પ્રેમકહાની સને 2100 ની :- ચાહતથી જુનુન સુધી

(127)
  • 20.7k
  • 4
  • 6.9k

"સમય" કુદરતનુ એક એવું પરિબળ છે જે સૃષ્ટિના સર્જનથી શરૂ થઈ તેના અંત સુઘી સતત અને અવિરત વહેતો રહેશે. આ સમય ઘણા જીવોથી લઈને વિવિધ સંસ્કૃતિઓ અને જીવસૃષ્ટિને જડમૂળથી બદલી નાખનારા મહાવિનાશોનો સાક્ષી રહ્યો છે, છતાં એ પોતાની ક્યારેય ન બદલાનારી અને અચળ ઝડપે વહ્યા જ કરે છે. છતાં કોઈ નથી જાણતું કે આ સમયનો પ્રવાહ ક્યાં જઈને અટકશે. માનવ જાતની શરૂવાત તો 10 લાખ વર્ષો પહેલાં થઈ હતી, પણ તેનો અંત ?

Full Novel

1

પ્રેમકહાની સને 2100 ની :- ચાહતથી જુનુન સુધી - 1

પ્રેમકહાની સને 2100 ની:- ચાહતથી જુનુન સુધી (ભાગ-1) "સમય" કુદરતનુ એક એવું પરિબળ છે જે સૃષ્ટિના સર્જનથી શરૂ થઈ તેના અંત સુઘી સતત અને અવિરત વહેતો રહેશે. આ સમય ઘણા જીવોથી લઈને વિવિધ સંસ્કૃતિઓ અને જીવસૃષ્ટિને જડમૂળથી બદલી નાખનારા મહાવિનાશોનો સાક્ષી રહ્યો છે, છતાં એ પોતાની ક્યારેય ન બદલાનારી અને અચળ ઝડપે વહ્યા જ કરે છે. છતાં કોઈ નથી જાણતું કે આ સમયનો પ્રવાહ ક્યાં જઈને અટકશે. માનવ જાતની શરૂવાત તો 10 લાખ વર્ષો પહેલાં થઈ હતી, પણ તેનો અંત ? શું માનવીઓનો અંત અન્ય જીવો અને સંસ્કૃતિઓની ...વધુ વાંચો

2

પ્રેમકહાની સને 2100 ની :- ચાહતથી જુનુન સુધી - 2

વૈભવને isolation ચેમ્બરમાં ગયે 7 થી 8 કલાક જેટલો સમય થઈ ગયો હતો. ગઈ રાત્રે ચેમ્બરમાં દાખલ થયેલો વૈભવ, દિવસની સવાર થઈ ગઈ હોવા છતાં હજી ચેમ્બરમાં જ હતો. આમ જોવા જઈએ તો ચિંતા કરવા જેવું કંઈ હતું નહી કારણ કે શિવિકા સતત ચેમ્બરની ગતિવિધીઓ મોનીટર કરી રહી હતી. ચેમ્બરની ડિઝાઈન એવી હતી કે એક્વાર તેને કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ માટે પ્રોગ્રામ કરવામાં આવે તો જ્યાં સુધી તે ટ્રીટમેન્ટ પૂરી ન થાય ત્યાં સુધી isolation ચેમ્બર selflock સ્થિતિમાં જ રહે છે. શિવિકાને isolation ચેમ્બરની આ ખાસિયત વિશે જાણકારી હતી. ...વધુ વાંચો

3

પ્રેમકહાની સને 2100 ની :- ચાહતથી જુનુન સુધી - 3

શિવિકાની વાત માનીને વૈભવ પેહલા બ્રેકફાસ્ટ કરવા માટે માની જાય છે. એક તરફ વૈભવ પોતાનો બ્રેકફાસ્ટ કરતો હતો અને તરફ શિવિકા વૈભવના રીપોર્ટને જૂના રીપોર્ટ સાથે સરખાવી રહી હતી અને આ બધી પ્રોસેસ વૈભવને દેખાય એટલા માટે શિવિકાએ એક હોલોગ્રાફિક સ્ક્રીન (હોલિવુડના મુવી IRON MAN માં ટોની સ્ટાર્ક યુઝ કરે તેવી) ડાઇનિંગ ટેબલ પર ચાલુ કરી. વૈભવની નજર જેવી ટેબલ પર પ્રકાશિત થતી સ્ક્રીન પર પડી, તરત જ તે બોલી ઉઠ્યો. "Good job My everything. તારી બ્રેકફાસ્ટ કરવાની વાત માની એટલે મારું કામ કરતા કરતા મને બતાવી પણ રહી છે." "Thank you ...વધુ વાંચો

4

પ્રેમકહાની સને 2100 ની :- ચાહતથી જુનુન સુધી - 4

શિવિકાએ વૈભવને આટલો ચિંતામાં ક્યારેય જોયો નહોતો. તેણે મદદ કરવાના આશયથી વૈભવને પૂછ્યું, "Mr. વૈભવ. તમને ગઈ કાલની ગેમમાં ઈજાઓ થઈ છે તે આજથી પેહલા ક્યારેય નથી થઈ. In fact કોઈ તમને આવી ઈજાઓ પહોંચાડી શક્યું જ નથી. છતાં તમને ઈજાઓ કરતા વધારે ચિંતા રોબોટની કેમ થાય છે ? મને તમારી આ ચિંતાનુ કારણ સમજાતું નથી." Role switching મોડ ચાલુ હોવાથી અત્યારે વૈભવની ચિંતા સમજીને શિવિકા તે મુજબ વર્તી રહી હતી. "શિવિકા, આ ચિંતાનુ કારણ મારા મનમાં ઉદભવતી શંકાઓ છે. જો આમાંની કોઈ શંકા સાચી પડી તો ...વધુ વાંચો

5

પ્રેમકહાની સને 2100 ની :- ચાહતથી જુનુન સુધી - 5

"What are you saying શિવિકા ? કેમ અહીંયા આવી રહયા છે ?" એક તરફ વૈભવ એ વિચારોમાં હતો કે વ્યક્તિને કેવી રીતે શોધવો, એમાં આ નવી મુસીબત આવીને ઊભી રહી હતી જેને શિવિકાએ trouble કહીને વર્ણવી હતી. વૈભવ આ trouble ને લીધે વધારે ચિંતાગ્રસ્ત બન્યો હતો. પછી તેણે પોતાની જાતને સંભાળી લીધી અને તૈયાર થઈ ગયો તેમનો સામનો કરવા માટે. "શિવિકા, એમને ઘરમાં આવવા માટેનો access આપી દે. જે થાય તે, જોયુ જશે પછીથી." "Access granted to trouble....." શિવિકાએ વૈભવના ઓર્ડરનો અમલ કર્યો એટલે તેની સિસ્ટમમાંથી ...વધુ વાંચો

6

પ્રેમકહાની સને 2100 ની :- ચાહતથી જુનુન સુધી - 6

વૈભવના કહ્યા પ્રમાણે શિવિકાએ Robo-war માં રોબોટ બનીને આવેલ વ્યક્તિને ટ્રેક કરવાનું ચાલુ કરી દીધું. વૈભવે ભૂતકાળની કહાની આગળ 21 મી સદીના મધ્યભાગમાં મનુષ્ય જાતિને કઈ રીતે બચાવવી તેનાં માટે વિશ્વના પ્રખ્યાત અને ખ્યાતનામ લોકો સાથે ઘણી જગ્યાએ ચર્ચાઓ કરવામાં આવી. શક્ય હોય તેવા તમામ ઉપાયો ઉપર ખુબ જ જીણવટપૂર્વક વિચાર વિમર્શ કરવામાં આવ્યા, પરંતુ પરિણામ મળ્યું નહી. આવી જ એક કોન્ફરન્સમાં Dr. Richard અને Dr. Damini મળ્યા. Dr. Damini એ કોનફરન્સમાં Artificial Intelligence ની સહાય લેવાનું સૂચન આપ્યું, જેને ઉપસ્થિત તમામ લોકોએ ખારીજ કરી દીધું. ...વધુ વાંચો

7

પ્રેમકહાની સને 2100 ની :- ચાહતથી જુનુન સુધી - 7 (અંતિમ ભાગ)

"Mr. વૈભવ, તમને પૂરેપૂરી ખાતરી છે કે કાલે Robo-war માં આવેલ અજાણ્યો વ્યક્તિ ધારા જ છે ?" શિવિકાએ ધારાને જોઈ નહોતી એટલે સુરક્ષાના કારણોસર તે વૈભવને પૂછી રહી હતી. "Yes My everything શિવિકા. હું મારી ધારાને ઓળખી ના શકું તેવું બને જ નહી. મને જરાય આઈડિયા નહોતો કે ધારા આ રીતે મારી સુધી પહોંચવાની કોશિશ કરશે, otherwise હું તેને ફાઇટમાં જ ઓળખી ગયો હોત." વૈભવ પૂરા આત્મવિશ્વાસથી કહી રહ્યો હતો અને હવે તે ધારાને પામીને જ રહેશે એવો વિશ્વાસ તેનાં ચેહરા પર દેખાઈ રહ્યો હતો. "હાઈ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો