સ્નેહ નીતરતી સાંજ

(40)
  • 10.4k
  • 8
  • 4.8k

વરસાદ અનરાધાર વરસે જતો હતો, આજે તે રોકાવાનું નામ લેતો ન હતો જરા તોફાની બનીને જ આવ્યો હતો અને પાણી ભરેલાં કાળા ડિબાંગ વાદળો પંજરીના જીવનમાંથી હટીને આજે આકાશમાં સ્થિર થઈ ગયા હતાં. વરસાદને કારણે અંધારું પણ વહેલું થઈ ગયું હતું. પણ પંજરીને આજે જે તક મળી હતી તે તકને તે ગુમાવવા માંગતી ન હતી. આજે તેણે ઘર છોડવાના પોતાના નિર્ણયને અમલમાં લાવી દીધો હતો. પરંતુ આ વરસાદી માહોલમાં ક્યાં જવું? પોતાની સૌંદર્ય સભર યુવાનીને ક્યાં અને કઈ રીતે સંતાડવી? તે એક સળગતો પ્રશ્ન તેનાં સળગેલા મનને સતત સતાવી રહ્યો હતો.

Full Novel

1

સ્નેહ નીતરતી સાંજ - 1

નમસ્કાર વાચક મિત્રો વર્ષા ઋતુ એટલે સૌને ગમતી ઋતુ. વર્ષાઋતુને અનુલક્ષીને માતૃભારતી પર એક હરિફાઈ મોનસૂન વાર્તા સ્પર્ધા યોજવામાં હતી. આ મોનસૂન વાર્તા સ્પર્ધામાં " સ્નેહ નીતરતી સાંજ " ત્રણ ભાગની એક નવલિકા મેં મૂકી હતી. જે વાર્તાએ આ હરિફાઈમાં ત્રીજો નંબર મેળવ્યો છે. જેને માટે હું માતૃભારતી ટીમ તેમજ મારા તમામ વાચકોની ખૂબ ખૂબ આભારી છું.મારી અગાઉની રચનાની જેમ જ આ રચના પણ સંપૂર્ણ કાલ્પનિક અને સ્વરચિત છે. અનરાધાર વરસાદની હેલીમાં બે યુવાન હૈયાનું મિલન અને પ્રેમની આ એક દિલચસ્પ કહાની છે. તો ચાલો રહસ્ય અને રોમાંચ તથા રોમાંસથી ભરપૂર વાર્તાની સફર માણીએ.મારી અગાઉની રચનાઓની જેમ આ રચનાને ...વધુ વાંચો

2

સ્નેહ નીતરતી સાંજ - 2

માધવ: ઓકે બાબા,તારે પોલીસ સ્ટેશને ન જવું હોય તો મને વાંધો નથી પણ અત્યારે તો તું મારી સાથે મારા જ ચાલ અહીંયા રસ્તામાં તને એમ થોડી ઉતારી દેવાય! માધવના પપ્પાની તબિયત બગડતાં તે મૃત્યુ પામ્યા હતાં માધવને તેનાથી મોટી એક બહેન પણ હતી જેના લગ્ન થઈ ગયા હતા અને તે પોતાના પતિ સાથે ઓસ્ટ્રેલિયામાં સેટલ હતી. માધવ પોતાની મમ્મી સાથે અહીં અમદાવાદમાં આદિત્ય ગ્રીન્સ બંગલોમાં એકલો જ રહેતો હતો. માધવની બહેન નિધિ પ્રેગ્નન્ટ હતી એટલે મમ્મી અત્યારે ઓસ્ટ્રેલિયા ગયા હતા એટલે અત્યારે તો આ વિશાળ બંગલોમાં બંદા એકલા જ રહેતા હતા. મમ્મી માધવને વારંવાર ટોક્યા કરતી હતી કે કોઈ ...વધુ વાંચો

3

સ્નેહ નીતરતી સાંજ - 3 - છેલ્લો ભાગ

માધવ પંજરીની સામે જોઈ રહ્યો હતો અને બ્રેકફાસ્ટ કરતાં કરતાં ધીમેથી તેણે પંજરીને પૂછ્યું કે," પંજરી આપણે પોલીસમાં કમ્પલેઈન દઈશું કે, કાલુભા આ રીતે તને હેરાન કરે છે, એક રૂમમાં પૂરી રાખે છે અને તેમનો ઈરાદો ખરાબ છે."માધવનો પ્રશ્ન સાંભળીને પંજરી બ્રેકફાસ્ટ કરતાં કરતાં એકદમ ઉભી થઈ ગઈ અને બોલી કે, "તમારે મને પોલીસને સોંપવાની જરૂર નથી તમે પોલીસ કમ્પલેઈન કરશો એટલે તરત જ કાલુભાને જાણ થશે અને તેમને જાણ થતાં જ તે પોલસની આગળ ડાહી ડાહી વાતો કરીને પોલીસને ફોસલાવીને, પોતાની બાજુમાં કરીને પાછા મને એ જ કારાવાસમાં ધકેલી દેશે. આજથી બે મહિના પહેલા પણ મેં ભાગવાની કોશિશ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો