શ્વાસ અધૂરાં તુજ વિના

(156)
  • 20.9k
  • 13
  • 10.3k

સાજનાં સાતેક વાગ્યાનો સમય છે. શહેર જાણે આખા દિવસનો થાક ઉતારવા હવે ઘરે પહોચવા થનગની રહ્યું હોય એમ ઠેર ઠેર ટ્રાફિકનો ચક્કાજામ થઈ ગયો છે. આમ તો ઉનાળાનાં દિવસો હોવાથી અંધકાર એટલું તો નથી, છતાં શહેરી જનતા ઉજાશ વિના જરાય ન રહી શકે એમ ચારેકોર લાઈટો શરું થઈ ગઈ છે. આ લાઈટો માત્ર લાઈટ્સ નથી પણ ઝગમગતી લાઈટોની સાથે, કોઈનાં જીવનનાં સૂર્યોદયની એક નાનકડી ઝાંખી છે. ટાઉનહોલની બહાર એ ટિકીટ કાઉન્ટર પર એ 'લાઈવ શો વિથ સુપરસ્ટાર આહના' માટે લાંબી લાઈન લાગી છે. અચાનક પોતાની ફોર વ્હીલર લઈને જતી બંસરીની નજર ટાઉનહોલની અંદર રહેલી ભીડની તરફ ગઈ. આમ તો કદાચ ઉભા રહેવાનો સમય ન હોય પણ ટ્રાફિક સિગ્નલ એ એવી બનાવી દીધું છે કે એમાં સગા બાપનું પણ ન ચાલે અને બંસરીને ઉભી રહેવા મજબૂર કરી દીધી. જોકે ટાઉનહોલની બહાર આમ પણ રોજ માટે એટલી લાઈન હોય જ પણ આજે કંઈ વધારે જ ઉભરાતી દેખાઈ રહી છે.

Full Novel

1

શ્વાસ અધૂરાં તુજ વિના - 1

પ્રકરણ - ૧ સાજનાં સાતેક વાગ્યાનો સમય છે. શહેર જાણે આખા દિવસનો થાક ઉતારવા હવે ઘરે પહોચવા થનગની રહ્યું એમ ઠેર ઠેર ટ્રાફિકનો ચક્કાજામ થઈ ગયો છે. આમ તો ઉનાળાનાં દિવસો હોવાથી અંધકાર એટલું તો નથી, છતાં શહેરી જનતા ઉજાશ વિના જરાય ન રહી શકે એમ ચારેકોર લાઈટો શરું થઈ ગઈ છે. આ લાઈટો માત્ર લાઈટ્સ નથી પણ ઝગમગતી લાઈટોની સાથે, કોઈનાં જીવનનાં સૂર્યોદયની એક નાનકડી ઝાંખી છે. ટાઉનહોલની બહાર એ ટિકીટ કાઉન્ટર પર એ 'લાઈવ શો વિથ સુપરસ્ટાર આહના' માટે લાંબી લાઈન લાગી છે. અચાનક પોતાની ફોર વ્હીલર લઈને જતી બંસરીની નજર ટાઉનહોલની અંદર રહેલી ભીડની તરફ ગઈ. ...વધુ વાંચો

2

શ્વાસ અધૂરાં તુજ વિના - 2

પ્રકરણ - ૨ પોણા સાત વાગી ચૂક્યાં છે. આખો હોલ ચિક્કાર ભરાઈ ચૂક્યો છે. બસ હવે થોડા જ સમયમાં સાત વાગે શો ચાલું થવાની તૈયારી છે. જ્યાં સીધી શૉ ચાલું ન થાય પબ્લિકનો ઘોઘાટ તો રહેવાનો જ પણ ત્યાં જ એક અનાઉન્સમેન્ટ સાથે એક હેન્ડસમ, આકર્ષક પર્સનાલિટીવાળા એક યુવાનની સ્ટેજ પર એન્ટ્રી થઈ એ સાથે જ તાળીઓનો ગડગડાટ શરું થયું અને એની સ્પીચ સાથે હોલમાં એકદમ નીરવતા છવાઈ ગઈ. બંસરી વિચારવા લાગી કે આ તો અમારી કોલેજનો શ્યામ છે. એ અહીં કેવી રીતે? આમાં એ શું કરી રહ્યો છે? શ્યામ એટલે આહના અને અનમોલનો કટ્ટર દુશ્મન કે એ એકમાત્ર ...વધુ વાંચો

