચે જ પાર્ક કરીને ઉપર તરફ ચાલતા જાય છે. ત્યા સુધીનો રસ્તો બહુ ઢોળાવવાળો છે. અમે ટેબલ પોઇન્ટ પર વાહન કરીને પહોંચ્યા. ત્યાં પણ સરસ વાતાવરણ હતું. ત્યાં પણ ખાણી-પીણી બજાર છે, ફૂલોથી સુસજ્જીત સાયકલો, બાળકો માટેની ગાડીઓ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો