ભાગતી ટ્રેન પકડીને બારીમાંથી બહાર જોતા ભૂતકાળનાં દ્રશ્યો આંખ સામે ફરી વળ્યા .કોલેજ સમયે એક સ્ટડી વર્કશોપમાં ભેગા થઇ ગયેલા બંનેની કોલેજ જુદી પણ સારી મિત્રતા થઇ ગયેલી .બંને મહત્વાકાંક્ષી અને સ્ટડી પછી સારો ગ્રેડ આવવાને લીધે સુજ્ઞાનું કોલેજમાથીજ ટોપ કંપનીમાં પ્લેસમેન્ટ થઇ ગયું .બધા ફ્રેડસ મળીને પાર્ટી કરી .ત્યારે સાર્થકે જર્મની અેપ્લાઈ કરેલું પછી તો બધા કારકિર્દી બનાવવામાં વ્યસ્ત થઇ ગયાં .કોઈ વાર મીત્રો પાસે ફોન પર સાર્થકનાં ન્યૂસ મળતા. .સાર્થક બે વર્ષ જર્મની એક્સપીરીયંસ લઇ પાછો મુંબઈ આવી ગયેલો અને કોઈ સાથે પાર્ટનરશીપમાં પોતાની ફર્મ શરુ કરેલી.....