પગની રોનક વધારવાની પચીસ ટિપ્સ

(37)
  • 3.9k
  • 5
  • 779

બહેનો, જો કોઇ તમારા ગંદા પગ અને ફાટેલી એડી જોઇને કહે કે ચેહરે સે રાજરાની પર પૈરોં સે નોકરાની તો તમને નહીં ગમે. ખરું ને પણ જો પગ સુંદર હશે અને એમ કહેશે કે આપકે પાંવ દેખે, બહુત હસીન હૈ! તો એ સાંભળીને પગથી માથા સુધી ખુશીની લહેર દોડી જશે નહીં! આપણે ચહેરાની સુંદરતા માટે કલાકોનો સમય આપીએ છીએ પણ પગની રોનક માટે ખાસ સંભાળ લેતા નથી. પગ, પગની પાનીઓ, નખ એ શરીરનો સૌથી અવગણના કરાતો ભાગ છે. આપણે આપણા શરીરના સૌથી અગત્યના, આખા શરીરનો ભાર ઉપાડતા આવા અંગને ભૂલવું ન જોઈએ. એટલે આ પુસ્તકમાં માત્ર પગને સુંદર બનાવવાની અને તેની સંભાળ લેવાની બ્યુટી એક્સ્પર્ટે સૂચવેલી અને તારવેલી પચીસ જેટલી ટિપ્સ આપી છે. આશા છે કે તેનો ઉપયોગ કરીને તમે પગની સુંદરતાને વધારી શકશો.