હમ્પી- અદભૂત પ્રવાસધામ

(50)
  • 20.7k
  • 13
  • 6.4k

વર્ષ ૨૦૧૩માં બેંક અધિકારી તરીકે નિવૃત્ત થઈને અમદાવાદ સેટલ થયા પછી, અમે પતિ-પત્ની દર વર્ષે ત્રણેક મહિના માટે અમારા પુત્ર નિકુંજને ઘેર બેંગલોર આવીએ છીએ. અમને બંનેને ફરવાનો ઘણો શોખ હોવાથી અને પ્રભુકૃપાથી તંદુરસ્તી સારી હોવાથી અમે દર વર્ષે બેંગલોરની આજુબાજુ અલગ-અલગ જગ્યાએ ફરવા જઈએ છીએ. અગાઉનાં વર્ષોમાં બેંગલોરથી દક્ષિણ દિશામાં મૈસુર, શ્રીરંગપટ્ટનમ, સકલેશ્વર, કોટીલિંગેશ્વર, પિરામિડ વેલી, તિરુપત્તી, કોડાઈકેનાલ, મુન્નાર, ઠેકડી, કુર્ગ, વિગેરે સ્થળોની મુલાકાત લીધી હતી. એટલે આ વર્ષે બેંગ્લોરથી ઉત્તર દિશામાં આવેલ હમ્પીની મુલાકાત લેવાનું નક્કી કર્યું. જુઓ હમ્પીનાં વિવિધ આકર્ષણોનું વિહંગાવલોકન: હમ્પી વિષે પ્રાથમિક માહિતી એકઠી કરી, ત્યારે જાણ્યું કે આમ તો હમ્પી મધ્ય કર્ણાટકના પૂર્વ ભાગમાં

Full Novel

1

હમ્પી -અદભૂત પ્રવાસધામ - હમ્પી –(૧) પમ્પાદેવી (પાર્વતી)ની તપસ્યા ભૂમિ

વર્ષ ૨૦૧૩માં બેંક અધિકારી તરીકે નિવૃત્ત થઈને અમદાવાદ સેટલ થયા પછી, અમે પતિ-પત્ની દર વર્ષે ત્રણેક મહિના માટે અમારા નિકુંજને ઘેર બેંગલોર આવીએ છીએ. અમને બંનેને ફરવાનો ઘણો શોખ હોવાથી અને પ્રભુકૃપાથી તંદુરસ્તી સારી હોવાથી અમે દર વર્ષે બેંગલોરની આજુબાજુ અલગ-અલગ જગ્યાએ ફરવા જઈએ છીએ. અગાઉનાં વર્ષોમાં બેંગલોરથી દક્ષિણ દિશામાં મૈસુર, શ્રીરંગપટ્ટનમ, સકલેશ્વર, કોટીલિંગેશ્વર, પિરામિડ વેલી, તિરુપત્તી, કોડાઈકેનાલ, મુન્નાર, ઠેકડી, કુર્ગ, વિગેરે સ્થળોની મુલાકાત લીધી હતી. એટલે આ વર્ષે બેંગ્લોરથી ઉત્તર દિશામાં આવેલ હમ્પીની મુલાકાત લેવાનું નક્કી કર્યું. જુઓ હમ્પીનાં વિવિધ આકર્ષણોનું વિહંગાવલોકન: હમ્પી વિષે પ્રાથમિક માહિતી એકઠી કરી, ત્યારે જાણ્યું કે આમ તો હમ્પી મધ્ય કર્ણાટકના પૂર્વ ભાગમાં ...વધુ વાંચો