3

શ્વાસ અધૂરાં તુજ વિના - 3

પ્રકરણ - ૩ આખરે આહના સુધી બંસરીનો સંદેશ પહોંચ્યો. એ ફટાફટ બધું પેકિંગ કરીને ઘરે જવાની ઉતાવળમાં જ છે બંસરીનું નામ સાંભળતાં એનાં પગ થંભી ગયાં. કદાચ એનું મન ઉલઝનમા છે કે શું કરવું? એને મળવું કે નહીં? આખરે એણે કહ્યું,"હા એમને મોકલો પણ અહીં નહીં પાર્કિંગમાં રહેલી મારી ગાડી પાસે." આટલું પણ બહું હતું. બંસરી અને આહના બેય ત્યાં સામસામેથી આવ્યાં. બે મિનિટ બંને એકબીજા સામે જોઈ રહ્યાં પણ પછી શું થયું કે બંને એકબીજાને ભાવુક બનીને ભેટી પડ્યાં. બંસરીને થયું કે બહું સમય બગાડવો યોગ્ય નથી એટલે એણે સીધું જ પૂછ્યું, "આહુ, તું તો મોટી સ્ટાર બની ...વધુ વાંચો

4

શ્વાસ અધૂરાં તુજ વિના - 4

પ્રકરણ - ૪ બંસરી આહનાની વધુ પૂછપરછ કરતાં બોલી, "તો તારી સાથે એ શ્યામ? એ તારી ટીમમાં કેવી રીતે એને તો તમે બંને પસંદ પણ નહોતા કરતાં ને? " "કોણ જાણે સમય બદલાતો રહે એમ અમે કરિયરને તિલાંજલિ આપવાની તૈયારીમાં હતાં અને એમ એણે ગિટાર સાથે તાલ મેળવીને કંઈ નવી દુનિયા રચવાનું નક્કી કર્યુ હતું. એને કેવી રીતે ખબર પડી એ તો ખબર નથી પણ એણે મને એક દિવસ સામેથી ફોન કર્યો અને લાઈવ શૉ માટે ઑફર કરી. મને એવો કોઈ શોખ રહ્યો ન હતો પણ એ સમયે મમ્મી પપ્પા ભાઈ સાથે કેનેડા હતા. મારે જીવન ચલાવવા કંઈ તો ...વધુ વાંચો

5

શ્વાસ અધૂરાં તુજ વિના - 5 - છેલ્લો ભાગ

(અંતિમ ભાગ) બંસરી ડિટેક્ટીવની જેમ નવો સવાલ કરતાં બોલી, "એ વાત સાચી પણ તું તો આહનાથી નારાજ હતો તો તો તારું સ્વતંત્ર કરિયર શરું કરવું હતું ને? તારે ક્યાં પૈસાની કમી હતી? એનેય ખબર પડત અને એટલીસ્ટ તારું પેશન તો જીવતું રહેત ને?" "પણ મારાં જીવનનું સંગીત અને પેશન જ આહના હતી એનાં વિના હું આગળ ઈચ્છું તોય ન વધી શકું. એનાં વિના તો હું સફળ જ ન બની શકું. અમારો પડછાયો એક થાય તો જ સંગીત અને ડાન્સની સફળતાનો સમન્વય થાય અને હવે તો જ્યારે આહના પોતે આગળ વધીને આટલું સારું નામ કમાઈ રહી છે ત્યારે એની દુનિયામાં ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો