સફળતા એટલે શું? જો આ સવાલ એક પુરુષને પૂછવામાં આવે ત્યારે એનો જવાબ હોય “મહેનતનું ફળ” પણ જો આ જ સવાલ એક સ્ત્રીને પૂછવામાં આવે ત્યારે એ સવાલનો જવાબ બદલાઈ જતો હોય છે પછી ભલે સ્ત્રી ગમે તેટલી મહેનત કરે પણ સમાજ પાસે એનો એક જ જવાબ હોય છે “સુંદરતાનો પુરસ્કાર”.
નવા એપિસોડ્સ : : Every Tuesday & Saturday
દ્રષ્ટિકોણ - 1 - સફળતા: મહેનત કે પછી ...
સફળતા એટલે શું? જો આ સવાલ એક પુરુષને પૂછવામાં આવે ત્યારે એનો જવાબ હોય “મહેનતનું ફળ” પણ જો આ સવાલ એક સ્ત્રીને પૂછવામાં આવે ત્યારે એ સવાલનો જવાબ બદલાઈ જતો હોય છે પછી ભલે સ્ત્રી ગમે તેટલી મહેનત કરે પણ સમાજ પાસે એનો એક જ જવાબ હોય છે “સુંદરતાનો પુરસ્કાર”.જોવા જઈએ તો હાલના સમયમાં સ્ત્રીઓ પણ પુરુષ જેટલી જ મહેનત કરતી હોય છે અને જોવા જઈએ તો પુરુષ કરતા વધુ મહેનત કરતી હોય છે. ઓફિસમાં ઓફિસનું કામ અને ઘરે આવ્યા પછી ઘરકામ. જયારે આવી મહેનતને સુંદરતાના પુરસ્કારમાં ખપાવવામાં આવે ત્યારે ખરેખર મનને ઠેસ પહોંચે છે.ચાલો આજે આપણે આ જ ...વધુ વાંચો
દ્રષ્ટિકોણ - 2 - સંબંધની પરિભાષા
સંબંધ શું છે? જો આ સવાલ પૂછવામાં આવે તો વ્યક્તિદર સંબંધની પરિભાષા કે વ્યાખ્યા બદલાતી હોય છે. વ્યક્તિ પોતાના પ્રમાણે સંબંધની પરિભાષા બદલતો હોય છે. સંબંધની પરિભાષા ભલે ગમે તે હોય પણ જો કોઈ પણ સંબંધમાં પ્રેમ ના હોય તો એ સંભંધ માત્ર નામનો રહી જાય છે.આજે આપણે એવા જ એક સંબંધની વાત કરવા જઈ રહ્યા છે અને એ સંબંધ છે “પતિ-પત્ની નો”. આ એક સંબંધ એવો છે જેમાં તમે એકબીજાના મિત્ર પણ બની શકો અને સાથી પણ.જયારે પણ કોઈ સંબંધની શરૂઆત થાય છે ત્યારે એની નીવ વિશ્વાસ પર રાખવી જોઈએ અને સાથે સાથે એમાં પ્રેમનું સિંચન જરૂરી છે ...વધુ વાંચો