2

હમ્પી- અદભૂત પ્રવાસધામ - હમ્પી –(૨) વીર હનુમાનની કિષ્કિન્ધા નગરી

હમ્પી નગર તેના સુવર્ણયુગ દરમ્યાન લગભગ ૩૦ ચો. કિમી જેટલા વિસ્તારમાં પ્રસરેલું હતું. આ નગરના વિનાશને ૫૦૦ વર્ષ વીતી હોવાથી અહીંનાં મોટાભાગનાં ખંડેરો પણ નદીની રેતીમાં દટાઈ ગયાં હતાં. કર્ણાટક ટુરિઝમે ઘણાં વર્ષોની મહેનત પછી આ બધાં ખંડેરોને ખોદીને બહાર કાઢ્યાં છે અને તેની જાળવણી માટે તથા હજુ નવાં ખંડેરો શોધવાનું ચાલુ હોવાથી આ સમગ્ર વિસ્તારને આરક્ષિત જાહેર કરેલો છે. એટલે હમ્પીમાં નવું રહેઠાણ, બજાર, હોટલ વિગેરે બાંધી શકાય તેમ નથી. પરંતુ ઘણાં વર્ષો પહેલાં, જયારે સરકારને પણ આ ખંડેરો વિષે ખાસ માહિતી કે જાગૃતિ નહોતી, ત્યારે હમ્પીના લોકલ લોકોએ વિરૂપાક્ષ મંદિરની સામે પ્રાચીન બજારનાં ખંડેરોમાં રહેઠાણ શરુ કરી દીધેલ હતાં. ...વધુ વાંચો

3

હમ્પી –(૩) ભવ્ય વિજયનગર સામ્રાજ્યના સુવર્ણયુગનું સાક્ષી –ભાગ (૧)

પહેલા દિવસે હમ્પીનાં પૌરાણિક મહત્વ ધરાવતાં ધાર્મિક સ્થળોનાં દર્શન કરીને પાવન થયા બાદ બીજા દિવસે વારો હતો ઐતિહાસિક ધરોહરવાળાં મુલાકાત લેવાનો. અમે સવારે ઈડલી-ચટણી તથા ચાનો પેટ ભરીને નાસ્તો કરીને નીકળી પડ્યા મહાન વિજયનગર સામ્રાજ્યનાં ભગ્ન ખંડેરોની રોમાંચક મુલાકાતે. જયારે ઐતિહાસિક ખંડેરોની મુલાકાત લેવાની હોય ત્યારે તેના જાણકારની મદદ લીધા વિના જઈએ, તો ડેલીએ હાથ મૂકીને પાછા આવીએ, એવું પણ બને. એટલે અમે ગાઈડને સાથે લઈને જ જવાનું નક્કી કરેલ હતું. તે મુજબ અમે વિરૂપાક્ષ નામના ગાઈડને આખા દિવસ માટે સાથે રાખ્યો. છાપેલા રેટ મુજબ ગાઈડનો ચાર્જ આખા દિવસના રૂ ૨૦૦૦ અને અડધા દિવસના રૂ ૧૦૦૦ હતો, પરંતુ ઓફ ...વધુ વાંચો

4

હમ્પી – (૪) ભવ્ય વિજયનગર સામ્રાજ્યના સુવર્ણયુગનું સાક્ષી ભાગ (૨)

ધાર્મિક, પૌરાણિક, ઐતિહાસિક અને કુદરતી સૌંદર્ય એવાં ચાર પ્રકારનાં આકર્ષણો ધરાવતા અને વિશ્વના સૌથી મોટા ઓપનએર મ્યુઝિયમ તરીકે ઓળખાતા પ્રવાસધામ હમ્પીની વાત હવે આપણે આગળ ચલાવીએ. બપોરે જમ્યા પછી થોડો આરામ કરીને અમે એ જ રીક્ષા અને એ જ ગાઈડ સાથે ફરીથી હમ્પીનાં બાકીનાં જોવાલાયક સ્થળો તરફ નીકળી પડ્યા. ૧) શાહીકક્ષ: અમારું સૌ પ્રથમ ડેસ્ટીનેશન આવ્યું રોયલ એન્ક્લોઝર એટલે કે શાહીકક્ષ. અહીં રાજાનો મુખ્ય મહેલ ઉપરાંત અન્ય ઘણાં બધાં સ્ટ્રકચર હતાં. ૫૯૦૦૦ ચોરસ મીટરના વિસ્તારમાં પ્રસરેલ અને ચોતરફ પથ્થરની મજબુત દ્વિસ્તરીય દિવાલ ધરાવતા આ વિશાળ કોમ્પલેક્સમાં હાલ ૪૩ જેટલાં નાનાં મોટાં બિલ્ડીંગ મળી આવ્યાં છે. તેના પરથી શાહીકક્ષની ભવ્યતાની ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો