નયના હિંચકા પર બેઠીને જેવી પગની ઠેસ મારી કે કિચૂડ કિચૂડ અવાજ આવ્યો, આ હિંચકો પણ જૂનો થયો એટલે આવો થઇ ગયો છે. જ્યારે પપ્પા એ લગ્ન માં આપ્યો ત્યારે કેવો સરસ અને મૌન , પ્રેમાળ હતો.. નાનપણથી તેને ખૂબ ગમતો... તેને વિચાર અવ્યો કે જિંદગી નું પણ આવું જ છે. જ્યારે તેને તેના ઘરના બધા લોકોને વિરોધ હતો છતાંયે તેને નિરવ સાથે લવ કમ એરેન્જડ લગ્ન કર્યા હતા...

નવા એપિસોડ્સ : : Every Monday

1

સ્ત્રીની વેદના - ભાગ-૧

નયના હિંચકા પર બેઠીને જેવી પગની ઠેસ મારી કે કિચૂડ કિચૂડ અવાજ આવ્યો, આ હિંચકો પણ જૂનો થયો એટલે થઇ ગયો છે. જ્યારે પપ્પા એ લગ્ન માં આપ્યો ત્યારે કેવો સરસ અને મૌન , પ્રેમાળ હતો.. નાનપણથી તેને ખૂબ ગમતો... તેને વિચાર અવ્યો કે જિંદગી નું પણ આવું જ છે. જ્યારે તેને તેના ઘરના બધા લોકોને વિરોધ હતો છતાંયે તેને નિરવ સાથે લવ કમ એરેન્જડ લગ્ન કર્યા હતા... તેના પપ્પા એ તેને ઘણું સમજાવી કે બેટા છોકરો પૈસાદાર છે, એટલું મહત્વ નું નથી, તેનો સ્વભાવ અને ગુણ પણ જોવો પડેશે... પણ મધ્યમ વર્ગમાં ઉછરેલી નયના ને ...વધુ વાંચો

2

સ્ત્રીની વેદના ભાગ-૨

નયનાએ મસ્ત બે ગુલાબ ની કળી જેવી દીકરીઓને જનમ આપ્યો.. તેમનો કોમળ અવાજ હજી રડવાના સ્વરૂપે હોસ્પિટલમાં ગુંજ્યો જ ત્યાં તેમના દાદીનો ત્રાડ જેવો અવાજ સાંભળી અટકી ગયો... નિરવ બે ડગલાં પાછા ફર્યો શું થયું મમ્મી! તારે એની પાસે જવાનું નથી , જે આપણા ઘરનો વારસદાર ના આપી શકી તેનું મોં જોઇને તું શું કરીશ! પણ મમ્મી તે છે તો મારું લોહીને તારી પૌત્રી ઓ છે.. તને એકવાર કહ્યું ને ઘરે ચાલ નહીતો.. નિરવ તેની મમ્મી ની પાછળ પાછળ ચાલી નિકળ્યો.... આખી હોસ્પિટલમાં અંદરો અંદર ચર્ચા થવા લાગી ભલેને સરકાર ગમે તેવા કાર્યક્રમ કરી સમજાવે દીકરો ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો