(પ્રકરણ – ૧) છબીયંત્ર શું છે ? જોયું છે ? જોયું હશે... પરંતું વિશ્વાસ નથી પોતાનાં નોલેજ પર અથવા એમ કહોને આવાં કોઈ યંત્ર હોય ? અરે યાર... શું મજાક કરો છો. થોડુંક ગુગુજી લઈએ, ગુગુજી લઈએ એટલે ? એટલે... જાણી લઈએ. ના, ના, કોઈ જરૂર નથી. અમે તો ગુગલ પરથી બધું જાણી લઈએ છીએ. બધું એટલે ? બધું બધુ જ. કોઇપણ પ્રશ્ન થાય એટલે તરત ગુગલ કરીએ સમજ્યા ? દુનિયાની બધી વાતો અને હકીકતો ફટાફટ ખબર પડે. અરે...ભાઈ... હું પણ એ જ ગુગુજીની જ વાત કરું છું. એમ..? તો ચાલ, છબીયંત્રનો મીનીંગ અંગ્રેજીમાં શોધી જો. પ્રયત્ન કર...કદાચ ના મળે.
Full Novel
છબીલોક - 1
(પ્રકરણ – ૧) છબીયંત્ર શું છે ? જોયું છે ? જોયું હશે... પરંતું વિશ્વાસ નથી પોતાનાં નોલેજ પર અથવા કહોને આવાં કોઈ યંત્ર હોય ? અરે યાર... શું મજાક કરો છો. થોડુંક ગુગુજી લઈએ, ગુગુજી લઈએ એટલે ? એટલે... જાણી લઈએ. ના, ના, કોઈ જરૂર નથી. અમે તો ગુગલ પરથી બધું જાણી લઈએ છીએ. બધું એટલે ? બધું બધુ જ. કોઇપણ પ્રશ્ન થાય એટલે તરત ગુગલ કરીએ સમજ્યા ? દુનિયાની બધી વાતો અને હકીકતો ફટાફટ ખબર પડે. અરે...ભાઈ... હું પણ એ જ ગુગુજીની જ વાત કરું છું. એમ..? તો ચાલ, છબીયંત્રનો મીનીંગ અંગ્રેજીમાં શોધી જો. પ્રયત્ન કર...કદાચ ના મળે. ...વધુ વાંચો
છબીલોક - 2
(પ્રકરણ – ૨) બહુ જ લેટેસ્ટ ડિઝાઈનનું એપાર્ટમેન્ટ, નામ - ‘અતિથી રેસિડન્સી’. મુખ્ય રસ્તાની બાજુમાં પણ રસ્તાથી દુર. આજુબાજુમાં બિલ્ડીંગ નહી. જાણે સોશિયલ ડિસ્ટન્સ પાળતી બિલ્ડીંગ. આજે ખબર પડી કે ઘર બાંધતાં પૂર્વે મકાન કે બિલ્ડીંગની આજુબાજુ જગ્યા શા માટે છોડી દેવી પડે છે. આ નવો પોઈન્ટ પણ બાંધકામની પરમીશન આપતાં પહેલાં વિચારવા જેવો છે નહી ? વધારે અંતર.. વધારે સુરક્ષા... આ વિઝન કહેવાય. હવા ઉજાસની સાથે સંક્રમણથી બચી શકાય તે માટે જરૂરી અંતર. પાર્કિંગની ઉત્તમ વ્યવસ્થા. રેન હાર્વેસ્ટિંગનું (વરસાદના પાણીનો સંગ્રહ) સુંદર આયોજન કરેલ હતું. એપાર્ટમેન્ટના બે વોચમેનની સુરક્ષા. તેઓ નિયત દિવસે ગાડીઓ ધોઈ આપે અને રોજ સાફ ...વધુ વાંચો
છબીલોક - ૩
(પ્રકરણ – ૩) કોરોનાની ગતિવિધિઓથી વાકેફ ‘અતિથી રેસિડેન્સી’ ના રહેવાસીઓએ સુઝબુઝથી વોચમેનને એનાં ઘરે મોકલી દીધો હતો. સવારે વાગે દેવબાબુ વોચમેનની કેબીન પાસે ઉભાં રહી કંઇક બોલી રહ્યાં હતાં. પર્સનલ પ્રોટેક્ટીવ ઈક્વિપમેન્ટ (PPE) પહેરી. કોઈકે બાલ્કનીમાંથી નીચે જોયું, પણ સમજ ના પડી. એવું લાગતું હતું કે દેવબાબુ હવામાં વાત કરી રહ્યાં હતાં. હકીકતમાં એ છબીલોકના છબીવાસીઓને સંબોધી રહ્યાં હતાં. સ્વર્ગવાસીઓએ નક્કી કર્યુ હતું કે કોઈ જીવ કોરોનાની પીડાથી સ્વર્ગવાસી નહી થાય. દેવબાબુની સાથે એ બધાં દર્દીઓની સેવામાં જવા તૈયાર હતાં. દેવબાબુ ગયાં અને થોડીવાર પછી એપાર્ટમેન્ટમાં બુમાબુમ શરૂ થઇ. બુમાબુમથી ઘરની બહાર નીકળેલા લોકો ઘરમાં જતાં અને પાછાં બહાર ...વધુ વાંચો
છબીલોક - ૪
(પ્રકરણ – ૪) ચોથાં ફ્લોરવાળા રાજનભાઈએ બુમ મારી. એ...મારી પિંકીની ફ્રેમ કોરી છે, સવારથી... હજુ પિંકી દેખાતી નથી ! બધાં સાથે ઉભાં રહેલ દેવબાબુના કાને શબ્દો પડ્યાં અને એનાં ચહેરાનો રંગ બદલાયો. મનોમન એ બોલી રહ્યાં હતાં, ભૂલ થઇ..! પાછાં ફરતી વખતે ગણતરી કરવાની રહી ગઈ. છબીલોકની એક વ્યકિત પાછી ફરી નહોતી. એ તરત ઉપર દોડ્યા. વાતવાતમાં શંકા નહી જાય એ રીતે રાજનભાઈ જોડે પિંકીની અધૂરી જીન્દગી જાણી લીધી અને ધરપત આપી કે કોઈ અપશુકનની શંકા રાખશો નહી. બધા સ્વર્ગવાસીઓ છબીમાં એટલે ફ્રેમમાં દેખાયા તેમ પિંકી પણ દેખાશે. સુર મિલાવતાં કહયું – “ખબર નથી પડતી કે આ શું થાય ...વધુ વાંચો
છબીલોક - ૫
(પ્રકરણ – ૫) (વહી ગયેલાં દિવસો – શહેરોનાં સમાચાર સારા નહોતાં. કોરોના સંક્રમિતની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો. કારણ સરકારે જાહેર કરેલ છુટછાટનો ગેરલાભ લઇ રહ્યાં હતાં. સરકાર જીવ બચાવવા માટે પ્રયત્નશીલ હતી પણ કેટલાકને જીવની ચિન્તા નહોતી. બેદરકાર વર્તન. સંક્રમણથી બીજાની જીન્દગી જોખમાય છે તેનું ભાન નહોતું. એક ઘરમાં બીજાં શહેરથી આવેલ દિકરાએ ઘરનાં છ લોકોને સંક્રમિત કર્યા. ચારની જીન્દગી ગઈ અને ત્રણ સારવારમાં દિવસો ગણી રહ્યાં હતાં. અંતિમ વિધિ માટે કોઈ હાજર રહેવાં તૈયાર નહોતું. જિંદગીની કિંમત, માણસાઈની વ્યાખ્યા અને ધર્મની સંકુચિતતા સમજાતી નહોતી. હાંસિલ થાય એવું કંઇ નહોતું. જાણે જીન્દગી સામે જીન્દગી દાવ ઉપર ! સમજણ ...વધુ વાંચો
છબીલોક - ૬
(પ્રકરણ – ૬) ઝૂકતી હૈ દુનીયા ઝુકાનેવાલા ચાહીએ. દેવબાબુએ પોતાનો સમય કેવી રીતે પસાર કરવો એ પ્લાન તૈયાર કરી હતો. લોકડાઉનમાં સેવાકાર્ય જોરથી ચાલું હતું. એક વર્ગ હતો તેને કોઈ પ્રોબ્લેમ નહોતો. ગરીબોને પ્રોબ્લેમ હતો ભૂખનો, પણ કંઇક અંશે ઓછો. દાનવીરો અને સેવાભાવી તેમની સેવામાં હતાં. સરકારે હાથ છુટા મુક્યા હતાં. સહાય કરવા, વિવિધ યોજનાઓ દ્વારા. મૂંઝવણમાં ફક્ત મિડલ-ક્લાસ હતો. બાપડો પીસાઈ રહ્યો હતો. ખુદ્દારીના પથ્થરો વચ્ચે. શરમના માર્યો. વિવિધ પ્રસ્તાવોથી થોડીક હળવાશ થઇ રહી હતી શાષણ દ્વારા. રાજકારણ શાસન-પંચમી રમવાના રાગમાં હતી. સાલું કમાલ હતું...ના સમજાય તેવું... મત એકને આપવો, ચુંટાય બીજો, ખુરશી સંભાળે ત્રીજો, ખુરશી પરથી પછાડે ...વધુ વાંચો
છબીલોક - ૭
(પ્રકરણ – ૭) આ સાત સાત વરસથી મેં તને ફૂલની જેમ રાખી. કોઈ દિવસ શોપિંગ માટે તને ના નથી તારા બધાં શોખ મેં પુરા કર્યા અને રાણીનાં નખરા તો જુઓ... કોઈ રાજા પણ પુરા ના કરી શકે... મેં કોઈ દિવસ તને દુઃખી નથી કરી. ભાન છે તને... ? આખો દિવસ ટી વી જોઈને ઓનલાઈન ખરીદી કરે..વાંદરી.. અરીસામાં જો... જો જરા... પોતાની જાત ને હિરોઈન સમજે છે. જાત જાતના બુટ, સેન્ડલ અને ચંપલ માટે મેચિંગના કપડાં જોઈએ. લોકો કપડાને મેચિંગ કરે અને આ... હિરોઈન.. બુદ્ધિની દુકાન ખોલે. જાણે કેટવોક ઉપર જવાની હોય. મિસ ખીચડી ક્વીન. પાર્લરના ખર્ચા તો જુઓ... અરે... ...વધુ વાંચો
છબીલોક - ૮
(પ્રકરણ – ૮) વાહ ! મઝા આવી ગયી. ચા નાસ્તો સરસ હતાં. લાલુએ પ્રશંસા કરતાં શાન્તુ સામે જોયું. આભાર વ્યક્ત કરી રહી હતી, પરંતું મનમાં એક પ્રશ્ન ઘૂંટાતો હતો. ગઈકાલે થેલીમાં અમુક ચીજો તો મળી પણ એક ચીજનો અધ્યક્ષે ખુલાસો નહોતો કર્યો કે શબ્દ એ ઉચ્ચાર્યો નહોતો. શાન્તુ - “અલ્યા લાલુ, ટ્રે અને આ બાકીની ચીજો બેઝીનમાં ધોઈ લે. સુકાય એટલે પ્રથમ સેનેટાઈઝ કરી દેજે. આ સેનેટાઈઝર છે. જંતુનાશક. બધી વસ્તુઓ જુદી રાખવી પડશે. ઘબરાઈશ નહી. તને આઇસોલેટ કરેલ છે. શંકા છે માટે. બહુ મન પર નહી લઈશ. સારું થશે, બધું સારું થશે. તારે કઈ કામ હોય તો મને ...વધુ વાંચો
છબીલોક - ૯
(પ્રકરણ – ૯) (વહી ગયેલાં દિવસો – લોકડાઉન ત્રણના દિવસોમાં અધીરાઈ એનું રૂપ લઇ ચુકી હતી. અધીર મન, અધીર વતનની હોડ, અધીર ખ્વાઇશ, અધીર રાજકારણ, અધીર પર-પ્રાંતિયનું વતન ગમન, હજારો કિલોમીટર પગપાળા પ્રવાસ અને અકસ્માતો, વાહનોની સગવડ છતાં અફવાના ભોગે ગરીબ અભણ મજદુરોમાં ગભરાટ, અધીર જગતની સ્પર્ધા - સુપર પાવર બનવાની. જાણે માનવોની મૃત્યુ સંખ્યા ‘પાવરફૂલ’ બનાવતી હોય તેમ. ભારત નસીબવંતુ હતું. સારા સમાચારોમાં લોકડાઉન ચાર દસ્તક આપે એવી ગણતરી હતી. શોલેનો ડાયલોગ બદલાયો હતો “જો ડર ગયાં વો જી ગયાં...” અર્થતંત્રને લઇ આગ લાગી હતી ઘણાના મગજમાં. આશાઓ જાગી હતી, આત્મ-નિર્ભરતા માટે પ્રયાસો અને યોજનાઓ, બીના સહકાર નહી ...વધુ વાંચો
છબીલોક - ૧૦ - છેલ્લો ભાગ
(પ્રકરણ – ૧૦) હસવું તો ત્યારે આવ્યું જયારે કેટલાંક લોકો કેટલાંક દેશોમાં શહેરમાં ઉભાં પુતળાઓને માસ્ક પહેરાવી રહ્યાં હતાં લોકો માસ્ક પહેરવાની આદત નાંખે. હદ થઇ ગઈ, શહેરમાં પ્રદુષણ હોય ત્યારે એ જરૂરી નહોતું ? શ્વાસ લેવામાં તકલીફ પડી ત્યારે ? કાયમ આ મહાનુભાવોને જ અજમાવવા ? લોકડાઉનથી પ્રદુષણ મુક્ત વાતાવરણમાં કેટલાંક પુતળાઓ વ્યથા કહી રહ્યાં હતાં, રાત્રીના શાંત સમયમાં - કેમ પ્રસંગે જ મને યાદ કરાય છે ? આમ ચાર રસ્તાની વચ્યે મુકાય છે ? જિંદગી આખી દિશા સૂચન કર્યું તમ તારવાં, નહિ આ ચાર રસ્તે ડાબે - જમણે દોરવાં. હાથ અને પગ પણ ક્યાં રાખ્યા છે તમે આ પુતમાં, બચાવી લીધા દોકડા, રાખી ગજવાઓ ધ્યાનમાં. ઋતુઓ, પ્રદુષણ સહન કરવી પડે છે એકજ પોઝમાં , તમે નિરાંતે ઉંઘો છો વાતાનુકૂલ અને ડનલોપમા. કેમ નામ લઇ તરી જવા માંગો છો સાન અને શાનમાં, ઉદાહરણ તો એક સારું બેસાડો આ ગામમાં ? કહેવું છે ઘણું પણ કહી નથી શકતો, પીડા છે ઘણી પણ હવે સહી નથી શકતો ! ...વધુ વાંચો