રોબોટ્સ એટેક - 22

(14)
  • 2.6k
  • 1
  • 898

શાકાલ આખી વાત ધ્યાનથી સાંભળી રહ્યો.પછી તેને કહ્યુ, “તારી વાત જો સાચી હોય તો એ વાત પણ સાચી છે કે તેમને શહેરની બહાર જ ખતમ કરી દેવા પડશે.પણ આ વખતે હુ કોઇના ભરોસે કામ સોંપવા માગતો નથી.હુ જાતે જ તેને મારા હાથેથી જ ખતમ કરીશ.આ વખતે તે મારા હાથોમાંથી નહી બચી શકે.તુ અત્યારે જ આપણી સેનાને તૈયાર કરવામાં લાગી જા.સૌથી તાકતવર રોબોટ્સની એક અલગ ટીમ બનાવીને રાખજે.કાલે સવાર સુધીમાં બધી તૈયારીઓ થઇ જવી જોઇએ.આપણે કાલે જ તેમના પર હુમલો કરીશુ અને તેમના સ્વપ્નને એકવાર ફરીથી સ્વપ્ન બનાવી દઇશુ.