આંસુડે ચીતર્યા ગગન ૧૬

(19)
  • 4.7k
  • 4
  • 1.6k

‘પણ… આવું બધું મારી સાથે જ કેમ બને છે શેષ ! આંસુઓના તોરણ મારે ત્યાં જ કેમ બંધાય છે શેષ ’ ‘બિંદુ જે રડે છે તે હસે છે… અને જે હસે છે તે રડે છે. આ એક સીધો સાદો નિયમ જિંદગીનો નથી ’ એના આંસુઓની વણઝાર ન અટકી… એના મનને સાંત્વન આપવા શેષભાઈનો હાથ… શેષભાઈની હૂંફ બંને નિષ્ફળ ગયા… એને રડતી મારાથી જોવાતી નહોતી તેથી તેની સાથે હું પણ રડી પડ્યો… મારી આંખમાંથી પણ એ જ આંસુડા વહેતા હતા… ઘરમાં મૃત્યુનો ઓળો હતો… એનો આઘાત આ આંસુડા વડે ધોવાતો જતો હતો. મને રડતો જોઇ બિંદુનું મન ઓર છલકાઈ ઊઠ્યું… ‘અંશભાઈ… મને કેમ આ આંસુડા છોડતા નથી… તમે પણ આંસુની સાથે સાથે ન તણાવ… એ મારા આંસુ છે… શેષના આંસુ છે… તમારા નથી.’ ‘બસ ને બિંદુ ! પારકો ગણ્યો ને મને… મારી અંશિતા ગઈ એ દુ:ખ શું નાનું છે ’ પાણીના ઘૂંટડા સાથે ડુમાને ગળતી બિંદુ… ફરી રડી પડી.