આ તો એનાં હરવા ફરવાના દિવસો છે

(9)
  • 6k
  • 0
  • 2.7k

સંવાદ 1:- "મૉન્ટુ, જલદી તૈયાર થઈ જા દિકરા, સ્વિમિંગમાં જવાનો ટાઈમ થઈ ગયો!" "પણ મમ્મી, મારે નથી શીખવું સ્વિમિંગ! મારા બધાં ફ્રેન્ડ્સ અત્યારે રમતા હોય. ખાલી હું જ નહીં હોઉં. જવા દે ને મને રમવા!" સંવાદ 2:- "વિકી, ફટાફટ નાસ્તો કરી લે, પછી તારે ક્રિકેટ કોચિંગમાં જવાનું છે. વેકેશન માટેનો સ્પેશ્યલ બેચ છે બે મહિનાનો." સંવાદ 3:- "પ્રીતિ, આજથી તારા ડ્રોઈંગ ક્લાસ શરુ થાય છે. વેકેશન છે તો થોડું શીખી લે. કામ લાગશે ક્યારેક." સંવાદ 4:- "મારી દિકરીને તો સવારે સ્વિમિંગમાં, બપોરે ડ્રોઈંગ ક્લાસમાં, સાંજે સ્કેટિંગમાં મૂકી છે. વેકેશન છે તો શીખી લેવાય. આમેય ઘરમાં બેઠાં બેઠાં એ કરવાની પણ શું?" સંવાદ 5:- "મારો દિકરો બહાર તાપમાં જતો ન રહે એટલે અમે તો એને વેકેશન માટે પ્લે સ્ટેશન લાવી આપ્યું છે. આખો દિવસ એનાં પર ગેમ્સ રમ્યા કરે."

1

આ તો એનાં હરવા ફરવાના દિવસો છે - ભાગ 1

વાર્તા:- આ તો એનાં હરવા ફરવાના દિવસો છેલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીસંવાદ 1:-"મૉન્ટુ, જલદી તૈયાર થઈ જા દિકરા, સ્વિમિંગમાં ટાઈમ થઈ ગયો!""પણ મમ્મી, મારે નથી શીખવું સ્વિમિંગ! મારા બધાં ફ્રેન્ડ્સ અત્યારે રમતા હોય. ખાલી હું જ નહીં હોઉં. જવા દે ને મને રમવા!"સંવાદ 2:-"વિકી, ફટાફટ નાસ્તો કરી લે, પછી તારે ક્રિકેટ કોચિંગમાં જવાનું છે. વેકેશન માટેનો સ્પેશ્યલ બેચ છે બે મહિનાનો."સંવાદ 3:-"પ્રીતિ, આજથી તારા ડ્રોઈંગ ક્લાસ શરુ થાય છે. વેકેશન છે તો થોડું શીખી લે. કામ લાગશે ક્યારેક."સંવાદ 4:-"મારી દિકરીને તો સવારે સ્વિમિંગમાં, બપોરે ડ્રોઈંગ ક્લાસમાં, સાંજે સ્કેટિંગમાં મૂકી છે. વેકેશન છે તો શીખી લેવાય. આમેય ઘરમાં બેઠાં બેઠાં ...વધુ વાંચો

2

આ તો એનાં હરવા ફરવાના દિવસો છે - ભાગ 2

વાર્તા:- આ તો એનાં હરવા ફરવાના દિવસો છે લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીપહેલા અંકમાં તમે કેટલાંક સંવાદો સાથે જોયું બાળક શું ઈચ્છે છે અને માતા પિતા એની પાસે શું કરાવે છે! એક નાનકડું બાળ કેવું અનુભવતું હશે જ્યારે એનાં તમામ મિત્રો રમતાં હોય અને એ માતા પિતાની અપેક્ષાઓનાં બોજ હેઠળ એક ક્લાસથી બીજા ક્લાસ જબરદસ્તી ફરતો હોય! પાછું એ જ મા લોકોને એમ કહેતી ફરે કે, "મને તો આને બધી જગ્યાએ લેવા મૂકવા જવામાંથી ફુરસદ જ નથી મળતી. કામ કરતાં કરતાં એની પાછળ જ દોડવાનું હોય! આવી માને મારે એટલું જ કહેવાનું કે એ બાળક પાછળ દોડાદોડ નથી કરતી, ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો