*એ સમયની કિંમત*. વાર્તા... ૨૭-૩-૨૦૨૦ આ સમયનું મૂલ્ય.... મારો પણ સમય આવશે એવું સમજનારાઓને કુદરતે શાનમાં સમજાવી દિધું... કે તમે કુદરત થી અને સંયુક્ત કુટુંબમાંથી દુર થયા .. અને ભારતીય સંસ્કૃતિ ભૂલ્યા એટલે મારે આ સમય ની કિંમત સમજાવી પડી છે... " સોસયલ મિડિયા માં ફરે છે આ વાત કે જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે કોઈ ઘરમાં રહેવા તૈયાર નહોતું.. આજે કોઈ ઘરની બહાર જવા તૈયાર નથી " આ છે સમય ની બલિહારી... એક જાણીતા ભજનિક નું ભજન છે " હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું આ દુનિયામાં ઈચ્છા થી અવતાર ધરી હું આવું છું "..... એક મોટા

Full Novel

1

એ સમયની કિંમત.. - 1

*એ સમયની કિંમત*. વાર્તા... ૨૭-૩-૨૦૨૦ આ સમયનું મૂલ્ય.... મારો પણ સમય આવશે એવું સમજનારાઓને કુદરતે શાનમાં સમજાવી દિધું... કે કુદરત થી અને સંયુક્ત કુટુંબમાંથી દુર થયા .. અને ભારતીય સંસ્કૃતિ ભૂલ્યા એટલે મારે આ સમય ની કિંમત સમજાવી પડી છે... " સોસયલ મિડિયા માં ફરે છે આ વાત કે જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે કોઈ ઘરમાં રહેવા તૈયાર નહોતું.. આજે કોઈ ઘરની બહાર જવા તૈયાર નથી " આ છે સમય ની બલિહારી... એક જાણીતા ભજનિક નું ભજન છે " હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું આ દુનિયામાં ઈચ્છા થી અવતાર ધરી હું આવું છું "..... એક મોટા ...વધુ વાંચો

2

એ સમયની કિંમત.. - 2

એ સમયની કિંમત . વાર્તા... ભાગ -૨૨૭-૩-૨૦૨૦શહેરમાં ભાગી આવીને એક ગેરેજમાં કામ કર્યું અને બધું જ શીખી લીધું અને એક દિવસ શેઠને કહ્યું કે હું તમારી નોકરી છોડીને જવું છું... આમ કહીને જે થોડા રૂપિયા ભેગા થયા હતા એ લઈને બીજા એરિયામાં ફૂટપાથ પર ગેરેજ નું કામગીરી ચાલુ કરી... પોલિસ વાળા અને એ એરિયાનાં માથાભારે તત્વો ને એ મફત કામ કરી આપતો એટલે એને ફૂટપાથ પરથી કોઈ ખસેડતુ નહીં.... આખો દિવસ મહેનત કરી ને રાત્રે નજીકના ઢાબા માં જમતો ત્યારે મા નાં હાથનો રોટલો યાદ આવતો અને એ સમય યાદ આવતો ભાઈ સાથે કોણ વધુ રોટલો ખાઈ એની હરિફાઈ ચાલતી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો