એક અજાણ્યો સંબંધ

(92)
  • 23.2k
  • 19
  • 8.9k

અયાન પુસ્તકાલયમાં પુસ્તકની શોધમાં ફરતો હતો. “ક્યાં હશે એ પુસ્તક… !” અયાન પુસ્તકની શોધમાં પોતાના મનમાં જ બોલે છે.અયાન પુસ્તકની શોધમાં હતો ને ત્યારે જ એક છોકરી આ પુસ્તકાલયમાં પ્રવેશે છે. થોડીવાર પછી આ છોકરીની નજર અયાન પર પડે છે. પહેલા તો આ છોકરાને બરાબર જોયા અને સંપૂર્ણપણે નિરીક્ષણ કરી લીધું કે આ ખરેખર અયાન જ છે ને. “અયાન...અયાન…”અયાનને અચાનક પાછળથી બૂમ સંભળાઈ. અયાનને બૂમ સંભળાતા જ અજાણતા પાછળ વળીને જોયું. જોકે ઘણાં સમય પછી બંને એકબીજાની પ્રત્યક્ષ હાજર હતાં. “ઓળખે છે કે ભૂલી ગયો… ?” છોકરીએ તેની પાસે આવતાં જ પ્રશ્ન કર્યો. “ના… તમે કોણ?” અયાનને ઓળખાણ ના પડી હોવાથી સામે જ પ્રશ્ન કર્યો. “ભલે

Full Novel

1

એક અજાણ્યો સંબંધ ભાગ-૧ 'અધૂરી મુલાકાત'

અયાન પુસ્તકાલયમાં પુસ્તકની શોધમાં ફરતો હતો. “ક્યાં હશે એ પુસ્તક… !” અયાન પુસ્તકની શોધમાં પોતાના મનમાં જ બોલે છે.અયાન શોધમાં હતો ને ત્યારે જ એક છોકરી આ પુસ્તકાલયમાં પ્રવેશે છે. થોડીવાર પછી આ છોકરીની નજર અયાન પર પડે છે. પહેલા તો આ છોકરાને બરાબર જોયા અને સંપૂર્ણપણે નિરીક્ષણ કરી લીધું કે આ ખરેખર અયાન જ છે ને. “અયાન...અયાન…”અયાનને અચાનક પાછળથી બૂમ સંભળાઈ. અયાનને બૂમ સંભળાતા જ અજાણતા પાછળ વળીને જોયું. જોકે ઘણાં સમય પછી બંને એકબીજાની પ્રત્યક્ષ હાજર હતાં. “ઓળખે છે કે ભૂલી ગયો… ?” છોકરીએ તેની પાસે આવતાં જ પ્રશ્ન કર્યો. “ના… તમે કોણ?” અયાનને ઓળખાણ ના પડી હોવાથી સામે જ પ્રશ્ન કર્યો. “ભલે ...વધુ વાંચો

2

એક અજાણ્યો સંબંધ ભાગ-૨ 'ખોવાયેલુ મન'

ખોવાયેલું મન અયાન અને અનન્યા બંને પોતપોતાના ઘરે પરત ફરે છે. અયાન તેનું મનપસંદ ગીત ગણગણાવતો ઘરમાં પ્રવેશે છે. ગયો બેટા…!” અયાનને ઘરમાં પ્રવેશતો જોઈ તેના મમ્મીએ કહ્યું.“હા…” અયાને તેના મમ્મીની વાતનો હોકારો દેતા તેના બેડરૂમમાં જાય છે. અયાન પુસ્તકાલયમાંથી લાવેલા પુસ્તકને તેની યોગ્ય જગ્યાએ મૂકી વધારે સમય ન લેતાં હાથ-પગ ધોઈને ફ્રેશ થઈ જાય છે. ત્યારબાદ પોતાની જાતને એકલી રાખતાં શયનખંડમાં પરિવાર સાથે સમય પસાર કરે છે. અયાનનો પરિવાર અનન્યાના પરિવારને ઓળખતો હોવા છતાં પણ અયાન પોતાના પરિવારને આ મુલાકાતથી અજાણ રાખે છે. હવે પરિવારને આ મુલાકાતથી અજાણ રાખવાનું કારણ તો અયાન અને ભગવાન જ જાણે. અનન્યા પણ પોતાના ઘરે પહોંચે છે. ઘરે પહોંચતાની ...વધુ વાંચો

