રોબોટ્સ એટેક 19

(12)
  • 3.1k
  • 2
  • 883

અચાનક થયેલા આ રીતના હુમલાને લીધે લોકો પણ ગભરાહટમાં તેનો સામનો કરવાને બદલે આમતેમ ભાગી રહ્યા હતા.કારણકે તેમની પાસે સામનો કરવા માટે કોઇ હથિયાર ન હતુ.આખરે તે લોકો પણ સામાન્ય મનુષ્ય જ હતા.તે અહિંયા લડવા માટે તો આવ્યા હતા પણ તેઓ સૈનિક જેટલી ચપળતા અને ચતુરાઇ ધરાવતા ન હતા. તેમની વચ્ચે જે બે ચાર નિપુણ સૈનિકો હતા તે ઝાડની આડશ લઇને રોબોટ્સના હુમલાને ખાળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.ડૉ.વિષ્નુ પણ તેમની સાથે જોડાઇ ગયા.રોબોટ્સની ટીમમાં કુલ દસ રોબોટ્સ જ હતા પણ અત્યાર સુધીમાં તેમને ડૉ.વિષ્નુની સેનાને ખુબ જ નુકશાન પહોંચાડી દીધુ હતુ.