“મારે તબિયત નહિ, જીંદગી સારી જોઈએ છે.” મરાઠી રંગમંચના જાણીતા નાટકકાર અનિલ બર્વે, કલાકાર નાના પાટેકર અને ડિરેકટર વિજય મહેતાની ત્રિપુટી દ્વારા ભજવાયેલ મરાઠી નાટક ‘હમીદાબાઈ ચી કોઠી’ અદભુત છે. પહેલાના સમયમાં સાંજના સમયે મનોરંજન માટે નૃત્ય – સંગીતના કાર્યક્રમો થતા. ઠેર-ઠેર કોઠીઓ હતી. ઈમાનની કદર હતી અને ગર્વથી આ મોજશોખ થતા. આ તેવા વિસ્તારની કહાની છે, જ્યાં પહેલાના સમયમાં સાતસો સારંગીઓ વાગતી અને આજે એ બારીઓમાંથી માથું બહાર કાઢીને સાતસો સ્ત્રીઓ બેસે છે. વેશ્યાઓ આદિ-અનાદિ કાળથી અસ્તિત્વ તો ધરાવે જ છે પરંતુ તે સમયે તેઓ તવાયફ કહેવાતી. તેઓ શરીર વેચતી કે વહેંચતી નહિ. પરંતુ, તે સમયે તેઓ પોતાનો અવાજ વહેંચતી અને ક્યારેય સસ્તો સોદો કરતી નહિ. આત્મ-અભિમાનની એરણે પોતાનો શાહુકાર ચલાવતી. વાંચો, અસલિયત અને નાટકની પટકથા.