3

એક અજાણ્યો સંબંધ ભાગ-૩ ઇત્તફાક

થોડાંક દિવસ પછી… “અયાન લેખક બનવાની તૈયારી કરતો હતો… લેખક લખવા માટે હંમેશા શાંત વાતાવરણ હોય એવી જગ્યા પસંદ છે. તો લાવને જે પુસ્તકાલયમાં મળ્યા હતા ત્યાં જ જઈ આવું… કદાચ ત્યાં જ મળી જાય…”અનન્યા તેના ઘરે બારીમાં બેઠા-બેઠા વિચારે છે. અનન્યા પુસ્તકાલયમાં તો આવી ગઈ. અંદર પ્રવેશતાની સાથે જ પોતાની નજર ચારેય બાજું ફેલાવી પણ ક્યાંય અયાન જોવા મળ્યો નહીં. “Hello Sir… આ છોકરાને તમે ઓળખો છો? એ અહીંયા ક્યારે આવે છે? તમને કંઈ ખબર છે આનાં વિશે?” અનન્યાએ અયાનનો ફોટો બતાવતાની સાથે જ પુસ્તકાલયના સરને પૂછ્યું. “હા… આ છોકરાને મેં બે-ત્રણ વખત અહીંયા જોયો છે… પણ હમણાં થોડા દિવસથી અહીંયા દેખાયો ...વધુ વાંચો

4

એક અજાણ્યો સંબંધ ભાગ-૪ સમજણ, પ્રેમ અને સમજૂતી

અનન્યા પોતાના ઘરે પહોંચે છે. અયાન પણ પોતાનું ઓફિસનું કામ પતાવીને ઘરે પરત ફરે છે. અનન્યા પોતાનો મોબાઈલ હાથમાં અયાનના રિપ્લાયની રાહ જોતી હતી. થોડાક સમય બાદ અયાન પોતાના બેડરૂમમાં જતાં જ લંબાઈ જાય છે અને આજે થયેલી આ ઈત્તફાક મુલાકાતથી ખૂબ જ ખુશ જણાતો હતો. આ વિચાર આવતાં જ અયાનને સોશિયલ મીડિયાવાળી વાત યાદ આવે છે અને તરત જ પોતાનો મોબાઈલ હાથમાં લઇ મોબાઈલ ડેટા ઓન કરે છે અને અનન્યાને અનુસરે છે અને મેસેજ કરે છે. થોડા સમય માટે વાતચીત કરે છે અને ત્યારબાદ રાતનો સમય વધારે વીતતાં મોબાઈલ બાજુમાં મુકીને સૂઈ જાય છે. આ જ રીતે પોતાના રોજિંદા જીવનમાંથી ...વધુ વાંચો

5

એક અજાણ્યો સંબંધ - ભાગ-૫ ભાગીદારી

“છેલ્લી મુલાકાતમાં આમ જાણીતા હોવા છતાં પણ અજાણ્યા સંબંધમાં બંધાયા બાદ ઘણી વાર અમે બંને મળ્યાં હોઈશું. એક સાથે ફરવા પણ ગયા. એક સાથે ડિનર પણ કર્યું. બંને પોતાના રોજિંદા જીવનમાં થતી દરેક પણોને એકબીજા સાથે શેર કરવાં લાગ્યાં. આ અજાણ્યા સંબંધમાં બંધાયા બાદ ક્યારે આટલા બધા નજીક થઈ ગયા કંઈ ખબર જ ના પડી. પણ હા એક વાત તો છે મજા આવે છે આ છોકરા સાથે. સાલું આ અજાણ્યા સંબંધમાં કંઈક છુપાયેલું હોય એવું લાગે છે.”અનન્યા પોતાની નવરાશની પળોમાં પોતાના બેડરૂમમાં બેડ પર બેઠા બેઠા વિચારે છે. “હા જો યાદ આવ્યું ઘણા દિવસો થઈ ગયા સાહેબ હમણાંથી દેખાયા નથી. ...વધુ વાંચો

6

એક અજાણ્યો સંબંધ - ભાગ-૬ - સફરનો અંત

૪ મહિના પછી... આ માનવજીવનની ભાગદોડથી અને ઓફિસના કામકાજથી કંટાળીને થાકેલો અયાન પોતાના મન અને મગજને શાંત કરવા અને આપવા એ પુસ્તકાલયમાં આવીને એક ખૂણામાં બેઠો છે અને સંજોગો વસાત અનન્યા પણ અહીંયાથી લઈ ગયેલ એક પુસ્તક પરત આપવાં અને બીજું પુસ્તક લેવા માટે આવે છે. અનન્યા અહીં આવતા જ પુસ્તક પરત કરે છે અને બીજું પુસ્તક શોધે છે. આ પુસ્તકની શોધમાંને શોધમાં અનન્યા અયાન જ્યાં બેઠો હતો ત્યાં પહોંચે છે. ત્યાં આવતાં જ અયાનની નજર અનન્યા પર અને અનન્યાની નજર અયાન પર પડે છે. અનન્યા અયાન સામે જોઈને હળવું સ્મિત આપે છે. આ સ્મિત આપતા જ અયાને અનન્યાને પોતાની બાજુમાં ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો